જવાબ: મીઠા પાણી ની માછલીઓ જેવી કે કટલા, રોહુ, મ્રિગલ, સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ, કોમન કાર્પ અને મગુર જાતની માછલીઓ નો ઉધેર વ્યવસાયિકરીતે કરવામાં આવે છે. આ ઉપરાંત જીંગા ના ઉછેર પણ સારા એવા પ્રમાણ માં કરી શકાય છે.
પ્રશ્ન ૨: મીઠા પાણી માં મત્સ્યપાલન માટે જગ્યા ની પસંદગી કરવા ક્યાં મુદ્દા ધ્યાન માં લેવામાં આવે છે? જવાબ: મત્સ્યપાલન માટે જગ્યા પસંદ કરતી વખતે નીચે માં મુદ્દા ધ્યાન માં લેવામાં આવે છે.જવાબ: મીઠપની ની માછલીઓ જેવી કે રોહુ, કટલા અને મ્રિગલ જાતની માછલીઓ નો સંગ્રહ યોગ્યમાત્રામાં કરવાથી સારું ઉત્પાદન કરી શકાય છે.સામાન્ય રીતે ૬૦ થી ૯૦ મી.મી. ની સાઈઝ ના મત્સ્યબીજ કે જેને ફિંગરલીગ કહેવામાં આવે છે. તેને ૫૦૦૦ નંગ પ્રતિ હેક્ટર દીઠ સંગ્રહ કરવાથી એક વર્ષ માં ૨-૩ ટન ઉત્પાદન મેળવી શકાય છે.
પ્રશ્ન ૫: મીઠાપાણીની માછલીઓ ને ઉછેર દરમિયાન ક્યાં પ્રકારનો પુરક આહાર આપવામાં આવે છે?જવાબ: મત્સ્ય તળાવમાં માછલીઓને કુદરતી ખોરાક ઉપરાંત કોઈપણ ૩૦-૩૫ ટકા પ્રોટીન અને ૩૦-૪૦ ટકા કાર્બોહાઈડ્રેટ તથા અન્ય જરૂરો ખનીજતત્વ વાળો મત્સ્ય ખોરાક માછલીની વૃદ્ધિ માટે જરૂરી છે. સામાન્ય રીતે સીંગ ખોળ અને ચોખાની કુશકી ના સરખા પ્રમાણમાં મ્રીશ્રણ થી બનેલો ખોરાક મધ્યમ ઉત્પાદન આપવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત કેટલીક કંપની સારી ગુણવત્તા વાળો ખોરાક બજાર માં મુકેલ છે. માછલીઓને પુરક ખોરાક તેના વજનના ૨-૩ ટકા માં દરે સવાર સાંજ એમ બે વખતે આપવો જોઈએ.
પ્રશ્ન ૬: પુરક ખોરાક કઈ પદ્ધતિ થી બનવામાં આવે છે?
જવાબ: સામાન્ય રીતે સીંગ ખોળ ,તલનો ખોળ , મેંદા , કુશકી અને સુકી માછલીના પાવડરનું મિશ્રણ પલાળી ને તેના ગોળા વાળીને જુદી જુદી જગ્યામાં નાખવામાં આવે છે. તે ઉપરાંત મત્સ્ય તળાવમાં કોથળાઓમાંપૂક ખોરાક આપવાની પદ્ધતિ ખુબ જ પ્રચલિત અને ફાયદાકારક છે.
પ્રશ્ન ૭: મત્સ્ય્તળાવોમાંથી માછલીઓની લણણી કઈ રીતે કરવામાં આવે છે? એક વર્ષ ના અંતે કેટલું ઉત્પાદન મત્સ્ય્તળાવ માંથી મળે છે?જવાબ: એક વર્ષ ના મત્સ્યપાલનના અંતે આશરે ૧ કિલો વજન ધરાવતી માછલીઓ ઉત્પાદન રૂપે મળે છે. બજારભાવ ને ધ્યાન માં રાખી જયારે ભાવ સર હોય ત્યારે પૂરી તેયારી સાથે મ્ત્સ્યજાળ વડે લણણી કરવી જોઈએ. યોગ્ય જાળવણી અને પધ્ધતિસર મત્સ્યપાલન ધ્વારા ઓછા ખર્ચે ૨-૩ ટન મત્સ્યઉત્પાદન મળે છે.
