રાખી તૂરી બોલપુર ટાઉનની એક ઝુંપડપટ્ટીમાં રહેતા ગૃહિણી છે અને ભોલાપુકુર 1 નાની બચત અને ધિરાણ જૂથની સભ્ય પણ છે. તેમના પતિ રીક્ષા ખેંચે છે. તેમની માસિક આવક રૂ. 1650 છે, જે તેમના પાંચ જણના કુટુંબ માટે સહેજ પણ પૂરતી નથી. અનુસૂચિત જાતિનું આ કુટુંબ સરકારની બીપીએલ યાદીમાં પણ છે. રાખી કામની શોધમાં હતી, પરંતુ તેને કોઈ કામ મળ્યું નહીં. તે સમયે ડીઆરસીએસસીએ ઇનોવેટિવ ચેલેન્જ ફંડ, કેયુએસપીની મદદથી વર્મિકમ્પોસ્ટ ખાતરનું નિર્માણ કરતા સાહસ સાથે વિસ્તારમાં હસ્તક્ષેપ કર્યો. રાખી તૂરી અને તેમના જૂથે આ સાહસમાં રસ દાખવ્યો હતો.
આ પ્રોજેક્ટમાં 15 સ્ત્રીઓનું એક એવા 5 જૂથો રચવાનો ઉદ્દેશ હતો. આ જૂથો બોલપુર બજારોમાંથી શાકભાજીનો વેસ્ટ એકઠું કરે અને વેપારી ધોરણે વર્મિકમ્પોસ્ટ બનાવે એવું નક્કી થયું. ભોલાપુકુર 1 જૂથની સ્ત્રીઓએ જમુબોનીમાં 'સપોર્ટ' નામના સંગઠનની જમીન પર વર્મિકમ્પોસ્ટ માટેના ખાડા બનાવવાનું નક્કી કર્યું હતું. વર્મિકમ્પોસ્ટ તૈયાર કરવાની સ્ત્રી સભ્યોએ તાલીમ પણ લીધી. કુટંબના પુરુષ સભ્યોએ પણ બજારોમાંથી શાકભાજીનો વેસ્ટ એકઠો કરવામાં સહકાર આપ્યો. સ્ત્રીઓએ સાંઠા, ગાયનું છાણ, વગેરે એકઠું કરવાનું ચાલુ કર્યું. ઉંચી ગુણવત્તાવાળા અળસીયાઓનું વર્મિકમ્પોસ્ટ તેમણે તૈયાર કરવા માંડ્યું. તેમણે તેમની નીપજને 'વસુંધરા વર્મિકમ્પોસ્ટ નામ આપવાનો નિર્ણય કર્યો હતો. પહેલા મહિનામાં બે કુંડોનું કુલ ઉત્પાદન 400 ગ્રામ થયું હતું. હવે તેમની નીપજો વેચવાની પહેલ કરવાનો સમય પાકી ગયો હતો. એવો નિર્ણય લેવામાં આવ્યો કે બજાર ભાવ કિલોના રૂ. 10 રહેશે. વેચાણ બાદ રૂ. 1000 ભવિષ્યમાં કુંડો બનાવવા બેન્ક ખાતામાં જમા રહેશે. બાકી બચેલા પૈસા સભ્યો વચ્ચે સરખા ભાગે વહેંચાશે.
રાખી તૂરી તેમનું નિયમિત ઘરેલુ કામકાજ કર્યા પછી રોજ 1-2 કલાક આ કામમાં વાપરી શક્યા હતા. તેમણે પ્રથમ મહિનામાં રૂ. 200ની કમાણી કરી. તેમના પતિએ પણ તેમની રીક્ષા આ પ્રોજેક્ટ માટે કાચો માલસામાન એકઠો કરવા અને ઝુંબેશ ચલાવવાના કાર્યમાં ભાડે આપીને વધારાની કમાણી કરી. રાખી તૂરી ઘણા સુખી હતા, કેમકે તેઓ તેમનો વધારાનો સમય ખર્ચીને થોડીક વધારે આવક રળવા સક્ષમ બન્યા અને ભવિષ્યમાં તેમના દ્વારા આ વેપાર ઘણો મોટો થશે તેવી સરાહના પણ મેળવી.
સ્રોત : DRCSC સમાચારપત્ર, અંક 66
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024