વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આઈઈપીએફ વિશે

આ વિભાગમાં આઈઈપીએફ વિશેની માહિતી આપવામાં આવી છે

ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ વિશે(આઈઈપીએફ):

રોકાણકારોની જાગૃતિ અને રોકાણકારોનાં હિતોની રક્ષા માટે છે. આ રોકાણકારોની જાગૃતિ માટેની માહિતી પૂરી પાડતો મંચ છે અને તે કોઈ રોકાણ સલાહ આપતી નથી કે મૂલ્યાંકન કે વિશ્લેષણ કરતી નથી.

ધારો

કલમ 205સી (ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ)

 1. કેન્દ્ર સરકાર ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (જેનો હવે પછી અહીં ‘ફંડ’ તરીકે ઉલ્લેખ છે) કહેવાતા ફંડની સ્થાપના કરશે.
 2. નીચેની રકમો ફંડમાં જમા કરાશે, જેનાં નામ છેઃ-
 3. કંપનીઓનાં ન ચૂકવાયેલાં ડિવિડંડના ખાતામાંની રકમ
 4. કોઈ સિક્યુરિટીઝની ફાળવણી માટે કંપનીઓ દ્વારા પ્રાપ્ત કરાતી અને રિફંડ માટે પાકી ગયેલી રકમો
 5. કંપનીઓ પાસેની પાકી ગયેલી થાપણો (ડિપોઝિટ્સ)
 6. કંપનીઓ પાસેનાં પાકી ગયેલાં ડિબેન્ચરો
 7. ઉપરના ક્લોઝ (એ)થી (ડી); સુધીની રકમો પર થતું વ્યાજ
 8. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, કંપનીઓ અથવા અન્ય કોઈ પણ સંસ્થાઓ દ્વારા ફંડને આપવામાં આવેલી ગ્રાન્ટ્સ અને દાનોની રકમો અને
 9. ફંડમાંથી કરાયેલાં મૂડીરોકાણો પરનું પ્રાપ્ત વ્યાજ અથવા આવક

એ જોગવાઈ સાથે કે જોગવાઈઓ (એ)થી (ડી)માં જણાવેલી આવી રકમો ચુકવણીપાત્ર બની હોય એ તારીખથી સાત વર્ષના ગાળા માટે દાવાહીન અને ચૂકવાયેલી ન હોય.

સમજૂતીઃશંકાના નિવારણ અર્થે અહીં જાહેર કરવામાં આવે છે કે ફંડ કે કંપની સામે એવા દાવાઓ નહીં રહે જે પ્રથમ વાર ચુકવણીપાત્ર બને એ તારીખથી સાત વર્ષ માટે દાવાહીન અને વણચૂકવાયેલી હોય.

 1. ફંડનો વપરાશ રોકાણકારોની જાગૃતિ અને રોકાણકારોનાં હિતોની રક્ષા માટે નિર્ધારિત કરાનારા નિયમોની સુસંગત રહી કરવામાં આવશે.
 2. કેન્દ્ર સરકાર, સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા એક ઓથોરિટી અથવા સમિતિ એવા સભ્યો સાથેની સ્થાપશે, જેના સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે અને જેઓ ફંડનું સંચાલન અને અલગ ખાતાંની જાળવણી અને ફંડ સંબંધિત અન્ય રેકોર્ડ્સ એવા સ્વરૂપે જાળવશે જે કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર-જનરલ ઓફ ઈન્ડિયા સાથેના સલાહવિમર્શ દ્વારા નક્કી થયેલું હશે.
 3. પેટા-કલમ (4) હેઠળ સ્થાપવામાં આવેલી સમિતિ અથવા ઓથોરિટી ફંડ જેના માટે સ્થાપવામાં આવ્યું છે તેના હેતુઓ પૂરા કરવા માટે ફંડમાંથી રકમ વાપરી શકશે.

નિયમ

જીએસ 705(ઈ) કંપની ધારા, 1956 (1956ની 1)ના સેક્શન 205સીની પેટા-કલમ (3)ના વાચન સહ કલમ 642ની પેટા-કલમો (એ) અને (બી) દ્વારા અપાયેલી સત્તાના ઉપયોગ દ્વારા કેન્દ્ર સરકાર અહીં નીચેના નિયમો નક્કી કરે છે, નામેઃ-

પ્રારંભઃ

 1. આ નિયમોને ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (રોકાણકારોની જાગૃતિ અને રક્ષણ નિયમો, 2001 કહેવાશે).
 2. તે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલી બનશે.

