પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના ગયાધામ ગામમાં રહે છે. સુગ્રથિત ખેતીના કામમાં તેની સાથે 5 સભ્યો જોડાયેલા છે. તળાવ અને ઘરેલુ બગીચા સાથેની 0.25 એકર અને 0.33 એકર નીચી જમીન સાથે તેમણે શરૂઆત કરી હતી.
તેમનું આ ખેતર સુંદરબનના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલું હોવાથી તેની જમીન માટીવાળી અને રેતાળ છે. નદીની પાસે હોવાથી તેમની જમીન પર મોટેભાગે પૂરના પાણી ફરી વળે છે. વનમાળી નીચાણવાળી જમીનમાં વનમાળી ખરીફ મોસમમાં ડાંગર અને રવિ મોસમમાં લાંગ વાવતા. તેમના વાડામાં તેમણે ફળો અને પાંદડાવાળા શાકભાજી વાવ્યા, પરંતુ તેનાથી બજાર પરની તેમની નિર્ભરતા ઘટી નહીં. તેમણે તળાવમાં માછલીઓ પણ ઉછેરી, પરંતુ ઝાઝી કમાણી થઈ નહીં. ગોબર અને વાડાના ખાતરનો જમીન સુધારણામાં ઉપયોગ થતો હતો.
તેમની જમીનના એક ખૂણામાં એક નાની તલાવડી ખોદવામાં આવી અને તેમાંથી નીકળેલી માટીથી તેમના ટ્રાયલ પ્લોટનું લેવલ ઊંચુ કરવામાં આવ્યું. પ્લોટની આંતરિક વાડ સાથે પ્લોટ ફરતી એક ખાઈ પણ ખોદવામાં આવી, જેથી વર્ષ દરમિયાન પીયત થઈ શકે. આ પ્લોટની બહારની સરહદે યુકેલિપ્ટસ, લીમડો, લીસો બાવળ, આસોપાલવ, વાંસ વગેરે જેવા ઊંચા વૃક્ષો ઉગાડવામાં આવ્યા. તેમના ઘરેલુ બગીચાની ફરતે કેળ, જામફળ, શીંગોડા, ચીકુ, લીંબુ, કેરી અને નારીયેળ જેવા બહુવર્ષાયુ વૃક્ષો છે. સમગ્ર વર્ષ દરમિયાન તેઓ મિશ્રિત પાકોના વિવિધ સંયોજનોની ટેકનિકોનો ઉપયોગ કરીને 25-30 પ્રકારના શાકભાજી ઉગાડે છે. વનમાળીદાસે તાજેતરમાં તેમના વાડામાં એક બાયોડાયજેસ્ટર બનાવડાવ્યું, જેમાં તેમણે બાયોગેસ અને સ્લરી પેદા કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો છે
તેમના પશુધનમાં ગાય, બતક અને મરઘીઓ છે. તેમણે ખરીફ મોસમમાં ડાંગર-માછલી-બતક-એઝોલા સાથે અનુકૂળ સંકુલ ખેતી ડીઝાઇન અપનાવી હતી. તેમનું ટ્રાયલ ફાર્મ કોઇપણ પ્રકારના રસાયણોથી મુક્ત છે. તેઓ તેમની તલાવડીમાં રોહુ, કાટલા, બાટા જેવી માછલીઓ, નાની ક્રેપ અને કેટફિશ ઉછેરે છે, જે વધારે ઉત્પાદક બની છે.
માછલીઓના આહાર માટે તેઓ ઘાસચારાના અવશેષો, ઘરેલુ નકામી ચીજો, ગોબર અને તલના ખોળનો ઉપયોગ કરે છે. તેમની પાસે 5 ગાયો, 8 બતકના બચ્ચાં, 4 મરઘી અને 4 બચ્ચા છે. ચારા તરીકે તેઓ ઘાસ અને વિવિધ પાકોના અવશેષોનો ઉપયોગ કરે છે. ચીકન અને બતકો માટે તેઓ ચોખાના દાણા, કુસકી, ડાંગરની લણણીના અવશેષો અને તલાવડીના નાના મૃદુકાય પીરસે છે.
તેઓ જાતે વર્મિકમ્પોસ્ટ અને કમ્પોસ્ટ બનાવે છે. તેઓ સેન્દ્રીય ખાતર તરીકે તલનો ખોળ અને ગ્રેડેડ બાયોગેસ સ્લરીનો પણ ઉપયોગ કરે છે. તેઓ કીટકોને ભગાડવા માટે લીમડાનો અર્ક, લસણની પેસ્ટ અને કેરોસીનનું મિશ્રણ તૈયાર કરે છે. સામાન્યપણે તેઓ અગાઉની સીઝનમાં ઉગાડેલા પાકમાંથી તેમનું મોટાભાગનું બીયારણ સાચવી રાખે છે. નોલખોલ, કોબી અને ફલાવર જેવા તદ્દન મોસમી અને મુખ્યત્વે રોકડીયા પાકોના બીયારણ સ્થાનિક બજારમાંથી ખરીદવામાં આવે છે. ચોક્કસ સમયગાળા પછી તેઓ તેમના બીયારણનો વિનિમય પણ કરે છે. તેમનો ટ્રાયલ પ્લોટ અને ઘરેલુ બગીચો ખાસા મોટા વિસ્તારમાં ફેલાયેલો છે અને સુંદર રીતે સંચાલિત છે. તેમણે તેમના ખેતરમાં મિશ્ર પાક પદ્ધતિ (રીંગણ, ગાજર, પોઇ, બટાકા, કોળુ, ડુંગળી, બેઝેલા સાથે) દાખલ કરી છે.
