অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માછલી ઉત્પાદન

માછલી ઉત્પાદન

રંગબેરંગી માછલીઓનો ઉછેર

શોભાની માછલીઓ રાખવી અને તેની વંશવૃદ્ધિ કરવી એ ઘણા માણસોની રસિક પ્રવૃતિ છે. આનાથી તેઓને માત્ર સૌદંર્યની કદર કરવાનો આનંદ જ નથી મળતો પરતું તેનાથી આવક પણ થાય છે વિવિધ જલીય પર્યાવરણમાં વિશ્વભરમાં આવી રંગબેરંગી માછલીની ૬૦૦ જાતો હોવાનું નોંધાયું છે. ભારતના પાણીમાં ૧૦૦ જેટલી સ્થાનીક રંગબેરંગી માછલીઓની સમૃદ્ધ જાતો છે. તદ્ઉપરાંત એટલી જ સંખ્યાની વિદેશી માછલીની જાતોને પકડીને ઉછેરવામાં આવે છે.

ઉછેરી શકાય તેવી માછલીની જાતો

મીઠાપાણીની માછલી દેશી અને વિદેશી જાતોની ખૂબ માંગ હોવાથી તેના વ્યવસાયિક ઉછેરથી તેનું સંવર્ધન અને ઉછેર કરી શકાય છે. માછલીની જાતો કે જેને સહેલાઈથી પેદા કરી શકાય તેને વ્યવસાયીક જાતોની રીતે ખૂબ પ્રખ્યાત છે. તેને ઈંડાના આપનારી અને બચ્ચાંને જન્મ આપનારી એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

જીવતાં બચ્ચા મુકનારી જાતો

  • ગપ્પી (Peocillia reticulata)
  • મૌલી (Mollinesia sp.)
  • સ્વોર્ડ ટેઈલ (તલવાર જેવી પૂંછડી વાળી)
  • પ્લેટી

ઈંડા મૂકનારી

  • ગોલ્ડ ફીશ (Carassius auratus)
  • કોઈ કાર્પ (Cyprinus carpio var. koi)
  • ઝીબ્રા ડેનિયો (Brachydanio rerio)
  • બ્લેક વિડો ટેટ્રા (Cymnocro-cymbus sp.)
  • નિયોન ટેટ્રા (Hyphesso-brycon innesi)
  • સર્પી ટેટ્રા (Hyphessobrycon callistus)

અન્ય માછલીની જાતો

  • બબલ્સ નેસ્ટ બિલ્ડર્સ
  • લોચીસ (Botia sp.)
  • લીફ-ફીશ (Nandus nandus)
  • સ્નેકહેડ (સાપના જેવા માથાવાળી માછલી)
બચ્ચાં આપનારી માછલીઓના ઉછેરની શરૂઆત કરનારે ગોલ્ડ ફીશ થી તેની શરૂઆત કરવી જોઈએ અને ત્યારબાદ જ અન્ય ઈંડા મૂકનારી માછલીના ઉછેરની શરૂઆત કરવી જોઈએ. જેથી તેને કેવી રીતે ઉછેરવી અને તેના બચ્ચાંની જાળવણી કેવી રીતે કરવી તેની જાણ થાય. માછલીઓના ઉછેર માટે જીવવિજ્ઞાનને લગતું જ્ઞાન, તેને પોષવાની રીતો અને તેની આસપાસની પરિસ્થિતિથી માહિતગાર હોવું જરૂરી છે. જીવતો ખોરાક ટ્યુબીફેક્સ, કીડા, મોઈના, અળસીયા વિગેરે આપવા. ઈંડાં સેવવાના અને લાર્વાના તબક્કા દરમિયાન ખાસ ધ્યાન આપવું જરૂરી છે. લાર્વાઓને શરૂઆતના તબક્કે ઈન્ફુસોરીયા, આર્ટેમીયા નૌપ્લીયા, ઝુ પ્લાન્કટંસ જેવા રોટીફર્સ અને ડાફનીઆ આપવા જરૂરી છે. આથી માછલીઓના ઉછેર માટે જીવંત ખોરાકનું સતત ઉત્પાદન કરતાં એકમનું હોવું અનિવાર્ય છે. મોટાભાગના કેસોમાં માછલીઓનો ઉછેર કરવો સહેલો છે,. પરંતુ લાર્વાઓનો ઉછેર ખાસ કાળજી માંગી લે છે. માછલીઓનો પૂરક આહાર માટે ખેડૂત સ્થાનિક રીતે મળતાં ખોરાકના સ્ત્રોતોનો ઉપયોગ કરીને ત્યાં જ તેનો દાણાંદાર કે પાવડર કરેલ ખોરાક તૈયાર કરી શકે છે. માછલીઓની આરોગ્ય સમસ્યાને થતી રોકવા બાયોફિલ્ટર્સ મૂકાવીને તેમને સારી ગુણવત્તાવાળું અને પૂરતું પાણી મળી રહે તેની ખાતરી કરવી. રંગબેરંગી માછલીઓનો ઉછેર વર્ષ દરમિયાન ઘણીવાર કરી શકાય.