વ્યાખ્યાઓ

આ નિયમોમાં જ્યાં સંદર્ભ જરૂરી હોય એ સિવાયઃ

 • એક ‘એક્ટ’ એટલે કંપનીઝ એક્ટ (1956)
 • ‘‘ફંડ’ એટલે ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ) જે ધારા, 1956 (1956ની 1) કલમ 205સીની પેટા-કલમ (1) હેઠળ સ્થાપિત છે.
 • ‘મિનિસ્ટ્રી’ અથવા ‘ડિપાર્ટમેન્ટ’ એટલે કેન્દ્ર સરકારનું કંપની બાબતો સંભાળતું મંત્રાલય અથવા ડિપાર્ટમેન્ટ (વિભાગ) અથવા
 • ‘સમિતિ’ / ‘પેટા-સમિતિ’ એટલે ફંડના સંચાલન માટે કેન્દ્ર સરકારે ધારાની કલમ 205સીની પેટા-કલમ (4) હેઠળ નિર્ધારિત સમિતિ
 • ‘ફોર્મ’ એટલે આ નિયમો નિર્ધારિત ફોર્મ્સ;
 • આ નિયમોમાં વપરાયેલા શબ્દો કે શબ્દસમૂહ અને અહીં વ્યાખ્યા ન કરાયેલા પરંતુ ધારામાં વ્યાખ્યાયિતના અર્થ અનુક્રમે ધારામાં નક્કી કરાયેલા અર્થ રહેશે.

ફંડમાં જમા રકમો

 • એવી કોઈ પણ રકમ જે ધારાની જોગવાઈ પ્રમાણે કંપનીઓએ જમા કરાવવાની જરૂરી હશે તે રકમો, ફંડમાં જમા કરાવવાને પાત્ર અને તેના ત્રીસ દિવસની અંદર પંજાબ નેશનલ બેન્કની નક્કી કરાયેલી શાખાઓમાં ચૂકવવાની રહેશે અને ફંડમાં જમા કરવાની રહેશે તેમ જ એવી રીતે જમા કરાયેલી રકમને નિયમ 4 મુજબ ગણતરીમાં લેવાની રહેશે.
 • કંપનીઓએ કેન્દ્ર સરકાર વતીથી પંજાબ નેશનલ બેન્કની આવી શાખાઓમાં ચલણ (ટ્રિપ્લિકેટમાં) સાથે રજૂ કરવાની રહેશે અને બેન્ક રકમ મળ્યાના પ્રતીક તરીકે સિક્કા મારીને બે કોપી પરત કરશે.
 • પ્રત્યેક કંપનીએ ફંડ જમા કરાવ્યાની સાબિતીરૂપે સંબંધિત રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં એ.માં જણાવેલા ચલણની એક કોપી ફાઈલ કરવાની રહેશે. કંપનીએ સંપૂર્ણ વર્ણન અને રકમની પ્રકૃતિ અને ખાતાનું શીર્ષક ભરવું જોઈશે.
 • દરેક કંપની, ફંડ ખાતે જમા કરતી વખતે સંબંધિત કંપનીઝ રજિસ્ટ્રારને અલગ ફોર્મમાં સ્ટેટમેન્ટ પૂરું પાડશે જે ભારતમાં પ્રેક્ટિસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરી અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા અથવા કંપનીના સ્ટેચ્યુટરી ઓડિટર દ્વારા પ્રમાણિત (સર્ટિફાઈડ) હશે. પ્રત્યેક કંપનીએ ફોલિયો નંબર, સર્ટિફિકેટ નંબર વગેરેને લગતા રેકોર્ડ જાળવવા જોઈશે. એવી વ્યક્તિઓ કે જેમને રકમો ન ચૂકવાઈ હોય અથવા દાવો ન કરાઈ હોય એવી ડિવિડંડની રકમો, અરજીનાં નાણાં, મુદત પૂરી થઈ ગયેલી ડિપોઝિટો અથવા ડિબેન્ચર્સ, એકઠું થયેલું અથવા ચૂકવવાપાત્ર વ્યાજ કે જેને ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો હોય અને સમિતિ અથવા પેટા-સમિતિને આવા ગાળાના રેકોર્ડ્સ તપાસવાની સત્તા રહેશે.
 • સ્ટેટમેન્ટ મળ્યે, સંબંધિત કંપની રજિસ્ટ્રાર આવી પ્રાપ્તિની વિગતો રજિસ્ટરમાં દાખલ કરશે અને એવી રીતે રેમિટ (સુપરત કરેલી) અને એકત્ર કરેલી રકમને માસિક ધોરણે સંબંધિત પે એન્ડ એકાઉન્ટ ઓફિસર સાથે મેળ બેસાડશે.
 • પ્રત્યેક કંપની રજિસ્ટ્રારે મહિના દરમિયાન પ્રાપ્ત આવી રકમોનો અંદાજ મહિનાની સમાપ્તિના સાત દિવસની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સને પૂરો પાડવાનો રહેશે.
 • ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સએ સંયુક્ત પ્રાપ્તિનો અંદાજ જાળવશે અને તેનો મેળ ત્રિમાસિક ધોરણે ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સના પ્રિન્સિપલ પે એન્ડ એકાઉન્ટ્સ કાર્યાલય સાથે મેળવશે.

