પશ્ચિમ બંગાળમાં પુરુલીયામાં કાશીપુર બ્લૉકની પૂર્વમાં ભાલુકગજર ગામ આવેલું છે. અહીંની પથરાળ, છિદ્રાળુ જમીનમાં પાણી ટકાવવાની ક્ષમતા બહુ ઓછી છે. વાર્ષિક વરસાદ 1200થી 1400 મિમીની વચ્ચે હોય છે. આખા વર્ષનો વરસાદ બે મહિનામાં જ પડી જાય છે. આ સમગ્ર અર્ધ-શુષ્ક ક્ષેત્ર પૂરી રીતે વરસાદ પર નિર્ભર હોવાથી વર્ષે માત્ર એક જ પાક લેવાય છે. બાકીના 8-9 માસમાં પાણી ના હોવાના કારણે કોઈ પાક ઉગાડી શકાતો નથી. વરસાદ પર નભતો એકમાત્ર પાક પણ અત્યારે હવામાનમાં અસામાન્ય બદલાવના કારણે પ્રભાવિત થઇ રહ્યો છે.
આમ, મોટાભાગની જમીન લાબાંગાળા સુધી વપરાશ વગર પડી રહે છે. ખાદ્ય ચીજોની અછત સશ્કત પુરૂષો અને સ્ત્રીઓને કામની શોધમાં નજીકના સંસાધનયુક્ત જિલ્લાઓમાં સ્થળાંતર કરવાની ફરજ પાડે છે. આવી પડતર જમીનો ભાલુકગજરમાં ઘણી છે.પરન્તુ, ભાલૂકગજરના ખેડૂતોના જૂથે એવી 300-500 વીઘા જમીનોમાં એકના બદલે બે કે ત્રણ પાકો લેવા માટે સક્ષમ બનાવી દીધી છે. દ્વરાકેશ્વર નદી આ ગામની પાસે વહે છે. તેમણે નદી પાસે એક કૂવો ખોદ્યો અને તેને જોડતી નહેરો બનાવી, જેથી વરસાદની સીઝનમાં નદીમાં પાણી છલકાય ત્યારે નહેરો દ્વારા કૂવામાં ભરી શકાય. તેમણે સૂકી મોસમમાં નજીકના ખેતરોમાં સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરવાની યોજના બનાવી.આ ખોદકામ કરતી વખતે તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડયો. પરન્તુ અનેક અડચણો છતાં, અંતે તેઓ 15 ફુટ ઉંડો તથા 16 ફુટ પહોળો કૂવો ખોદવામાં સફળ રહ્યા. 10 એચપીના પંપની મદદથી તેઓ હવે કૂવાની આસપાસની 300-350 વીઘા મોસમી પડતર જમીન સીંચી શકે છે. વરસાદ પર નભતી ડાંગર ઉપરાંત તેઓ રિવર લિફ્ટ ઇરિગેશન સીસ્ટમથી અન્ય બે પાકો પણ ઉગાડી શકાયા. આ જૂથના મોટાભાગના સદસ્યો ભૂમિહીન મજૂર છે. જમીન માલિકો સાથે જૂથે કરેલા કરાર અનુસાર, વરસાદની સીઝનમાં જમીન માલિકો ડાંગર ઉગાડશે અને બાકીના સમયમાં જૂથના અન્ય સદસ્યોને ખેતી કરવા દેશે. ગયા વર્ષે તેમણે શિયાળુ પાકો જેવા કે, ઘઉં, સરસવ, અળસી, લાંગ, કુલ્થી, મસૂર, વટાણા, ટામેટા, કોળુ, રીંગણા, બટાકા, ડુંગળી વગેરે ઉગાડ્યા.
તેઓ 100 ક્વિંટલ ઘઉં, 700 કિલો સરસવ, 35 કિલો મસૂર, 10 કિલો લાંગ, 55 કિલો ચણાની દાળ, 5 કિલો અળસી, 210 કિલો ટામેટા, 22 કિલો તુરીયા, 400 કિલો કોળુ, વગેરે ઉગાડી શક્યા, જેની કિંમત 1,20,000/- રૂપિયા હતી. એવી અપેક્ષા છે કે, આવતા 2-3 વર્ષોમાં, અપૂરતા વરસાદની સીઝનમાં આ જૂથના સદસ્યોને અન્ય જિલ્લામાં કામની શોધમાં જવું નહી પડે.
સ્રોત : ડીઆરસીએસસી સમાચાર પત્રિકા, અંક 1 એપ્રિલ-ઓગસ્ટ-2008
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024