રંગબેરંગી માછલીઓના સફળ ઉત્પાદન માટેની કેટલીક માર્ગદર્શક સૂચનાઓ.

  • માછલીની ઉત્પત્તિ અને ઉછેર કેન્દ્ર એવી જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં સતત પાણી અને વીજળીનો પુરવઠો મળ્યા કરતાં હોય. જો આવું કેન્દ્ર /એકમ કોઈ નદી, નહેર, ઝરણાંઓ કે જળાશયો નજીક આવેલું હોય તો તે ઉત્તમ રહે છે. ત્યાં આવા એકમને સહેલાઈથી પાણી પૂરું પાડી શકાય છે.
  • મગફળીનો ખોળ, ચોખાની કુશ્કી, ઘઉંની કુશકી, જેવા ખેતી આધારિત ચીજવસ્તુઓની સતત ઉપલબ્ધતા અને પ્રાણી આધારિત પ્રોટીનના સ્ત્રોતો જેવાં કે માછલીનો ચુરો, ઝીંગાનો ચુરો વિગેરેમાંથી માછલીઓ માટે ખોરાક તૈયાર કરી શકાય છે. માછલીઓની પ્રજનન માટે જે માછલીઓનો સંગ્રહ કર્યો હોય તે ઉમદા ગુણવત્તાવાળી હોવી જોઈએ. જેથી તેઓ ઉમદા ગુણવત્તાવાળી માછલીઓને પેદા કરી શકે અને તેનું સારું વેચાણ થઈ શકે. નાની માછલીઓ પુખ્ત બને ત્યાં સુધી રાહ જોવી સલાહભર્યુ છે. આનાથી માત્ર માછલીઓને ઉછેરવાનો જ અનુભવ નથી મળતો પણ તેની સાથે સાથે તેની પસંદગીના નિયંત્રણોમાં પણ મદદ મળે છે
  • માછલીના પ્રજનન અને ઉછેરનું યુનિટ હવાઈમથક/રેલ્વે સ્ટેશની નજીક સ્થાપવું જોઈએ. તેનાથી તેના જીવંત જથ્થાને દેશના જુદા જુદાં બજારો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે અને તેની નિકાસ પણ કરી શકાય છે.
  • મત્સ્યઉછેર કરનારે કોઈપણ એક જ અને વધુ વેચાણ વાળી માછલીની જાતના ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેનાથી તેનું સંચાલન સરળતાથી કરી શકાય.
  • આ ઉછેર કેન્દ્ર ધરાવતાં વ્યક્તિ પાસે તેણે ઉછેરેલી માછલીઓની બજાર માંગ, ગ્રાહકોની પસંદ અને એકંદરે બજારની માંગ, વ્યક્તિગત સંપર્કો અને લોક સંપર્કો દ્વારા માર્કેટીંગ નેટવર્કનું કામ કરવાની આવડત હોવી ઈચ્છનીય છે.
  • તાલીમ દ્વારા આ ક્ષેત્રના નિષ્ણાંતોના જૂથના સતત સંપર્કમાં રહેવું. જેથી નવા થયેલા વિકાસ અને સંશોધનો વિશે જાણી શકાય.

