ધરમપુરી જિલ્લાના કોત્તૂર, સીરિઅમ્પટ્ટી અને ઈચામ્પલ્લમ ગામોમાં ટામેટા મુખ્ય રોકડિયો પાક છે. આ પાકમાં વધારે મજદૂરી મળવાના કારણે ગામડામાં ટામેટાની ખેતી દ્વારા રોજગારી પણ મળે છે. આ ગામડાઓમાં ખેડૂતો મુખ્યત્વે બહારના મોંઘા ઇનપુટ્સનો ઉપયોગ કરીને ટામેટાની ખેતી કરે છે. રસાયણિક ખાતર અને જતુંનાશકો આડેધડ વાપરે છે, જેનાથી ટામેટાનો પડતર ખર્ચ વધે છે. આ ખેડૂતોને ખેતીની પર્યાવરણ અનુકૂળ પ્રણાલીઓ અપનાવવા માટે સક્ષમ કરવા તથા ખાસ કરીને પડતર ખર્ચ ઘટાડવા માટે ખેતીની વૈકલ્પિક પ્રણાલીઓની જાણકારી આપવી જરૂરી છે. આ ઉદેશ્યની પૂર્તિ માટે ફાર્મર ફીલ્ડ શાળા (FFS) જેવી ખોજ પ્રશિક્ષણ પ્રણાલી સૌથી યોગ્ય જણાઈ હતી.
કૃષિ પર્યાવરણ પ્રણાલી વિશ્લેષણ (એગ્રો ઇકોનોમિક સીસ્ટમ એનાલીસિસ - AESA)
તાલીમાર્થીઓને શીખવાડવા તથા અનુભવ માટે 0.64 એકરના એક પ્રેક્ટિસ પ્લોટનો ઉપયોગ કરવામાં આવ્યો. ખેડૂતોની પ્રેક્ટિસ, માનકો, લાંબાગાળાના પ્રયોગો તથા આઇપીએમ વિકલ્પો માટે પ્રયોગો નિશ્ચિત કરવામાં આવ્યા. ચોળી જેવા આંતર-પાકો તથા મકાઇ, હજારી તથા બાજરા જેવા સેઢાના પાકો કીટ સંચાલન માટે તેમજ વધારાની આવકના સ્રોત તરીકે દાખલ કરવામાં આવ્યા.
ખેતરમાં એઇએસએનાં સાપ્તાહિક નિરીક્ષણના આધારે પેટા-જૂથોમાં ચર્ચા થતી, જેનાથી જૂથના સભ્યો તેમના અનુભવોનું આદાનપ્રદાન કરવા સક્ષમ બન્યા અને બહેતર નિર્ણયો લઈ શક્યા. પોષક તત્વોનું સંચાલન, કીટ પ્રદર્શન, આચ્છાદન અને પર્ણ ભરપાઈ અંગે નાના અધ્યયનો કરવામાં આવ્યા, જેનાથી તાલીમર્થીઓને પ્રત્યક્ષ અનુભવ થાય.
આઇપીએમ
છોડના રક્ષણ માટે આઇપીએમની કેટલીક પદ્ધતિઓ, જેવી કે પીળી ચીકણી જાળ, ફેરોમોન જાળ, ખાડા ટ્રેપ, ટ્રાઇકોગ્રામ્મા એગ પેરાસિટૉઇડ્સનો સ્ત્રાવ, ક્રાઇસોપર્લા પરભક્ષી, મરચા-લસણના સત્વનો છંટકાવ, લેંટાના પાંદડાનો અર્ક, પંચગવ્ય, એનપીવી, સ્યૂડોમોનાસ ફ્લુઑરેસંસ જેવી નવી બાબતો શીખવા મળી.
સાપેક્ષ ખર્ચો અને વળતર (પ્રતિ એકર)
ક્રમ |
વિષય |
આધારરેખા |
એફએફએસ પ્લોટ |
તફાવત (ટકા) |
1 |
પડતર ખર્ચ |
|||
|
જમીન સંવર્ધન |
2200 |
2200 |
- |
|
સામગ્રી |
12000 |
12000 |
- |
|
કાચો માલ (રોપા, |
15590 |
5125 |
67 ટકા |
|
મજુરી |
15860 |
13260 |
16 ટકા |
|
કુલ |
45650 |
32585 |
29 ટકા |
2 |
ઉતાર |
18420 |
17800 |
-3 ટકા |
3 |
કુલ વળતર |
230250 |
222500 |
-3 ટકા |
4 |
ચોખ્ખું વળતર |
184600 |
189915 |
3 ટકા |
એ સીઝનમાં ઉત્પાદન મૂલ્ય ઘટવાને કારણે તથા ખળાના પાકના અસામાન્ય ઊંચા ભાવને કારણે ખેડૂતોને 5315 રૂપિયા પ્રતિ એકર વધારાની ચોખ્ખી આવક થઈ. રસાયણ આધારિત ખેતીની જગ્યાએ એલઈઆઈએસએ (LEISA) પદ્ધતિના પહેલા જ વર્ષની અંદર ઉતારમાં 620 કિલોગ્રામ પ્રતિ એકર ઘટાડો હોવા છતાં 3 ટકાની વૃદ્ધિ થઈ.
તાલીમર્થીઓએ પીળી ચિકણી જાળનો વિકલ્પ શોધ્યો. જંતુઓને ફસાવવા માટે નારિયેળની કાચલી અને છાલ એકત્રિત કરવામાં આવ્યા, તેને પીળા રંગથી રંગીને બહારની બાજુ દિવેલ લગાડવામાં આવ્યું. જંતુઓને અસરકારક રીતે ફસાવવા માટે દર 3-4 દિવસે દિવેલ ફરી લગાવવામાં આવ્યું.
પર્યાવરણતંત્રોમાં પારસ્પરિક સંબંધોને સમજવામાં બાળકોને મદદ કરવી એ એક વિશિષ્ટ અનુભવ હતો. બાળકો તેમના ફુરસદના સમયમાં એફએફએસની ચોક્કસ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. તેઓ ખેત નિરીક્ષણ તેમ જ ચાર્ટ તૈયાર કરીને તેને પ્રસ્તુત કરવા જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. પાકો, કીટકો અને તેમના સંબંધો અંગેની તેમની નવી સમજને આધારે આ બાળકોએ આ જ્ઞાનનું તેમની શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન કર્યું.
આ કાર્યક્રમ 2005માં એમવાયઆરએડીએના સહયોગથી એએમઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024