অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગૌચર સુધારણા યોજના

લાભાર્થીની પાત્રતા

  • ગ્રામ પંચાયત
  • ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા
  • પાંજરાપોળ

હેતુ

  • રાજ્યમાં પશુઓને મળવાપાત્ર ઘાસચારાની ઘટ પૂરી કરી, ઘાસચારાનો પ્રશ્ન હલ કરવાનું સરકારશ્રીનું આયોજન.
  • રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ બિન ઉત્પાદક ગૌચરોની જમીન નવસાધ્ય કરી ઘાસચારા ઉત્પાદન પ્રવૃત્તિને વેગ મળશે.
  • ગામના પશુપાલકોને વિના મુલ્યે/સસ્તા ભાવે પશુઓને ખવડાવવા પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહેશે.
  • ગામના દૂધાળાં પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો થશે.
  • પશુપાલકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે.

અમલીકરણ

  • અરજદાર સંસ્થાએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
  • અરજદાર સંસ્થાએ નીચે મુજબ કામગીરી કરવાની રહેશે.
  • ગૌચર જમીનમાંથી બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવાના રહેશે.
  • જમીન સમતલ કરવાની રહેશે.
  • ખેડ કરવી,બિયારણ નું વાવેતર કરવાનું રહેશે.
  • સિમેન્ટની થાંભલી સાથે તારની વાડ કરવાની રહેશે.

સહાયનું ધોરણ

  • પ્રતિ હેક્ટર ૧.૦૦ લાખ રૂપિયા ની મર્યાદામાં વધુમાં વધુ ૨૦ હેક્ટર ગૌચર સુધારણા માટે વધુમાં વધુ રૂ! ૨૦.૦૦ લાખ સહાયની મર્યાદા.
  • ખાસ કિસ્સામાં ૪૦ હેક્ટર સુધી ગૌચર સુધારણા માટે વધુમાં વધુ રૂ! ૪૦.૦૦ લાખ સુધી સહાય આપી શકાશે.
સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate