પ્રાણીઓનાં મળમૂત્ર એકઠાં કરી પ્રાણવાયુની ગેરહાજરી અને જીવાણુઓની હાજરીમાં તેમાં આથો ગુણવતા ધરાવતો મીથેન વાયુ લગભગ ૬૦% જેટલો છે અને ૪૦% જેટલો નિષ્ક્રિય કાર્બન ડાયોકસાઈડ વાયુ હોય છે. થોડા ઘણા અંશે નાઈટ્રોજન, સલ્ફાઈડ જેવા વાયુઓનો પણ ગોબરગેસમાં સમાવેશ થાય છે. પશુઓનું છાણ ગોબરગેસના ઉત્પાદન માટે આદર્શ કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે માનવ મળમૂત્ર, ડુકકરનું છાણ અને મરઘાં ઉછેર કેન્દ્રમાંથી મળતા ચરક ઈત્યાદિ પૂરક વસ્તુઓ તરીકે ઉપયોગમાં લેવાય છે. સેન્દ્રિય કચરો, જળકુંભી, મકાઈના સાંઠા, કેળનાં પાન, જંગલી ઘાસ, ખેત કચરો અને પાણીમાં થતી લીલ, શેવાળ વગેરે પણ ગોબરગેસ ઉત્પાદનના કાચા માલ તરીકે ઉપયોગી છે. પશુઓનું છાણ, જળકુંભી અને લીલનું સપ્રમાણ મિશ્રણ ૭૦% જેટલો મિથેન વાયુ ઉત્પન્ન કરે છે. એક એકર જળકુંભી પ્રતિદિન ૧૧૦૦ ઘનફૂટ અથવા ૩૦ ઘનમીટર જેટલો ગેસ ઉત્પન્ન કરે છે. જે એક સાફ અને સસ્તો બળતણ ગેસ છે. આમાં છાણના ખાતર તરીકેના ગુણો સહેજ પણ ઓછા થતા નથી, બલ્કે વધે છે. આમ છાણ અને ખાતર બન્ને હેતુ પાર પડે છે.
ગોબરગેસના ઉપયોગથી લાકડા એકત્રિત કરવાની મજૂરી, તેમનો ચોમાસામાં સંગ્રહ, ધુમાડો વગેરે તકલીફો દૂર થાય છે અને પ્રદૂષણ અટકે છે. આપણાં દેશમાં અંદાજે પાંચ લાખ કરતાં વધુ ગોબરગેસ પ્લાન્ટ વપરાશમાં છે.
ગોબરગેસ પ્લાન્ટના જુદા જુદા ભાગો નીચે મુજબ છે
સંસ્થાકીય ગોબરગેસ પ્લાન્ટ યોજના હેઠળ સામાન્ય રીતે ૧પ ઘ.મી. થી ૮પ ઘ.મી. પ્રતિ દિન ક્ષમતાના ગોબરગેસ પ્લાન્ટ બનાવવામાં આવે છે. એક ઘ.મી. ગોબરગેસ મેળવવા માટે રોજ રપ કિલો છાણ જોઈએ અને એક ઢોર પ્રતિ દિન આશરે ૮ થી ૧૦ કિલો છાણ આપે છે. આ માટે આશ્રમ શાળાઓ, ટ્રસ્ટો વગેરેમાં આ પ્રકારના પ્લાન્ટ ખુબ ઉપયોગી થાય છે. તેના વડે સંસ્થાઓની વિજ જરૂરિયાત પણ સંતોષી શકાય .
કુટુંબે કુટુંબે ગોબરગેસ પ્લાન્ટ બેસાડવા શકય ન હોય ત્યાં સામુહિક ગોબરગેસ પ્લાન્ટ બેસાડી શકાય ઓછામાં ઓછા રપ કુટુંબો ભેગા થાય તો આ પ્લાન્ટ શરૂ કરી શકાય આ યોજના હેઠળ ૩પ ઘ.મી. પ્રતિ દિન અને તેથી વધુ ક્ષમતાના ગોબરગેસ પ્લાન્ટ બનાવવામાં આવે છે. પ્લાન્ટના સંચાલન સારસંભાળ અને નિભાવની જવાબદારી ગ્રામપંચાયત અથવા ગોબરગેસ સહકારી મંડળીની અથવા તો સબંધીત લાભાર્થીઓની હોય છે.
