‘લોક-ઈન’ સ્થગિત કરાયેલા શેર્સ સૂચવે છે. 2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સે એ સુનિશ્ચિત કરવા માટે મુખ્યત્વે પ્રમોટર્સના શેર્સ પર ‘લોક-ઈન’ની શરતો લાગુ કરી છે કે જેથી કંપની પર નિયંત્રણ ધરાવતા પ્રમોટર્સ અથવા મુખ્ય વ્યક્તિઓ પાસે પબ્લિક ઈશ્યુ બાદ પણ કંપનીમાં અમુક લઘુતમ ટકા હિસ્સો રહે. 2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના ચેપ્ટર-3ના ભાગ 4માં આ નિયમો-શરતોની વિગતો આપવામાં આવી છે.
પ્રમોટરની વ્યાખ્યા એવી વ્યક્તિ કે વ્યક્તિઓ તરીકે કરવામાં આવી છે, જેમના હાથમાં કંપનીનું એકંદર નિયંત્રણ, અંકુશ હોય છે, જેઓ એવી યોજના કે કાર્યક્રમ ઘડવામાં સાધનરૂપ બને છે, જેના અન્વયે જનતાને સિક્યોરિટીઝ ઓફર કરવામાં આવે છે અને જેમનું નામ પ્રોસ્પેક્ટ્સમાં પ્રમોટર્સ તરીકે દર્શાવાયું હોય છે. અત્રે નોંધવું રહ્યું કે ઈશ્યુઅર કંપનીનો કોઈ ડિરેક્ટર/ઓફિસર અથવા વ્યક્તિ જો માત્ર તેની વ્યવસાયી તરીકેની ક્ષમતામાં કામગીરી બજાવતો હોય તો તેનો સમાવેશ પ્રમોટરની વ્યાખ્યામાં થતો નથી. ‘પ્રમોટર ગ્રુપ’માં પ્રમોટર તેના સૌથી નજીકના સંબંધી (એટલે કે એ વ્યક્તિના જીવનસાથી, વાલીઓ, ભાઈ-બહેન, તેનું કે તેના જીવનસાથીનું સંતાન)નો સમાવેશ થાય છે. જો પ્રમોટર એક કંપની, એ કંપનીની સબસિડિયરી અથવા હોલ્ડિંગ કંપની હોય, કોઈ પણ એવી કંપની હોય, જેમાં પ્રમોટર ઈક્વિટી કેપિટલમાં 10 ટકા કે તેથી વધુ હિસ્સો ધરાવતા હોય અથવા એવી કંપની, જે પ્રમોટરની ઈક્વિટી કેપિટલનો 10 ટકા કે વધુ હિસ્સો ધરાવતી હોય, એવી કોઈ પણ કંપની કે જેમાં વ્યક્તિઓનું જૂથ અથવા કંપનીઓ કે તેમનું સંયોજન જેઓ એ કંપનીમાં 20 ટકા કે વધુ ઈક્વિટી કેપિટલ ધરાવતા હોય અને ઈશ્યુઅર કંપનીમાં પણ 20 ટકા કે વધુ ઈક્વિટી કેપિટલ ધરાવતા હોય. જો પ્રમોટર એક વ્યક્તિ હોય તો કોઈ પણ કંપની, જેમાં 10 ટકા કે તેથી વધુ શેર કેપિટલ પ્રમોટર દ્વારા અથવા પ્રમોટરના સૌથી નજીકના સંબંધી દ્વારા ધરાવાતી હોય અથવા કોઈ પેઢી કે હિન્દુ અવિભક્ત કુટુંબ (એચયુએફ), જેમાં પ્રમોટર અથવા તેના એક અથવા વધુ નજીકના સંબંધી સભ્ય હોય, કોઈ પણ કંપની, જેમાં ઉપર (1)માં જણાવેલી કંપની 10 ટકા કે વધુ શેર કેપિટલ ધરાવતી હોય. કોઈ પણ એચયુએફ ફર્મ, જેમાં પ્રમોટર અને તેના સૌથી નજીકના સંબંધીના એકંદર શેર્સ કુલ શેર્સના 10 ટકા અથવા તેથી વધુ હોય અને એ તમામ વ્યક્તિઓ, જેમનું શેરહોલ્ડિંગ પ્રોસ્પેક્ટ્સમાં ‘પ્રમોટર ગ્રુપનું શેર હોલ્ડિંગ’ જાહેર કરવાના હેતુસર કુલ સરવાળો કરવામાં આવ્યો હોય.