હિસાબ રાખવાની પદ્ધતિઃ

 • બધી પ્રાપ્ત રકમો નીચે પ્રમાણેનાં શીર્ષકયુક્ત ખાતામાં ગણતરીમાં લેવાવી જોઈશે, જેને પછી ફંડને તબદિલ (ટ્રાન્સફર) કરવાની રહેશે.
 • મેઝર હેડ 0075 – મિસ્સેલેનિયસ જનરલ સર્વિસીસ:મેઝર હેડ 104 – કંપનીઓમાં રોકાણકારોનાં દાવાહીન અને ન ચૂકવાયેલાં ડિવિડંડ્સ, ડિપોઝિટ્સ અને ડિબેન્ચર્સ વગેરે
 • ન ચૂકવાયેલું ડિવિડંડ
 • સિક્યુરિટીઝની ફાળવણી માટે મળેલી અરજીનાં નાણાં જે ચૂકવાયાં ન હોય અને રિફંડને પાત્ર હોય
 • પાકી ગયેલી, પરત ન ચૂકવાયેલી ડિપોઝિટ
 • પાકી ગયેલાં, ન ચૂકવાયેલાં ડિબેન્ચર્સ
 • (એ)થી (ડી) પર એકત્ર થયેલું વ્યાજ
 • વણચૂકવાયેલા ડિવિડંડ પરનું વ્યાજ
 • કંપનીઓ દ્વારા, સિક્યુરિટીઝની ફાળવણી માટે પ્રાપ્ત અરજીની વણચૂકવાયેલી રકમો જે પરત કરવાની હોય
 • પાકી ગયેલી પરત ન ચૂકવાયેલી ડિપોઝિટ પરનું વ્યાજ
 • પાકી ગયેલાં પરત ન ચૂકવાયેલાં ડિબેન્ચર્સ પરનું વ્યાજ

નોંધઃ (એ)થી (ડી) પેટા-શીર્ષકો, (ઈ)( i)થી (iv)નાં વિગતવાર શીર્ષકો હોવાં જોઈશે.

 • રાજ્ય સરકારો, કંપનીઓ અથવા અન્ય કોઈ સંસ્થાઓ દ્વારા ફંડમાં અપાતાં ગ્રાન્ટ્સ અને દાનોને મેજર હેડ’0075-મિસ્સલેનિયસ જનરલ સર્વિસીસ નીચેના માઈનર હેડ’800-અધર રિસિપ્ટ્સના સબ-હેડ હેઠળ જમા કરાશે.
 • ફંડની સ્થાપના જેના માટે કરાઈ છે એના હેતુઓ સિદ્ધ કરવાના હેતુસરના બધા ખર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સના કાર્યકારી શીર્ષક હેઠળ દર્શાવાશે અને એટલી જ રકમ ફંડમાંથી ડિડક્ટ એન્ટ્રીરૂપે દર્શાવી ફંડમાંથી ટ્રાન્સફર કરાશે.
 • અતિરિક્ત રકમ, જો ફંડના ખાતાંમાં હશે તો વર્તમાનમાં તેનો મૂડીરોકાણ હેતુ માટે વપરાશ કરવામાં નહીં આવે.

