অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આઈપીઓના ગ્રેડિંગ અંગે વારંવાર પુછાતા પ્રશ્નો

આઈપીઓના ગ્રેડિંગ અંગે વારંવાર પુછાતા પ્રશ્નો

  1. આઈપીઓ ગ્રેડિંગ શું છે ?
  2. ઈશ્યુઅરે ક્યાં સુધીમાં આઈપીઓ માટે ગ્રેડ મેળવી લેવો જરૂરી છે ?
  3. આઈપીઓ ગ્રેડિંગ પ્રોસેસનો ખર્ચ કોણ ભોગવે છે ?
  4. શું ગ્રેડિંગ વૈકલ્પિક છે ?
  5. શું ઈશ્યુઅર કંપની આઈપીઓ ગ્રેડને નકારી શકે ?
  6. શું આઈપીઓ ગ્રેડિંગને કારણે ઈશ્યુની પ્રક્રિયા વિલંબમાં મુકાય છે ?
  7. શું આઈપીઓ ગ્રેડિંગમાં ઈશ્યુમાં ઓફર કરાયેલા શેર્સનો ભાવ ધ્યાનમાં લેવાય છે ?
  8. આઈપીઓ માટે મેળવાયેલા ગ્રેડ્સ અને ગ્રેડિંગની પ્રક્રિયાની વિગતો ક્યાંથી મળી શકે ?
  9. શું ‘સરેરાશ કરતાં સારો અથવા મજબૂત ફંડામેન્ટલ્સ’ દર્શાવતા આઈપીઓ ગ્રેડનો મતલબ એવો થાય છે કે રોકાણકાર ઈશ્યુમાં સલામતપણે અરજી કરી શકે છે ?
  10. આઈપીઓ ગ્રેડનું અર્થઘટન શી રીતે કરી શકાય ?
  11. આઈપીઓમાં રોકાણ કરવા વિશે નિર્ણય લેવામાં આઈપીઓ ગ્રેડિંગ શી રીતે મદદરૂપ થાય છે ?
  12. આઈપીઓ ગ્રેડિંગ પ્રક્રિયામાં સેબીની શી ભૂમિકા હોય છે ?
  13. કઈ કઈ રેટિંગ એજન્સીઓ સેબીમાં રજિસ્ટર્ડ થયેલી છે ?

ગ્રેડિંગની પ્રણાલી, ગ્રેડિંગની યોગ્યતા, ગ્રેડિંગનો અવકાશ વગેરે જેવા ગ્રેડિંગના સંચાલનીય પાસાંઓ વિશેની નીચે આપ્યા મુજબની વિગતો ક્રેડિટ રેટિંગ એજન્સીઓ (સીઆરએ) પાસેથી મેળવેલી માહિતી પર આધારિત છે અને તેનો હેતુ આઈપીઓ ગ્રેડિંગ પદ્ધતિની એકંદર કામગીરી વિશે સામાન્ય માહિતી પૂરી પાડવાનો જ છે.

આઈપીઓ ગ્રેડિંગને લગતી ચોક્કસ વિગતો સંબંધિત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પાસેથી સીધી મેળવી શકાય છે.

આઈપીઓ ગ્રેડિંગ શું છે ?

આઈપીઓ ગ્રેડિંગ ઈક્વિટી શેર્સ અથવા પાછળથી ઈક્વિટી શેર્સમાં રૂપાંતરિત થઈ શકે કે ઈક્વિટી શેર સાથે અદલાબદલી કરી શકાય એવી બીજી કોઈ સિક્યોરિટીઝના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ/ફોલોઓન પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે સેબીમાં રજિસ્ટર્ડ થયેલી ક્રેડિટ રેટિંગ એજન્સી દ્વારા આપવામાં આવતો ગ્રેડ છે. આ ગ્રેડ ભારતમાંની બીજી લિસ્ટેડ ઈક્વિટી સિક્યોરિટીઝની તુલનાએ ઈશ્યુના ફંડામેન્ટલ્સની તુલનાત્મક આકારણી, મૂલ્યાંકન પૂરાં પાડે છે. આવું ગ્રેડિંગ પાંચ પોઈન્ટના સ્કેલ પર અપાય છે, જેમાં ઉચ્ચ ગ્રેડ એકદમ મજબૂત અને સૌથી નીચો ગ્રેડ તદ્દન નબળા ફંડામેન્ટલ્સનો નિર્દેશ આપે છે.

