Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો

Accessibility options

રંગ વિપરિત
ટેક્સ્ટ સાઇઝ
સામગ્રીને હાઇલાઇટ કરો
ઝૂમ કરો
india_flag

ભારત સરકાર



MeitY LogoVikaspedia
gu
gu

રાષ્ટ્રીય કૃષિ બજાર: એક રચનાત્મક પહેલ

Open

યોગદાનકર્તા  : Mayur Raj20/05/2020

વિકાસ AI સાથે તમારા વાંચનને સશક્ત બનાવો 

લાંબું વાંચન છોડો. વિકાસ AI દ્વારા સંચાલિત સંક્ષિપ્ત સારાંશ માટે 'સામગ્રીનો સારાંશ' પર ક્લિક કરો.

રાષ્ટ્રીય કૃષિ બજારનો ખ્યાલ ખેડૂતો માટે એક નવી આશાના કિરણ સમાન છે જેમાં દેશના તમામ સ્થાનિક માર્કેટ યાર્ડોને એક સબળ રાષ્ટ્રીય કક્ષાના નેટવર્ક સાથે જોડવાની વાત છે. ખેડૂતોને આ નવી વ્યવસ્થાથી ચોક્કસ લાભ થનાર છે પરંતુ તેના સુચારૂ અમલ આડે ઘણા અંતરાયો છે જે પાર કરવા માટે સરકારને દ્રઢ ઈચ્છાશક્તિ, નાણાં અને સમયની જરૂર પડશે. આ રાષ્ટ્રીય કૃષિ બજાર વ્યવસ્થા શું છે તે અંગેની વિગત આ લેખમાં દર્શાવેલ છે

રાષ્ટ્રીય કૃષિ બજાર શું છે

કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવા ને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું તે રોકવા માટે આપણે એપીએમસી એટલે કે નિયંત્રિત માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી. ફરી ૨૦૦૩ના વર્ષમાં તેમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા જેમકે, ખાનગી બજારોને પરવાનગી આપવી, ડાયરેકટર માર્કેટિંગને મંજૂરી આપવી, કોન્ટ્રાકટ ફાર્મિંગ, સિંગલ લાયસન્સ વગેરે. સમય સંજોગો બદલાય તેમ બજાર વ્યવસ્થામાં પણ ફેરફાર કરવાની જરૂર રહે છે. ચાલુ વર્ષ એટલે કે એપ્રિલ-૨૦૧૬ થી રાષ્ટ્રીય કૃષિ બજારનો ખ્યાલ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ હાલ ૨૩ કોમોડિટી માટે ૮ રાજ્યોના કુલ ૨૧ માર્કેટ યાર્ડ (તેલંગણા-પ ઉત્તરપ્રદેશ-૫, રાષ્ટ્રીય ધોરણે અમારાષ્ટ્રીય કૃષિ સાલું વર્ષ એટલે ગુજરાત-૩, હરિયાણા-૨, હિમાચલ પ્રદેશ-૨, ઝારખંડ-૨, મધ્ય પ્રદેશ૧ અને રાજસ્થાન-૧)નો સમાવેશ કરેલ છે અને તબક્કાવાર બીજા માર્કેટ યાર્ડોને પણ જોડવામાં આવશે અને માર્ચ ૨૦૧૮ સુધીમાં દેશના તમામ ૫૮૫ માર્કેટયાર્ડોને જોડી દે ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધશે, વેપારીઓ સિન્ડીકેટ થવાની શક્યતા નહી રહે પરિણામે ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકશે તદ ઉપરાંત વિવિધ સેવાઓ જેવી કે બેકિંગ, ધિરાણ, વિમો, ગોદામ, નવા માર્ગનું નિર્માણ વગેરેનું અસરકારક પણ થઈ શકશે. આ રાષ્ટ્રીય કૃષિ બજાર ગ્રાહક/ઉપભોક્તા વર્ગને ઓછી કિંમતે ભાવામાં આવશે. રાષ્ટ્રીય કૃષિ બજારમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ભાવ નક્કી કરવા માટે ઈ-ઓકશનની સુવિધા કરવામાં આવી છે. જેના કારણે બહોળા પ્રમાણમાં વેપારીઓ ઈલેકટ્રોનિક માધ્યમથી બીડ કરી શકશે,

વધુ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો અને પસંદગીની વધુ તકો પુરી પાડશે.

