મીણના ફૂદાની બે જાતિઓ નોંધાયેલ છે.
(૧) મીણને નુકસાન કરતી મોટી ફૂદી (ગ્રેટર વેક્ષ મોથ) અને
(ર) મીણને નુક્સાન કરતી નાની ફૂદી (લેસર વેક્ષ માંથ).
પ્રથમ જાતિના ફૂદાં ભૂખરા-બદામી રંગના અને ૧૫ થી ૧૮ મિ.મી. જેટલા લાંબા અને ખુલ્લી પાંખો સાથે ૩૦ થી ૪૦ મિ.મી. પહોળા અને રાખોડી કે ભૂખરા રંગના હોય છે. જયારે બંને પ્રજાતિની ઈયળો ઝાંખા (મેલા) ભૂખરા રંગની અને બદામી માથાવાળી હોય છે તથા તેનું શરીર વિવિધ ખંડમાં વિભાજન થયેલ હોય છે.
૨૮ થી ૩૦°સે. તાપમાન મીણના ફંદાના ઝડપી વિકાસ તેમજ પ્રજનન માટે ખૂબ જ અનુકુળ હોય છે. આ ઈંડા પીળાશ પડતા સફેદ રંગના કે મલાઈ રંગના હોય છે. ઈંડામાંથી નિકળતી નાની ઈયળો પીળાશ પડતા સફેદ રંગની અને આશરે ૩ મિ.મી. જેટલી લાંબી હોય છે. પુર્ણ ઈયળ મેલા સફેદ રંગની, નળાકાર, શરીરે સુંવાળી અને આશરે ૨.૫ સે.મી. જેટલી લાંબી હોય છે. પુખ ઈયળ કોશેટા અવસ્થામાં પ્રવેશતાના ૨ થી ૩ દિવસ પહેલા લાકડાની ફ્રેમમાં રેશમના તારથી કોશેટો બનાવે છે. આ કોશેટો શરૂઆતની અવસ્થામાં પીળાશ પડતા સફેદ રંગનો હોય છે અને તેની છેલ્લી અવસ્થાએ ઘેરા ભુખરા રંગમાં બદલાય જાય છે. પુખ ફૂદાં ભૂખરા બદામી રંગના અને ૧૫ થી ૧૮ મિ.મી. જેટલા લાંબા હોય છે. માદા ફૂદીની લંબાઈ નર ફૂદા કરતા વધારે હોય છે.
માદા ફૂદી આશરે ૩૦૦ થી ૪૦૦ ઈંડા મધપૂડા પર તેમજ લાકડાની ફ્રેમ પર છૂટાછવાયા મૂકે છે. આ મીણના ફૂદાની ઈંડા અવસ્થા ૮ થી ૧૦ દિવસની હોય છે. મહત્તમ ૩ર૦ સે. તાપમાને ઈયળ અવસ્થા લગભગ ૧૯ થી ૨૦ દિવસની હોય છે પરંતુ ઠંડા વાતાવરણમાં ઈયળ અવસ્થા આશરે બે થી પાંચ મહિના સુધીની જોવા મળે છે. કોશેટામાંથી ૩ થી ૮ દિવસમાં પુર્ણ ફૂદું બહાર આવે છે જયારે ઠંડા તાપમાને આ અવસ્થા આશરે ૨ મહિના સુધીની જોવા મળે છે. માદા ફૂદાનું જીવન આશરે ૧૨ દિવસનું અને નર ફૂદાનું જીવન આશરે ૨૧ દિવસનું હોય છે.
માદા ફૂદી રાત્રિના સમયે અથવા તો નબળી વસાહતવાળા મધપૂડામાં દિવસના સમયે મધપેટીમાં દાખલ થઈ મધપેટીની તિરાડોમાં જથ્થામાં ઈંડા મૂકે છે. મીણના ફૂદાની ઈયળ ખૂબ જ ઝડપથી મીણ અને સુગ્રહિત મધપુડાને જેમાં ખાસ કરીને પૂડા કે વાસહત (ઝૂડ) અને પરાગ સમાયેલ છે. તેમાં વધારે નુકસાન કરે છે. આ ઈયળ મીણના પુડાને ખાઈને તેમાં ગેલેરી બનાવે છે. ઈયળ મધપુડામાં નાની-નાની ગેલેરીઓ (નળી) બનાવી મધપુડામાંથી પરાગરજ, પ્રોપોલીસ અને મીણ ખાઈને મધપૂડાને નુકસાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય ત્યારે આખો મધપૂડો રેશમી તાંતણાઓથી વિટળાઈ જાય છે અને મધપૂડામાં ઈયળની કાળી હગાર જોવા મળે છે. આવા ઉપદ્રવિત પૂડાનું નિરિક્ષણ કરતા તેમાં આ જીવાતની ઈયળ તેણે બનાવેલ ભુંગળી જેવા રસ્તા પર દોડતી જોઈ શકાય છે. આ ઈયળને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો આવા કિસ્સામાં મધમાખીઓ મધપૂડો છોડીને જતી રહે છે. ઉપદ્રવિત કોલોનીમાં મધપેટીના તળિયે મધપૂડાના નાના-નાના ટુકડાઓ જોવા મળે છે. સંશોધનના આધારે એવું તારણા મળ્યું છે કે આ ઈયળ આશરે પ૦ મીટર સુધી મુસાફરી કરી શકે છે. આથી તેની આજુબાજુની વસાહતોમાં સરળતાથી જઈ શકે છે.
મધમાખીની પેટીમાં મધમાખીની સંખ્યા વધારે જાળવી રાખવી. નબળી વાતોમાં મીણના ફૂદાના નુક્સાનનો ભય રહે છે. મધપૂડાનો ખૂબ જ ઊંચા અથવા નીચા તાપમાને સંગ્રહ કરવાથી મીણના શૃંદાના જીવનચક્રના તમામ તબક્કાને રોકી અથવા નાક શરી શકાય છે. આશરે ૪૭° સે. અને ૩ સે. તાપમાને આ જીવાતની દરેક અવસ્થા નાશ પામે છે. મધપેટીમાં બે ફેમો વચ્ચે યોગ્ય અંતર રાખવું જેથી તેમની વચ્ચે હવાની યોગ્ય અવરજવર તેમજ પ્રકાશ મળી રહે.
સ્ત્રોત : મે-૨૦૧૭, વર્ષ :૭૦, સળંગ અંક :૮૨૯, કૃષિ ગોવિદ્યા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020