બચ્ચાં આપનારી માછલીઓનું ઉત્પાદન અને ઉછેર કેન્દ્ર સ્થાપવાનો ખર્ચ

અનું નં.

વિગત

ખર્ચ (રૂ।.માં)

I

ખર્ચ

 

ફિક્સ્ડ કેપિટલ...... નિયત મૂડી.

 

૧.

૩૦૦ ચોરસ ફુટનો સસ્તો શેડ (વાંસની ફ્રેમ તથા જાળીથી બનેલ)

૧0,૦૦૦

૨.

માછલીના ઉત્પાદનની ટાંકી (૬’*૩’*૧’૬”), સિમેન્ટના પ્લાસ્ટર વાળી ૪ ટાંકી.

૧0,૦૦૦

૩.

માછલીના ઉછેરની ટાંકી (૬’*૪’*૨’), સિમેન્ટના પ્લાસ્ટર વાળી ટાંકી ૨ નંગ.

૫,૬૦૦

૪.

માછલીના બ્રુડસ્ટોકની ટાંકી (૬’*૪’*૨’), સિમેન્ટના પ્લાસ્ટર વાળી ટાંકી ૨ નંગ..

૫,૬00

૫.

લાર્વા માટેની ટાંકી (૪ટ*૧’૬”*૧’) સિમેન્ટના પ્લાસ્ટર વાળી ટાંકી ૨ નંગ.

૯,૬૦૦

૬.

૧ એચ.પી. પંપ સહિતનો બોરવેલ.

૮,૦૦૦

૭.

એસેસરીઝ (૧ નંગ) સહિતનો ઓક્સિજન સીલીન્ડર

૫,૦૦૦

 

કુલ ખર્ચ

૫૩,૮૦૦

બદલાતો ખર્ચ.

 

૧.

ગપ્પી, મૌલી, સ્વોર્ડટેઈલ અને પ્લેટી માછલીઓની ૮૦૦ માદા અને ૨૦૦ નર @ ૨.૫૦ પ્રતિ નંગ.

૨,૫૦૦

૨.

ખોરાક (૧૫૦ કિગ્રા/વર્ષ @ રૂ।.૨૦/કિગ્રા.

૩,૦૦૦

૩.

અલગ-અલગ જાતની નેટ/જાળી

૧,૫૦૦

૪.

વીજળી/બળતણ @ ૨૫0 રૂ।./ માસિક

૩,૦૦૦

૫.

માછલીના પ્રજનન માટે કાણાવાળી પ્લાસ્ટિકની બાસ્કેટો (૨૦ નંગ @ ૩૦ રૂ।. નંગ.)

૬૦૦

૬.

મજુર વેતન @ રૂ। ૧૦૦૦/ મહિના

૧૨,૦૦૦

૭.

પરચૂરણ ખર્ચ

૨,૦૦૦

 

કુલખર્ચ

૨૪,૬૦૦

કુલ ખર્ચ

 

૧.

બદલાતો ખર્ચ

૨૪,૬૦૦

૨.

નિયત મૂડી પરનું વ્યાજ (૧૫ % વાર્ષિક)

૮૦૭૦

૩.

બદલાતો ખર્ચ પરનું વ્યાજ (૧૫ %  વાર્ષિક)

૧૮૪૫

ઘસારા ખર્ચ (નિયત મૂડી ખર્ચના ૨૦ %)

૧૦૭૮૦

 

કુલ ખર્ચ

૪૫,૨૯૫

II

કુલ આવક
૭૬૮૦૦ નંગ માછલીનું વેચાણ રૂ।.૧ / પ્રતિ નંગે ૪૦ નંગ માછલીનો ઉછેર/પ્રતિમાસ/માદા/૧ વર્ષથી ૩ વાર ૮૦% માછલી જીવી જાય છે એમ વિચારીને.

