હોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / બાગાયતી પાકોમાં ફળમાખીનું સંકલીત નિયંત્રણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાગાયતી પાકોમાં ફળમાખીનું સંકલીત નિયંત્રણ

બાગાયતી પાક, ફળ માખી, જીવાત નિયંત્રણ

વિવિધ શાકભાજી તેમજ બાગાયતી પાકોમાં  મહત્તમ ઉત્પાદન અને સારા બજારભાવ મેળવવામાં ફળમાખી એક અગત્યનુ અવરોધક પરિબળ છે. ખેડુતભાઇઓ તેને સોનમાખી અથવા પીળીમાખી તરીકે ઓળખે છે. ફળમાખી ઘણાં પાકો જેવા કે આંબા, ચીકુ, જામફળ, બોર, સીતાફળ વગેરે તથા શાકભાજીના પાકો જેવા કે ધીસોડી, કારેલી, તુરીયા, ગલકા, કાકડી, દુધી, તરબુચ, ટેટી વગેરેમાં ઘણુ નુકસાન કરે છે. ફળમાખીના ઉપદ્રવથી ઉત્પાદન તો ઘટે જ છે. પરંતુ સાથે સાથે ફળો અને શાકભાજીની ગુણવત્તા પણ માઢી અસર પહોચાડે છે. પરીણામે ખેડુતોને ભારે આર્થીક નુક્સાની ભોગવવી પડે છે. બહારના દેશમાં નિકાસ કરવામાં પણ અવરોધ રૂપ બને છે. અત્યાર સુધીમાં દુનીયામાં લગભગ ૪૦૦૦ જેટકી ફળમાખીની જાતોમાંથી ૩૦૦ જેટલી ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. જે પૈકી ભારતમાં ૧૭૦ જેટલી જાતો નોંધાયેલી છે. આમાથી બે ડઝન જેટલી જાતો ખેતીપાકો, ફળફળાદી અને શાકભાજીના પાકોને નુકસાન કરે છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૩૫ થી૪૦ ટકા જેટલાં જુદી જુદી જાતોના ફળો તથા શાકભાજી તેના ઉપદ્રવથી નાશ પામે છે. વિવિધ પ્રકારની ફળમાખી એક કારતાં વધુ ફળ તેમજ શાકભાજી પાકો પર નભતી હોય, એક વાડીમાંથી બીજી વાડીમાં સ્થળાંતર કરતી રહે છે. તેથી તેનો ઉપદ્રવ વત્તા-ઓછા પ્રમાણે આખું વર્ષ જોવા મળતો હોય છે. તેનું નિયંત્રણ કરવું એ બીજી જીવાતોની સરખામણીમાં ઘણું જ જટીલ છે.

ગુજરાત રાજ્યમાં ફળપાકોમાં નુક્સાન કરતી મુખ્ય ચાર જાતો જોવા મળે છે. જેની વિગત નીચે મુજબ છે.

બેક્ટ્રોસેરા ડોર્સાલીસ-કેરીની ફળમાખી

આ ફળમાખી ઓ  “ઓરિએન્ટલ ફ્લાય” તરીકે પણ ઓળખાય છે. તેનો ઉપદ્રવ મુખ્યત્વે આંબા, જામફળ, ચીકુ, મોસંબી, અંજીર વગેરેમાં જોવા મળે છે. તે બદામી રંગની, કથ્થાઇ રંગનું વક્ષ ધરાવતી, પીળા રંગના પટ્ટા વગરની હોય છે. ઉદર પ્રદેશ ગોળ અને બુઠઠો હોય છે. ગુજરાતમાં નવેમ્બર, ડીસેમ્બર મહીનામાં જામફળની વાડીઓમાં તેનો ઉપદ્રવ જોવા મળે છે. આંબાવાડીમાં મે માસના પહેલાં પખવાડીયામાં વધુ સક્રિય હોય, કેરીને વધુ નુકસાન પહોંચાડે છે. માદામાખી પાકેલાં, અર્ધપાકેલાં ફળોમાં પોતાના ઇંડા મુકી નુકસાન કરે છે.

