આંધ્રપ્રદેશના ખમ્મામ જિલ્લાના પુનુકુલા ગામની વાત છે, જ્યાં લોકોએ પાંચ વર્ષ (1999થી 2003)ના પ્રયાસો પછી જંતુનાશકોથી પૂરેપરો છુટકારો મેળવી લીધો. આજે ગામના લોકો રસાયણિક જંતુનાશકોનો સહેજ પણ ઉપયોગ કરતા નથી, પરન્તુ તેમના જિલ્લાના અન્ય ખેડૂતોને પણ આવું કરવા તેમજ તેમનું જીવનઘોરણ ઉચું લાવવા પ્રેરણા આપે છે. અહીની પંચાયતે એક એવો ઠરાવ પસાર કર્યો છે કે, ગામમાં જંતુનાશકનો ઉપયોગ કરવામાં નહી આવે
કેટલાક વખતથી પુનુકુલાનો મુખ્ય પાક કપાસ હતો. એકમાત્ર કપાસની ખેતી થતી હતી અને પાકની સુરક્ષા માટે મોટા પ્રમાણ જંતુનાશકનો ઉપયોગ થતો હતો. તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ હતી, જેમ કે, ઝેર ફેલાવું, જેમાં લોકો આજીવન અપંગ થઈ ગયા અને તેમને આરોગ્ય પાછળ ઘણો ખર્ચ કરવો પડયો. અન્ય પ્રશ્નો હતા, જંતુનાશકોની ખરીદી માટે લોકોએ કરેલું દેવું. આ દેવાની રકમથી ખેડૂતોનું અર્થતંત્ર ભાંગી પડયું.
વર્ષ 1999માં સીક્યોર (SECURE - સોશીઓ ઇકોનોમિક એન્ડ કલ્ચરલ અપલિફ્ટમેન્ટ ઇન રૂરલ એન્વાયર્નમેન્ટ) નામના સ્થાનિક સ્વૈચ્છિક સંગઠને ગ્રામજનોના આજીવિકાના સાધનોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસથી ખબર પડી કે, ખેતીને લગતી સમસ્યાઓ સામે તેમને ઝઝૂમવું પડતું હતું, જેમ કે, મૂડીરોકાણ માટે મદદનો અભાવ, દર વર્ષે થતો ભારે ખર્ચ, બજારનો અભાવ, દેવું વગેરે. કપાસમાં વપરાતા જંતુનાશકો જ આવા પ્રકારના ઘણા પ્રશ્નોનું મૂળ છે તે જાણ્યા પછી સંગઠને બિન-જંતુનાશક સંચાલન (નોન-પેસ્ટિસિડલ મેનેજમેન્ટ - એનપીએમ) ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું. પછી એનપીએમ પ્રોજેક્ટનો અમલ હૈદરાબાદ-સ્થિત "સેન્ટર ફોર વર્લ્ડ સૉલિડેરિટી’ઝ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર વિંગ’ (હવે સેંટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચરના નામથી ઓળખાતી) સંસ્થા દ્વારા થયો.
જ્યારે સિક્યોરના કર્મચારીઓએ ખેડૂતોને તેમની બિન-જંતુનાશક ટેકનોલોજી અંગે જણાવ્યું ત્યારે પહેલા તો તેઓ તેના વિશે શંકાશીલ હતા. પ્રાંરભિક ખચકાટને યાદ કરતા શ્રી હેમલા નાયક કહે છે, "હું કેવી રીતે માનું કે જેનાથી હું રોજ દાતણ કરું છું તેવા લીમડાથી જીવાતો અંકુશમાં લાવી શકાય, જે ઝેરીલી જંતુનાશકથી નથી મરતી", પરન્તુ લોકોએ પાછળથી ફરક અનુભવવા માંડ્યો.
