તમિલનાડુના પેરામ્બુલર જિલ્લાના સૂકી જમીનના ક્ષેત્રમાં મકાઈનો બધી જ જગ્યાએ ફેલાવો એ એક સામાન્ય દ્રશ્ય છે. એવો વિસ્તાર જ્યાં લોકો પારંપરિક રીતે કપાસ અને મગફળી ઉગાડતા હતા, ત્યાં વિભિન્ન પરીબળોએ એકઠા થઇને ખેડૂતોને મકાઇની ખેતી કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. જંતુનાશકનાં વધારે પડતા ઉપયોગના કારણે કપાસની ખેતી એટલી બધી લાભદાયક રહી નહોતી. અને વરસાદ સમયસર ના થવાથી ઉચિત સમયે મગફળીનું વાવેતર સારી રીતે થતું નહોતું, જેના લીધે ઉપજ ઓછી થતી હતી. તેથી કપાસ અને મગફળીની સરખામણીમાં મકાઇની ખેતીને સરળ ઉપાય ગણવામાં આવતી, જેની સાથે પશુઓના ચારાની ઉપલબ્ધિ પણ જોડાયેલી હતી.
આ પરિસ્થિતિમાં એએએમઈ ફાઉડેન્શનના ત્રિચી એકમે મે, 2005માં પેરામ્બલુર જિલ્લાના કુન્નમ તાલુકાના ચાર ગામડાના ખેડૂતો સાથે સામૂહિક રીતે કામ કરવાનું શરૂ કર્યું. આ પ્રયાસ મકાઈની ઉપજમાં વૃદ્ધિ અને ઉત્પાદન મૂલ્ય ઓછું કરવા પર કેન્દ્રિત હતો. પરન્તુ ખેડૂતો સાથે વિચાર વિમર્શથી ખબર પડી કે વધતા ઉત્પાદન ખર્ચ ઉપરાંત ઉત્પાદનની વેચાણ કામગીરીમાં થતા ખર્ચના કારણે થતું નુકશાન ખેડૂતોની ઘટતી આવકનું એક મુખ્ય કારણ હતું. એટલા માટે મકાઇની વેચાણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
ખેડૂતો ગામના વેપારીઓને જ પોતાનું ઉત્પાદન વેચી દેતા હતા. લણણીના સમયે ઉત્પાદન ખરીદવા માટે વેપારી પેરામ્બલુરથી ગામડામાં આવે છે. તેઓ પોતાની સાથે વજન કરવાના મશીનો, ગુણો લાવે છે તથા મકાઈને તરત શહેર લઇ જવા તેમના પોતાના વાહનની વ્યવસ્થા કરતા હોય છે. તે ઉત્પાદનનું વજન કરે છે અને 100 કિલોની ગુણોમાં ભરીને ટ્રકોમાં નાખીને વેચવા માટે પેરામ્બલૂર લઈ જાય છે.
મકાઇનું ઉત્પાદન ભલે ઓછુ અથવા વધારે હોય, આ પ્રક્રિયા એક સમાન હોય છે. ફેબ્રુઆરી તથા માર્ચમાં લણણી વખતે ભાવ ઘટી જાય છે. ખેડૂતો લણણી બાદ તરત જ પોતાની ઉપજ વેચી નાંખતા હોવાથી બજારમાં વધારે આવક હોવાને કારણે તેમને ભાવ ઓછો મળે છે. અને તેમની પાસે ઉત્પાદન રાખવા માટે સ્ટોરેજની સુવિધા પણ નથી હોતી, તેથી તેઓ પોતાનું ઉત્પાદન ઓછા ભાવે વેચવા મજબૂર થઈ જાય છે. બદલામાં તેઓ પશુઓ માટે મકાઈમાંથી તૈયાર થતા દાણ માટે વધારે ભાવ ચૂકવે છે. એવું જોવા મળ્યું છે કે, મકાઈનો તોલ એ એક મુખ્ય મુદ્દો છે, જેમાં ખેડૂતો છેતરાય જાય છે. વજન તોળવામાં અનેક પ્રકારની ગરબડો થાય છે. એમાંની કેટલીક પર ખેડૂતોનું ધ્યાન નથી જતું. મોટાભાગની ઘટનાઓમાં ખેડૂતો અસહાય, મૂક પ્રેક્ષક બની રહે છે. એવું કહેવાય છે કે નિયંત્રિત બજારો પણ આનાથી મુક્ત નથી. આ રીતે વધારાની મકાઈ લઈને દલાલો 14 ટન વજન ઉપર રૂ. 1000 સુધીના કમાણી કરી લે છે. આ ખોટી પદ્ધતિને રોકવા માટે ખેડૂતો પહેલાથી તોળલી ગુણોનો ઉપયોગ કરે છે. પરંતુ તેનું પરીણામ એ આવ્યું કે વેપારીઓ આવા ગામોમાં બહુ ઓછા આવે છે.