૭૬,૮૦૦

III

ચોખ્ખી આવક (કુલ આવક- કુલ ખર્ચ)

૩૧,૫૦૫

સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફ્રેશ વોટર એકવા કલ્ચર, ભુવનેશ્વર, ઓરિસ્સા,

મડ ક્રેબ (કાદવમાં રહેનાર કરચલાં)

નિકાસના બજારમાં મડક્રેબની ખૂબ માંગ હોઈ તે ખૂબ પ્રખ્યાત છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ કેરક અને કર્ણાટકના દરિયા કિનારાઓ પર મડક્રેબ ઉછેરનો વ્યવસાય ઝડપથી વિકસી રહ્યો છે.

મડક્રેબના પ્રકારો

મડક્રેબ એ “સીલ્લા”વર્ગ  ના છે. જે દરિયા કિનારા વિસ્તારોમાં, નદી આગળની ખાડી અને બેકવોટરમાં રહે છે.
i. મોટી ક્રેબની જાતો:

  • આવી જાતો સ્થાનિક સ્તરે “લલી મડક્રેબ” તરીકે ઓળખાય છે.
  • તેઓ મહત્તમ ૨૨ સે.મી. કેરાપેસ પહોળાઈ અને ૨.૧ કિગ્રા. વજનના હોય છે.
  • આ મુક્તપણે જીવનારા હોય છે. તેની પર ઘણાં બધા ચિહ્નો જોવા મળે છે.

ii. નાના મડક્રેબની જાત :

  • નાનાક્રેબ “રેડ ક્લો” નામે જાણીતાં છે.
  • તેઓ મહત્તમ ૧૨.૭ સે.મી. કદની કેરાપેસ પહોળાઈ અને ૧.૨ કિગ્રા. વજન ધરાવે છે.
  • આના શરીર પર કોઈ ચિહ્નો હોતા નથી અને તેની દર ખોદવાની આદત હોય છે.
આ બંને જાતોની સ્થાનિક અને વિદેસી બજારમાં ખૂબ માંગ હોય છે

મડ ક્રેબ ઉછેરની પદ્ધતિઓ

i. ગ્રો-આઉટ કલ્ચર- ઉછેરીને

  • આ પદ્ધતિમાં નાના ક્રેબ કરચલાંઓને ૫-૬ મહિના સુધી એટલે કે, જ્યાં સુધી તેઓ ઈચ્છિત વજનના થઈ જાય ત્યાં સુધી મોંટાં કરવામાં આવે છે.
  • આ પદ્ધતિ તળાવ આધારિત અને મેગ્રુવ્સ સહિતની કે વગરની છે.
  • તળાવની સાઈઝ ૦.૫– ર હા સુધીની હોય છે. જેમાં ભરતી અને ઓટ દ્વારા પાણી બદલાતું રહે છે.
  • જો તળાવ નાનું હોય તો તેની પર વાડ કરવી જરૂરી છે. મોટાં તળાવો જ્યાં કુદરતી પરિસ્થિતિ ઓછી અસર થતી હોય તો તળાવનો બહારનો ભાગ પર પાળા કરવા જોઈએ.
  • ૧૦-૧૦૦ ગ્રામ કદના કરચલાંના બચ્ચાંઓને પકડી સંઘરવામાં આવે છે.
  • તેમનો ઉછેરનો સમયગાળો ૩-૬ વચ્ચે બદલાતો રહે છે.
  • પૂરક આહાર સહિતનો સામાન્ય રીતે ક્રેબનો સ્ટોકીંગનો દર ૧-૩ ક્રેબ/એમ.
  • આને નકામી માછલીઓનો ખોરાક આપવામાં આવે છે. (ભીનો આહારના વજનનો દર બાયોમાસના ૫% પ્રતિદીન) આની સાથે સ્થાનિક સ્તરે મળતી ખાદ્યચીજો આપી શકાય.
  • તેમની વૃદ્ધિ, તંદુરસ્તી અને તેમને આહાર આપવાના દરની દેખરેખ હેતુ નિયમિત પણે તેનું સેમ્પલીંગ કરવું જરૂરી છે.
  • ૩ મહિના પછી વેચી શકાય તેટલા કદના કરચલાંઓને તેમાંથી ઉછાવી શકાય.

ii. કરચલાંઓનું વજન વધારીને

પોચાં કવચવાળાં કરચલાઓને તેમના ઉપરનું હાડપિંજર મજબુતના થાય ત્યાં સુધી થોડાક અઠવાડિયા સુધી ઉછેરી શકાય. આવા કઠણ કરચલાંઓને સ્થાનિક સ્તરે “મડ” (માંસ) તરીકે ઓળખાય છે અને તેની પોચા કરચલા કરતા ત્રણ-ચાર ગણી વધારે કિંમત મળે છે.

