પ્લાસ્ટિકની નકામી બાટલીઓનો નર્સરીમાં ઉપયોગ
પ્લાસ્ટિકની નકામી બાટલીઓનો નર્સરીમાં ઉપયોગ
- 2 લિટરની પ્લાસ્ટિકની ખાલી બાટલીઓ લંબાઈ પ્રમાણે આડી કાપવામાં આવે છે અને ડાંગરના ધરુ તૈયાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ અડધી કાપેલી બાટલીઓ 3:2:1ના અનુપાતમાં માટી, વર્મિકમ્પોસ્ટ અને ડાંગરની કુસકીથી ભરવામાં આવે છે. અડધી બાટલીમાં અંદાજે 300 ગ્રામ મટીરીયલ ભરવામાં આવે છે.
- અમૃતપાણી અથવા બીજામૃતનો ઉપચાર કરેલા બીજ આ બાટલીઓમાં ભરેલા મટીરીયલમાં વાવવામાં આવે છે. દરેક બાટલીમાં 10 ગ્રામ બીજ વાવવામાં આવે છે.
- બાટલીનું મટીરીયલ દિવસમાં બેવાર પાણીથી ભેજવાળું રાખવામાં આવે છે.
- ખેતરમાં વાવવા માટેના રોપા 10 દિવસમાં તૈયાર થઈ જાય છે.
એક હેક્ટરમાં વાવવા માટે નીચેની સામગ્રી જરૂરી રહેશે
(અડધી કાપેલી) ખાલી બાટલીઓની સંખ્યા = 625
બીજ = 6.3 kg
માટી = 93.8 kg
વર્મિકમ્પોસ્ટ = 62.5 kg
રાખ = 31 kg
તૈયાર કરેલા રોપા =2,00,000
જ્યાં જગ્યા અને શ્રમ ટાંચા અને મોંઘા છે, તેવા શહેરોની નજીકના ગામોમાં આ એક ઉપયોગી પદ્ધતિ છે.
સ્રોત :
ઓર્ગેનિક કલ્ટિવેશન પેકેજ ઑફ પ્રેક્ટિસીઝ
ટેકનિકલ કોઓપરેશન પ્રોજેક્ટ ઑફ ફુડ
એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (એફએઓ), નવી દિલ્હી અને
નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગ (એનસીઓએફ), ગાઝીયાબાદ
તૈયાર કરનાર :
મહારાષ્ટ્ર ઓર્ગેનિક ફાર્મિંગ ફેડરેશન (એમઓએફએફ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.