કૃષિક્ષેત્રનો વિકાસદર થોડો પણ વધે તો તેની હકારાત્મક અસર તમામ ક્ષેત્રોમાં થાય છે. નવી સરકાર માટે કૃષિ વિકાસને પ્રાથમિકતા આપ્યા વિના સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર થશે નહીં અર્થશાસ્ત્રીઓ અને આંકડાશાસ્ત્રીઓ વિકાસદરને માપવા માટે ત્રણ વિભાગોમાં થયેલી આર્થિક પ્રવૃત્તિઓના આંકડાને ધ્યાનમાં લે છે. આ ત્રણ ક્ષેત્રો છે; કૃષિ, ઉદ્યોગ અને સેવા.
વિકસિત દેશોનો અર્થશાસ્ત્રીઓએ એવો મત પ્રચલિત કર્યો છે કે જે દેશમાં કૃષિનો હિસ્સો અર્થકારણમાં સવિશેષ હોય તો તે પછાત અને ઉદ્યોગ તેમજ સેવાનો હિસ્સો વધારે તેમ તે વધુ વિકસિત ! આ અવધારણાઓ દ્વારા વિકાસશીલ દેશોના નીતિ નિર્ધારકોએ કૃષિ ક્ષેત્રની વિકસાવવામાં અક્ષમ્ય ઉપેક્ષા સેવી છે. આપણા દેશમાં આયોજન હેઠળ રસ્તા, ઊર્જા, ઉદ્યોગ જેવી બાબતોને અગ્રતા આપવામાં આવી પણ કૃષિક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ થઈ તે પહેલાં અને હાલમાં પણ જે સુધારાઓ થવા જોઇએ, જે પ્રોત્સાહન અપાવું જોઈએ તે આપવામાં આવ્યું નથી. આઝાદી સમયે કૃષિનો હિસ્સો ઘરેલૂ ઉત્પાદન તેમજ રોજગારીમાં ૬પ થી ૭૦ ટકા જેટલો હતો. હવે કૃષિનો હિસ્સો ઘટીને ૨૦ ટકાથી નીચે આવ્યો છે, પરંતુ તેના ઉપર નભતા લોકોની ટકાવારી ૪૫ થી પ૦ ટકા જેટલી છે. આને પરિણામે કૃષિક્ષેત્રમાં રોકાયેલા મોટાભાગના પરિવારો કાં તો ગરીબીની રેખાની નીચે છે, અથવા તો સહેજ જ ઉપર છે.
કૃષિ વિકાસ માટે અનેક પરિબળો જવાબદાર છે. તેમાં વરસાદનો પ્રભાવ સૌથી વિશેષ છે. આ ઉપરાંત સુધારેલું જાતવંત બિયારણ, સારું ખાતર, જંતુનાશક દવાઓ, સમયસરનું ધીરાણ, સ્ટોરેજ, પરિવહન અને વેચાણની કિસાનને લાભદાયી વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
આઝાદી સમયે દેશના વિભાજનના કારણે વિપૂલ અન્ન પકવતા વિસ્તારો પાકિસ્તાનમાં જતાં અન્નની તંગી ઉપસ્થિત થઈ હતી. મહાનગરોમાં રેશનિંગ હતું, જેને માટે સરકાર કાં તો ખેડૂતો પાસેથી ફરજિયાત નિશ્ચિત ભાવે અનાજ પ્રાપ્ત કરતી હતી. (જે ‘લેવી પ્રથા’ તરીકે જાણીતી હતી) અથવા તો વિદેશથી ખાસ કરીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી ઘઉં આયાત કરી અન્ન વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવી હતી. અમેરિકી સંસદના પબ્લિક લો નં. ૪૮૦ હેઠળ ભારતને ઘઉં મળતા હતા અન્યથા ભૂખમરો નિવારી ન શકાય તેવી સ્થિતિ હતી. ૧૯૬પના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે અમેરિકાએ પીએલ ૪૮૦ હેઠળ અનાજ મળશે નહીં તેવી ધમકી આપી ત્યારે વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ સમગ્ર રાજ્યને સોમવારે સાંજે ઉપવાસ કરીને પણ આવી ધમકીનો પ્રતિકાર કરવા કહ્યું. ત્યારબાદ ઇન્દિરા ગાંધીના ૧૧ વર્ષના શાસન દરમિયાન હરિયાળી ક્રાંતિએ દેશને કઠોળ અને તેલિબીયાં સિવાયની તમામ કૃષિ પેદાશોમાં સ્વાવલંબન પ્રાપ્ત કરાવ્યું. ૧૯૭૦ના દાયકાની આ સિદ્ધિનું મહત્ત્વ આપણી ભાવિ પઢીને સમજાવવું રહ્યું.
૧૨૫ કરોડની વિશાળ વસ્તી ધરાવતો દેશ કદી પણ અન્ન સ્વાવલંબન વિના સન્માનભેર જીવી ન શકે. આજે આપણે ઘઉં, ચોખા, રૂ, શાકભાજી, ફળો, દૂધની વાનગીઓ, સોયાબીન જેવી અનેક વસ્તુઓની નિકાસ કરી શકીએ છીએ. આપણા દેશના કિસાનોએ શાસ્ત્રીજીનું ‘જયકિસાન’ સૂત્ર સાર્થક કર્યું છે. દેશ અન્નક્ષેત્રે આત્મનિર્ભર થયો છે પણ કસાનોની હાલત ચિંતાજનક છે. વર્ષો સુધી કિસાનોને ન તો તેમની મહેનતનું યોગ્ય વળતર મળ્યું છે ન તો તેમને હોનારત કે દુષ્કાળ સમયે સામાજિક સલામતી મળી છે. ધીરાણ પણ અપૂરતું અને અનિયમિત મળે છે. તેના ઉપરનો વ્યાજદર પણ ઊંચો હોય છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ કાં તો પૂરવઠો ઓછો હોય છે અથવા તો તેમાં ગુણવત્તાનો અભાવ હોય છે. પાક બજારમાં આવે ત્યારે ભાવો અતિ નીચા જાય છે અને સંગ્રહાખોર લોકો પછીથી મોટી કમાણી કરી લે છે.
જ્યાં સુધી કૃષિક્ષેત્રને તેમની સળગતી સમસ્યાઓ હલ કરવા માટે પૂરતો ટેકો નહીં
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024