ઓફર ડોક્યુમેન્ટનું કવર પેજ ઈશ્યુઅર કંપની, લીડ મેનેજર્સ, રજિસ્ટ્રાર્સની સંપૂર્ણ સંપર્ક વિગતોને, ઓફર કરાયેલા ઈન્સ્ટ્રુમેન્ટના પ્રકાર, સંખ્યા, ભાવ અને રકમને તથા લિસ્ટિંગને લગતી વિગતોને આવરી લે છે. જો લાગુ પડતું હોય તો ક્રેડિટ રેટિંગ, પ્રથમ ઈશ્યુ બાબતમાં જોખમો, વગેરે જેવી બીજી વિગતો જાહેર કરાય છે.
અહીં, ઈશ્યુઅરનું મેનેજમેન્ટ કંપની સામેના આંતરિક અને બાહ્ય જોખમો વિશેના પોતાના વિચારો રજૂ કરે છે. અહીં કંપની પોતાની અપેક્ષાઓ અંગેનાં નિવેદનો પર પણ નોંધ કરે છે. ડોક્યુમેન્ટના શરૂઆતનાં પાનાંઓમાં આ માહિતી જાહેર કરવામાં આવે છે અને તેને અબ્રીજ્ડ (સંક્ષિપ્ત) પ્રોસ્પેક્ટ્સમાં પણ સ્પષ્ટપણે જાહેર કરાય છે. સામાન્યપણે હિતાવહ છે કે રોકાણકારો રોકાણનો નિર્ણય લેતાં પહેલાં કંપનીનાં તમામ જોખમી પરિબળોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી લે.
આ વિભાગમાં ઈશ્યુ કરનારી કંપનીના ઉદ્યોગ-ધંધાનો સંક્ષેપ, ટૂંકમાં ઓફરિંગની વિગતો, નાણાકીય, સંચાલન ક્ષમતા અને બીજી માહિતીનો સંક્ષેપ આવરી લેવાય છે.
કંપની વિશે સામાન્ય માહિતી, મર્ચન્ટ બેન્કર્સ અને તેમની જવાબદારીઓ, ઈશ્યુના બ્રોકર્સ/સિન્ડિકેટ મેમ્બર્સની વિગતો, ક્રેડિટ રેટિંગ (ડેબ્ટ ઈશ્યુ બાબતમાં), ડિબેન્ચર ટ્રસ્ટીઓ (ડેબ્ટ ઈશ્યુ બાબતમાં), મોનિટરિંગ એજન્સી, બુક બિલ્ડિંગ પ્રોસેસનો સંક્ષિપ્ત પરિચય અને અંડરરાઈટિંગ એગ્રીમેન્ટની વિગતો અહીં આપવામાં આવે છે. કેપિટલ સ્ટ્રક્ચરની મહત્વની વિગતો, ઓફરિંગના હેતુઓ, ભંડોળની જરૂરિયાત, ફંડિંગ પ્લાન, અલમબજવણીનું પરિશિષ્ટ, પ્રોજેક્ટોમાં રોકવામાં આવેલું ભંડોળ, રોકાઈ ચૂકેલા ભંડોળ માટે મેળવેલાં નાણાંનો સ્રોત, બાકીના ભંડોળની જરૂરિયાત પૂરી કરવા માટે મેળવવાનાં નાણાંનો સ્રોત, ભંડોળનો વચગાળાનો વપરાશ, ઈશ્યુની મૂળભૂત શરતો, ઈશ્યુ પ્રાઈસનો આધાર, ટેક્સના લાભોને આવરી લેવાયા છે.
અહીં કંપનીના વેપાર, વેપાર વ્યુહ, સ્પર્ધાત્મક શક્તિ, ઈન્સ્યુરન્સ, ઉદ્યોગ નિયમનો (જો લાગુ થતાં હોય તો), ઈતિહાસ અને કોર્પોરેટ માળખું, મુખ્ય હેતુઓ, સસિડિયરીની વિગતો, મેનેજમેન્ટ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, તેમનું મહેનતાણું, કોર્પોરેટ ગવર્નન્સ, સંબંધિત પાર્ટી પાર્ટી સાથેના વ્યવહારો, એક્સેચેન્જ રેટ્સ, જેમાં રજૂઆત કરાય છે એ ચલણ, ડિવિડંડ પોલિસી, મેનેજમેન્ટની ચર્ચાઓ, નાણાંકીય સ્થિતિનું વિશ્લેષણ તથા વિશેષ કામગીરીના પરિણામોની વિગતોની સમીક્ષા આપવામાં આવી છે.