સૈા પ્રથમ છાણ (ગોબર) અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે અને તે મિશ્રણ કે જેને રબડી (સ્લરી) કહેવામાં આવે છે તેને પૂરક કૂંડી મારફત પાચન કૂવામાં દાખલ કરવામાં આવે છે. પાચન કૂવમાં હવા (ઓકસીજન) ન હોવાથી રબડીનું આથવણ થાય છે અને ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ ઢાંકણ અથવા ગેસ હોલ્ડરમાં એકઠો થાય છે. પાચન થયેલ રબડી પાઈપ લાઈન દ્રારા તેમજ નિકાલ કૂંડી દ્રારા પાચન કૂવામાંથી બહાર નીકળે છે. ગોબરગેસને ટાંકીમાંથી ગેસ પાઈપ લાઈન દ્રારા સૂચિત ઉપયોગ માટે રસોડું, એન્જિન વગેરેમાં લઈ જવાય છે.
કોઈપણ પ્રકારના ગોબરગેસ પ્લાન્ટ ગોઠવવામાં આવ્યો હોય તો પણ વપરાશના સ્થળે યોગ્ય ગોબરગેસના વહન માટે જરૂરી પાઈપલાઈન બિછાવવી પડે છે અને તેને અનુરૂપ યોગ્ય પ્રકારના બર્નર પણ મૂકવા પડે છે. જેથી ગોબરગેસ દ્રારા મહતમ ગરમી મળી શકે છે. તે જ પ્રમાણે વપરાયેલ ડાયજેસ્ટ/બહાર કાઢેલી સ્લરીના યોગ્ય ઉપયોગ માટે તે ભેગી કરવા બે કે તેથી વધુ ખોદવાની વ્યવસ્થા કરવાની રહે છે.
ગોબરગેસ પ્લાન્ટ બેસાડવા માટે નીચે જણાવેલી કેટલીક આવશ્યકતાઓ ધ્યાન આપવી જરૂરી છે. ગામ અથવા સંસ્થામાં પૂરતા પ્રમાણમાં પશુઓ હોવા જોઈએ. પશુઓ એકસ્થળે બાંધ્યા હોય તો વધુ સારૂં. ગોબરગેસ પ્લાન્ટના બાંધકામ માટે અને ડાયજેસ્ટેડ સ્લરીના નિકાલ માટે ખાડા કરી શકાય તેટલી પૂરતી જમીન (ર૦ મીટર × ર૦ મીટર) હોવી જોઈએ. આ જમીન ગ્રામપંચાયત / સંસ્થાની અને કોઈપણ પ્રકારના વિવાદ / ઝગડા વગરની તેમ જ જયાં ગેસનો ઉપયોગ કરવાનો છે તે સ્થળોની નજીક હોવી જોઈએ. સામાન્ય રીતે ગોબરગેસ ના વપરાશના સ્થળની પ્લાન્ટની જગ્યા ૭૦ થી ૮૦ મીટર જેટલા અંતરે હોય તો ગેસનું દબાણ વપરાશની જગ્યાએ પૂરતું રાખી શકાશે. તાજાં છાણની સાથે ભેળવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળવું જોઈએ.
આખો દિવસ પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી ખુલ્લી જગ્યામાં ગોબરગેસ પ્લાન્ટ હોવો જોઈએ. ભૂગર્ભમાં પાણીની સપાટી બારેમાસ જમીનની સપાટીથી ઓછામાં ઓછી પ મીટર ઉંડાઈએ હોવી જોઈએ. વપરાયેલી સ્લરીને સૂકવવા / ગળતિયું ખાતર બનાવવા માટે પ્લાન્ટની નજીકમાં સળંગ ખાડાઓ ખોદી શકાય તે માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. સ્લરીનું ગળતર કૂવામાં થવાની શકયતા હોવાથી ગોબરગેસ પ્લાન્ટ, કૂવાથી ૧.પ મીટરના અંતરમાં ન હોવો જોઈએ. ડાયજેસ્ટની અંદર દાખલ કરવાની / બહાર કાઢવાની જગ્યા ગળતિયું ખાતર બનાવવા, સ્લરીને સૂકવવા માટેના ખાડા વગેરેમાં અકસ્માતે ત્યાં ફરતાં પશુઓ તેનાં બચ્ચા કે બાળકો વગેરે કોઈ પડી ન જાય તે માટે પ્લાન્ટના આ વિસ્તારને અલગ વાડ કરેલી હોવી જોઈએ. ગોબરગેસ પ્લાન્ટની સૂચિત જગ્યાથી ૧પ મીટર સુધીના અંતરમાં પીવાના પાણીનો કોઈ કૂવો કે હેન્ડ પંપ ન હોવા જોઈએ.