અ .તળાવમાં કરચલાંઓનું વજન વધારવું.

  • ૦.૦૨૫ -૦.૨ હા વચ્ચેનાં ૧-૧.૫ મીટરની ઊંડાણ વાળા નાના નાના ભરતી ઓટ વાળા તળાવમાં કરચલાંઓને ઉછેરી શકાય.
  • પોચાં કરચલાઓનં તળાવમાં સ્ટોકીંગ કર્યા પહેલાં તળાવના તળિયાને તેમાંનું તેને સૂર્યના તડકામાં સૂકવીને અને તેમાં પૂરતા પ્રમાણમાં લાઈમનો જથ્થો ઉમેરીને તૈયાર કરવું.
  • તળાવના બંધારાને મજબૂત બનાવવામાં એ ધ્યાન રાખવું કે તેમાં કોઈ કાણાં કે ચીરા/તિરાડ ન રહી જાય, જ્યાં કરચલાઓને ધોવામાં આવતાં હોય ત્યાં ખાસ ધ્યાન રાખવું કારણ કે તેઓ ચાલીને ધોવાની જગ્યાના દરવાજા સુધી જઈ શકે છે. બંધારાના અંદરના ભાગને વાંસની સાદડીઓ લગાવીને મજબૂત બનાવવો.
  • વાંસના થાંભલાઓની વાડ કરીને અને બંધારાની બાજુઓ પર નેટ નાખવી જેથી તે કરચલાઓને નાસી ન જાય.
  • સ્થાનિક માછી મારો કરચલાંઓના વેપારીઓ પાસેથી ખરીદેલા પોચા કરચલાઓને સવારના સમયે ૦.૫-૨ કરચલા એમ મુજબ તેની સાઈઝ અનુસાર સંઘરવાં.
  • ૫૫૦ ગ્રામ અને તેથી વધુ વજનવાળા કરચલાઓની માંગ બજારમાં વધુ છે. આથી કરચલાં આટલા વજનના થાય ત્યાં સુધી તેમને રાખવા જરૂરી છે. આવા કેસમાં સંઘરવાની ક્ષમતા ૧ કરચલાં/ અને ૨ થી વધુ ન હોવી જોઈએ.
  • સ્થળ અને પાણીના કરચલાની ઉપલબ્ધતાના આધારે પુનરાવર્તિત સંઘરવાની અને પાક લેવાની ૬-૮ સાઈકલ કરી શકાય.
  • જો આવું કરલા ઉછેર માટેનું તળાવ મોંટુ હોય તો તેને કરચલાંની સાઈઝ મુજબ જુદા-જુદા વિભાગોમાં વહેંચી દેવું જોઈએ. આનાથી તેમને ખોરાક આપવામાં, દેખરેખ કરી તેનો પાક લેવામાં સુવિધા રહે છે.
  • જ્યારે સંધરવાનો સમયગાળો વધારે હોય તો એખ જ કદના કરચલાઓની એખ જ વિભાગમાં સંઘરી શકાય.
  • લિંગ મુજબ અલગ-અલગ વિભાગોમાં કરચલાઓને સંઘરવામાં હિતાવહ છે. જેથી આક્રમક નર કરચલાંઓના હુમલાઓથી બાકીનાઓને બચાવી શકાય. પારસ્પરિક હુમલાઓ અને સ્વજાતિનું ભક્ષણ થતું અટકાવવા તેમને ટાઈલ્સ, વાંસની બાસ્કોટો અને જૂના ટાયરો જેવાં રહેણાંકો પૂરાં પાડવાં.
બ. પેન અને પાંજરાઓના કરચલાઓને રાખી તેમનું વજન વધારવું

પેન્સ, તરતી જાળીઓના પાંજરાઓમાં અથવા વાંસના પાંજરાઓમાં કે જે ખાડીઓના રસ્તાના હોય અને ઝીંગા જેવા દરિયાઈ પાણીવાળા તળાવમાં ઉછેરી શકાય.