આઈપીઓ ગ્રેડ-1 : કંગાળ-તદ્દન નબળા ફંડામેન્ટલ્સ
આઈપીઓ ગ્રેડ-2 : સરેરાશ કરતાં નબળા ફંડામેન્ટલ્સ
આઈપીઓ ગ્રેડ-3 : સરેરાશ ફંડામેન્ટલ્સ
આઈપીઓ ગ્રેડ-4 :સરેરાશ કરતાં સારા ફંડામેન્ટલ્સ
આઈપીઓ ગ્રેડ-5 : મજબૂત ફંડામેન્ટલ્સ

રોકાણકારો પોતાને આઈપીઓ મારફત ઓફર કરાતા ઈક્વિટી શેર્સની સચોટ આકારણી, મૂલ્યાંકન કરી શકે એ માટે તેમને વધારાની માહિતી પૂરી પાડવાના પ્રયાસ તરીકે આઈપીઓ ગ્રેડિંગ શરૂ કરાયું છે.

ઈશ્યુઅરે ક્યાં સુધીમાં આઈપીઓ માટે ગ્રેડ મેળવી લેવો જરૂરી છે ?

આઈપીઓ કરવા ઈચ્છુક કંપનીએ આવા આઈપીઓના ગ્રેડિંગનો ખર્ચ ભોગવવો પડે છે.

આઈપીઓ ગ્રેડિંગ પ્રોસેસનો ખર્ચ કોણ ભોગવે છે ?

ના, ગ્રેડિંગ વૈકલ્પિક નથી. જે કંપનીએ પોતાના આઈપીઓ માટેનું ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ તા. 1 મે 2007ના રોજ કે ત્યાર બાદ સેબીમાં નોંધાવ્યું હોય તેણે કમ સે કમ એક સીઆરએ પાસેથી આઈપીઓ માટે ગ્રેડ મેળવવો જરૂરી છે.

શું ગ્રેડિંગ વૈકલ્પિક છે ?

આઈપીઓ ગ્રેડ/ગ્રેડ્સ નકારી શકાતા નથી. રેટિંગ એજન્સીએ આપેલા ગ્રેડ ઈશ્યુઅરને સ્વીકાર્ય લાગે કે ન લાગે તો પણ 2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ હેઠળ કરાયેલી જોગવાઈ મુજબ ગ્રેડ જાહેર કરવો જરૂરી છે. જોકે ઈશ્યુઅર પાસે જુદી એજન્સી દ્વારા બીજું ગ્રેડિંગ કરાવવાનો વિકલ્પ હોય છે. આવા કિસ્સામાં આઈપીઓ માટે મેળવાયેલા તમામ ગ્રેડ્સ ઓફર ડોક્યુમેન્ટ્સ, જાહેરખબરો વગેરેમાં જાહેર કરવા જરૂરી છે.

શું ઈશ્યુઅર કંપની આઈપીઓ ગ્રેડને નકારી શકે ?

આઈપીઓ ગ્રેડિંગ સેબીમાં ઓફર ડોક્યુમેન્ટ નોંધાવવાની અને તેને પગલે સેબી દ્વારા નિરીક્ષણો જારી થવાની ક્રિયાની સમાંતર જ ચાલવું જોઈએ. સેબી દ્વારા આવાં નિરીક્ષણો જારી કરવાની અને ગ્રેડિંગ પ્રક્રિયા સ્વતંત્રપણે કામ કરતી હોવાથી આઈપીઓ ગ્રેડિંગ ઈશ્યુની પ્રક્રિયાને વિલંબમાં મૂકે એવું અપેક્ષિત નથી.

શું આઈપીઓ ગ્રેડિંગને કારણે ઈશ્યુની પ્રક્રિયા વિલંબમાં મુકાય છે ?

આઈપીઓ ગ્રેડિંગ પ્રક્રિયાએ કંપની જેમાં કામકાજ કરતી હોય એ ઉદ્યોગમાંની સંભાવનાઓ, કંપનીની સ્પર્ધાત્મક તાકાત (જે તેને ધંધા (ધંધાઓ)માં રહેલા જોખમ સામે ઝીંક ઝીલવા અને ઉપલબ્ધ તકોનો લાભ લેવા સમર્થ બનાવે) તેમ જ કંપનીની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે એ અપેક્ષિત હોય છે.

