જનતા માટે ઈશ્યુ કરનારી કંપની સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ 2009માં દર્શાવ્યા પ્રમાણે અમુક કેટેગરી માટે ‘એલોટમેન્ટ ઓન ફર્મ બેસિસ’ પર અમુક શેર્સ અનામત રાખી શકે છે. ‘એલોટમેન્ટ ઓન ફર્મ બેસિસ’ એમ દર્શાવે છે કે રોકાણકારને નિશ્ચિત ધોરણે શેર્સ ફાળવવામાં આવશે. સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ 2009 નિશ્ચિત ધોરણે ફાળવવા માટે અનામત રાખી શકાય એવા શેર્સની મહત્તમ ટકાવારીની જોગવાઈ કરે છે. ‘ફર્મ એલોટમેન્ટ કેટેગરી’માં ફાળવવાના શેર્સ જનતાને જે ભાવે ચોખ્ખી ઓફર કરવામાં આવી હોય એ ભાવથી જુદા ભાવે ઈશ્યુ કરી શકાય છે, પરંતુ એ માટે એવી જોગવાઈ છે કે ફર્મ એલોટમેન્ટ કેટેગરીમાં અરજદારોને જે ભાવે સિક્યોરિટી ઓફર કરાતી હોય એ ભાવ જનતાને જે ભાવે સિક્યોરિટી ઓફર કરાતી હોય એના કરતા ઊંચો હોય.
સ્પર્ધાત્મક ધોરણે અનામત
સ્પર્ધાત્મક ધોરણે અનામત એટલે એવું આરક્ષણ કે જેમાં નિર્દિષ્ટ સિક્યુરિટીઝની ફાળવણી ચોક્કસ અનામત શ્રેણીમાં નિર્દિષ્ટ સિક્યુરિટીઝ માટે પ્રાપ્ત થયેલી અરજીમાંની સિક્યુરિટીઝની સંખ્યાના પ્રમાણમાં કરાય.
બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફત કરાતા ઈશ્યુના કિસ્સામાં ઈશ્યુઅર ઈશ્યુના કદમાંથી પ્રમોટરોનું યોગદાન અને નીચેની શ્રેણીની વ્યક્તિઓની તરફેણમાં કરાયેલી ઓફરને બાદ કરીને નેટ પબ્લિક ઓફર પર સ્પર્ધાત્મક ધોરણે આરક્ષણ રાખી શકે.
સેબી વ્યક્તિઓ, જે ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઈલ કરવાની તારીખે બોર્ડમાં હોય, ઈશ્યુઅર સાથે ડિપોઝિટરી, બોન્ડધારકો અથવા ઈનિશિયલ પબ્લિક ઓફર કરી રહેલા ઈશ્યુઅરની સર્વિસીસના સબ્સ્ક્રાઈબર્સ હોય;
એ શરતે કે પ્રમોટર કંપનીઓ નિયુક્ત નાણાકીય સંસ્થાઓ અથવા રાજ્ય અને કેન્દ્રીય નાણાકીય સંસ્થાઓ, હોય તો આવી પ્રમોટર કંપનીઓ સ્પર્ધાત્મક આરક્ષણને પાત્ર નથી.
ફર્ધર પબ્લિક ઓફર (સંયુક્ત (કમ્પોઝિટ) ઈશ્યુ ન હોઈ), ઈશ્યુઅર, પ્રમોટરોના યોગદાનને ઈશ્યુના કદમાંથી બાદ કરીને સ્પર્ધાત્મક ધોરણે અનામત રાખી શકે અને ઈશ્યુઅરના રિટેલ વ્યક્તિગત શેરધારોકની તરફેણમાં નેટ પબ્લિક ઓફર કરી શકે.
રાઈટ ઈશ્યુના કિસ્સામાં ઈશ્યુઅર એ શરતને આધીન રહી કર્મચારીઓ માટે અનામત રાખી શકે છે કે કોઈ પણ કર્મચારીને કરાયેલી ફાળવણી બે લાખ રૂપિયાથી અધિક ન હોય.
સ્પર્ધાત્મક ધોરણે અનામત નીચેની શરતોને આધીન છેઃ
(એ) કર્મચારીઓ માટેનું આરક્ષણ ઈશ્યુઅરની ઈશ્યુ બાદની મૂડીના 5 ટકાથી વધવું ન જોઈએ.
(બી) શેરધારકો માટેનું આરક્ષણ ઈશ્યુના કદથી 10 ટકાથી અધિક થવું ન જોઈએ.
(સી) એવી વ્યક્તિઓએ, જે ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઈલ કરવાની તારીખે બોર્ડમાં હોય, ડિપોઝિટરો, બોન્ડધારકો તરીકે વેપાર સહયોગ ધરાવતા હોય અને ઈશ્યુઅરની સેવાઓના સબ્સ્ક્રાઈબર્સ હોય તેમના માટેનું આરક્ષણ ઈશ્યુના કદથી 5 ટકાથી અધિક હોવું જોઈએ નહીં.
(ડી) જેમની તરફેણમાં સ્પર્ધાત્મક ધોરણે આરક્ષણ કરાયું હોય એવી કોઈ પણ (કર્મચારી અને રિટેલ વ્યક્તિગત શેરધારક સિવાય) વ્યક્તિની વધુ અરજીને નેટ પબ્લિક ઓફર કેટેગરીમાં લેવી જોઈએ નહીં.