તેમણે વર્મિકમ્પોસ્ટ પિટ બનાવ્યું છે, જે તેમના ખેતર અને બગીચાની સેન્દ્રીય ખાતરની જરૂરિયાતો પૂરી કરે છે. તેમણે એક સુગ્રથિત ખેતી અભિગમ અપનાવ્યો છે, જેમાં તેઓ તેમના ડાંગરના ખેતરોને તાજી હવા પૂરી પાડવા બતકો, બગીચામાં કીટકો ખાવા માટે મરઘીઓનો ઉપયોગ કરે છે અને ડાંગરના ખેતરો પાણીથી છલકાઈ જાય ત્યારે નાની નાની માછલીઓની વૃદ્ધિ થવા દે છે. તેમના ટ્રાયલ પ્લોટમાં અગાઉ 2004ની ખરીફ સીઝનમાં માત્ર એક જ પાક લેવાતો હતો, જેમાં 2005ના ખરીફમાં વધીને 9 પાકનું મિશ્રણ થયું. તેમણે તેમનું હેનકુપ તલાવડીમાં તબદીલ કર્યું, જેથી મરઘીઓની હગાર સીધી તલાવડીમાં પડે. ઝુપ્લેન્ક્ટોન અને ફાઇટોપ્લેન્ક્ટોનની હાજરીની કારણે આ હગાર માછલીઓ માટે બહુ સારો ખોરાક છે.
તલાવડીના કિનારા પર નારવેલ વગેરે જેવી પાંદડાવાળી શાકભાજી ઉગાડવામાં આવે છે. આંતરીક મજુરી ખર્ચને બાદ કરતા તેમના રૂ. 12235.75ના કુલ કાચા માલ સામાનમાં આંતરીક કાચા માલ સામાનમાંનું મૂલ્ય રૂ. 9497.75 હતું. તેનો અર્થ એવો થાય છે કે કુલ કાચા માલ સામાનના લગભગ 77.62 ટકા આંતરીક કાચા માલ સામાનમાં ખર્ચાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં જમીનમાં સેન્દ્રીય કાર્બનની ટકાવારીમાં વધારો થયો છે.
જો આપણે અશ્મિ બળતણ પરની નિર્ભરતાના સંદર્ભમા વનમાળીના પ્લોટને પરંપરાગત પ્લોટ સાથે સરખાવીએ તો, આપણને જણાશે કે અશ્મિ બળતણ પરની નિર્ભરતા વહેવારુપણે શૂન્ય છે, કારણ કે તમામ ચલિત ઇનપુટ ખેતરમાં જ પેદા થાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી મોટાભાગની મજુરી ખેડુત અને તેના કુટુંબીજનો કરે છે. જોકે, તેમણે તેમના ખેતરનું આયોજન એ રીતે કર્યું છે કે સખત શ્રમ ઘટે. આજે વનમાળીદાસ તેમના ખેતરનો કાર્યક્ષમપણે પ્રબંધ કરે છે અને તેમણે તેમાંથી આર્થિક, પર્યાવરણીય અને સામાજિક લાભો લણ્યા છે. વનમાળીની સફળતા નિહાળ્યા પછી વિસ્તારના અને બહારના ઘણા ખેડુતો સુગ્રથિત ખેતી તરફ વળ્યા છે. વનમાળીએ કાચા માલસામાનનો વિકલ્પ જ શોધ્યો નથી અને બજાર પરની નિર્ભરતા જ ઘટાડી નથી, બલ્કે તેમના કુટુંબની જરૂરિયાતો પૂરી કર્યા પછી ઉત્પાદનનો નોંધપાત્ર જથ્થો વેચીને નફો પણ કર્યો છે
સુગ્રથિત ખેતીના અમલથી તેમના કુટુંબને અન્ન સુરક્ષા સાંપડી છે. તેમન ખેતરમાં હાંસલ થયેલા નોંધપાત્ર સુગ્રથને બજાર પરની તેમની નિર્ભરતા ઘટાડી છે, કેમ કે તેમના ખેતરનો કાચો માલ સામાન મોટેભાગે તેમના ખેતરમાંથી જ પેદા થાય છે.
સ્રોત : Development Research Communication and Services Center Kolkata
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024