ગ્રેડિંગ માટે ધ્યાનમાં લેવાતા ઘટકો નીચેના મુદ્દાઓને સમાન ન હોય કે મર્યાદિત હોય એવું બની શકે છે ત્યારે રેટિંગ એજન્સીઓ આઈપીઓ ગ્રેડ નક્કી કરતી વખતે સામાન્યપણે નીચેની બાબતોને ધ્યાનમાં લે છે.

  • ધંધાકીય સંભાવનાઓ અને સ્પર્ધાત્મક સ્થિતિ
    i. ઉદ્યોગની સંભાવનાઓ
    ii. કંપનીની સંભાવનાઓ
  • નાણાકીય સ્થિતિ
  • મેનેજમેન્ટની ગુણવત્તા
  • કોર્પોરેટ ગવર્નન્સની પ્રણાલીઓ – પ્રથાઓ
  • કાનૂની જોગવાઈઓનું પાલન અને મુકદ્દમાઓનો ઈતિહાસ

નવા પ્રોજેક્ટો-જોખમો અને સંભાવનાઓ

અત્રે નોંધનીય છે કે ઉપર જણાવેલી બાબતો આઈપીઓ ગ્રેડિંગ પ્રક્રિયામાં ધ્યાનમાં લેવાતા કેટલાક ઘટકોનો માત્ર નિર્દેશ આપે છે અને આઈપીઓ ગ્રેડિંગની પ્રક્રિયામાં કિસ્સા પ્રમાણે ફરક હોઈ શકે છે.

શું આઈપીઓ ગ્રેડિંગમાં ઈશ્યુમાં ઓફર કરાયેલા શેર્સનો ભાવ ધ્યાનમાં લેવાય છે ?

ના, આઈપીઓમાં જે ભાવે સિક્યોરિટી ઓફર કરાઈ હોય એ ભાવને ધ્યાનમાં લીધા વિના જ આઈપીઓ ગ્રેડિંગ કરાય છે. આઈપીઓ ગ્રેડિંગમાં ઈશ્યુ ભાવને ધ્યાનમાં લેવાતો ન હોવાથી રોકાણકારે આઈપીઓ મારફત ઓફર કરાયા હોય એ શેર્સ માટે કયા ભાવે બિડ કરવું/અરજી કરવી એનો નિર્ણય સ્વતંત્રપણે લેવાની જરૂર છે.

આઈપીઓ માટે મેળવાયેલા ગ્રેડ્સ અને ગ્રેડિંગની પ્રક્રિયાની વિગતો ક્યાંથી મળી શકે ?

આઈપીઓ માટે પ્રાપ્ત કરાયેલા ગ્રેડ્સ તેમના વર્ણન સાથે પ્રોસ્પેક્ટ્સ, અબ્રીજ્ડ પ્રોસ્પેક્ટ્સ, ઈશ્યુની જાહેરખબર અથવા ઈશ્યુઅરે તેના ઈશ્યુ માટે જેમાં જાહેરખબર આપી હોય એમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત એક ચોક્કસ ગ્રેડ આપવા માટેના વિગતવાર તર્કનો સમાવેશ કરતા ક્રેડિંટ રેટિંગ એજન્સીના ગ્રેડિંગ લેટરનો સમાવેશ ચકાસણી માટે ઉપલબ્ધ દસ્તાવેજોમાં કરાયો હોય છે.

શું ‘સરેરાશ કરતાં સારો અથવા મજબૂત ફંડામેન્ટલ્સ’ દર્શાવતા આઈપીઓ ગ્રેડનો મતલબ એવો થાય છે કે રોકાણકાર ઈશ્યુમાં સલામતપણે અરજી કરી શકે છે ?

ના, આઈપીઓ ગ્રેડ કોઈ રોકાણકારે આઈપીઓમાં અરજી કરવી જોઈએ કે નહીં તેનું સૂચન કે ભલામણ નથી. જોખમી પરિબળો તેમ જ ઈશ્યુમાં જે ભાવે શેરો ઓફર થઈ રહ્યા છે એ ભાવ સહિત પ્રોસ્પેક્ટ્સમાં કરાયેલી ઘોષણાઓ-જાહેરાતોની સાથોસાથ જ આઈપીઓ ગ્રેડને ધ્યાનમાં લેવાની જરૂર છે.

