ચિત્રદુર્ગ અને બેલ્લારી જિલ્લાઓના ચિન્નાહગારી અને ઉપારહલ્લા જળ સંરક્ષણ કર્ણાટકના સૂકા પ્રદેશો સાથે સંબંધ ધરાવે છે. વધુમાં, આ વિસ્તારોમાં વારંવાર દુકાળો પડે છે. છીછરી જમીન, જમીનમાં ઓછા સેન્દ્રીય તત્વો અને ભેજ સંગ્રહની હાલની નબળી પ્રણાલીઓ મગફળી જેવા લવચીક પાકો સિવાય બીજુ કંઈ ઉગવા દેતા નથી. સમગ્ર વર્ષ દરમિયાન એકમાત્ર મગફળી જ ઉગાડવામાં આવે છે. લગભગ 80 ટકા ખેડુતો તેમના જીવનનિર્વાહના મોટા સ્રોત તરીકે મગફળી પર જ નિર્ભર છે. રોજમદાર મજુરી અને સ્થળાંતર સિવાય ભાગ્યેજ કોઈ વિકલ્પો બચ્યા છે. મગફળીનો એકલ પાક છેલ્લા 30 વર્ષોથી લેવાતો રહ્યો છે. પાકના નિર્ણાયક તબક્કાઓમાં પડતો લગભગ 300 મિમિનો કુલ વરસાદ મગફળી અને ચારાની સુંદર નીપજની ખાત્રી પૂરી પાડશે. સામાન્ય વરસાદના વર્ષમાં મગફળીના વાવેતરની કુલ આવક એકર દીઠ રૂ. 2000-3000 જેટલી નીચી રહેતી હતી.
આ ક્ષેત્રના ખેડૂતોની ખાદ્ય અને આવક સુરક્ષા સુધારવા માટે 2002 તથા 2005ની વચ્ચે કર્ણાટક વોટરશેડ ડેવલપમેન્ટ (KAWAD) પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટમાં પાળા બાંધવા, આડબંધ બનાવવા, જળમાર્ગો સુધારવા વગેરે બાબતો હાથ ધરવામાં આવી. પ્રોજેક્ટ પાર્ટનર તરીકે એએમઈ ફાઉડેન્શને (AMEF) ખેતીની વ્યવસ્થા સુધારાની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરી.
એએમઈએફે યથસ્થિતિ જમીન અને ભેજ સંરક્ષણની પ્રણાલિકાઓને પ્રોત્સાહન આપવા તથા જમીનની ફળદ્રુપતા વિકસાવવા ઉપરાંત અન્ય પાકોનું સંશોધન હાથ ધરીને મગફળીનો એક જ પાક લેવાની પ્રણાલિકાનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ, મગફળી રોકડીયો પાક હોવાથી ખેડુતો મગફળીના બદલે એકાદ સીઝનમાં પણ અનાજ ઉગાડવા સંમત નહોતા. આ જ સંદર્ભમાં પાકની તરાહમાં અનાજની ખેતી કરવાનો વિકલ્પ પણ વિચારવામાં આવ્યો હતો. જુવાર દુકાળનો સામનો કરનારી અને અને ગરીબોનો પાક ગણાય છે. તેને અંકુરણ માટે માત્ર ભેજની જરૂર હોય છે, તે પછી સારી ઉપજ મળી જાય છે. તેથી, ખેડૂતોએ મગફળીના પાકની વચ્ચે અનાજના પાકની પટ્ટી (સ્ટ્રીપ) ઉગાડી. આ ટેકનોલોજી સરેરાશ સ્ટ્રીપ ખેતીના નામે જાણીતી છે.
ખેડૂતો માટે સ્ટ્રીપ ખેતીની ટેકનિક નવી હતી. તેમને આ ટેકનિક માટે થોડી શંકા પણ હતી. તેમને બીક હતી કે, અનાજના પાકના છાંયડાથી મગફળીના પાક પર ખરાબ અસર પડશે. તેમને ભય હતો કે, (સ્ટ્રીપ ખેતીના વિકલ્પના રૂપમાં) જુવાર અથવા બાજરીથી થતી આવક મગફળીની તુલનામાં ઓછી હશે. જુવાર અને બાજરીને સંભવિત વિકલ્પ ગણવામાં આવ્યા હતા, તેમ છતાં લગભગ તમામ ખેડૂતોએ મગફળી તથા જુવારને એક સાથે વાવવાનું શરૂ કર્યું.
આ ટેકનીકનો વ્યવહારમાં અમલ કરવામાં કેટલીક તકલીફો હતી. મગફળીની વાવણી બળદો દ્વારા ખેંચવામાં આવતી ત્રણ ફણાવાળી સીડ ડ્રિલથી કરવામાં આવતી. ખેડૂતો 9:6ના પ્રમાણમાં મગફળી અને બાજરીની ક્યારીઓ કરવા સંમત થઈ ગયા. મગફળી અને બાજરીના બિયારણના આકારમાં ફરક હોવાના કારણે મજુરોને વાવણી કરતી વખતે બન્ને માટે અલગ અલગ ઊંડાઈના ખાડા કરવા પડતા હતા. વાવણીમાં સાવધાની રાખવા છતાં પણ ઊંડી વાવણી કરવાના લીધે કેટલાક ખેડુતોની બાજરી પાકતી નહોતી. વળી, બાજરી ઉપર તીડના હુમલાને લીધે ઉતાર ઓછો આવતો, જેથી કેટલાક ખેડૂતો ફરીથી મગફળીની વાવણી કરવા માટે મજબૂર બન્યા. વાવણી જયારે ઉત્તર-દક્ષિણ દિશામાં કરવામાં આવી ત્યારે છાંયડાની અસરને કારણે બાજરીની ક્યારી પાસેના મગફળીના પાકનો વિકાસ રૂંધાઈ ગયેલો જોવા મળ્યો. અંતમાં 27 ખેડૂતો સ્ટ્રીપ ખેતી કરવા માટે કામયાબ થયા.
સ્ટ્રીપ ખેતીની પદ્ધતિમાં મગફળીનો પાક સરેરાશ 276 કિલો થાય છે, જયારે માત્ર મગફળીની જ ખેતી કરતા પ્લોટોમાં પ્રતિ એકરે 362 કિલો પ્રાપ્તિ થાય છે. જોકે, કુલ મળીને આ ઉત્પાદન થોડું ઓછુ જણાય છે, તેમ છતાં સ્ટ્રીપ ખેતીમાં કુલ ઉત્પાદન ઘણું વધારે હોય છે, કારણ કે, જમીનના એ જ ટુકડામાંથી લગભગ 125 કિલો જેટલી જુવારનું પણ ઉત્પાદન થાય છે. તેથી મગફળીની શીંગો, ચારો તેમજ બાજરાનો ચારો વેચીને ખેડૂતો રૂ. 5507 ઉપરાંત ઘરવપરાશ માટે દાણા પણ મેળવે છે.
સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદ વિસ્તારમાં પડતો હોવા છતાં ઉપરહલ્લાના બે જળસંરક્ષણોમાં મગફળીની સ્ટ્રીપ ખેતી વધુ સફળ રહી. આ પ્રકારની સ્ટ્રીપ ખેતી દુકાળમાં સફળ સાબિત થઈ છે
કોષ્ટક 1: વિવિધ પાક પદ્ધતિઓ દ્વારા મગફળીની ખેતીમાં મળતી આવક |
|||
પાક પ્રણાલી |
માત્ર મગફળીની ખેતી |
વાર્ષિક પાક + સ્ટ્રીપ ખેતી |
|
મગફળી |
મગફળી |
જુવાર |
|
નીપજ (કિલો/એકર) |
|
|
|
સીંગ/અનાજ |
362 |
276 |
125 |
ચારો |
636 |
624 |
467 |
કુલ આવક (રૂ) |
|
|
|
સીંગ/અનાજ |
5784.00 |
4416.00 |
– |
ચારો |
636.00 |
624.00 |
467.00 |
|
|
5040.00 |
467.00 |
કુલ(રૂપિયામાં) |
6420.00 |
રૂ. 5507.00 અને કુટુંબ માટે અનાજ |
મગફળી અને જુવારના એકાંતરા પાકથી જીવાતોના હુમલો ઘટાડી શકાય છે. મગફળી કલિકા ઉતકક્ષય (પીનટ બડ નેક્રોસિસ –પીબીએનડી) જેવો વિષાણુ રોગ ફેલાવતી થ્રિપ જેવી ચૂષક જીવાતોની ગતિવિધિઓ સામે જુવાર અડચણ ઉભી કરે છે. જ્યારે મગફળી સાથે અન્ય પાકોનું મિશ્રણ કરવામાં આવે છે ત્યારે યજમાન બદલાતા કીટાણુઓ ભૂખે મરવાથી માટીજન્ય રોગો પણ ઓછા જોવા મળે છે.
જુવારના વિકલ્પે મહિલાઓમાં સૌથી વધારે આકર્ષણ સર્જ્યુ, કેમ કે, એનાથી પરિવારની ખાધ સુરક્ષામાં વધારો થયો છે. સ્ત્રીઓ હવે પાંદડાવાળા શાકભાજી તેમ જ ચણા અને રાજમા જેવા ઓછા સમયમાં ઉગતા કઠોળ ઘર વપરાશ તેમ જ સ્થાનિક બજારમાં વેચાણ માટે સ્ટ્રિપ ખેતીમાં ઉગાડવા લાગી. જોકે નવી પદ્ધતિથી તેમના કામનો ભાર ઓછો નથી થયો.
સ્ટીપ ખેતીમાં ખેડૂતોને એક અન્ય લાભ પણ જણાયો. પારંપરિક પદ્ધતિમાં તેઓ મગફળીના પાકની લણણી કરી લેતા હતા, જેનાથી જમીનમાં કંઈ પણ રહેતું નહોતું. પરન્તુ ધાન્ય પાકોનો સમાવેશ કરવાથી લણણી પછી જુવારના અવશેષો છોડી દેવાથી જમીનની ફળદ્રુપતા વધે છે.
મગફળી ઉગાડનાર ખેડૂત મગફળીના પાકનો સંચય કરવા માટે સામાન્યત: ડાંગર અથવા અન્ય અનાજોના પૂળા ખરીદતા. હવે યાર્ડમાં મગફળીના ઢગલાને ઢાંકવા માટે જુવારના સાંઠા વાપરે છે. અને આ રીતે તેમનો ખર્ચો ઘટ્યો છે.
ગુરુદત્ત હેગડે, રવિન્દ્રનાથ રેડ્ડી, અરુણ બાલામટ્ટી
કાર્યકારી નિર્દેશક, એએમઈ ફાઉન્ડેશન,
નં. 204, 100 ફુટ રિંગ રોડ, થર્ડ ફેઇઝ,
બનશંકરી બીજો બ્લોક, થર્ડ સ્ટેજ, બેંગ્લોર - 560085
સ્રોત : LEISA India, Vol 7-2
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024