બેક્ટ્રોસેરા ઝોનાટા

આ જાતની ફળમાખી “પીચની ફળમાખી” તરીકે ઓળખાય છે. તે સફરજન, ચીકુ, લીંબુ, જામફળ, કેરી તથા બોરમાં નુકસાન કરે છે. ફળમાખી પીળાશ પડતા લાલ રંગની વક્ષ ઉપર આછા પીળા રંગનો પટ્ટો ધરાવે છે. ઉદરના છેડે કાળી અણી ધરાવતું લાલ રંગનું અંડનિક્ષેપક હોય છે. પાંખની આગળની ધાર ઉપર ટુંકો પટ્ટો અને ધાર પટ્ટીઓ વગરની હોય છે. આ જાતની ફળમાખીનો ઉપદ્રવ તીવ્ર ઠંડી સિવાય (જાન્યુઆરી-ફેબ્રુઆરી) સમગ્ર વર્ષ દરમ્યાન જોવા મળે છે. શિયાળામાં (જાન્યુઆરી- ફેબ્રુઆરી) તે કોશેટા અવસ્થામાં સુષુપ્ત રહે છે. આ ફળમાખી વસંતઋતુમાં બોરમાં, એપ્રીલ થી જુન દરમીયાન કેરીમાં અને જુલાઇ થી ઓક્ટોમ્બર દરમીયાન જામફળમાં ખુબજ નુકસાન કરે છે. નવેમ્બર, ડીસેમ્બર દરમીયાન તેનો ઉપદ્રવ નહિવત હોય છે.

બેક્ટ્રોસેરા કરેકટા

આ ફળમાખીને “જામફળની ફળમાખી” તરીકે ઓળખવામાં આવે છે. તે કેરી, ચીકુ, કરમદા, ચેરી, જલદારૂ તથા બોરમાં નુક્સાન કરતી નોંધાયેલી છે. તેનો ઉપદ્રવ શિયાળામાં પણ ચાલુ રહેલો હોય ઘણી પેઢીઓ જોવા મળે છે. પુખ્ત સુષુપ્ત અવસ્થા ધારણ કરી ઠંડી સહન કરી શકે છે.

ક્સ્સ્ર્પોમીયા વસુવિયાના

આ જાતની ફળમાખી ફક્ત બોરને જ નુક્સાન કરે છે. તે મુખ્યત્વે શિયાળામાં ઠંડી ઋતુમા ખુબ જ સક્રિય હોય છે. આ ફળમાખી કદમાં સૌથી નાની ભુખરા પીળા રંગની અને વક્ષ ઉપર કાળા ટપકાંથી ઘેરાયેલી બદામી રંગની પટ્ટીઓ ધરાવે છે. પાંખો પર પીળા રંગના આડા પટ્ટાઓ હોય છે.

ફળમાખીનું નુકસાન

ફળમાખી બહુભોજી પ્રકારની જીવાત હોય જુદાં જુદાં ફળો તેમજ શાકભાજીમાં ઇંડા મુકી પ્રજનન કરી શકે છે. ઉપરાંત પુખ્ત માખી બે કિલોમીટર ઉધી ઉડી અન્ય સ્થળે જઇ શકતી હોય તેનો ફેલાવો પણ ઝડપથી થાય છે. માદા સોનમાખ પાકટ અવસ્થાએ પહોંચેલ ફળોમાં પોચી છાલની નીચે ઇંડા મુકે છે. તે સ્થળે ઘાટું લીલાશ પડતું કણું (ટુવો) જોવા મળે છે. ચીકુ અને કેરી જેવા ફળોમા ફળમાખી પાડેલા ટુવામાંથી રસ ઝરે છે. જેના ઉપરથી ફળમાખીનો ઉપદ્રવ જાણી શકાય છે. ઘણીવખત ડંખને લીધે ફલનો આકાર બેડોળ થઇ જાય છે. ઇંડામાંથી નિકળતી ઇયળો ફલની અંદર બધી સીશામાં નાળા બનાવી અંદરનો ગર્ભ ખાયને નુકશાન કરે છે. ઉપદ્રવીત અપરીપક્વ ફળો જમીન પર ખરી પડે છે. જેમાં પાછળથી ફુગ અને બેક્ટેરીયાનો કહોવારો થાય છે. પરિણાને ચોક્કસ ઓરકારની અણગમતી વાસ આવે છે. જે ફળમાખીઓને આકર્ષે છે અને ઉપદ્રવમાં વધારો થાય છે.