ગોબરગેસ પ્લાન્ટની ક્ષમતા |
જરૂરી ઢોરની સંખ્યા |
છાણની/જરૂરિયાત કિ.ગ્રા./દિન |
કેટલી વ્યકિતઓની રસોઈ થાય |
ર ઘનમીટર |
૩ – ૪ |
૩૦ – ૪પ |
પ – ૮ |
૩ ઘનમીટર |
૪ – પ |
૪પ – પ૦ |
૮ – ૧ર |
૬ ઘનમીટર |
૭ – ૧૦ |
૮૦ – ૧૦૦ |
૧૬ – ર૦ |
૧૦ ઘનમીટર |
૧૬ – ર૦ |
૧૬૦ – ર૦૦ |
ર૬ – ૩ર |
રપ ઘનમીટર |
૬ર – ૭૦ |
૮૦૦ – ૯૦૦ |
૧ર થી ૧પ કુટુંબ |
૩પ ઘનમીટર |
૮પ – ૯પ |
૩૦ – ૪પ |
૧૦૦–૧પ૦ ૧૭થી ર૦ કુટુંબ |
૪પ ઘનમીટર |
૧૧પ – ૧રપ |
|
રર થી રપ કુટુંબ |
૬૦ ઘનમીટર |
૧૪૦ – ૧પ૦ |
૧૪૦૦ – ૧પ૦૦ |
૧પ૦ – ૧૬૦ |
૮પ ઘનમીટર |
ર૧પ – ર૪૦ |
|
૪૦ થી ૪ર કુટુંબ |
છાણ અને ગોબરને ગેસ પ્લાન્ટમાંથી પસાર કરતાં બળતણ માટે ગેસ અને જમીન માટે ખાતર ઉપલબ્ધ થાય છે. જયારે બીજી બાજુ જો એને ગોબરગેસ પ્લાન્ટમાંથી પસાર ન કરીએ તો એક જ વસ્તુ મળે છે – છાણાં. છાણાંની દહન ક્ષમતા ૧૧% છે. ગેસની દહન ક્ષમતા ૬૦ % છે. એક ભેંસ રોજનું ૧પ કિ. ગ્રા. છાણ આપે છે. ગાય ૧૦ કિ. ગ્રા. અને વાછરડું પ કિ.ગ્રા. છાણ આપે છે. એક કિ.ગ્રા. છાણમાંથી ૦.૦૩૭ ઘ.મી. (૧.૩ ઘનફૂટ) ગેસ મળે છે. એક વ્યકિતના મળમૂત્રના ઉપયોગથી ૦.૦ર૮ ઘ.મી. ( ૧ ઘનફૂટ) ગેસ મળે છે.
ગોબરગેસ પ્લાન્ટ ગોઠવાઈ જાય અને વપરાશમાં લેવાનું શરૂ થાય ત્યારે ડાયજેસ્ટમાં સૈા પ્રથમ છાણની સ્લરી એટલે કે છાણને પાણીમાં ભેળવી ભરી દેવી જોઈએ. પ્લાન્ટમાં પુરાણ કરતી વખતે નીચેના મુદાઓ ધ્યાનમાં લેવા જોઈએ.
એક વખત ડાયજેસ્ટમાંની સ્લરીનો આથો આવી જાય પછી ગોબરગેસ નિયમિત રીતે ઉત્પન્ન કરી શકાય છે. આ તબકકે જ ઉત્પન્ન થયેલ ગેસના ઉપયોગ સહિત ગોબરગેસ પ્લાન્ટની રોજિંદી કામગીરી શરૂ થઈ શકે છે.
બાયોગેસ પ્લાન્ટની ક્ષમતા મુજબ તેની અંદાજીત કિંમત,સબસીડી/ નાણાંકીય સહાય અને ગેસ પાઈપલાઈનની જરૂરિયાત દર્શાવતો કોઠો
ક્રમ |
પ્લાન્ટની ક્ષમતા |
અંદાજીત કિંમત (રૂા.) |
સબસીડી |
પાઈપની લંબાઈ |
૧ |
૧પ ઘ.મી. |
ર,પ૦,૦૦૦ |
૭પ % |
૪રપ મી. |
ર |
રપ ઘ.મી. |
૩,પ૦,૦૦૦ |
૭પ % |
૭રપ મી. |
૩ |
૩પ ઘ.મી. |
૪,ર૦,૦૦૦ |
૭પ % |
૧૦રપ મી. |
૪ |
૪પ ઘ.મી. |
પ,૧પ,૦૦૦ |
૭પ % |
૧૧રપ મી. |
પ |
૬૦ ઘ.મી. |
૬,૩પ,૦૦૦ |
૭પ % |
૧પ૦૦ મી. |
૬ |
૮પ ઘ.મી. |
૮,રપ,૦૦૦ |
૭પ % |
ર૦રપ મી. |
ગેસ સપ્લાઈ પાઈપ નાખવાનો ખર્ચ સમાવેશિત છે પણ ગેસની સગડીઓ અથવા તો વીજ ઉત્પાદન માટેના ડિઝલ જનરેટર સેટની કિંમત સામેલ નથી.
લેખક : શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ
સ્ત્રોત: કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020