એસઆરઆઈ - 'ચોખા ઉગાડવાની નવી પદ્ધતિ'
ચોખા વૃદ્ધિની પ્રણાલી (સીસ્ટમ ઑફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન – એસઆરઆઈ - શ્રી)
ડાંગર વાવેતર: કેટલીક માન્યતાઓ
દરેક જણ માને છે કે ચોખા જલજ વનસ્પતિ છે અને સ્થગિત પાણીમાં ઉગે છે. ચોખા જલજ વનસ્પતિ નથી. તે પાણીમાં ટકે છે, પરંતુ પ્રાણવાયુના ઘટેલા પ્રમાણમાં વૃદ્ધિ પામે નહીં. સ્થગિત પાણીમાં ડાંગરનો છોડ તેના મૂળીયામાં વાયુ કોટરો (એરેન્કીમા ટીશ્યુ) વિકસાવવા તેની ઘણી ઉર્જા વાપરે છે. છોડને ફુલ આવે તે પછી વનસ્પતિના મૂળની ટોચોનો લગભગ 70 ટકા હિસ્સો નાશ પામે છે.
ખોટી માન્યતાઓનું ખંડન
શ્રી હેઠળ ડાંગરના ખેતરો પાણીથી ભરી દેવામાં આવતા નથી, પરંતુ વનસ્પતિના વૃદ્ધિ કાળમાં તેને ભેજ હેઠળ રાખવામાં આવે છે. ડાંગરની સિંચાઈથી થતી ખેતીમાં સામાન્યપણે વપરાતા પાણી કરતા અડધા ભાગનું જ પાણી શ્રીમાં જોઇએ. હાલ દુનિયાભરમાં લગભગ એક લાખ ખેડુતો આ પદ્ધતિને અજમાવી રહ્યા છે.
શ્રી ડાંગર વાવેતરમાં ઓછુ પાણી જોઇએ, ઓછો ખર્ચ થાય અને વધારે નીપજ મળે. આમ, તે નાના અને સીમાંત ખેડુતો માટે ફાયદાકારક છે. શ્રી સૌ પ્રથમ મડાગાસ્કરમાં 1980માં વિકસાવવામાં આવી. ચીન, ઇન્ડોનેશીયા, કમ્બોડીયા, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભારતમાં તેની સંભાવનાઓ ચકાસાઈ રહી છે. આંધ્રપ્રદેશમાં 2003ની ખરીફ મોસમમાં તમામ 22 જિલ્લાઓમાં તેનો પ્રયોગ થયો ને પ્રોત્સાહક પરિણામો મળ્યા હતા.
શ્રી ટેકનોલોજી બહુ ઓછા બાહ્ય ઇનપુટ્સનો ઉપયોગ કરે છે
શ્રી ડાંગર વાવેતરમાં બીયારણનો ઓછો જથ્થો જોઇએ – પ્રતિ એકર 2 કિલો. તેથી, 25 x 25 સેમીના એકમમાં બહુ થોડા બીયારણ જોઇએ, જ્યારે મુખ્ય ધારામાં રસાયણોના સઘન ઉપયોગથી થતા ડાંગર ખેતીમાં પ્રતિ એકર 20 કિલો બીયારણ જોઇએ. (એક એકર એટલે લગભગ 0.4 હેક્ટર)
વિગતો
|
પરંપરાગત પદ્ધતિ
|
એસઆરઆઈ
|
જગ્યા
|
15x10 સેમી
|
25x25 સેમી
|
પ્રતિ ચોરસમીટરે છોડની સંખ્યા
|
66
|
16
|
પ્રત્યેક ધરુએ રોપાની સંખ્યા
|
3
|
1
|
પ્રતિ એકરે છોડની સંખ્યા
|
792000
|
64000
|
પ્રતિ એકરે બીયારણની જરૂરિયાત
|
20 કિલો
|
2 કિલો
|
શ્રીમાં ખાતર અને છોડ સુરક્ષા માટેના રસાયણો પાછળ ઓછો ખર્ચ
મૂળ વૃદ્ધિ
શ્રીમાં પાક કુદરતી સ્થિતિમાં ઉગે છે અને તેના મૂળની વૃદ્ધિ જંગી હોય છે. તે જમીનના ઉંડાણના સ્તરોમાંથી પોષક તત્વો મેળવે છે.
શ્રી શરૂઆતમાં શ્રમ-કેન્દ્રી છે
- આરોપણ અને નિંદામણ માટે 50 ટકા વધારે માનવ દિવસોની જરૂર પડે.
- નફા માટે કામ કરવા શ્રમનો ઉપયોગ
- પોતના કુટુંબના શ્રમને કામે લગાડતા સંસાધનની રીતે ગરીબ લોકો માટે વિકલ્પ.
- એકવાર સાચુ કૌશલ્ય શીખી લીધા પછી શ્રમ ખર્ચ ઘટશે ..
શ્રી ડાંગરના છોડને તંદુરસ્તપણે વૃદ્ધિ પામવા પ્રોત્સાહન આપે છે અને નીચેના ફેરફારો લાવે છે
પુષ્કળ મોટા મૂળ
- પુષ્કળ અને મજબૂત ભુસ્તારી પ્રકાંડો
- ટટ્ટાર રહે
- મોટા પુષ્પગુચ્છ
- વધારે અને સારી રીતે ભરાયેલા ડુંડા અને વધારે વજન
- જીવડા પ્રતિરોધક, કારણકે તે ડાંગરને જમીનમાંથી પોષક તત્વો કુદરતી રીતે શોષવા દે છે.
ભુસ્તારી પ્રકાંડોમાં પુષ્કળ વધારો
મહત્તમ ભુસ્તારી પ્રકાંડો (એક છોડે 30 ભુસ્તારી પ્રકાંડો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. છોડ દીઠ 50 ભુસ્તારી પ્રકાંડો એકદમ પ્રાપ્ય છે). પુષ્પગુચ્છના પ્રારંભ સાથે તેની પણ શરૂઆત થાય છે. સારા સંચાલન હેઠળ છોડ દીઠ 100 કે તેથી વધારે ફળદ્રુપ ભુસ્તારી પ્રકાંડો વહેલા આરોપણ અને મૂળના જીવંત રહેવાથી હાંસલ કરી શકાય છે.
(સ્ત્રોત: શ્રી અંગે WASSAN-CSA-WWF મેન્યુઅલ)
શ્રીમાં શું કરવું અને શું ના કરવું
- વહેલું રોપણ : 8-12 દિવસના ધરુ રોપો, જેને માત્ર બે નાના પાંદડા હોય (વધારે ભૂસ્તારી પ્રકાંડોની સંભાવના અને મૂળ વૃદ્ધિની સંભાવના)
- કાળજીથી ધરુ રોપવા :ધરુ રોપવામાં છોડને નુકસાન ના થાય. ધરુને નર્સરીમાંથી બીજ, માટી અને મૂળીયા સાથે કાળજીપૂર્વક લો અને જમીનમાં ઊંડે દબાવ્યા વિના ખેતરમાં રોપો. (વધારે ભૂસ્તારી પ્રકાંડો માટે સક્ષમ)
- વ્યાપક જગ્યા : એક સાથે એકથી વધારે રોપા રોપો નહીં. એક રોપો 25 સેમી બાય 25 સેમીના કે તેથી મોટા ચોરસમાં આવે તે રીતે રોપો. હારમાં રોપો નહીં. (મૂળની વધુ વૃદ્ધિની શક્યતા)
- નિંદામણ અને હવા : જમીનને ખેડવા માટે એક સાદા યાંત્રિક “ફરતા પાવડા”નો ઉપયોગ કરો. (ઘટેલા નિંદામણ અને જમીનને હવા મળવાથી મૂળની વધુ મૂળ વૃદ્ધિ. જીવાણુ પ્રવૃત્તિ વધવાથી મૂળને વધારે પ્રાણવાયુ અને નાઇટ્રોજન મળે) દરેક બે રાઉન્ડ પછી વધારાના બે નિંદામણ ઉત્પાદકતાના વધારામં પરીણમે. પ્રતિ નિંદામણ પ્રતિ હેક્ટર 2 ટન.
- જળ સંચાલન : નિયમિત પાણીથી જમીનને ભેજવાળી રાખો, પરંતુ સંતૃપ્ત કરો નહીં. વચ્ચે વચ્ચે જમીન સૂકાવા પણ દો. જમીનની જારક અને અજારક પરિસ્થિતિઓ થવા દો. (વધારે મૂળ વૃદ્ધિ થશે, કારણકે તેનાથી મૂળ નાશ પામતા નથી, જમીનમાંથી પોષક તત્વોનું સારું અધિશોષણ થાય છે)
- કોમ્પોસ્ટ ⁄ એફવાયએમ Compost / FYM રસાયણિક ખાતરના વિકલ્પે અથવા તેના ઉપરાંત કોમ્પોસ્ટ ⁄ એફવાયએમ આપો. પ્રતિ હેક્ટર 10 ટન. (જમીનની બહેતર તંદુરસ્તી અને માળખાંને કારણે છોડની વધારે વૃદ્ધિ અને સંતુલિત પોષક તત્વોનો પુરવઠો)
શ્રી વાવેતરમાં 8-12 દિવસના રોપા વાવવામાં આવે છે. તેથી મૂળતંત્ર સારી રીતે વૃદ્ધિ પામે છે અને 30થી 40 ભૂસ્તારી પ્રકાંડો આપે છે. જ્યારે તમામ 6 સંચાલન પ્રણાલીઓને અનુસરવામાં આવે છે ત્યારે એક છોડ દીઠ 50થી 100 ભુસ્તારી પ્રકાંડો પેદા થાય છે અને વધારે નીપજ મળે છે.
નર્સરી સંચાલન
- પ્રતિ એકરે 2 કિલો બીયારણ
- પ્રતિ એકરે એક ટકો નર્સરી વિસ્તાર
- તંદુરસ્ત છોડ પસંદ કરો
- ઉંચા કરેલા નર્સરી પટમાં અગાઉથી ફણગેલા બીયા વાવો
- બગીચાના પાકને જેમ તૈયાર કરવામાં આવે છે તેમ નર્સરી પટ તૈયાર કરો
- ઝીણા ખાતરનું સ્તર પાથરો
- ફણગાવેલા બીયારણ છૂટાછવાયા પાથરો
- પછી ખાતરનું બીજુ સ્તર પાથરો
- ડાંગરના સાંઠાથી ઢાંકો
- કાળજીપૂર્વક પાણી આપો
- રોપાને સરળતાથી ઉંચકવા અને બીજે ઠેકાણે લઈ જવા કેળાના પાંદડાનો ઉપયોગ પણ કરી શકાય
મુખ્ય ખેતર માટે તૈયારી
- નિયમિત સિંચિત ડાંગર વાવેતરથી અલગ રીતે જમીન તૈયાર કરવાની નથી
- જમીનનું લેવલિંગ કાળજીપૂર્વક થવું જોઇએ, જેથી પાણી સરખી રીતે આપી શકાય
- ડ્રેનેજ સરળતાથી થાય તે માટે દર ત્રણ મીટરના અંતરે એક કેનાલ પૂરી પાડો
- એક માર્કરની મદદથી 25 બાય 25 સેમીના અંતરે લીટીઓ દોરો અને છેદ આગળ રોપા વાવો.
વાવેતર
- 8-12 દિવસના રોપા રોપવામાં આવે છે.
- રોપા ખેંચતી વખતે અને લઈ જતી વખતે કાળજી લેવી જોઇએ
- મૂળને સહેજ પણ વિક્ષેપ પાડ્યા વિના જમીનમાં 4-5 ઇંચ નીચે લોખંડના પતરાથી બીજ નીચેની જમીન સાથે રોપાને ઉંચકવામાં આવે છે
- ધરુ જમીનમાં ઉંડે રોપાતા નથી એને એટલે ઝડપથી મૂળ નાંખે છે. એક રોપો બીજ અને જમીન સાથે પહેલી આંગળી અને અંગુઠાનો ઉપયોગ કરીને છેદના ઠેકાણે રોપવામાં આવે છે.
- પ્રારંભમાં એક એકરમાં રોપવા માટે 10-15 વ્યક્તિઓની જરૂર પડે
સિંચાઈ અને પાણી સંચાલન
- સિંચાઈનો હેતુ જમીનને માત્ર ભીની કરવાનો હોય છે, જેથી જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે
- ત્યાર પછી સિંચાઈ જમીનમાં ચીરા પડે ત્યારે જ કરવામાં આવે છે
- જમીનને નિયમિતપણે ભીની અને સૂકી કરવાથી જમીનમાં જીવાણુ પ્રવૃત્તિ વધે છે અને છોડવાઓને સરળતાથી પોષક તત્વો મળી રહે છે.
નિંદામણ સંચાલન
- સ્થગિત પાણીના અભાવને કારણે શ્રીમાં વધારે નિંદામણ થાય છે.
- હારોની વચ્ચે વીડર ફેરવીને જમીનમાંથી નિંદામણ દૂર કરો
- ભુસ્તારી પ્રકાંડોની નજીકનું નિંદામણ હાથથી દૂર કરવું
શ્રીના લાભો
- વધારે નીપજ – અનાજ અને સાંઠા બંનેની
- સમયગાળો ઘટે (10 દિવસ સુધીનો)
- રસાયણિક ખાતરોના ઉપયોગમાં ઘટાડો
- પાણીની જરૂરિયાતમાં ઘટાડો
- ઓછુ ફોતરાવાળુ અનાજ
- અનાજના કદમાં ફેરફાર થયા વિના અનાજના વજનમાં વધારો
- ઊંચી હેડ રાઇસ રીકવરી
- વાવાઝોડના પવનો સામે ટકે
- ઠંડી સામે પ્રતિરોધક
- જૈવિક પ્રવૃત્તિને કારણે જમીનની તંદુરસ્તીમાં સુધારો
ગેરલાભો
- પ્રારંભિક વર્ષોમાં શ્રમ પાછળ વધારે ખર્ચ
- જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી
- જ્યારે સિંચાઈનો કોઈ સ્રોત ઉપલબ્ધ ના હોય ત્યારે આ પદ્ધતિ અનુકૂળ નથી
ચોખા વૃદ્ધિની કદિરમંગલમ પ્રણાલી
(તમિળનાડુના કાવેરી ડેલ્ટા ઝોનના એક ગામમાં એસ. ગોપાલ દ્વારા વિકસાવાયેલી અને અજમાવાયેલી)
આ પ્રણાલી શ્રી સિદ્ધાંતો અને પ્રણાલીઓનો ઉપયોગ કરીને એવી રીતે વિકસાવવામાં આવી છે કે તે કાવેરી ડેલ્ટા પ્રદેશમાં સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ હોય
વાવેતરની શ્રી પદ્ધતિમાં ખેડુતોની ચિંતા Concern of farmers in SRI method of planting : શ્રી પદ્ધતિ પ્રમાણે રોપવામાં આવતા અત્યંત નાના રોપા તાપ અને સતત પવનમાં ચીમળાઈ જશે.
તેમની સમસ્યાનું સંભવિત સમાધાન A potential solution to their problem : અત્યંત નાના રોપાઓને નર્સરીની બહાર તેમના પ્રથમ બે સપ્તાહ માટે પાંચના જૂથમાં રોપવાથી તાપ અને પવન સામે રક્ષણ મળે. બે સપ્તાહ પછી તેમને રોપવાથી તેઓ મજબૂત રહે છે અને મરતા નથી અને તાકાત સાથે વૃદ્ધિ પામે છે.
પદ્ધતિમાં ખામી Drawback in the method : બીજા રોપણ માટે વધારાના શ્રમની જરૂર પડે છે. જોકે, ખેડુતો માને છે કે નીપજ વધવાથી વધારાના શ્રમ ખર્ચને પહોંચી વળાશે. .
પરીણામ Outcome : આ વ્યવસ્થામાં પ્રતિ હેક્ટર 7.5 ટન અનાજ સરેરાશ મળ્યું.
વ્યવસ્થામાં અનુસરવામાં આવતી ટેકનિકો
નર્સરીની તૈયારી
- 12 દિવસમાં સારા રોપા મેળવવા માટે યોગ્ય સિંચાઈ અને ડ્રેનેજ સવલતો ધરાવતી જગ્યાની જરૂર પડે છે
- 100 ચોરસ ફુટનો નર્સરી વિસ્તાર તૈયાર કરવામાં આવે છે. એક હેક્ટરના પાકમાં ધરુ રોપવા માત્ર આટલી (2.5 ટકા) જગ્યા જોઇએ
- એક હેક્ટર માટે પૂરતા રોપા ઉછેરવા 200 ફુટ લાંબી અને 1 મીટર પહોળી 300 ગેજની પોલીથીન શીટ જોઇએ.
- બીજ રોપવા માટે 1 મીટર લાંબી, 0.5 મીટર પહોળી અને 4 સેમી ઊંચી ફ્રેઇમ જોઇએ
- ફ્રેઇમમાં પ્રેસ મડ કે અન્ય કમ્પોસ્ટ નાંખવામાં આવે છે.
- એક હેક્ટરમાં વાવવા માટે એઝોસ્પિરિલમ અને ફોસ્ફોબેક્ટેરીયમથી ટ્રીટ કરેલા 5 કિલો ફણગાવેલા બીજની જરૂર પડે છે. તેઓ કમ્પાર્ટમેન્ટ દીઠ 45 ગ્રામના દરે વાવવામાં આવે છે અને બીજને ચાળેલા પ્રેસ મડથી સહેજ ઢાંકવામાં આવે છે.
- પાંચમા દિવસ સુધી દિવસમાં બેવાર સ્પ્રિંકલિંગ કેનથી પાણી છાંટવામાં આવે છે.
- આઠમા દિવસે 30 લિટર પાણીમાં 150 ગ્રામ 0.5 ટકા યુરીયા સ્પ્રે કરવામાં આવે છે.
- 12 દિવસના રોપા તેમના મૂળ અને બીજ કોથળીઓ સાથે હજુ માટીના ઢેફામાં રાખેલા છે તેમને રોપવા માટે મુખ્ય ફીલ્ડમાં લઈ જવામાં આવે છે.
રોપણ
પહેલું રોપણ
- ખેતરના એક ખૂણામાં આઠ ટકા જેટલો વિસ્તાર 12 દિવસના રોપા રોપવા માટે તૈયાર કરવામાં આવે છે. પાછળથી એક હેક્ટર જમીનમાં રોપવા માટે આટલા રોપ પૂરતા હોય છે.
- આ નાનકડા હિસ્સામાં ઢગલીઓ વચ્ચે 15 ચોરસ સેમીની જગ્યા છોડીને એક ઢગલી દીઠ 4થી 5 ધરુ રોપવામાં આવે છે
- 15મા દિવસે 0.5 ટકા યુરીયા છાંટવામાં આવે છે
- 28 દિવસ સુધીમાં ડાંગરના રોપા સારી રીતે ઉગશે, 25 સેની ઊંચાઈ સાથે સારી મૂળ વૃદ્ધિ સાથે.
બીજું રોપણ
- 30મા દિવસે રોપા કાળજીપૂર્વક આ પહેલી ઢગલીઓમાંથી દૂર કરવામાં આવે છે અને તેમને અલગ પાડીને સમગ્ર મુખ્ય ખેતરમાં રોપવામાં આવે છે, દરેક છોડ વચ્ચે 20 બાય 20 સેમીની જગ્યા રાખવામાં આવે છે.
- આ કાર્ય એક દિવસમાં પ્રતિ હેક્ટર 15 મજુરો દ્વારા કરાવી શકાય.
બેવડા આરોપણના ફાયદા
- રોપા સારી રીતે ઉગે છે અને એકપણ રોપો મરતો નથી
- રોપા સારી રીતે ઉગતા હોવાથી નિંદામણનો બહુ થોડો પ્રશ્ન સર્જાય છે અથવા સર્જાતો જ નથી
- રોપા ઊંચા હોવાથી પહેલા દિવસથી જ તેઓ સ્થિર પાણીને સહન કરવા સક્ષમ હોય છે, તેથી પાણીમાં નિંદામણ પર અંકુશ રહે છે.
- એકલ રોપાને અલગ પાડવો વધુ સહેલુ છે
- પાકની સ્થાપના વધારે ઝડપથી થાય છે અને દસમા દિવસથી કોનોવીડરને કામે લગાડી શકાય છે.
- આ ટેકનોલોજીમાં કોઈ ખાસ તાલીમ કે પ્રયાસની જરૂર નથી, કેમ કે ખેડુતો સામાન્યપણે ડાંગરના વાવેતરમાં જેવી તૈયારી કરે છે તેવી તમામ તૈયારીઓ આમાં પણ કરવાની હોય છે.
નિંદામણ સંચાલન
આ બીજા રોપણના દસમા દિવસે કોનો વીડર છોડવાની હારોમાં બંને બાજુ 3થી 4 વારઆ બીજા રોપણના દસમા દિવસે કોનો વીડર છોડવાની હારોની સાથેસાથે અને હારોમાં બંને બાજુ 3થી 4 વાર ફેરવવામાં આવે છે. આવું એક નિંદામણ પૂરતું હોવાથી પ્રતિ હેક્ટરે 10 શ્રમ દિવસો બચે છે.
સિંચાઈ
સિંચાઈ કરો, જેથી જમીન સૂકી થાય ત્યારે માત્ર એકવાર જમીનને પાણી મળે. જમીન ભેજવાળી થાય, પરંતુ સંતૃપ્ત ના થાય. આનાથી સિંચાઈના પાણીની જરૂરિયાત લગભગ 500 મિલિમીટર જેટલી ઘટે છે.
ખાતરનો ઉપયોગ
- પાયાના ડોઝ તરીકે સૌ પ્રથમ ફોસ્ફરસ અને પોટાશ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે
- કોનો વીડિંગના 15મા દિવસ પછી 30 કિલો યુરીયા વાપરવામાં આવે છે
- ફરી 30મા દિવસે પ્રતિ હેક્ટર 30 કિલો વાપરવામાં આવે છે
- 45મા દિવસે 30 કિલો પોટાશ સાથે પ્રતિ હેક્ટર 30 કિલો યુરીયા વાપરવામાં આવે છે.
નોંધ : આ માહિતી નિયુક્ત કૃષિ વિસ્તરણ કર્મચારી રાજેશ કુમાર અને સૌરવ નાયકે કદીરમંગલમ ગામથી પૂરી પાડી હતી. તેમણે પરીક્ષણોથી પુરવાર કર્યું હતું કે ચોખા વૃદ્ધિની આ મોડીફાઇડ વ્યવસ્થા ગામમાં બીએસસી સ્નાતક એસ. ગોપાલે વિકસાવી અને અજમાવી અને તે તમિળનાડુના કાવેરી મુખત્રિકોણ પ્રદેશ માટે સારી રીતે અનુકૂળ છે.