સેબીએ આઈપીઓનું આયોજન કરી રહેલી કંપનીઓ માટે નીચે પ્રમાણેના પાત્રતા નિયમો ઘડ્યા છે:
સારી ગણાતી ઘણી કંપનીઓ એક યા બીજા કારણસર પાત્રતાના બધા જ નિયમોનું પાલન કરવા સમર્થ બની શકતી નથી એ માલૂમ પડ્યા પછી આવી કંપનીઓને બીજા બે વૈકલ્પિક માર્ગો ઉપલબ્ધ છે:
ઈશ્યુ બુક બિલ્ડિંગ રૂટ મારફતે કરી શકાય, જેમાં ઓછામાં ઓછા 50 ટકા શેર્સ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (ક્યુઆઈબી)ને ફરજિયાત ફાળવવા પડે છે. (બી) ઈશ્યુ પછીની લઘુતમ ફેસ વેલ્યુ કેપિટલ રૂ. 10 કરોડ હોવી જોઈએ અથવા ઓછામાં ઓછાં બે વર્ષ સુધી ફરજિયાત માર્કેટ-મેકિંગ થવું જોઈએ.અથવા
હસ્તીઓની નીચેની શ્રેણીઓ પાત્રતાના નિયમોમાંથી મુક્તિ મેળવવાને હકદાર છે.
બીએસઈ લિસ્ટિંગ એગ્રીમેન્ટના ક્લોઝ 40એમાં એવી જોગવાઈ છે કે ઈશ્યુ પછીની પેઈડ અપ કેપિટલના ઓછામાં ઓછા 15ટકા ‘જનતા’ પાસે (એટલે કે પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ સિવાયના) રહેવા જોઈએ.
સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) રુલ્સના રુલ 19(2)(બી) મુજબ દરેક વર્ગની સિક્યોરિટીના ઓછામાં ઓછાં 25 ટકા ભરણા માટે જનતાને ઓફર કરવા જોઈએ. જોકે ઓછામાં ઓછા 10 ટકા પણ ઓફર કરી શકાય, પરંતુ એ માટે નીચેની ત્રણ શરતોનું પાલન થવું જરૂરી છે:
લિસ્ટિંગ એગ્રીમેન્ટના ક્લોઝ 40એ મુજબ લિસ્ટિંગ થયા પછી સાતત્યપૂર્ણ પબ્લિક શેરહોલ્ડિંગ જાળવી રાખવું જરૂરી છે.
સાતત્યપૂર્ણ ધોરણે પબ્લિક શેરહોલ્ડિંગનો લઘુતમ સ્તર જાળવી રાખવાની ઉપરોક્ત શરત સરકારી કંપનીઓને (1956ના કંપનીઝ એક્ટની કલમ 617 હેઠળ કરાયેલી વ્યાખ્યા મુજબ) ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને (2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના ચેપ્ટર-2, ક્લોઝ 14(4) હેઠળ કરાયેલી વ્યાખ્યા પ્રમાણે) અને બોર્ડ ફોર ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ફાઈનાન્શિયલ રિકન્સ્ટ્રક્શનને સોંપવામાં આવેલી કંપનીઓને લાગુ થશે નહીં.
નોંધઃ 1956ના કંપનીઝ એક્ટની કલમ 617 ગવર્નમેન્ટ (સરકારી) કંપનીની વ્યાખ્યા આ મુજબ કરે છે – ગવર્નમેન્ટ એવી કોઈ પણ કંપની કે જેમાં ઓછામાં ઓછી 51 ટકા પેઈડ-અપ કેપિટલ કેન્દ્ર સરકાર અથવા બીજી કોઈ રાજ્ય સરકાર કે સરકારો ધરાવતી હોય અથવા આંશિકપણે કેન્દ્ર સરકાર અને આંશિકપણે એક કે વધુ રાજ્ય સરકારો ધરાવતી હોય અને એમાં એવી કોઈ કંપની સમાવિષ્ટ હોય જે આ રીતે વ્યાખ્યાયીત ગવર્નમેન્ટ કંપનીની સબસિડિયરી છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020