અહીં ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ, છેલ્લાં ત્રણ વર્ષમાં એકાઉન્ટિંગ પોલિસીમાં કરાયેલો ફેરફાર અને વિદેશી તથા ભારતીય એકાઉન્ટિંગ પોલિસીઓ વચ્ચેનો તફાવત (જો કંપનીએ તેના ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ યુએસ/જીએએપી/આઈએએસ રજૂ થાય છે એ રીતે કર્યું હોય તો) વગેરે માહિતી આપવામાં આવે છે.
નિકાલ બાકી છે એવા મુકદ્દમાઓ અને મહત્વની ગતિવિધિઓ, કંપની અને તેની સસિડિયરીઓ, પ્રમોટર્સ તથા ગ્રુપ કંપનીઓને સંડોવતા મુકદ્દમાઓ, અહીં જાહેર કરાય છે. છેલ્લી બેલેન્સ શીટની તારીખ પછીની ગતિવિધિઓ, સરકારી મંજૂરીઓ/લાઈસન્સિંગની વ્યવસ્થાઓ, રોકાણને લગતી મંજૂરીઓ (એફઆઈપીબી/આરબીઆઈ વગેરે), તમામ સરકારી અને અન્ય મંજૂરીઓ, ટેક્નીકલ મંજૂરીઓ, દેવું વગેરેની માહિતી આપવામાં આવી છે.
આ શીર્ષક હેઠળ નીચેની માહિતી આવરી લેવામાં આવી છેઃ ઈશ્યુ માટેની ઓથોરિટી, સેબી દ્વારા પ્રતિબંધ, મૂડી બજારમાં પ્રવેશવાની કંપનીની પાત્રતા, ડિસ્ક્લેમર ક્લોઝ, અધિકારક્ષેત્ર બાબતમાં ડિસ્ક્લેમર, રોકાણકારોને માહિતીનું વિતરણ, સ્ટોક એક્સચેન્જોનું ડિસ્ક્લેમર ક્લોઝ, લિસ્ટિંગ, અન્ય વતીની ભૂમિકા લઘુતમ ભરણું, લેટર્સ ઓફ અલોટમેન્ટ અથવા રિફંડ ઓર્ડર્સ, મંજૂરીઓ, નિષ્ણાંતોના અભિપ્રાયો, છેલ્લાં ત્રણ વર્ષમાં ઓડિટરોમાં ફેરફાર, ઈશ્યુના ખર્ચાઓ, લીડ એજન્સીને ચૂકવવાની ફી, ઈશ્યુ મેનેજમેન્ટ ટીમને ચૂકવવાની ફી, રજિસ્ટ્રારને ચૂકવવાની ફી, અંડરરાઈટિંગ કમિશન, બ્રોકરેજ અને સેલિંગ કમિશન, અગાઉના પબ્લિક અને રાઈટ ઈશ્યુ, રોકડ માટેના અગાઉના ઈશ્યુઓ, રોકડ માટેના ઈશ્યુઓ સિવાયના અન્ય ઈશ્યુઓ, ચુકવણી બાકીહોય એવાં (આઉટસ્ટેન્ડિંગ) ડિબેન્ચર્સ કે બોન્ડ્સ, આઉટસ્ટેન્ડિંગ પ્રેફરન્સ શેર્સ, અગાઉના ઈશ્યુઓ પરનું બ્રોકરેજ અને કમિસન, અનામત ભંડોળ કે નફાનું કેપિટલાઈઝેશન, ઈશ્યુમાં સબસ્ક્રાઈબ કરવાનો વિકલ્પ, મિલકતની ખરીદી, અસ્ક્યામતોનું પુનઃ મૂલ્યાંકન, શેર્સની શ્રેણીઓ, કંપનીના ઈક્વિટી શેર્સનો સ્ટોક માર્કેટનો ડેટા, અગાઉના ઈશ્યુઓમાં અપાયેલાં વચન અને તેની તુલનાએ કામગીરી, રોકાણકારોની ફરિયાદોના નિવારણ માટેની યંત્રણા.
