હું ૧૫ વર્ષથી ૪પ વિઘા જમીનમાં વિવિધ ઓપષધીય અને સુગંધિત પાકોની ખેતી કરી રહ્યો છું.જે નીચે મુજબ છે
ઉપરોક્ત પાકોની ખેતી તથા તેની વેચાણ વ્યવસ્થામાં ખેડૂતોને પારદર્શક સહકાર વાવેતર, માહિતી, મશીનરી, માર્ગદર્શન તથા જરૂર પડે તો મારા ફાર્મની મુલાકાત લઈ શકે છે. હવે ઔષધીયની ખેતીમાં ઘણી જ સરળતા છે.
ગુજરાતમાં ઔષધીય અને સુગંધિત પાકોની ખેતીની તકો ખૂબ ઉજ્જવળ છે, તેમજ હાલના બજારમાં સ્થાનિક/પરદેશની લેવાલી ખરીદીની ખૂબ જ તક છે. આ ખેતીમાં ઉત્પાદિત પાકમાં કિલોનો બજાર ભાવ છે તથા જંતુનાશક દવાની જરૂરિયાત નહિવત છે, તેમજ જાનવરનો ત્રાસ નુકશાનકર્તા નથી. આથી આ ખેતી લાભદાયક છે. જંગલોમાંથી આજ સુધી ઔષધિ ઉદ્યોગોને પુરી પડાતી હતી પણ, હાલમાં જંગલમાં ઔષધિનું નિકંદન થતા સરકારશ્રી દ્વારા ખેડૂતોને આ ખેતી દ્વારા આર્થિક સહાયતાથી પ્રેરણા આપવા રાષ્ટ્રીય યોજના અમલમાં મુકી છે. અમુક ઔષધિ લાંબાગાળાની, અમુક ત્રણ માસે ઉત્પાદન તથા અમુક અનેક વર્ષો સુધી ઉત્પાદન આપે છે.
મારા ફાર્મમાં મે આ પાકોની ખેતીની શરૂઆત કર્યા પછી ઘણું જ વસાવેલ છે. ફાર્મ માટે જરૂરિયાત મુજબ ગોડાઉન, મશીનરી, શેડ, ડિસ્ટીલેશન યુનિટ, મજૂરને રહેવાની ઓરડી, મેનેજર કવાર્ટર, વહીવટી રૂમ, આફિસ, લેબોરેટરી તથા ઉત્પાદિત કિંમતી એશેન્સીયલ ઓઈલ સ્ટોર રૂમ, મીની ટ્રેકટર, ચાફકટર, રીપર, ખેતીના તમામ ઓજાર, ડ્રિપ તથા સ્પ્રિંકલર વોટર મેનેજમેન્ટ, પાકા રસ્તા, વિશાળ ગ્રેડિંગ પ્લેટફોર્મ, બાયોકમ્પોસ્ટ તથા વર્મિકમ્પોસ્ટ યુનિટ, ગૌશાળા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, ટર્બોપમ્પ, સબમર્શીબલ પમ્પ, ઓપનવેલ, બોરવેલ, કેનાલ, પાકો ઢાળીયો વગેરે સગવડતા ધરાવતુ ફાર્મ છે.
આ ઔષધિમાં, સુગંધિત પાકોના તેલનો ઉપયોગ, નેચરલ, શુદ્ધ હોવાથી એક ઉધયોગનો કિંમતી કાચો માલ છે જેમકે (૧) તમાકુ-ગુટકા (ર) અત્તર- પરફ્યુમ (૩) અગબત્તી (૪) દવા (પ) કોસ્મેટિક (૬) એરોમા થેરાપી (૭) ઠંડા પીણા (૮) ખાદ્યપદાર્થો, બેકરી (૯) ડીટર્જન્ટ સાબુ, વિટામિન તથા પ્રીઝર્વેટિવ (૧૦) ફલોનું તેલ છે તેની પ્રોડકશન કોસ્ટ ઘટાડવા મિક્સીંગ બ્લેન્ડમાં વપરાશ થાય છે તેમજ નેચરલ ઔષધિપ્રધના મૂળિયાં પાન, બીજ ઉપયોગી હોવાથી તેની પણ હાલમાં ખૂબ જ માંગ છે.
ખેડૂતોના તૈયાર માલને વેંચાણ માટે પણ મુંબઈ, દિલ્હી, કાનપુર, કનોજ, લખનૌ, હેદ્રાબાદ, ભોપાલ, જબલપુર, રાયપુર, નીમચ, ઉદેપુર, જોધપુર વગેરે સ્થળોએ વેપારીને રૂબરૂ, ફોન, ટપાલ કે આંગડીયાથી, સેમ્પલ મોકલીને મહેનત કરૂં છું અને ખેડૂતોને શ્રેઠ બજાર ભાવ મળે તે માટે સહકાર આપુ છું.
મારી આ સફળતામાં મને માર્ગદર્શન તથા સહકાર કૃષિ યુનિવર્સિટી, જીલ્લા પંચાયત, બાગાયત ખાતુ અને આત્મા (રાજકોટ)ની ભલામણ તથા માર્ગદર્શનથી રાજ્ય સરકારે પણ ખેતીની નોંધ લઈ મને પ્રોત્સાહિત કરેલ છે.
નામઃ શ્રી હીરપરા હરસુખભાઈ રાણાભાઈ
અભ્યાસ : બી.એસ.સી. (કેમ.) ઉ.વ. ૯૫
સરનામું : સમૃદ્ધે, બગીચા પાછળ, સ્ટેશન પ્લોટ,
ધોરાજી જી. રાજકોટ - ૩૯૦૪૧૦
પ્રોસેસિંગ યુનિટ : રાજા ફાર્મ, જૂનાગઢ રોડ, ર૧
ભાદર પેટા કેનાલ (પુર્વ) , ધોળીવાવ પાસે, ધોરાજી -૩૬૦-૪૧૦
માર્કેટિંગ : એરોમા એગ્રો ટેક, ધોરાજી - ૩૯૦૪૧૦
ઈ-મેઈલ : hrpatel842@rediffmail.com & hrpatel842@gmail.com
વેબસાઈટ : Indiamart/Aroma Agro Tech - Dhoraji
એવોર્ડ સન્માન : જુદા જુદા પાંચ એવોર્ડ મળેલ છે તથા રાજય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ૨૩ જેટલા સેમિનારમાં હાજરી આપેલ છે.
સ્ત્રોત:ડો. એચ.એલ. ધડુક, જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ, બં.અ. કૃષિ મહાવિધાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦
કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