ફળમાખીનું સંકલીત નિયંત્રણ

ફળમાખીનો જીવનક્રમ તથા નુકસાન કરવાની ચોક્કસ પ્રકારની ખાસિયતને કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્ત જંતુનાશક દવાઓના છંટકાવથી થઇ શકે નહી તેથી તેના અસરકારક નિયંત્રણ માટે ઉપદ્રવવાળા વિસ્તારમાં નિયંત્રણની વિવિધ પધ્ધતિઓનું સંકલન કરવું ખૂબ જ જરૂરી છે.

  • વાડીની સ્વચ્છતા જાળવવી, કહોવાઇ ગયેલાં અને ખરી પડેલાં અર્ધપાકેલાં ફળો તેમજ ફળમાખીના ઉપદ્રવવાળા ફળો દરરોજ ભેગા કરી બાળી નાશ કરવો, ઢગલો કરી રાખી મૂકવા નહી અથવા તો જમીનમાં ઊંડે દાટી દઇ ખાડો પાણીથી ભરી દેવો. આમ કરવાથી ફળમાખીની ઇયળો અને કોશેટાનો નાશ થશે.
  • ફળો પાકવાની અવસ્થાએ સમયસર ઉતારી લેવાં જેથી વધુ નુકશાન અટકાવી શકાય.
  • ફળમાખી જમીનમાં કોશેટા બનાવે છે આથી વાડીમાં ખાસ કરીને ઝાડ નીચે વખતો વખત ખેડ કરતાં રહેવું જેથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવશે જે સૂર્યતાપથી અથવા પક્ષીઓ કે પરભક્ષીઓથી નાશ પામશે.
  • ઝાડની ફરતે ખામણામાં ગોડ કરવો અને તેમાં ભુકી સ્વરૂપ જંતુનાશક દવાઓ છંટવી જેથી કોશેટામાંથી બહાર નીકળતી ફળમાખી દવાના ફળમાખી દવાના સંસર્ગમાં આવતા તેનો નાશ થશે.
  • નર ફળમાખી શ્યામ તુલસી તરફ વધુ આકર્ષાતી હોવાથી ફળમાખીનો નાશ કરવા ફળઝાડની વાડીમાં ચારે તરફ શ્યામ તુલસીની રોપણી કરવી અને તેના ઉપર ફેન્થ્રીઓન (લેબાસીડ) ૧૦૦૦ ઇ.સી. અથવા ડીડીવીપી ૧૦ લીટર પાણીમાં ૭ મી.લી. પ્રમાણે ભેળવી ૧૫ થી ૨૦ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવાં. તુલસીના પાનનો ઉપયોગ દવા કે ખાવામાં કરવો નહી.
  • ફળપાકોમાં  નુકશાન કરતી ફળમાખીના નર ફળમાખી જાતીયસ્ત્રાવ રસાયણ, મિથાઇલ યુજીનોલ તરફ આકર્ષાય છે. જેથી ફળપાકની વાડીઓમાં આ રસાયણનો ઉપયોગ કરી નર ફળમાખીનો નાશ કરી શકાય છે. આ માટે પ્લાસ્ટીકની ગોળ બરણીમાં બન્ને બાજુ (તળીયે અને ઉપર) ૩ સે.મી. વ્યાસ વાળા ગોળ કાણાં પાડી બરણીમાં મીથાઇલ યુજીનોલ અને ડીડીવીપી અથવા ફેન્થીઓન દવાના મિશ્રણમાં બોળેલ વાદળી અથવા રૂ નું પુમડું  કાચની ડબ્બીમાં રાખી બરણીમાં મુકી અને બરણીમાં વચ્ચે હુક લગાવી ટ્રેપને ઝાડની ડાળી પર લટકાવવું. દર અઠવાડીયે ટ્રેપમાં પકડાયેલ મ્રુત ફળમાખીઓ ટ્રેપમાંથી વીણી અને તેનો નાશ કરવો અથવા બઝારમાં મળતી મીથાઈલ યુજીનોલ ટ્રેપ હેક્ટરે ૧૨ લગાવવાથી ફળમાખીને સારી રીતે નિયંત્રણ કરી શકાય છે.