2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સમાં આની વિગતો આપવામાં આવી છે.
આઈપીઓ/એફપીઓના કિસ્સામાં પ્રમોટર્સે ઈશ્યુ પછીની મૂડીનો ઓછામાં ઓછો 20 ટકા હિસ્સો ઓફર કરવો જરૂરી છે. લિસ્ટેડ થઈ ચૂકેલી કંપનીઓના પબ્લિક ઈશ્યુના કિસ્સામાં પ્રમોટર્સે સૂચિત ઈશ્યુના 20 ટકા જેટલો ફાળો આપવો જોઈએ અથવા ઈશ્યુ પછીના કેપિટલના 20 ટકા સુધીનું પોસ્ટ ઈશ્યુ શેરહોલ્ડિંગ પોતાનું રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ. જનતા માટેના કેપિટલ ઈશ્યુના કિસ્સામાં પ્રમોટર્સનો લઘુતમ ફાળો ત્રણ વર્ષના ગાળા માટે લોક-ઈન થઈ જશે. લિસ્ટેડ કંપનીઓના આઈપીઓ/એફપીઓ અને પબ્લિક ઈશ્યુ એમ બંને બાબતમાં આ લોક-ઈન પિરિયડ લાગુ થશે. જો કોઈ આઈપીઓ/એફપીઓના કિસ્સામાં સૂચિત ઈશ્યુમાં પ્રમોટરોનો ફાળો જરૂરી લઘુતમ ફાળા કરતાં વધી જાય તો આવો વધારાનો ફાળો એક વર્ષના ગાળા માટે લોક-ઈન થઈ જશે. આ ઉપરાંત, સમગ્ર ભરણા પૂર્વેની શેર મૂડી અથવા આઈપીઓ/એફપીઓ પહેલાંની ભરપાઈ થયેલી મૂડી અને ભરણામાં ફર્મ એલોટમેન્ટ ધોરણે ઈશ્યુ કરાયેલા શેર્સ, પબ્લિક ઈશ્યુમાં થયેલી ફાળવણીની તારીખથી એક વર્ષના ગાળા માટે લોક-ઈન થઈ જશે.
ગ્રીન શૂ ઓપ્શન એટલે પબ્લિક ઈશ્યુમાં સમાવિષ્ટ કરાયેલા શેર્સ કરતાં વધુ શેર્સ ફાળવવાનો અને 2009ના સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના ચેપ્ટર-3 ભાગ-4ની જોગવાઈઓને અનુરૂપ, લિસ્ટિંગ પછી ભાવને સ્થિર કરવાની યંત્રણા વધુમાં વધુ 30 દિવસ ચલાવવાનો વિકલ્પ. આ વિકલ્પ કંપનીને આપવામાં આવ્યો છે અને એ તેણે કોઈ સ્ટેબિલાઈઝિંગ એજન્ટ મારફતે અમલમાં મૂકવાનો હોય છે. આ એવી ગોઠવણ છે, જેમાં ઈશ્યુના કદ કરતાં મહત્તમ 15 ટકા જેટલા વધુ શેર્સ ફાળવવામાં આવે છે. રોકાણકારની દૃષ્ટિએ ગ્રીન શૂ ઓપ્શન ધરાવતો ઈશ્યુ શેર્સ મળવાની વધુ સંભાવના પૂરી પાડે છે તેમ જ લિસ્ટિંગ પછીનો ભાવ બજારની તુલનાએ વધુ સ્થિરતા દર્શાવી શકે છે. આ પ્રકારના ઓપ્શન સાથે ઈશ્યુ કરનારી સૌ પ્રથમ કંપની ગ્રીન શૂ કંપની હોઈ આ નામ પડ્યું છે.
કોઈ પણ પબ્લિક ઈશ્યુમાં દર્શાવાતી કોઈ પણ સેફ્ટી નેટ સ્કીમ કે શેર્સની પુનઃ ખરીદી (બાય-બેક)ની વ્યવસ્થા ઈશ્યુઅર કંપનીએ અગાઉથી જ લીડ મર્ચન્ટ બેન્કર સાથે પાકી કરી લેવાની હોય છે અને પ્રોસ્પેક્ટ્સમાં એના વિશેની માહિતી જાહેર કરવાની હોય છે. આવી બાય-બેક કે સેફ્ટી નેટ વ્યવસ્થા બધા મૂળ નિવાસી વ્યક્તિગત એલોટીઓને ઉપલબ્ધ હોવી જોઈએ અને એલોટી દીઠ વધુમાં વધુ 1000 શેર્સ ફાળવાયા હોય એ જરૂરી છે. ઓફર સિક્યોરિટીઝ રવાના કરવાની છેલ્લી તારીખથી 6 મહિનાની મુદત સુધી ખુલ્લી રખાય છે. >
અંડરરાઈટિંગ બે પ્રકારના હોય છે.
જ્યારે કોઈ અંડરરાઈટર શેર્સ ખરીદવાની તેની પ્રતિબદ્ધતા તેના વહેલામાં વહેલા તબક્કે પૂરી કરવા સંમત થાય ત્યારે એને હાર્ડ અંડરરાઈટિંગ કહેવાય છે. અંડરરાઈટર ઈશ્યુઅરને ઈશ્યુમાંથી એક ચોક્કસ રકમ આપવાની બાંયધરી આપે છે. આમ જો રોકાણકારો શેર્સ માટે અરજી ન કરે તો ઈશ્યુને ભરવાની જવાબદારી અંડરરાઈટરને માથે આવે છે. તેમણે શેર્સ માટે અરજી કરીને નાણાં આપવા પડે છે. અંડરરાઈટર એક જોખમ ઉઠાવે છે, જે સોફ્ટ અંડરરાઈટિંગ કરતાં ખૂબ ઊંચું હોય છે.
જ્યારે કોઈ અંડરરાઈટર પાછળના તબક્કે, ભાવ નિર્ધારણ પ્રક્રિયા પૂરી થયા પછી તરત જ શેર્સ ખરીદવા સંમત થાય ત્યારે એને સોફ્ટ અંડરરાઈટિંગ કહેવાય છે. ત્યાર પછી તે તરત જ એ શેર્સ સંસ્થાકીય ખેલાડીઓને વેચી દે છે. આમ અંડરરાઈટર સામેનું જોખમ ઘટીને સાવ ટૂંકા સમયનું થઈ જાય છે. વળી, સોફ્ટ અંડરરાઈટર સામે કાબુ બહારના સર્જાયેલ સંજોગો (જે ઈશ્વર કે કુદરત રચિત હોય) માટે ચોક્કસ ક્લોઝ લાગુ કરવાનો વિકલ્પ પણ હોય છે. અમુક પરિબળો કાબુ બહાર જતાં રહ્યાં હોય, જે અંડરરાઈટરની ખરીદદારોને શેર્સ સોંપવાની ક્ષમતાને અસર કરનારા હોય એવા સંજોગોમાં તે આ ક્લોઝ અમલમાં મૂકી શકે છે.
જ્યારે કોઈ અંડરરાઈટર પાછળના તબક્કે, ભાવ નિર્ધારણ પ્રક્રિયા પૂરી થયા પછી તરત જ શેર્સ ખરીદવા સંમત થાય ત્યારે એને સોફ્ટ અંડરરાઈટિંગ કહેવાય છે. ત્યાર પછી તે તરત જ એ શેર્સ સંસ્થાકીય ખેલાડીઓને વેચી દે છે. આમ અંડરરાઈટર સામેનું જોખમ ઘટીને સાવ ટૂંકા સમયનું થઈ જાય છે. વળી, સોફ્ટ અંડરરાઈટર સામે કાબુ બહારના સર્જાયેલ સંજોગો (જે ઈશ્વર કે કુદરત રચિત હોય) માટે ચોક્કસ ક્લોઝ લાગુ કરવાનો વિકલ્પ પણ હોય છે. અમુક પરિબળો કાબુ બહાર જતાં રહ્યાં હોય, જે અંડરરાઈટરની ખરીદદારોને શેર્સ સોંપવાની ક્ષમતાને અસર કરનારા હોય એવા સંજોગોમાં તે આ ક્લોઝ અમલમાં મૂકી શકે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019