સમિતિના ખર્ચઃ

 • સમિતિ અથવા પેટા-સમિતિનો સરકારી (ઓફિશિયલ) સભ્ય તેના સત્તાવાર હોદ્દા સંબંધિત નિયમો મુજબ ટ્રાવેલિંગ એલાઉન્સ (પ્રવાસ ભથ્થા)ને પાત્ર રહેશે.
 • સમિતિ અથવા પેટા-સમિતિના બિન-સરકારી (નોન-ઓફિશિયલ) સભ્ય અથવા સમિતિ અથવા પેટા-સમિતિના કાર્ય સંબંધે ખાસ આમંત્રિત વ્યક્તિ કેન્દ્ર સરકારના પૂરક નિયમો પ્રમાણે ટીએ/ડીએ માટે પાત્ર રહેશે.
 • સમિતિ પાસે જરૂરી લાગે તેવા આવાં ક્ષેત્રોના કોઈ પણ નિષ્ણાતોની નિમણૂક/વેતનની ભલામણ કરવાની સત્તા છે.
 • સમિતિ પાસે નોંધાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓના હિસાબ તપાસવા ઓડિટરોની નિમણૂકની ભલામણ કરવાની સત્તા સમિતિ પાસે છે.

હિસાબનું ઓડિટઃ

ફંડના હિસાબનું ઓડિટ પ્રત્યેક વર્ષે ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સની આંતરિક ઓડિટ ટુકડી દ્વારા કરવામાં આવશે અને તે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના કાર્યાલય દ્વારા ઓડિટને પણ આધીન રહેશે.

સમિતિનું ગઠન અને કાર્ય

 • સમિતિમાં ચેરપર્સનને બાદ કરતાં દસ સભ્યો હશે. ચેરપર્સન ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સના સેક્રેટરી રહેશે. સભ્યોની નિયુક્તિ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને અથવા કેન્દ્ર સરકારનું અન્ય મંત્રાલય, જે રોકાણકાર રક્ષણ પ્રવૃત્તિઓ કરતું હોય, તેના દ્વારા અને રોકાણકાર શિક્ષણ અને રક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા કરાશે. બિન-સરકારી સભ્યોના હોદ્દાની મુદત બે વર્ષના ગાળાની રહેશે. સરકારી સભ્યો હોદ્દા પર બે વર્ષ માટે અથવા તેઓ તેમના હોદ્દા પર હોય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રહેશે. સમિતિના ગઠનને સત્તાવાર ગેઝેટમાં નોટિફાય કરાશે.

સમિતિનાં કાર્યોઃ

 • સમિતિએ રોકાણકારોના શિક્ષણ, જાગૃતિ અને રક્ષણ સંબંધિત નીચેની પ્રવૃત્તિઓની ભલામણ કરવી જોઈએ.
 • મીડિયા દ્વારા શિક્ષણ કાર્યક્રમો
 • પરિસંવાદો અને કાર્યક્રમ યોજવા
 • સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા સંગઠનો અથવા અન્ય સંસ્થાઓ કે જે રોકાણકાર શિક્ષણ અને રક્ષણની પ્રવૃત્તિ રત હોય તેમની નોંધણી (રજિસ્ટ્રેશન) માટેની દરખાસ્તોઃ
 • રોકાણકારોના શિક્ષણ અને રક્ષણ, સંશોધન સહિતની પ્રવૃત્તિઓના પ્રોજેક્ટ્સની દરખાસ્તો અને આવા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડવાની દરખાસ્તો
 • રોકાણકાર શિક્ષણ, જાગૃતિ અને રક્ષણની પ્રવૃત્તિમાં વ્યસ્ત સંસ્થાઓ સાથે સંકલન કરવું;
 • સમિતિ તેનાં કાર્યોં સક્ષમ રીતે અને ઝડપથી પૂરાં કરવા એક અથવા વધુ પેટા-સમિતિ નિયુક્ત કરી શકે છે.
 • પેટા-સમિતિ સમિતિના સભ્યોમાંથી રચવામાં આવશે.
 • સમિતિના ચેરપર્સન પેટા-સમિતિના સભ્યોમાંથી એકને તેના કન્વીનર તરીકે નીમી શકે અને જ્યાં આવી નિયુક્તિ ન થઈ હોય ત્યાં પેટા-સમિતિના સભ્યો તેમનામાંથી કન્વીનરને ચૂંટી શકે છે.
 • સમિતિ ગ્રાન્ટ્સ અને સહાયના અંતિમ વપરાશના પરીક્ષણ માટે અને ભંડોળ છૂટું કરવાની ભલામણ માટે પેટા-સમિતિ ધરાવી શકે.