રાષ્ટ્રીય કૃષિ બજારના ફાયદાઓ :

  1. ખેડૂતાને: ખેત ઉત્પાદનના ઉત્તમ ભાવ, નવા માર્કેટ સુધી પહોંચે, બજારભાવની જાણકારી, વેરહાઉસ/ગોડાઉનથી પાકનું સીધુ વેચાણ.
  2. ગ્રાહક/ઉપભોગતાને : ઓછી કિંમતે વધુ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો, પસંદગીનો વધુ અવકાશ.
  3. વેપારીઓને વ્યવસાયનું વિસ્તૃતીકરણ, તમામ રાજ્યો માટે એક જ લાયસન્સ, સિંગલ લેવી.
  4. રાજ્ય/માર્કેટયાર્ડને વધુ રોજગારી, પ્રાદેશિક સહકાર, ટેકનોલોજી આધારિત કાર્યક્ષમતાનો વિકાસ.

સ્થાનિક કૃષિ બજાર સાથે રાષ્ટ્રીય કૃષિ બજારના વિવિધ ઘટકો ની સરખામણી

ક્રમ

ઘટક

સ્થાનિક કૃષિ બજાર

રાષ્ટ્રીય કૃષિ બજાર

કાર્યફલક

નાનું

વિશાળ

વેપારીઓની સંખ્યા

ઓછુ

વધુ

ભાવ નિર્ધારણ

ભોતિક

ઇલેક્ટ્રોનિક

પારદર્શિતા

ઓછી

વધુ

કાર્યક્ષમતા

ઓછી

વધુ

બજાર માહિતી

અભાવ

રીયલ ટાઇમ

બજાર વ્યવસ્થા

તૂટક

સંકલિત

જોખમ

માફસર

ઓછુ

ભાવ સંકેત

નબળા

મજબુત

૧૦

કાયદાકીય માળખું

નિયંત્રિત

એકસુત્રતા

૧૧

કાર્યો

પ્રાથમિક કક્ષા

દ્રિતીય અને તૃતીય કક્ષા

રાષ્ટ્રીય કૃષિ બજારનું તબક્કાવાર અમલીકરણ

ક્રમ

ઘટક

પ્રથમ તબક્કો

દ્વિતીય તબક્કો

તૃતીય તબક્કો

વહીવટીય

 

કાયદાકીય સુધારાઓ(સિગલ યુનિફાઈડ લાયસન્સ)

ભૂમિકા

 

સંપૂર્ણ સુધારાઓ

સુવિધા પુરી પાડનાર સહાયકની

માળખાકીય

 

હાર્ડવેર, સોફટવેર

માર્કેટયાર્ડોનું નવિનીકરણ

ભૌતિક ડીલિવરી કલેકશન સેન્ટર સુવિધા

ગ્રેડ ગુણવત્તા

પસંદ કરેલ કોમોડિટી

પસંદ કરેલ કોમોડિટી

તમામ કોમોડિટી

કાર્યો

ઈલેકટ્રોનિક ભાવ નિર્ધારણ

બેંક સેટલમેન્ટ

માર્કેટ ઈન્ટેલિજન્સ, વેપાર પ્રોત્સાહન

 

