હાલમાં કોઈ પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નહીં હોય એવી કોઈ કંપની જનતાને નવા શેર્સ ઈશ્યુ અથવા તેના પ્રવર્તમાન શેર્સ વેચાણ માટે ઓફર કરે અથવા પહેલી વખત એ બંને કરે ત્યારે તેણે આઈપીઓ કર્યો એમ કહેવાય છે. પબ્લિક ઓફરિંગ મારફતે ઈશ્યુઅર કંપની નવા રોકાણકારોને તેના શેરધારક પ્રવેશવાની ઓફર કરે છે.
કંપનીના પ્રમોટર્સ તેના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વિચાર-વિમર્શ કરીને નક્કી કરે એ ભાવે રોકાણરોને શેર્સ ઉપલબ્ધ કરાવાય છે.
આઈપીઓ સફળતાપૂર્વક પાર પડ્યા પછી કંપનીના શેર્સનું નિર્ધારિત સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટિંગ અને ટ્રેડિંગ થાય છે.
2003-04થી 2007-08માં આઈપીઓ માટે સક્રિય બજાર જોવા મળ્યું હતું. આવા આઈપીઓની સંખ્યા ભલે નાની રહી હોય, પણ આ માર્ગે મૂડી સર્જનમાં સતત વધારો થયો હતો. અર્થતંત્ર અને સેકન્ડરી માર્કેટમાં મોટી મંદીને કારણે 2008-09માં માત્ર 21 નાના આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલી રકમમાં માત્ર રૂ.2034 કરોડની મૂડી થવા પામી હતી. જોકે 2009-10ના વર્ષમાં આઈપીઓ માર્કેટમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.
વર્ષ |
આઈપીઓની સંખ્યા |
રકમ |
2003-04 |
19 |
3191.10 |
2004-05 |
23 |
14662.32 |
2005-06 |
76 |
10797.88 |
2006-07 |
76 |
23706.16 |
2007-08 |
84 |
41323.45 |
2008-09 |
21 |
2033.99 |
2009-10 |
39 |
24948.31 |
2010-11 |
35 |
28957.96 |
રોકાણકાર જનતા વચ્ચે જવાથી કંપનીઓને નવો પ્રોજેક્ટ સ્થાપવા માટે અથવા વૈવિધ્યીકરણ/વિસ્તરણ કરવા માટે અથવા ક્યારેક કાર્યકારી મૂડી ઊભી કરવા માટે અથવા દેવુ ચૂકવવા કે સંભવિત ખરીદી માટે ભંડોળ એકત્ર કરવાની તક મળે છે. આને ‘ફ્રેશ ઈશ્યુ ઓફ કેપિટલ’ કહેવાય છે, જેમાં ઈશ્યુમાં એકત્ર થનારી રકમ કંપનીને મળે છે.
કંપનીઓ વેન્ચર કેપિટલિસ્ટ્સ સહિતના તેના પ્રવર્તમાન અમુક શેરહોલ્ડર્સને કંપનીના શેરહોલ્ડિંગમાંથી સંપૂર્ણપણે અથવા આંશિકપણે બહાર નીકળી જવાનો અથવા પ્રમોટર્સને તેમનું હોલ્ડિંગ આંશિકપણે વેચી નાખવાનો માર્ગ પૂરો પાડવા માટે પણ જનતા સમક્ષ ઉપસ્થિત થાય છે. આને ‘ઓફર ફોર સેલ’ કહેવાય છે, જેમાં ઈશ્યુમાં એકત્ર થતી રકમ કંપનીને નહીં પણ પોતાના શેર્સ વેચનારા શેરહોલ્ડરોને ફાળે જાય છે.
આઈપીઓમાં ફ્રેશ કેપિટલના ઈશ્યુ અને ઓફર્સ ફોર સેલ મારફતે એકત્ર કરાયેલાં નાણાંનું કોષ્ટક નીચે આપવામાં આવ્યું છે.
વર્ષ |
નવી મૂડી |
ઓફર્સ ફોર સેલ |
કુલ |
|||
આઈપીઓની |
રકમ |
આઈપીઓની |
રકમ |
આઈપીઓની |
રકમ |
|
2003-04 |
16 |
1813.42 |
5 |
1377.68 |
19 |
3191.10 |
2004-05 |
21 |
8099.59 |
9 |
6562.73 |
23 |
14662.32 |
2005-06 |
76 |
9130.21 |
11 |
1667.67 |
76 |
10797.88 |
2006-07 |
74 |
22745.44 |
12 |
960.72 |
76 |
23706.16 |
2007-08 |
82 |
38634.65 |
9 |
2688.81 |
84 |
41323.45 |
2008-09 |
21 |
1985.08 |
3 |
48.92 |
21 |
2033.99 |
2009-10 |
39 |
21832.45 |
11 |
3115.86 |
39 |
24948.31 |
2010-11 |
33 |
10523.26 |
10 |
18434.7 |
35 |
28957.96 |
લિસ્ટિંગ વિવિધ લાભો કરાવી આપે છે. એક તો, તે સસ્તા વ્યાજ દરે નાણાં મેળવવાની કંપનીની ક્ષમતામાં વધારો કરે છે. કંપનીને ઘરઆંગણેના અને દેશાવરના ઈક્વિટી બજાર એમ બંનેમાંથી વધુ મૂડી ઊભી કરવા માટેની સાતત્યપૂર્ણ તક મળે છે. રોકડ ચુકવણી કરવાને બદલે કંપનીઓ કરન્સી તરીકે શેર્સનો ઉપયોગ કરી શકતી હોવાથી એક્વિઝિશન (બીજી કંપનીઓ ખરીદવી) આસાન બની રહે છે.
લિસ્ટિંગ સ્ટોકને પ્રવાહિતા પણ પૂરી પાડે છે જે ટોચની પ્રતિભાશાળી વ્યક્તિઓને આકર્ષવામાં મદદરૂપ થતી એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન્સની સફળતા માટે ખૂબ જ મહત્વની છે.
અલબત્ત, લિસ્ટિંગથી કંપનીને નોંધપાત્ર પ્રતિષ્ઠા મળે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/3/2020