ફિક્સ્ડ પ્રાઈસ ઈશ્યુ
ફિક્સ્ડ પ્રાઈસ આઈપીઓ/એફપીઓમાં બે પ્રકારના રોકાણકારો હોય છે. રૂ.2,00,000 કે તેથી વધુના શેર્સ માટે અરજી કરનારા રોકાણકારો અને રૂ.2,00,000 સુધીના શેર્સ માટે અરજી કરનારા રોકાણકારો
બુક બિલ્ડિંગ ઈશ્યુઝ
બુક બિલ્ડિંગ ઈશ્યુમાં નાના વ્યક્તિગત રોકાણકારો (આરઆઈઆઈ), બિન-સંસ્થાકીય રોકાણકારો (એનઆરઆઈ) અને લાયક સંસ્થાકીય ખરીદદારો (ક્યુઆઈબી)ને અનુક્રમે 35:35:50ના ગુણોત્તરમાં શેર્સની ફાળવણી કરાય છે.
રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર્સ (નાના વ્યક્તિગત રોકાણકારો-આરઆઈઆઈ)ની વ્યાખ્યા
‘રિટેલ ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેસ્ટર’ એટલે એવો રોકાણકાર જે રૂ.2,00,000થી વધુ નહીં એટલા મૂલ્યની સિક્યોરિટીઝ માટે અરજી કરે કે બિડ કરે છે.
નોન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર (બિન સંસ્થાકીય રોકાણકાર-એનઆઈઆઈ)ની વ્યાખ્યા
ક્યુઆઈબી સિવાયના અથવા રૂ,2,00,000 કરતાં ઓછા મૂલ્યની સિક્યોરિટીઝ માટે અરજી કરનારી વ્યક્તિઓ સિવાયના તમામ અરજદારો એનઆઆઈઆઈ ગણાય છે. આ શ્રેણીમાં ખાસ કરીને ઊંચી ચોખ્ખી સંપત્તિ ધરાવતી (હાઈ નેટવર્થ) વ્યક્તિઓ અને કોર્પોરેટ બોડીઝનો સમાવેશ થાય છે.
ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઈબી)ની વ્યાખ્યા
ક્યુઆઈબી એવા સંસ્થાકીય રોકાણકારો છે, જેઓ મૂડી બજારમાં મૂલ્યાંકન કરીને રોકાણ કરવાની કુશળતા અને આર્થિક તાકાત ધરાવતા હોવાનું મનાય છે. સેબીએ નીચેનાને ક્યુઆઈબીની શ્રેણીમાં મૂક્યા છે.
- 1956ના કંપનીઝ એક્ટની કલમ 4એમાં કરાયેલી વ્યાખ્યા પ્રમાણે જાહેર નાણાકીય સંસ્થા;
- શિડ્યુલ્ડ કમર્શિયલ બેંકો;
- મ્યુચ્યુઅલ ફંડો;
- સેબીમાં રજિસ્ટર્ડ થયેલા વિદેશી સંસ્થાકીય રોકાણકાર અને સબ-એકાઉન્ટ (સબ-એકાઉન્ટ કે જે વિદેશી કંપની અથવા વિદેશી વ્યક્તિ સિવાયની વ્યક્તિ હોય);
- બહુપક્ષીય અને દ્વિપક્ષીય વિકાસકારી નાણાકીય સંસ્થાઓ;
- સેબીમાં નોંધાયેલાં વેન્ચર કેપિટલ ફંડો.
- સેબીમાં રજિસ્ટર્ડ થયેલાં વિદેશી વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર્સ.
- સ્ટેટ ઈન્ડસ્ટ્રિયલમાં ડેવલપમેન્ટ કોર્પોરેશન્સ.
- ઈન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઈરડા)માં નોંધાયેલી ઈન્સ્યુરન્સ કંપનીઓ.
- રૂ.25 કરોડનું લઘુતમ ભંડોળ ધરાવતાં પ્રોવિડન્ટ ફંડો.
- રૂ.25 કરોડનું લઘુતમ ભંડોળ ધરાવતાં પેન્શન ફંડો
- નેશનલ ઈન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના ભારત સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલા ભારત સરકારના ઠરાવ નં. એફ નં. 2/3/2005-ડીડીઆઈઆઈ તારીખ 23 નવેમ્બર, 2005 દ્વારા કરવામાં આવી છે
- ઈન્સ્યુરન્સ ફંડો ભારત સંઘના લશ્કર, નૌકાદળ અને હવાઈ દળ દ્વારા સ્થાપવામાં આવ્યા છે અને તેમના દ્વારા તેનો વહીવટ કરાય છે.
- ઈન્સ્યુરન્સ ફંડો જેવા કે પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સ ફંડ (પીએલઆઈએફ) અને રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યુરન્સ ફડ (આરપીએલઆઈએફ)ની સ્થાપના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા સ્થાપિત છે.
આ બધી હસ્તીઓએ ક્યુઆઈબી તરીકે સેબીમાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ઉપર જણાવેલી શ્રેણીઓમાં આવતી કોઈ પણ હસ્તીને પ્રાઈમરી ઈશ્યુની પ્રક્રિયામાં ભાગ લેવાના હેતુસર ક્યુઆઈબી તરીકે ગણવામાં આવે છે.
તમામ પ્રકારના રોકાણકારોએ પબ્લિક ઈશ્યુમાં સિક્યોરિટીઝ માટેની અરજી સાથે માર્જિન તરીકે એપ્લિકેશન મનીના પૂરેપૂરા 100 ટકા લાવવા જરૂરી છે. પબ્લિક ઈશ્યુમાં માગને હકીકત કરતાં મોટી દર્શાવવાનું ટાળવા માટે અને સિક્યોરિટીઝ માટે અરજી કરનારા તમામ રોકાણકારોને સ્પર્ધા માટેનું મોકળું મેદાન પૂરું પાડવા માટે આમ કરવામાં આવ્યું છે.
સ્ત્રોત: ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