આ મથાળા હેઠળ નીચેની માહિતીને આવરી લેવામાં આવી છેઃ ઈશ્યુના નિયમો, ઈક્વિટી શેર્સનું રેન્કિંગ, ડિવિડંડની ચુકવણી માટેનો માર્ગ, ફેસ વેલ્યુ અને ઈશ્યુ પ્રાઈસ, ઈક્વિટી શેરહોલ્ડરના હકો, માર્કેટ લોટ, ઈન્વેસ્ટરને મળતી નોમિનેશનની સુવિધા, ઈશ્યુની વિધિ, લાગુ થવા પાત્ર હોય તો બુક બિલ્ડિંગની વિધિ, બિડ ફોર્મ, કોણ બિડ કરી શકે, બિડનું લઘુતમ અને મહત્તમ કદ, બિડિંગ પ્રક્રિયા, જુદા-જુદા ભાવ સ્તરે બિડ્સનું બિડિંગ, એસ્ક્રો મિકેનીઝમ, પેમેન્ટના નિયમો અને એસ્ક્રો કલેક્શન એકાઉન્ટમાં પેમેન્ટ, બિડ્સનું ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન, બુકનું બિલ્ડ અપ અને બિડ્સમાં ફેરફાર, ભાવ નિર્ધારણ અને ફાળવણી, અંડરરાઈટિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા અને સેબી/આરઓસીમાં પ્રોસ્પેક્ટ્સ ફાઈલ કરવું, સ્ટેચ્યુટરી એડવર્ટાઈઝમેન્ટની ઘોષણા, કન્ફર્મેશન ઓફ અલોકેશન નોટ (કૅન) ઈશ્યુ કરવી અને ઈશ્યુમાં ફાળવણી, નિર્ધારિત તારીખ, સામાન્ય સૂચનાઓ, બિડ ફોર્મ પૂરું કરવા માટેની સૂચનાઓ, પેમેન્ટની સૂચનાઓ, બિડ ફોર્મ સુપરત કરવાં, અન્ય સૂચનાઓ, અરજીનો અને અરજી સાથે મળેલાં નાણાંની રવાનગી, વધારાની બિડ રકમના રિફંડ પર વ્યાજ, ફાળવણીનો આધાર, પ્રમાણસરની ફાળવણીની પદ્ધતિ, રિફંડ ઓર્ડર્સની રવાનગી, સંદેશવ્યવહાર, કંપની દ્વારા અંડરટેકિંગ, ઈશ્યુમાં થયેલી આવકનો ઉપયોગ, ભારતીય સિક્યોરિટીઝ પર વિદેશી માલિકી પરનાં નિયંત્રણો વગેરે.
આ વિભાગ ઈક્વિટી શેર્સનું વર્ણન, આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનના નિયમો, મહત્વના કરારો, ચકાસણી માટેના ડોક્યુમેન્ટ્સ, ઘોષણાઓ, વ્યાખ્યાઓ અને સંક્ષિપ્ત નામો વગેરેને આવરી લે છે.
કંપની અફેર્સ મંત્રાલય દ્વારા તેના ઈન્વેસ્ટર્સ એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ હેઠળ સ્પોન્સર કરાયેલી અને તેની જ સહાયથી ચાલતી વેબસાઈટ www.watchoutinvestors.com પણ રોકાણકારોએ જોવી જોઈએ. આ વેબસાઈટ એવી તમામ વ્યક્તિઓ અને હસ્તીઓની નેશનલ રજિસ્ટ્રી છે જેમને વિવિધ નિયમનકારો (જેમ કે એમસીએ, આરબીઆઈ, સેબી, બીએસઈ, એનએસઈ વગેરે)એ આર્થિક ગુનાઓ અને/અથવા કાયદાઓ/માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવા બદલ કસૂરવાર ઠરાવ્યા છે અને/અથવા જેઓ હવે એવી નિર્ધારિત પ્રવૃત્તિમાં વ્યસ્ત નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020