કંપનીને બોલાવવાની સત્તાઃ

 • સમિતિ ફંડને ચૂકવવાની થતી રકમ ચૂકવી દેવા માટે કંપનીને આદેશ આપવાની સ્વયંસિદ્ધ સત્તા ધરાવશે.
 • સમિતિ કોઈ પણ કંપનીને ફોર્મ-2માં ફંડમાં જમા કરવાની રકમના અંદાજો આપવાનું જણાવી શકશે.

સમિતિ દ્વારા અહેવાલઃ

સમિતિ તેની કામગીરીનો અહેવાલ પ્રત્યેક છ મહિને કેન્દ્ર સરકારને સુપરત કરશે.

મીટિંગોઃ

 • કુલ સભ્યના એક તૃતીયાંશ, સમિતિ મીટિંગના કિસ્સામાં પાંચ અને પેટા-સમિતિના કિસ્સામાં ત્રણ સભ્યોનું કોરમ (હાજરી) હોવું જોઈશે.
 • સમિતિના ચેરપર્સન અને પેટા-સમિતિના કન્વીનર, અનુક્રમે, સમિતિની અથવા પેટા-સમિતિના કિસ્સામાં અધ્યક્ષપદે રહેવું જોઈશે. કિસ્સા પ્રમાણે ચેરપર્સન અથવા કન્વીનર કોઈ કારણે મીટિંગમાં ઉપસ્થિત રહી શકવા અસમર્થ હોય તો હાજર સભ્યો પોતાનામાંથી મીટિંગના અધ્યક્ષ ચૂંટી શકશે.
 • સમિતિના ચેરપર્સન અથવા પેટા-સમિતિના કન્વીનર સમિતિ અથવા પેટા-સમિતિની મીટિંગ એ શરતે બોલાવી શકશે કે કિસ્સા પ્રમાણે ચેરપર્સન અથવા કન્વીનરે પણ મીટિંગ બોલાવી હોય કે જે હેતુ માટે સમિતિના ઓછામાં ઓછા પાંચ સભ્યો અને પેટા-સમિતિના કિસ્સામાં ત્રણ સભ્યોએ મીટિંગ બોલાવવા અંગેની આવશ્યકતા રજૂ કરી હોય.
 • ઓછામાં ઓછા 14 ચોખ્ખા દિવસ પૂર્વે, મીટિંગના સમય અને સ્થળ દર્શાવતી નોટિસ કિસ્સા પ્રમાણે સમિતિ અથવા પેટા-સમિતિના સભ્યોને આપવી જોઈશેઃ
 • એ જોગવાઈ સાથે કે તાકીદના કિસ્સામાં સમિતિ કિસ્સા પ્રમાણે સમિતિ અથવા પેટા-સમિતિના ચેરપર્સન અથવા કન્વીનર સ્પેશિયલ મીટિંગ કોઈ પણ સમયે બોલાવી શકશે, જેઓ ઓછામાં ઓછા ત્રણ ચોખ્ખા દિવસ પૂર્વે સભ્યોને મીટિંગમાં ચર્ચાનારા વિષય અને શા માટે તેઓ તાકીદની મીટિંગ બોલાવવા માગે છે એનાં કારણોની જાણ કરવી જોઈએ.
 • વધુમાં એવી જોગવાઈ કરવામાં આવે છે કે આવી મીટિંગમાં અન્ય કોઈ બાબત હાથ નહીં ધરાય.
 • કિસ્સા પ્રમાણે ચેરમેન અથવા કન્વીનર ખાસ આમંત્રિત તરીકે કોઈ પણ વ્યક્તિને સમિતિ અથવા પેટા-સમિતિની મીટિંગમાં હાજર રહેવા આમંત્રી શકે છે, પરંતુ ખાસ આમંત્રિત વ્યક્તિ મતદાન કરી શકશે નહીં.

એજન્ડાઃ

 • નિયમ 10ના પેટા-નિયમ (iv)માંની જોગવાઈમાં ઉલ્લેખિત સિવાય, કિસ્સા પ્રમાણે સમિતિ અથવા પેટા-સમિતિના મીટિંગના ઓછામાં ઓછા સાત ચોખ્ખા દિવસો પૂર્વે મીટિંગમાં ચર્ચાનારી બાબતોની યાદી કિસ્સા પ્રમાણે સમિતિ અથવા પેટા-સમિતિના સભ્યોને મોકલવી જોઈએ.
 • ચર્ચાનારી બાબતોની યાદીમાં સમાવિષ્ટ ન હોય એવી બાબતો મીટિંગમાં મીટિંગના અધ્યક્ષની મંજૂરી વિના ચર્ચી શકાશે નહીં.