આઈપીઓ ગ્રેડનું અર્થઘટન શી રીતે કરી શકાય ?

આઈપીઓ ગ્રેડ્સ પાંચ પોઈન્ટના સ્કેલ પર આપવામાં આવે છે. એમાં સૌથી નીચો ગ્રેડ-1 અને સૌથી ઊંચો ગ્રેડ-5 હોય છે. આ ગ્રેડનો અર્થ આ એફએક્યુમાં પ્રશ્ન-1 હેઠળ સમજાવાયો છે.

આઈપીઓમાં રોકાણ કરવા વિશે નિર્ણય લેવામાં આઈપીઓ ગ્રેડિંગ શી રીતે મદદરૂપ થાય છે ?

આઈપીઓ ગ્રેડિંગ રોકાણકારને પ્રોફેશનલ રેટિંગ એજન્સી દ્વારા વ્યક્ત કરાયેલો માહિતી આધારિત અને હેતુલક્ષી અભિપ્રાય જણાવવાનો હોય છે, જે અભિપ્રાય એજન્સીએ કંપનીના ધંધા અને નાણાકીય સંભાવનાઓ, મેનેજમેન્ટની ગુણવત્તા, કોર્પોરેટ ગવર્નન્સની પદ્ધતિઓ વગેરેનું વિશ્લેષણ કર્યા પછી વ્યક્ત કર્યો હોય છે. જોકે ઈશ્યુઅરને ગમે તે ગ્રેડ મળ્યો હોય પણ રોકાણકારે પ્રોસ્પેક્ટ્સમાંનાં જોખમી પરિબળો સહિતના લખાણોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા બાદ જ કોઈ ઈશ્યુમાં રોકાણ કરવા અંગે સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ.

આઈપીઓ ગ્રેડિંગ પ્રક્રિયામાં સેબીની શી ભૂમિકા હોય છે ?

ગ્રેડિંગ એજન્સી દ્વારા કરાતી આકારણી-મૂલ્યાંકનમાં સેબી કોઈ ભૂમિકા નથી ભજવતું. ગ્રેડિંગ એ એજન્સીનો સ્વતંત્ર અને પૂર્વગ્રહથી મુક્ત અભિપ્રાય બની રહે એવું અપેક્ષિત છે.

કઈ કઈ રેટિંગ એજન્સીઓ સેબીમાં રજિસ્ટર્ડ થયેલી છે ?

નીચેની પાંચ રેટિંગ એજન્સીઓ સેબીમાં રજિસ્ટર્ડ થયેલી છે.

ક્રેડિટ એનાલિસિસ એન્ડ રિસર્ચ લિ.
4થે માળે, ગોદરેજ કોલિસિયમ
સોમૈયા હોસ્પિટલ રોડ
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની બાજુએ
સાયન (પૂર્વ), મુંબઈ-400 022.
http://www.careratings.com

ઈકરા લિ.
1105, કૈલાશ બિલ્ડિંગ, 11 મે માળે,
26, કસ્તુરબા ગાંધી માર્ગ
નવી દિલ્હી – 110 001
http://www.icra.in

ક્રિસિલ લિ.
ક્રિસિલ હાઉસ
121-122, અંધેરી કુર્લા રોડ
અંધેરી (ઈસ્ટ)
મુંબઈ – 400093
http://www.crisil.com

ફિચ રેટિંગ્સ ઈન્ડિયા પ્રા. લિ.
એપીજય હાઉસ, 6 ઠ્ઠે માળે
3, દિનશૉ વાચ્છા રોડ
ચર્ચગેટ
મુંબઈ – 400 020
http://www.fitchindia.com

બ્રિકવર્ક રેટિંગ્સ ઈન્ડિયા પ્રા. લિ.
# 39/2, સાગર કોમ્પલેક્સ, બીજે માળે
બન્નેરઘટ્ટા રોડ,
ડાયરી સર્કલ નજીક
બેંગલોર – 560 029
http://www.brickworkratings.com

સ્ત્રોત ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate