પ્રોત્સાહિત ઇનામી યોજના તેમજ ગૌરક્ષા પ્રોત્સાહન યોજના
ગૌશાળા/પાંજરાપોળ માટે પ્રોત્સાહિત ઇનામ યોજના:
લાભાર્થીની પાત્રતા :
- પબ્લિક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા અને પાંજરાપોળ
હેતુઓ
- ગૌવંશના પશુઓ ઘરાવતી સંસ્થાઓ વચ્ચે તંદુરસ્ત હરિફાઇ થાય.
- સંસ્થાઓ ખાતે પશુઓ માટેની વ્યવસ્થા સુદઢ થાય.
- સંસ્થાઓ ખાતે પશુઓની સાર સંભાળ સુવ્યવસ્થિત રીતે થાય.
અમલીકરણ
- અરજદાર સંસ્થાએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
- બોર્ડ દ્વારા પસંદગી કમીટીની રચના કરવામાં આવશે.
- પસંદગી કમિટીની ભલામણના આઘારે ગૌશાળા અને પાંજરાપોળનો વિજેતાક્રમ નક્કી કરાશે.
- વિજેતા સંસ્થાઓને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.
- દર ત્રણ વર્ષે એક વખત ઇનામો આપવામાં આવે છે.
સહાયનું ધોરણ: રોકડ પુરસ્કારની રકમ રૂ.
અ.નં.
|
વિજેતા ક્રમાંક
|
ગૌશાળા
|
પાંજરાપોળ
|
૧
|
પ્રથમ
|
રૂ. ૧,૫૦,૦૦૦/-
|
રૂ. ૧,૫૦,૦૦૦/-
|
૨
|
દ્રિતીય
|
રૂ. ૧,૦૦,૦૦૦/-
|
રૂ. ૧,૦૦,૦૦૦/-
|
૩
|
તૃતીય
|
રૂ. ૫૦,૦૦૦/-
|
રૂ. ૫૦,૦૦૦/-
|
ગૌરક્ષક પ્રોત્સાહન યોજના :
લાભાર્થીની પાત્રતા
હેતુ:
- કતલખાને જતા ગૌવંશના પશુઓને બચાવવા
અમલીકરણ
- અરજદાર ગૌરક્ષકે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
- કતલખાને જતાં ગૌવંશના પશુઓને રોકવા.
- પોલીસકેસ કરવો.
- પોલીસને બાતમી આપવી.
- ઉપરોક્ત કામગીરી સાથે સંકળાયેલ, શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ ગૌરક્ષકોને ઇનામ માટે જાહેર કરવામાં આવશે.
- દર ત્રણ વર્ષે એક વખત ઇનામો આપવામાં આવે છે.
- ગૌરક્ષકનો બાયોડેટા તથા કામગીરીને ધ્યાને લઇ મરણોત્તર એવોર્ડ પણ આપી શકાશે.
સહાયનું ધોરણ
- ૩ (ત્રણ) ગૌરક્ષકોને પ્રત્યેકને રૂ. ૫૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર.
સ્ત્રોત:
ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.