વોટિંગઃ

 • કિસ્સા પ્રમાણે અથવા પેટા-સમિતિની કોઈ પણ મીટિંગ સમક્ષ રજૂ કરાયેલી બાબતને ઉપસ્થિત સભ્યોના બહુમતી મત દ્વારા નક્કી કરાશે. કોઈ સભ્યને પ્રોક્સી દ્વારા મત આપવા નહીં દેવાય.
 • મીટિંગમાં મતો સમાન રહે એવા પ્રસંગે, કિસ્સા પ્રમાણે ચેરપર્સન અથવા કન્વીનર અથવા એમની ગેરહાજરીમાં મીટિંગના અધ્યક્ષ બીજો અથવા નિર્ણાયક મત આપી શકશે.

મિનિટ્સઃ

સમિતિ અથવા પેટા-સમિતિની મીટિંગની મિનિટ્સ રેકોર્ડ પર લેવાશે અને તેને સભ્યોમાં ફેરવવામાં આવશે.

સમિતિ દ્વારા ભંડોળના વપરાશ અંગેની શરતોઃ

 • સમિતિ સમયે-સમયે વિવિધ એસોસિયેશન અથવા ઈન્સ્ટિટ્યૂટ્સ અથવા ઓર્ગેનાઈઝેશનની નોંધણી કરશે કે જે રોકાણકાર જાગૃતિ, શિક્ષણ અને રક્ષણ ક્ષેત્રે રત હોય અને રોકાણકારો માટે કાર્યક્રમો, પરિસંવાદો, અધિવેશનો યોજતી હોય અને સંશોધન સહિતની પ્રવૃત્તિઓ સહ રોકાણકાર રક્ષણ માટેના પ્રોજેક્ટ્સ હાથ ધરતી હોય.
 • આવી સંસ્થાઓની નોંધણી માટેની ફોર્મ-3માં કરવાની અરજીની બાબત પેટા-નિયમ(i)માં જણાવેલી છે.
 • ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સમાં નોંધાયેલાં સંગઠનો અથવા સંસ્થાઓ અને નિયમ 7(1)માં જણાવેલી પ્રવૃત્તિઓ માટે ભંડોળ છૂટું કરવાની અરજી ફોર્મ-4માં કરવાની રહેશે.
 • યોજાયેલા પરિસંવાદ અથવા કાર્યક્રમના સારાંશ અથવા ભલામણોની કોપી અને આવી પ્રવૃત્તિ માટેના હિસાબની કોપી આવી સંસ્થા દા.ત. રજિસ્ટર્ડ એસોસિયેશન અથવા ચેમ્બર્સ ઓફ કોમર્સ અથવા સંસ્થાએ પરિસંવાદ અથવા કાર્યક્રમની સમાપ્તિના દસ દિવસમાં સમિતિને આપવી જોઈશે.
 • રજિસ્ટર્ડ સંસ્થા કે એસોસિયેશનની સૂચિત પ્રવૃત્તિની પ્રકૃતિના આધારે ભંડોળ એક સમયના પગલા તરીકે ગ્રાન્ટ-ઈન-એઈડ અથવા તબક્કાવાર રિએમ્બર્સમેન્ટરૂપે તબક્કાવાર આપવાની વિચારણા કરવામાં આવશે.
 • ભંડોળ છૂટું કરતાં પૂર્વે સમિતિને ગ્રાન્ટ્સ અને સહાયના અંતિમ વપરાશની તપાસ કરવાનો હક રહેશે.
 • સમિતિએ પ્રત્યેક નાણાકીય વર્ષને અંતે કુલ પ્રાપ્તિઓ, જે કંપની ધારા, 1956ની કલમ 205સીમાં નિર્દેશિત વિવિધ સ્રોતો દ્વારા થયેલી હશે તેનું અને સમિતિ અથવા પેટા-સમિતિ દ્વારા આયોજિત પ્રવૃત્તિઓ સંબંધિત કરેલા ખર્ચ અને મીટિંગો યોજવા માટે કરેલા અન્ય ખર્ચનું સ્ટેટમેન્ટ બનાવશે.
 • સમિતિ જરૂરી રેકોર્ડ્સ જાળવશે જેમાં ચુકવણીની તારીખ, સ્વૈચ્છિક સંસ્થા કે સંઘ, જેને માટે રકમ ચૂકવાઈ હોય તે પ્રવૃત્તિઓ દર્શાવાઈ હશે.

સ્ત્રોત: ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ

3.0625
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top