પ્રશ્ન ૮: મીઠાપાણી નો જીંગા ઉછેર કઈ રીતે કરવામાં આવે છે?
જવાબ: મુખ્યત્વે ૨ પદ્ધતિ હતી થાય છે.
મીઠાપાણીની મેજર કાર્પ સાથે ઉછેર:
આ પદ્ધતિ માં કટલા, રોહુ, મ્રિગલ, સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ સાથે ૧૦,૦૦૦ એક ગ્રામ વજનના જીંગા ના બચ્ચા ઉછેર કરવાથી ૭ થી ૮ માસમાં ૭૦ ગ્રામ વજન સરેરાશ વધે છે. આ પદ્ધતિથી વાર્ષિક ૨૫૦ થી ૩૦૦ કિગ્રા /હેક્ટર સુધી જીંગા નું ઉત્પાદન મેળવી શકાય છે.
ફક્ત જીંગા:
જીંગા ની વેચાણ કિમંત માછલી ની વેચાણ કિમંત કરતા ૧૦ ગણી વધારે હોવાથી ફક્ત જીંગાનો ઉછેર કરવો નફાકારક છે. આશરે ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ નંગ પ્રતિ હેકટરે જીંગાના બીજ તળાવમાં મોનોક્લ્ચર માટે નાખી શકાય છે. આ પદ્ધતિ થી ઉત્પાદન મેળવવા મત્સ્ય ખેડૂતો બે રીત અપનાવે છે. ત્રણ થી ચાર વરસ સુધી જીંગાના બિયારણના દર માસે સંગ્રહ અને દરમાસે જરૂરી લણણી અને બીજું બેચ ઉછેર ધ્વારા કે જેમાં એક સાથે બચ્ચનો સંગ્રહ કરવામાં આવે છે અને યોગ્ય કદના જીંગા થાય ત્યારે એક સાથે લણણી કરવામાં આવે છે.
પશ્ન ૯: મીઠાપાણી ની માછલીઓની બીજ ક્યાંથી પ્રાપ્ત કરી શકાય છે?
જવાબ: મત્સ્યોદ્યોગ ખાતું ગુજરાત રાજ્ય ધ્વારા દક્ષિણગુજરાત માં ઘણા ખરા વિસ્તારોમાં મત્સ્ય બીજ ઉત્પાદન એકમો પરથી પણ યોગ્ય જાતની માછલીઓની બીજ પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત રાજ્ય ના દરેક જીલ્લામાં મત્સ્યોદ્યોગ આધીક્ષકની કચેરી કાર્યરત છે. આ કચેરીઓનો સંપર્ક કરવાથી પણ મત્સ્ય બીજ પ્રાપ્ત કરી શકાય છે.
પ્રશ્ન ૧૦: ભાંભરા પાણી માં કઈ કઈ જાતની માછલીઓનો ઉછેર વ્યવસાયિક રીતે કરવામાં આવે છે?
જવાબ: ભાંભરા પાણી ની માછલીઓ જેવી કે મીલ્ક્ફીશ , એશિયન સી બાસ, ગ્રે મલેટ અને ભાંભરા પાણીના જીંગા કે જેને ટાઈગર શ્રીમ્પ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉછેર પણ દેશ અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વ્યાપારી ધોરણે કરવામાં આવે છે.
ટાઈગર જીંગાનું નિકાસની દ્રષ્ટીએ ખુબ જ મહત્વ હોવાથી મત્સ્ય ખેડૂતોમાં ટાઈગર જીંગા નો ઉછેર આગવું મહત્વ ધરાવે છે. ટાઈગર જીંગા નો ઉછેર દરિયાકાંઠાના વિસ્તારના બધાજ રાજ્યો માં કરવામાં આવે છે. અને વલસાડ, નવસારી અને ભરૂચ માં વ્યવસાયિક ધોરણે ભાંભરાપાણીના જીંગા નો ઉછેર કરવામાં આવે છે.
પ્રશ્ન ૧૧: ભાંભરા પાણીના જીંગામાટે દરિયાકાંઠાનો ખર લેન્ડ/પડતર જમીનનો ઉપયોગ કરવા માટે કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ?