ખેડૂતોની ભાગીદારી

વ્યક્તિગતગૃપ

ગૃપ એફપીઓ

પ્રોડ્યુસર કંપની

કૌશલ્ય વિકાસ

સામૂહિક જાગૃતિ

ખાસ

વૈશ્વિક

સંસ્થાકીય

રાષ્ટ્રિય કક્ષાની એજન્સીની

તાલીમ, સંશોધન

અને વિદેશ વ્યાપાર

8

વ્યાપાર પ્રોત્સાહન

NAM પોર્ટલ

ઉત્પાદનો

બ્રાન્ડિંગ

નાણા/વિમો

ડાયરેકટ પેમેન્ટ

પેમેન્ટ અને ક્રેડીટ

સંપૂર્ણ વિમા કવચ

૧૦

સંશોધન/વિસ્તરણ

માહિતી પ્રસાર

સલાહકાર

સંસાધનોની ભૌતિક ડીલિવરી

૧૧

લક્ષ

પ્રાદેશિક

રાષ્ટ્રીય

વૈશ્વિક

૧૨

પર્યાવરણ

કાપણી પછીનું વ્યવસ્થાપન

સેનેટરી અને ફાઈટોસેનેટરી

ઝીરો કાર્બન ફૂટ પ્રિન્ટ

સ્ત્રોત : જુલાઈ-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૩૧, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

સંબંધિત લેખો
ખેતીવાડી
સેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો

સેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો વિશેની માહિતી આપવામાં આવી છે

ખેતીવાડી
સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના મુખ્ય ઘટકો વિષે જાણો

સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના મુખ્ય ઘટકો વિષે જાણો

ખેતીવાડી
પ્રશ્નોતરી કૃષિ ઈજનેરી વિભાગ

પ્રશ્નોતરી કૃષિ ઈજનેરી વિભાગવિશેની માહિતી

ખેતીવાડી
ઘાસચારા

ઘાસચારા

ખેતીવાડી
તેલીબિયા પાકોમાં મૂલ્યવર્ધન

તેલીબિયા પાકોમાં મૂલ્યવર્ધન

ખેતીવાડી
ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ - ૨૦૧૫

આ વિભાગમાં ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ -૨૦૧૫ વિશેની માહિતી આપેલ છે

રાષ્ટ્રીય કૃષિ બજાર: એક રચનાત્મક પહેલ

યોગદાનકર્તા : Mayur Raj20/05/2020


વિકાસ AI સાથે તમારા વાંચનને સશક્ત બનાવો 

લાંબું વાંચન છોડો. વિકાસ AI દ્વારા સંચાલિત સંક્ષિપ્ત સારાંશ માટે 'સામગ્રીનો સારાંશ' પર ક્લિક કરો.



સંબંધિત લેખો
ખેતીવાડી
સેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો

સેન્દ્રિય ખેતીની પ્રાથમિક અને પાયાની બાબતો વિશેની માહિતી આપવામાં આવી છે

ખેતીવાડી
સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના મુખ્ય ઘટકો વિષે જાણો

સંકલિત જીવાત વ્યવસ્થાપન પદ્ધતિના મુખ્ય ઘટકો વિષે જાણો

ખેતીવાડી
પ્રશ્નોતરી કૃષિ ઈજનેરી વિભાગ

પ્રશ્નોતરી કૃષિ ઈજનેરી વિભાગવિશેની માહિતી

ખેતીવાડી
ઘાસચારા

ઘાસચારા

ખેતીવાડી
તેલીબિયા પાકોમાં મૂલ્યવર્ધન

તેલીબિયા પાકોમાં મૂલ્યવર્ધન

ખેતીવાડી
ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ - ૨૦૧૫

આ વિભાગમાં ગુજરાત સેન્દ્રિય ખેતી નીતિ -૨૦૧૫ વિશેની માહિતી આપેલ છે

ચાલો કનેક્ટ કરીએ
Facebook
Instagram
LinkedIn
Twitter
WhatsApp
YouTube
ડાઉનલોડ કરો
AppStore
PlayStore

MeitY
C-DAC
Digital India

Phone Icon

+91-7382053730

Email Icon

vikaspedia[at]cdac[dot]in

Copyright © C-DAC
vikasAi