(ઈ) કોઈ પણ આક્ષિત શ્રેણીમાં ન ભરાયેલો હિસ્સો અન્ય આરક્ષિત શ્રેણીમાં ઉમેરી શકાશે અને જો આરક્ષિત શ્રેણીઓના અંતર્ગત આવી સરભર બાદ ન ભરાયેલો હિસ્સો વધે તો તેને પબ્લિક કેટેગરીની નેટ ઓફરમાં ઉમેરવામાં આવશે;
(એફ) પબ્લિક કેટેગરીમાં નેટ ઓફર પૂરેપૂરી ન ભરાય એવા કિસ્સામાં આરક્ષિત શ્રેણીમાંનો છલકાયેલો હિસ્સે નોટ પબ્લિક ઓફર શ્રેણીમાં ન ભરાયેલા હિસ્સા સુધી મંજૂર રહેશે.
(જી) કિસ્સા પ્રમાણે પેટા-નિયમનો (1) અથવા (2) પ્રમાણે કોઈ કર્મચારી માટેનું આરક્ષણ કરવામાં ફાળવણીનું મૂલ્ય બે લાખ રૂપિયાથી અધિક હોવું જોઈએ નહીં.
આરક્ષિત શ્રેણીઓના કિસ્સામાં એક જ અરજદાર આરક્ષિત શ્રેણીમાં નિર્દિષ્ટ સંખ્યાની સિક્યુરિટીઝ માટેની એક અરજી કદાચ કરે જે આરક્ષણને અતિક્રમી જતી હોય.
ના, એલોટમેન્ટ (ફાળવણી) પ્રોસેસમાં એવી કોઈ મુનસફી ચલાવાતી નથી. ડીઆઈપી માર્ગદર્શિકા પરના સેબીના તા. 19 સપ્ટેમ્બર 2005ના સર્ક્યુલર અગાઉ ક્યુઆઈબીને મુનસફીના ધોરણે ફાળવણી કરવામાં આવતી હતી. જોકે હવે આમાં સુધારો કરાયો છે અને બધા અરજદારોને સંબંધિત શ્રેણીઓમાં પ્રમાણસરના ધોરણે શેર્સ ફાળવવામાં આવે છે.
ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યુમાં ભરણું વધુ પડતું છલકાઈ જાય તો પ્રમાણસરતાના ધોરણે એલોટમેન્ટ કરવામાં આવે છે.
બુક બ્લિડિંગ ઈશ્યુના કિસ્સામાં, ઈશ્યુ બંધ થયા પછી મળેલી તમામ બિડ્સનો રિઝર્વ્ડ એલોટમેન્ટ્સ, ક્યુઆઈબી, નોન-ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ અને રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સ જેવી જુદી-જુદી કેટેગરીઓ હેઠળ સરવાળો કરવામાં આવે છે. ઓફર ડોક્યુમેન્ટમાં દરેક કેટેગરી માટે અનામત રખાયેલા શેર્સની સામે દરેક કેટેગરી માટે ઓવર સબસ્ક્રિપ્શન રેશિયોની ગણતરી કરવામાં આવે છે. આ દરેક સેગમેન્ટની અંદર બિડ્સને અરજી કરેલા શેર્સની સંખ્યાના આધારે જુદી-જુદી કેટેગરીઓમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યાર બાદ ઓવર સબસ્ક્રિપ્શન રેશિયો જેને માટે અરજી કરાઈ હોય એ શેર્સની સંખ્યાને લાગુ કરવામાં આવે છે અને પછી દરેક વિભાગમાંના અરજદારોને ફાળવવાના શેર્સની સંખ્યા નક્કી કરાય છે.
ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યુના કિસ્સામાં મળેલી અરજીઓને ઈશ્યુ બંધ થયા પછી એ કેટેગરીઓ-રૂ.2,00,000થી નીચેની અને એ રકમથી ઉપરની અરજીઓમાં એકત્રિત કરવામાં આવે છે. ઓફર ડોક્યુમેન્ટમાં દરેક કેટેગરી માટે અનામત રખાયેલા શેર્સની સામે દરેક કેટેગરી માટે ઓવર સબસ્ક્રિપ્શન રેશિયોની ગણતરી કરવામાં આવે છે, જેના માટે અરજી કરાઈ હોય એ શેર્સની સંખ્યાના આધારે વિવિધ કેટેગરીઓમાં બિડ્સને વિભાજિત કરાય છે. ત્યાર બાદ પેલા અરજી કરાયેલા શેર્સની સંખ્યાને ઓવર સબસ્ક્રિપ્શન રેશિયો લાગુ કરવામાં આવે છે અને દરેક વિભાગમાંના અરજદારોને ફાળવવાના શેર્સની સંખ્યા નક્કી કરાય છે. ત્યાર બાદ સફળ એલોટીઓની સંખ્યા નક્કી થાય છે.
રોકાણકારને રિફંડ ઓર્ડર/એલોટમેન્ટ એડવાઈસ કેટલા દિવસની અંદર મળવાં જોઈએ ?
કંપનીઓએ ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યુના કિસ્સામાં ઈશ્યુ બંધ થયાના 30 દિવસની અંદર અને બુક બિલ્ડિંગ ઈશ્યુના કિસ્સામાં ઈશ્યુ બંધ થયાના 15 દિવસની અંદર ફાળવણીનો આધાર નક્કી કરી દેવો જરૂરી છે. અન્યથા, તેમણે વાર્ષિક 15 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. ફાળવણીનો પાયો નક્કી થયાના બે કામકાજી દિવસની અંદર રિફંડ ઓર્ડર/એલોટમેન્ટ એડવાઈસ રવાના કરાય છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/29/2019