જૂથ અને એએમઈ ફાઉન્ડેશનની મદદથી, પર્માતુકુડિકાડુ જિલ્લાના વિનાયાગા જૂથના ખેડૂતોએ નામ્માક્કલના પોલ્ટ્રી ફીડ યુનિટને સીધેસીધી મકાઇ વેચવાનો નિર્ણય લીધો. આ યુનિટ ગામથી લગભગ 160 કિલોમીટર દૂર હતું. શરૂઆતમાં બે ખેડૂતો 14 ટન (એક લોડ) મકાઈ નામ્માક્કલ ફીડ પ્લાન્ટ પર લઈ ગયા.
સીધા વેચાણનો આ પ્રથમ અનુભવ હોવાથી ખેડૂતોને અનેક મુસીબતોનો સામનો કરવો પડયો. સૌ પ્રથમ તો મજૂરોએ ખેડુતોની મજબૂરી જોઇને મજૂરી બેગણી વધારીને ગુણ દીઠ 5 રૂપિયાના 10 રૂપિયા કરી દીધા. તેમણે પોતાનું યુનિયન બનાવ્યું હતું અને હવે તેઓ આ કામગીરીમાં નવા આવનારાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે. ગામમાં લોડિંગના કામમાં બહારના મજુરોને ઘુસવા દેવામાં આવતા નથી. બીજુ, સીઝન માથે હોવાથી વાહન ભાડામાં 25 ટકા વધારો થયો અને ફીડ કંપનીઓએ ઓછા ભાવે ખરીદીનો પ્રસ્તાવ મૂક્યો. ઓછા ભાવે ખરીદી કરવા ફીડ કંપનીઓએ નમુનામાં ભેજના પ્રમાણના આંકડામાં ફેરફાર કરવાની કોશિશ કરી. પીક સીઝનમાં ગુણોની વધારે માગને કારણે તેના ભાવમાં પણ 50 ટકા વધારો કરાયો.
પરંતુ, ખેડુતોને મદદ કરવામાં વ્યક્તિગત રસ લેનારી કંપનીના માલીકની મદદથી આ બધી જ મુસીબતોમાંથી બહાર આવી શકાયું હતું. બીજા અન્ય જોખમોની પણ ખેડુતોને અપેક્ષા હતી, જેમ કે વરસાદથી બગાડ, પરિવહનની સમસ્યાને કારણે વિલંબ, પડોશી રાજ્યોમાંથી સસ્તી મકાઈની આવકનું બહાનું બતાવીને ખેડુતોના માલનો અસ્વીકાર કરતી કંપનીઓ તથા અકસ્માત અને ટ્રક બ્રેકડાઉન જેવા અનિચ્છનીય બનાવો. જૂથના ખેડૂતોના દ્રઢ સંકલ્પે જ તેમને આ વિષમ પરિસ્થિતિમાંથી ઉગાર્યા.
આટલી મર્યાદાઓ છતાં ખેડૂતો નોંધપાત્ર લાભો પ્રાપ્ત કરવા સમર્થ બન્યા. વજનકાંટા પર વજન કરવા માત્રથી 14 ટનના એક લોડમાં વધારાના 610 કિલોનો લાભ થયો, જેની કિંમત રૂ.3375 હતી. ભાવમાં ચોક્કસ ફાયદો થયો. મકાઈ 555 રૂપિયા/ક્વિંટલમાં વેચાઈ. ગામડામાં કિંમત 500 રૂપિયા/ક્વિંટલ રાખવામાં આવી હતી. વેચાણ કામગીરી પાછળ ખેડુતોને વધારાનો ખર્ચ કરવો પડ્યો, તેમ છતાં તેમનું ચોખ્ખું વળતર 3.2 ટકા જેટલું ઊંચુ રહ્યું. આ પહેલ દ્વારા ખેડૂતોએ પ્રતિ ગુણે 13.30 રૂપિયાની અતિરિક્ત મૂડી પ્રાપ્ત કરી. જો ખેડૂતો ઑફ સિઝનમાં શણની ગુણોની ખરીદી કરે અને અગાઉથી લોડિંગ તથા પરિવહનના કોન્ટ્રાક્ટ કરી લે તો તેમની ચોખ્ખી આવકમાં 50 ટકા વધારો થઈ શકે છે. આર્થિક લાભો ઉપરાંત, ખેડૂતો આ પહેલ દ્વારા પ્રાપ્ત થયેલા અનુભવ અને જ્ઞાનને વધારે મૂલ્યવાન સમજે છે.
બે ખેડૂતોના સાહસિક પગલાંને જોઇને જૂથના અન્ય ખેડૂતો પણ આ પ્રક્રિયા અપનાવા પ્રેરાયા. કમનસીબે, બર્ડ ફ્લૂના રોગચાળાને કારણે, નામાક્કલના અનેક પોલ્ટ્રી યુનિટો બંધ થઈ ગયા. જેના લીધે મકાઈની કિંમતમાં તીવ્ર ઘટાડો થયો. નિરાશ થયા વગર ખેડૂતોએ બીજી વૈકલ્પિક યોજનાઓ વિચારવા માંડી.
જૂથ ચર્ચામાં ખેડૂતોએ કિંમત સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાનો નિર્ણય લીધો. જેમને પૈસાની જરૂર હતી તેમને જૂથના સભ્યો દ્વારા મદદ કરવામાં આવી. ચાર જૂથોના લગભગ 50 ખેડૂતોએ વધુ સારું મૂલ્ય મળે ત્યાં સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો. તેમને વેચાણ બે માસ સુધી રોકી રાખ્યું અને તે પછી તેમની નીપજ સ્થાનિક ડીલરોને વેચી. આનાથી દરેક ખેડૂતોને દરેક ગુણે 10 રૂપિયા લાભ થયો અને તેમની સરેરાશ આવકમાં 300 રૂ.નો વધારો થયો. સંયુક્ત વેચાણ પ્રયાસને કારણે ખેડુતો સંપૂર્ણપણે નહી તો પણ અમુક હદ સુધી તોલમાપની ગરબડો ઓછી કરવામાં સફળ રહ્યા. જે ખેડૂતો પાસે પશુ હતા, તેઓ પોતાની નીપજ પશુદાણના ઉત્પાદનમાં વાપરવા પ્રેરિત થયા.
ખેડૂતોને મકાઈ તથા અન્ય ઉપલબ્ધ સામગ્રી જેમકે જુવાર, મગફળી અને તલથી પશુદાણ તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી. પરીણામે, ચાર જૂથના 30 ખેડૂતોએ પશુદાણ બહારથી ખરીદવાના બદલે જાતે તૈયાર કર્યું. ઉત્પાદનની સરેરાશ કીંમત 8 રૂપિયા/કિલો હતી, કિલોના રૂ. 13ના બજાર ભાવ કરતા ઘણી ઓછી હતી. આ પહેલ દ્વારા ખેડુતોને એક ગાય માટેના દાણમાં મહિને રૂ. 200નો સરેરાશ ઘટાડો હાંસલ થયો. વળી, ખેડૂતોને દૂધના સાતત્યમાં પણ વધારો જોવા મળ્યો, જે ફેટના ઉંચા પ્રમાણને આભારી હતું.
ક્રમ |
કામગીરી |
અગાઉની પદ્ધતિમાં |
સીધુ વેચાણ |
તફાવત |
1 |
વજન કરેલી મકાઈનો જથ્થો (કિલો) |
14000.00 |
14610.00 |
4.3 ટકા |
|
થયેલો ખર્ચ |
|
|
|
|
સામગ્રી (શણની ગુણો) |
|
1667.50 |
|
|
માલ ભરવાનો ચાર્જ |
|
1450.00 |
|
|
પરિવહન |
|
5440.00 |
|
|
અન્ય |
|
266.00 |
|
2 |
કુલ ખર્ચ |
|
8823.00 |
|
3 |
કુલ વળતર |
70000.00 |
81085.50 |
15.8 ટકા |
4 |
ચોખ્ખું વળતર |
70000.00 |
72262.00 |
3.2 ટકા |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024