એવોર્ડ-વિજેતા ખેડુત, ધનપતિ સપ્કોટા, ગંગટોકના અંતરરાષ્ટ્રીય પુષ્પ મહોત્સવમાં શાક ઉગાડવવાની સ્પર્ધામાં રૂ.1.5 લાખનું રોકડ ઇનામ જીત્યા. મુખ્યમંત્રીએ ચોટ સિંગ્તમ, અસમ લિંજે, પૂર્વ સિક્કિમના પ્રગતિશીલ ખેડૂતને તેમની બાગાયતી પાકની વિભિન્ન દસ જાતો માટે રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર આપ્યું. ઘરેલુ વપરાશ માટે થતી ડાંગર અને મકાઈની પારમ્પરિક ખેતીથી અલગ પડીને, મર્ચકમાં ત્રણ દિવસ તાલીમ લઈ સપ્કોટાએ તેમની પોતાની 2 એકર જમીનમાં બાગાયતી પાકો વાવ્યા. તેમણે ઉતરાંચલ રાજ્યમાં હૉર્ટિકલ્ચર વિભાગ દ્વારા આયોજિત જૈવિક ખેતી પર આધારિત 11 દિવસની તાલીમમાં પણ ભાગ લીધો.
પ્રશિક્ષણ અને જાત ઉપરના ભરોસાએ સપ્કોટાને આશ્ચર્યજનક પરિણામો મેળવી આપ્યા. તેઓ એક વર્ષમાં 1900 બિયારણમાંથી રૂ.1,52,000 કિંમતના 19 ક્વિંટલ ચેરી મરીનું ઉત્પાદન કર્યું. તે બાગાયતીને ગંભીરતાપૂર્વક લેવા માટે પ્રેરિત થયા. તેમણે ફલાવર, ટામેટા, કોબીજ અને બ્રોકોલી ઉગાડવાનું શરૂ કરી દીધું.
સપ્કોટાએ પોતાની જમીન પર સંરક્ષિત વાવેતર હેઠળ એક છોડમાંથી 40 કિલો ટામેટા ઉત્પાદન મેળવ્યું. આ વર્ષે આ આદર્શ ખેડુતે ટેક્નોલોજી મિશન હેઠળ રાજ્યના બાગાયતી વિભાગમાંથી બિયારણ મેળવીને રોમિયો જાતના બિન-મોસમી ટામેટાનું ઉત્પાદન કર્યું. તેમણે 97 ક્વિંટલ ટામેટા રૂ.1,94,000માં વેચ્યા. તેમણે આઠ ક્વિંટલ ફલાવર રૂ.64,000માં તથા 12 ક્વિંટલ ચેરી મરી રૂ.96,000માં વેચ્યા. સપ્કોટા કહે છે કે, "હું મજૂરી તથા અન્ય ખર્ચને બાદ કરીને આખા વર્ષમાં બાગાયતીથી રૂ. 2.5 લાખની આવક મેળવું છું." બાગાયતી વિભાગના શાકભાજી ક્ષેત્ર વિસ્તરણ તરીકે ટેક્નોલોજી મિશન હેઠળ મિશ્ર શાકભાજીનું પણ તેઓ વાવેતર કરે છે. તેમને વિભાગમાંથી બિયારણ, જૈવિક ખાતર અને જતુંનાશક તથા અન્ય સહાયતા પ્રાપ્ત થઈ રહ્યા છે. સપ્કોટાએ દાવો કર્યો હતો કે, તેમણે સિક્કિમમાં 'જુકુની ફર્સી' (જુકુની જાતનું કોળુ)ની શરૂઆત કરી છે, જે કાકડીના આકાર જેવું હોય છે. 'જુકુની ફર્સી'નું વાવેતર કરનારા તે પહેલા ખેડૂત હોવાથી અસમ લિંગ્ઝેના સ્થાનિક લોકોએ કોળાનું નામ 'સપ્કોટા ફર્સી' રાખ્યુ. "મેં જુકુની ફર્સી બિયારણ 2004માં કાઠમંડુમાં ખરીદ્યું હતું," એમ તેમણે જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતું કે, કોળાની આ જાત તેમણે સૌપ્રથમ ભક્તપુરના રાણાના ખેતરમાં જોઈ હતી. જુકુની ફર્સી ઉગાડીને તથા વેચાણ કરીને તેમણે રૂ.90,000ની આવક મેળવી.
આ પ્રગતિશીલ ખેડૂત માટે માત્ર જૈવિક ખેતી જ સબકુછ નથી. તેઓ પશુપાલન અને પશુધન સંચાલનમાં પણ જોડાયેલા છે. તેમને કાર્ફેક્ટર, જોરેથાંગમાં તાલીમ લીધી હતી. હાલ તેમની પાસે પાંચ ગાયો છે. જેમાંથી ત્રણ દૂધ આપે છે. તેઓ 20 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી રોજ 20 લીટર દૂધ વેચે છે. સપ્કોટા ગાયના છાણાથી ખેતર માટે ખાતર પણ મેળવે છે. તેમને હૉર્ટિકલ્ચર વિભાગના મદદથી એક વર્મિ-કમ્પોસ્ટ એકમની સ્થાપના પણ કરી છે.
ઉત્પાદનોના વેચાણ અંગે તેઓ કહે છે, "એ સાચું છે કે વેચાણમાં કેટલાક ખેડૂતો મુસીબતોનો સામનો કરી રહ્યા છે. અને સમસ્યા ત્યાં સુધી ખતમ નહિ થાય, જ્યાં સુધી આપણે સિક્કિમના ખેડુતો બજારની આવશ્યકતા અનુસાર પર્યાપ્ત ઉત્પાદન નહીં કરીએ.” તેમના પ્રગતિશીલ કાર્યથી પ્રભાવિત થઇ રાજ્યના બાગાયતી વિભાગે ટેક્નોલોજી મિશન હેઠળ ફાર્મ હેન્ડલિંગ યુનિટની સ્થાપના કરી, જે તેમના ઉત્પાદનોના વેચાણમાં સહાયક છે. હવે તેમને પોતાનું ઉત્પાદન બજારમાં લઈ જવાની જરૂર હોતી નથી કેમ કે, તેમના ઉત્પાદનો આ એકમ દ્વારા વેચાય છે."
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024