જવાબ: દરિયાકાંઠાનો ખર લેન્ડ/પડતર જમીનનો ઉપયોગ જીંગાની ખેતી કરવા માટે નીચે માં મુદ્દા ધ્યાન માં લેવામાં આવે છે.
પ્રશ્ન ૧૨ : ભાંભરા પાણી માં જીંગાની કઈ કઈ જાતોનો વ્યવસાયિક રીતે ઉછેર કરવામાં આવે છે?
જવાબ: ભારત અને ગુજરાતમાં દરિયાઈ જીંગા ની લગભગ ૮૨ વિવિધ જાતો જોવા મળે છે. તે પૈકીની ઉછેર માટે આર્થિક ઉપયોગ ધરાવતી બે જાતો છે.
ઉપરોક્ત બન્ને જાતોમાંથી સૌથી વધારે ઉછેર પીનીપસ મોનોડોન નો કરવામાં આવે છે.
પ્રશ્ન ૧૩: ભાંભરા પાણી માં જીંગાનો ઉછેર કરવા માટે તળાવ નો વિસ્તાર અને ઉંડાઈ કેટલી હોવી જોઈએ ?
જવાબ: જીંગા ઉછેર માટે સામાન્ય રીતે ૦.૫ થી ૧.૦ હેક્ટરનું લંબચોરસ તળાવ યોગ્ય છે.તળાવ ની ઉંડાઈ ૧.૨ થી ૧.૫ મીટર સુધીની રાખવામાં આવે છે.
પ્રશ્ન ૧૪: જીંગા ઉછેર માટે તળાવ ને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે?
જવાબ : જીંગાના બીજ ને તળાવમાં છોળતા પુર્વે દરિયાઈ ખાડીમાંથી પાણીને યોગ્ય કણથી જાળ યુક્ત પ્રવેશ ધ્વાર મારફતે ગાળીને સંગ્રહ કરી તેમાં સંભવિત રોગાણુંઓ ના નાશ માટે બ્લીચીંગ પાવડર નાખી પાણી ને જીવાણુંમુક્ત કરવામાં આવે છે.ત્યારબાદ ત્રણ દિવસ પછી ચૂનો અને યોગ્ય માત્રામાં જરૂરિયાત મુજબ ખાતરો નાખવામાં આવે છે. ખાતર ના ઉપયોગ થી પાણીની ફળદ્રુપતા વધશે અને લીલ તેમજ સુક્ષ્મ જીવાતો ઉત્પન્ન થશે જે જીંગા માટે કુદરતી ખોરાક નું કામ પૂરું પાડશે.
પ્રશ્ન ૧૫: ભાંભરા પાણી માં જીંગા ઉછેર માટે પ્રતિ હેકટરે કેટલા બચ્ચાનો સંગ્રહ કરવામાં આવે છે?
જવાબ: જીંગાના બચ્ચા આસરે ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ નંગ સુધી પ્રતિ હેકટરે સંગ્રહ કરવામાં આવે છે.
પ્રશ્ન ૧૬: જીંગા ઉછેર તળાવમાં ખોરાકનું નિયમન કઈ રીતે કરવામાં આવે છે?
જવાબ: પુરક ખોરાકનું પ્રમાણ પ્રથમ માસ દરમિયાન જીંગાના બિયારણના કુલ વજનના ૧૦ થી ૮ ટકા બીજા મહિનામાં ૮ થી ૬ ટકા ત્રીજા મહિનામાં ૬ થી ૪ ટકા અને ચોથા મહિનામાં ૪ થી ૨ ટકા જેટલું રાખવું જોઈએ.
ભાંભરા પાણીના જીંગાનો પુરક ખોરાક ક્રમ્બલ અને પેલેટ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. જેમાં જીંગાની જરૂરિયાત પ્રમાણેના જરૂરી પોષકતત્વો ઉપલબ્ધ હોઈ છે.
પ્રશ્ન ૧૭: જીંગા ઉછેર તળાવ માં પાણીની ગુણવત્તા નું નિયમન કઈ રીતે કરવામાં આવે છે?
જવાબ: ઉછેર તળાવમાં પાણીની ગુણવત્તાનું નિયમન ખુબ જ અગત્યતા ધરાવે છે.
સામાન્ય રીતે,
ખારાશ (સલીનીટી)= ૨૫ થી ૩૫ પી.પી.ટી.
ડીઓલ્ડ ઓક્સીજન(ઓગળેલ પ્રાણવાયું)= ૪ થી ૯ પી.પી.એમ.
પી.એચ. = ૭.૫ થી ૮.૨
ઉછેર સમય દરિમયાન પી.એચ ઘટતો જણાય તો યોગ્ય માત્રા માં ચૂનો ઉમેરવામાં આવે છે.જો પાણીમાં ઓગળેલ પ્રાણવાયુનું સ્તર ઓછુ થય જાય તો પેડલ વ્હીલ એરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીની ની ખારાશ વધતી જણાય તો તેમાં મીઠું અથવા ઓછી ખારાશવાળું પાણી ઉમેરી ને યોગ્ય માત્રામાં જાળવી શકાય છે.
પ્રશ્ન ૧૮: જીંગા ઉછેર માટે ઉછેરનો સમય સમયગાળો કેટલો હોય છે? આ સમયગાળામાં જીંગાનો કેટલો વૃદ્ધિદર થાય છે?
જવાબ: જીંગા ઉછેર માટે ઉછેરનો સમયગાળો આશરે ૪-૫ મહિનાનો હોય છે.આ સમયગાળા દરમિયાન જીંગાનું સરેરાશ વજન ૩૦ થી ૩૫ ગ્રામ જેટલું થાય છે.
પ્રશ્ન ૧૯: ભાંભરા પાણીના જીંગા ઉછેર માટે જીંગાના બીજ ક્યાંથી પ્રાપ્ત કરી શકાય છે?
જવાબ: જીંગાના બીજ ઉત્પાદન એકમ (હેચરી) માથી જીંગાના બચ્ચા ઉપલબ્ધ કરી શકાય છે. ગુજરાત રાજ્ય માં જૂનાગઢ જીલ્લાના માઢવાળ અને કોટડા ખાતે જીંગા બીજ ઉત્પાદન એકમો કાર્યરત છે. ત્યાંથી જીંગાના બીજ ઓર્ડર મુજબ નિયત સમયે જરૂરી માત્રામાં મેળવી શકાય છે.
પ્રશ્ન ૨૦: જીંગા ઉછેર માટે સરકારી ખારખરાબાની જમીન કઈ રીતેના ભાડાપેટ ઉપલબ્ધ કરી શકાય છે?
જવાબ: જીંગા ઉછેર માટે રાજ્યમાં આવેલી ખાર ખરાબાની પડતર જમીન એક લાભાર્થી ને ૫ હેક્ટર જેટલી જમીન ભાડાપેટે સંપાદન કરવામાં આવે છે. આ માટે લાભાર્થી જીંગા ઉછેરને લગતી તાલીમ રાજ્ય સરકાર /કેન્દ્ર સરકારની સંસ્થાઓ માંથી લીધેલ હોવી જરૂરી છે. આ માટેની અરજીઓ જરૂરી આધારો સાથે સંબધિત જીલ્લા કલેકટરમાં કરવામાં આવે છે.
પ્રશ્ન ૨૧: જીંગા/મત્સ્ય ઉછેર માટેની તાંત્રિક માહિતી ક્યાંથી મેળવી શકાય છે?
જવાબ: જીંગા/મત્સ્ય ઉછેર માટેની તાંત્રિક માહિતી કોલેજ ઓફ ફિશરીઝ , જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, વેરાવળ તેમજ મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી , વલસાડની કચેરીથી મેળવી શકાય છે.
પ્રશ્ન ૨૨ : મત્સ્ય ઉછેર માટેની સહાય યોજનાઓની વિસ્તૃત માહિતી ક્યાંથી મેળવી શકાય છે?
જવાબ: મત્સ્ય ઉછેર /જીંગાઉછેર માટેની સહાયક યોજનાઓની માહિતી રાજ્યના દરેક જિલ્લાઓના હેડકવાર્ટરમાં આવેલ મત્સ્યોદ્યોગ અધિક્ષકની કચેરીનો સંપર્ક કરવાથી મેળવી શકાય છે.
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020