  • આંબા અને ચીકુની વાડીમાં માર્ચ માસથી શરૂઆત કરીને ત્રણ વખત ૨૦ દિવસના અંતરે ૦.૧ % ફેન્થ્રીઓન અને ૧.૦ % મીથાઇલ યુજીનોલ (૧૦ લીટર પાણીમાં બન્ને ૧૦ મીલી લીટર) ભેળવીને દર ૧૨ ઝાડ વચ્ચે આવેલ એક ઝાડ ઉપર આવી ઝેરી પ્રલોભીકાનો છંટકાવ કરવો અને બાકીના ૧૧ ઝાડ ઉપર ૦.૧ % ફેન્થ્રીઓન એકલાનો છંટકાવ કરવો. આમ કરવાથી મીથાઇલ યુજીનોલથી નર ફળમાખીઓ આકર્ષાયને જંતુનાશક દવાના સંપર્કમાં આવતા મ્રુત્યુ પામશે.
  • આંબા, ચીકુ અને જામફળની વાડીમાં નર તેમજ માદા ફળમાખીનો નાશ કરવા ફેન્થ્રીઓન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ઝાડ તેમજ બગીચા ફરતે વાડમાં પણ છંટકાવ કરવો.
  • પ્રોટીન હાઇડ્રોલાઇઝેટ ૧૫૦ ગ્રામ અથવા મોલાસીસ ૧૫૦ ગ્રામ અથવા ગોળ ૫૦૦ ગ્રામ અને ફેન્થ્રીઓન ૧૦ મી.લી. અથવા ડીડીવીપી ૧૦ મી.લી. દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ઝેરી પ્રલોભીકા તૈયાર કરવી. સાંજના સમયે (ચાર વાગ્યા બાદ) આ ઝેરી પ્રલોભીકાનો મોટા ફોરે શેઢાપાળા ઘાસ તેમજ બગીચા ફરતે ઝાડ ઉપર જ છંટકાવ કરવો. ઝેરી પ્રલોભીકા આખા ઝાડ પર ન છાંટતા, ઝાડના નીચેના ઘેરાવા પરના પાન પર તેમજ ઝાડની દક્ષીણ દિશામાં છંટકાવ કરવો. પરિણામે ફળમાખી તેના તરફ આકર્ષાતા અને ઝેરી ખોરાક ખાતા ઝેરના સંસર્ગમાં આવવાથી તેનો નાશ થશે.

જામફળની નાસિક અને ચાઇના સુરખા જાતોમાં ફળમાખીનો ઉપદ્રવ નહિવત જોવા મળે છે.

૧૧. બોરની વાડીમાં ફળમાખીના નિયંત્રણ માટે ફેથ્રીઓન ૧૦ મી.લી. અથવા ડીડીવીપી ૫ મી.લી. અથવા મેલાથીઓન ૧૫ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી બોર વટાણા જેવડાં થાય ત્યારથી શરૂ કરી ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે.

2.96774193548
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top