હોમ પેજ / ખેતીવાડી / મરઘાં - મધમાખી ઉછેર / ઉનાળાની ઋતુમાં મરઘાં ઘરના પક્ષીઓની માવજત
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉનાળાની ઋતુમાં મરઘાં ઘરના પક્ષીઓની માવજત

ઉનાળાની ઋતુમાં મરઘાં ઘરના પક્ષીઓની માવજત વિષેની માહિતી

પક્ષી શરીર ની વધારા ની ગરમી નીચેના માધ્યમો ધ્વારા બહાર કાઢે છે.

 • ચામડી ધ્વારા:રેડીએશન ,કન્ડકશન અને કન્વેકશન ધ્વારા
 • શ્વસન તંત્ર વાટે:પાણીના બાષ્પીભવન  ધ્વારા
 • હગાર વાટે: પાણીના નિકાલ ધ્વારા

વાતાવરણમાં ગરમી વધતા પક્ષી પોતાના શરીર ની ગરમી મુખત્વે શ્વાસોચ્છવાસ ની ક્રિયા વધારીને બહાર કાઢે છે.વાતાવરણ ના તાપમાનમાં ખુબ જ વધારો થાય અને સાથે સાથે ભેજનું પ્રમાણ પણ વધુ હોય ત્યારે જો મરઘાં ઘરમાં તાપમાન ને નિયંત્રણ માં રાખવામાં ના આવે તો પક્ષીઓ વધતા જતા તાપમાન જાળવવા અસમર્થ બની જાય છે અને પક્ષીઓના તાણની અસર વર્તાવા લાગે છે જેનું લુ-લાગવી કહેવાય છે.

ઉનાળામાં ગરમી થી થતા તાણ ની અસરો:

 • પક્ષીઓમાં ખોરાક ઉપાડ ઘટે છે.
 • ખોરાક રૂપાંતરણ ક્ષમતા ઘટે છે.
 • પાણીનો ઉપાડ વધી જાય  છે
 • ઈંડા ઉત્પાદન,ઈંડાના વજન અને ઈંડાની ગુણવત્તા માં ઘટાડો જોવા મળે છે.
 • પક્ષીઓની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.
 • સંવર્ધન માટેના પક્ષીઓમાં ફલન ક્ષમતા અને સેવન ક્ષમતા ઘટે છે.
 • બ્રોઇલર પક્ષીઓના વૃધ્ધિ દરમાં ઘટાડો જોવા મળે છે.
 • પક્ષી શરીર ની ગરમી બહાર કાઢવા હાંફે છે,પાંખો ફેલાવીને બેસે છે,સુસ્ત બની જાય છે અને અંતે થાકીને મરણ પામે છે.

ઉનાળા દરમ્યાન વધતા તાપમાનની પક્ષીઓ પર થતી અસરો:

 • ૬૫-૭૫ ફે તાપમાન અને ૪૦-6૦% ભેજવાળુ વાતાવરણ પક્ષીઓને અનુકુળ રહે છે અને પક્ષીઓને ઉત્પાદન ક્ષમતા  સારી રહે છે.આમ છતાં તાપમાન ૮૦ ફે સુધી વધતા પક્ષીના ઉત્પાદન પર કોઈ વિપરીત અસર પડતી નથી.
 • તાપમાન જયારે ૮૧-૮૫ ફે સુધુ પહોંચે ત્યારે પક્ષીના ખોરાક વપરાશમાં ઘટડો જોવા મળે  છે તાપમાન ૮૬-૯૦ ફે થતાં ખોરાક ઉપાડમાં વધુ ઘટાડો જણાય છે. પાણીનો ઉપાડ વધી જાયછે ઈંડા ઉત્પાદન અને ખોરાક રૂપાંતરણ ક્ષમતા માં ઘટાડો થાય છે. આમ છતાં આ તાપમાને તાણની અસર ઓછી જોવા અડે છે.
 • ૯૧-૯૫ ફે તાપમાને ખોરાક ઉપાડ ખુબ ઘટી જાય છે.ઈંડા આપતી મરઘી માં ઈંડા ઉત્પાદન,ઈંડાનું વજન અને કોચલાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે .આ તાપમાને ગરમી થી થતાં તાણ ની અસર શરૂ થઇ જાય છે.
 • ૯૬-૧૦૦ ફે અને તેથી વધુ તાપમાને પક્ષી તાણમાં ગરકાવ થઇ જાય છે .તાપમાન જયારે ૧૦૦ફે થી વધે ત્યારે તાણની તીવ્ર અસરો  વર્તાવા લાગે છે.
 • તાણની ગંભીર આસર જયારે તાપમાન ૧૦૦ ફે  થી વધે અને ખુબ જ મરણ પ્રમાણ જોવા મળે છે અને તાપમાન નિયંત્રણ માટે કોઈ તાત્કાલિક પગલા લેવાય નહિ ત્યારે જોવા મળે છે.લુ લાગવાથી ઉત્પાદનમાં એકદમ ઘટાડો આવે છે અને મરણ પ્રમાણ એકદમ વધી જાય છે.મરણ પામેલા પક્ષી ઓની માંસપેશીમાં રક્તનો ભરાવો જોવા મળે છે તેમજ મૃત દેહનો કોહવાટ ઝડપી થાય છે.આંતરડા અને કોઠારમાં રહેલા ખોરાકમાં પ્રવાહી ભાગ વધુ જોવા મળે છે.
 • બચ્ચા કરતા પુખ્ત ઉમરના પક્ષીમાં ,માદા કરતા નરપક્ષી માં તેમજ કલગીવાળા પક્ષી કરતા કલગી કાપેલા પક્ષીઓમાં તાણની અસર વધુ જોવા મળે છે .ઈંડા ઉત્પાદન,ઈંડા નું વજન અને ઈંડા ની ગુણવત્તા માં ઘટડો જોવા મળે છે.

આવી પરીસ્થિતિમાં ઉદભવતી અટકાવવા મરઘાની અન્ય માવજતોની સાથે સાથે તેને અનુકુળ તાપમાનની જરૂરિયાત અને તે મુજબની વ્યવસ્થા કરવાનું ચૂકવું જોઈએ નહિ.જેથી ઉત્પાદન ક્ષમતા માં થતો ઘટાડો અને મરણ પ્રમાણ ઘટાડી આર્થિક નુકશાન ની અટકાવી શકાય.

ઉનાળા દરમ્યાન લેવાની કાળજીઓ:

મરઘાં ઘરની વ્યવસ્થા

 • મરઘાં ઘરમાં હવાની પૂરી અવરજવર રહે તેમજ ઘરમાં સીધો સૂર્યપ્રકાશ ન આવે તે માટે મરઘાં ઘરનું બાંધકામ પૂર્વ પશ્રિમ લંબાઈ રહે અને પહોળાઈ ૪૦ ફૂટ થી વધે નહિ તેમ કરવું.
 • પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર માટે મરઘાં ઘર બીજા મકાનો થી દુર હોવું જોઈએ.બે મરઘાં ઘર વચ્ચે ઓછામાં ઓછુ ૨૫-૩૦મીટરનું અંતર હોવું જોઈએ.
 • હવાની અવરજવર માટે ઊંચા અને ફૂલ મોનીટર છાપરાવાળા મરઘાં ઘર બાંધવા જોઈએ.છાપરું ૧૦-૧૧ ફૂટ ઊંચું અને બાજુની દીવાલોથી ત્રણ ફૂટ બહાર નીકળતુ હોવું જોઈએ.
 • છાપરું ગરમીની અવાહક ધાતુનું બનેલું હોવું જોઈએ.તેને ચૂનો અથવા સફેદ રંગ થી રંગવું જોઈએ.
 • છાપરા ઉપર ઘાસના પૂળા ,કંતાન કે પરાળ નાખવા જોઈએ જે ઇન્સ્યુલેટર તરીકે કામ આપે છે.
 • છાપરા પર પાણીના ફુવારા રાખવાથી મરઘાં ઘરના તાપમાન ૫-૧૦ ફે જેટલો ઘટાડો જોવા મળે છે.
 • મરઘાં ઘર ની આસપાસ બાગ-બગીચા બનાવવા,છાયો આપે તેવા વુક્ષો ઉગાડવા,તેમજ છાપરા પર ચડે તે રીતે વેલ ઉગાડવી જેથી બહારથી અંદર આવતી હવા ઠંડી રહે છે.
 • બારીઓ અને જાળીઓ કંતાન અથવા ટટ્ટી લગાવી તેના પર પાણીનો છંટકાવ કરવો જેથી મરઘાં  ઘરમાં આવતી હવા ઠંડી રહે.
 • મરઘાં ફાર્મ પર ગરમ અને ધૂળિયા પવન આવતા અટકાવવા પવનની દિશા માં ફાર્મની ફરતે પવન અવરોધકો રાખવા
 • મરઘાં ઘરમાં પક્ષીની ગીચતા ઘતડી પક્ષીઓને પુરતી જગ્યા આપવી.
 • બપોરના સમયે મરઘાં ઘરમાં ઝીણાં ફુવારા થી પક્ષીઓ પર પાણીનો છંટકાવ કરવો.
 • પાંજરામાં રાખેલા પક્ષીઓ પર સૂર્ય નો સીધો તાપ ન આવે તે જોવું
 • પક્ષીઓને વધારા ની લાઈટ વહેલી સવારે જ આપવી.
 • એન્વાયરમેન્ટલી કંટ્રોલ હાઉસિંગ સીસ્ટમ ઉનાળા ની વધતી જતી ગરમીમાં સારી પરંતુ તે અતિ ખર્ચાળ હોવાથી ઓછી ઉપયોગી બની છે.

ખોરાક વ્યવસ્થા

 • ઉનાળા દરમ્યાન પક્ષીઓને પાણીથી ભીનો કરેલો ખોરાક આપવો.ખોરાક બહાર ભીનો કરી પછી ખોરાકના વાસણોમાં આપવો ભીનો ખોરાક જે તે દિવસ પુરતો બનાવી તે જ દિવસે પક્ષીઓ ખાય જાય તેની કાળજી રાખો.વસી અને એક રાત્રી પાડી રહેલા ખોરાકમાં ફૂગ લાગવાથી પક્ષીઓમાંફૂગજન્ય રોગો થાય છે.
 • ખોરાક દિવસના ઠંડા ભાગમાં એટલે કે સવારના અથવા સાંજના સમયે જ આપવો.વાસણોમાંનો ખોરાક દિવસમાં ત્રણ થી ચાર વાર ઉપર નીચે કરવો.
 • ઉનાળા દરમ્યાન પક્ષીઓનો આહાર ખાસ કાળજી થી બનાવવો .તેમાં શક્તિ ,નત્રલ પદાર્થો ,વિટામિન્સ અને ખનીજ દ્રવ્યો નું પ્રમાણ સંતુલિત હોવું જોઈએ.
 • મરઘાં આહારમાં વધુ પડતા પ્રોટીનના કારણે તાણમાં વધારો થાય છે અને પાણીનો ઉપાડ વધે છે તેથી મરઘાં આહારમાં પ્રોટીનની માત્રા ઓછી રાખવી.આવશ્યક  એમીનો એસિડ ,વિટામિન્સ અને મિનરલ્સ નું પ્રમણ વધારવું.

સ્ત્રોત :ફેબ્રુઆરી-૨૦૧૫,વર્ષ :૬૭, સળંગ અંક :૮૦૨, કૃષિ ગોવિદ્યા

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ઉનાળાની ઋતુમાં મરઘાં ઘરના પક્ષીઓની માવજત

2.97222222222
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top