એનપીએમના ઉપયોગના એક જ વર્ષમાં એના સકારાત્મક પરીણામો દેખાવા લાગ્યા. વર્ષ 2001-02માં બિન-જંતુનાશક સંચાલનનો 6.4 હેક્ટર જમીનમાં પ્રયોગ થયો, જેમાં પુનુકુલાના કપાસ ઉગાડતા 8 ખેડૂતો જોડાયા. તુવેરના પાકનો 7 હેક્ટરમાં પ્રયોગ થયો, જેમાં 3 ખેડૂતો જોડાયા. સારા પરિણામના લીધે બીજા વર્ષે પણ બહુમતી ખેડૂતો આ પ્રયાસમાં જોડાયા. ખેડૂતોની જાણકારી વધારવા માટે તેમને તેમના જિલ્લામાં પરિભ્રમણ માટે લઈ જવામાં આવ્યા. ગામમાં અનેક પ્રશિક્ષણ શાળાઓનું પ્રાયોજન કરવામાં આવ્યુ. ધીમે ધીમે વાત ફેલાતી ગઈ અને લોકોએ જંતુનાશકોથી મુક્ત થવાનો સંકલ્પ લીધો. વર્ષ 2002-03 સુધી એનપીએમનો ડાંગર, તુવેર, કપાસ તથા મરચા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. ખેડૂતોની સંખ્યા વધીને 59 થઈ ગઈ અને હવે 58 એકર જમીન ઉપર આ પ્રયોગ થવા લાગ્યો. વર્ષ 2003-04માં પુનુકુલા તથા પુલાઇગુડમ ગામોમાં એનપીએમનો ઉપયોગ કરતી જમીનોનું પ્રમાણ 840 હેક્ટર સુધી પહોંચ્યુ, જેમાં પુનુકુલાની કપાસની બધી જમીનોનો સમાવેશ થાય છે. મરચાના ખેતરમાં જંતુનાશકનો પ્રયોગ ના કરવાથી તેમની ગુણવત્તામાં વધારો થયો અને તેમનો બજારભાવ પણ વધ્યો.
વર્ષ 2004-05માં સતત બીજા વર્ષે ગામમાંથી કોઇપણ ખેડુત જંતુનાશક ડીલરો પાસે ગયો નહીં. ગ્રામ પંચાયતે એક ઠરાવ કરી ગામને જંતુનાશક મુક્ત પંચાયત જાહેર કર્યું અને ભવિષ્યમાં પણ આવું જ રહેશે તેવું વચન આપ્યું. બે વર્ષની અંદર ખેડૂતો જંતુનાશકોની ખરીદીથી થયેલા દેવામાંથી મુક્ત થઈ ગયા. દેવામુક્ત થયા બાદ ખેડૂતો હવે વધુ કુદરતી પ્રયોગો માટે ઇચ્છુક છે. ખેતરમાં પર્યાવરણીય સંતુલન હવે સ્થપાઈ ચૂક્યું છે. ખેડૂતોના સ્વાસ્થ્યમાં વધારો થયો છે. વર્ષ 2004માં મહિલા સમુદાયે પુનુકુલામાં લીમડાની લીંબોળીને પીસવા માટે એક મિલની સ્થાપના કરી છે. પંચાયત તથા સેંટર ફોર વર્લ્ડ સૉલિડેરિટીની મદદથી આ કામને પાર પાડવામાં આવ્યું, જેમાં તેમણે મૂડીરોકાણમાં મદદ કરી. આ મશીનના સંચાલનમાં બે મહિલાઓને કાયમી રોજગારી પ્રાપ્ત થઈ
પુનુકુલાના 174 ખેડૂતો તથા પુલાઈગુડમના 120 ખેડૂતોએ ભેગા મળીને આ નવા જંતુનાશક સંચાલન વિશે અન્ય લોકોને જાણકારી આપી અને તેના ફાયદા સમજાવ્યા.
ગામ |
જમીનનું પ્રમાણ |
સરેરાશ નીપજ |
હેક્ટર દીઠ વાવેતરનો સરેરાશ ખર્ચ |
પ્રતિ હેક્ટર ચોખ્ખી આવક |
પુનુકુલા અને |
480 હેક્ટર |
30 ક્વિન્ટલ/હેક્ટર |
રૂ. 21408/હેક્ટર |
રૂ. 52593/હેક્ટર |
ડૉ. જી. વી. રમનજનેયુલુ અને જાકીર હુસૈન
સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, 12-13-445, સ્ટ્રીટ નં. 1 તારનાકા, સિકંદરાબાદ-500017, આંધ્રપ્રદેશ, ભારત
સ્રોત : LEISA India, ખંડ 8-2
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024