  • એચ.ડી.પી.ઈ, નેટલોન અથવા વાંસની પટ્ટીઓ પણ નેટની મટિરિયલ્સ તરીકે વાપરી શકાય.
  • આ પાંજરાની સાઈઝ ૩મી*૨મી*૧મી. હોવી જોઈએ.
  • આવા પાંજરાઓને લાઈનસર ગોઠવવાં જોઈએ. જેથી કરચલાઓને આહાર આપવામાં આવે દેખરેખ રાખવામાં સરળતા રહે છે.
  • ૧૦ કરચલાં * એન૨ પાંજરામાં અને ૫ ક્રેબ/ એન૨ નું સ્ટોકીંગ્સ સૂચિત છે. પાંજરાઓમાં કરચલાઓનો સંઘરવાનો દર ઊંચો હોવાથી તેમના પારસ્પરિક હુમલાઓને થતાં રોકવા માટે તેમને સંઘરતાં સમયે તેની પટ્ટીઓ ખોલી દેવી જોઈએ.
  • પરંતુ પાંજરાઓના કરચલાઓને પોષવાની પદ્ધતિ તળામાંની પદ્ધતિ જેટલી સારી નથી. આ બે પદ્ધતિઓમાંથી, કરચલાઓનું વજન વધારવું ત્યારે ફાયદાકારક બને છે. જ્યારે ઉછેરનો સમયગાળો ટૂંકો હોય અને તે નફાકારક હોય. તે જ્યારે પૂરતું સ્ટોકીંગ મટિરિયલ ઉપલબ્ધ હોય. ભારતમાં કરચલાંઓને ઉછેરવાની રીત કરચલાંના બિયારણની અનુપલબ્ધતા અને વ્યવસાયિક ખોરાક ન મળવાના કારમે બહુ પ્રચલિત નથી.

ખોરાક આપવો :

પાણીની ગુણવત્તા નીચે દર્શાવેલ માપદંડથી માપવી:

ખારાશ

૧૫.૨૫%

તાપમાન

૨૬-૩૦ સેન્ટિગ્રેડ

ઓક્સિજન

> ૩પીપીએન

પી.એચ

૭.૮-૮.૫

પાકની લણણી અને વેચાણ

  • કરચલાઓ કઠણ થયાં છે કે નહીં? તે બાબતે સમયાંતરે ચકાસવું.
  • કરચલાંઓને વેચાણ માટે વહેલી સવારમાં કે સાંજના સમયે કાઢવાં.
  • કાઢેલા કરચલાઓને કાણાંવાળી ડોલમાં મુકીને ધોઈ તેની પર લાગેલી ગંદકી અને કાદવ દૂર કરો અને તેના પગ તૂટી ન જાય તે રીતે તેને બાંધી દો.
  • પકડેલા કરચલાંઓને ભેજવાળી જગ્યાએ રાખવા તેને સૂર્યના તડકાથી દૂર રાખવાં તેનાથીતેના જીવન પર વિપરીત અસર પડે છે.
  • પકડેલાં કરચલાં
  • પકડેલા કઠણ કરચલાં (>૧ કિગ્રા.)
  • મડક્રેબને તંદુરસ્ત/ જાડા કરવાનો ખર્ચ (૬ પાક/વર્ષ) (૦.૧ હા ટાઈડ તળાવ)

કાદવ કરચલા fattening અર્થશાસ્ત્ર (0.1 HA ટાઇડ પોન્ડ)

અ.

વાર્ષિક ફીક્સ્ડ ખર્ચ.

રૂપિયા

 

તળાવ (ભાડાની રકમ)

૧૦,૦૦૦

 

સ્લૂઈસ ગેટ

૫,૦૦૦

 

તળાવને તૈયાર કરવું, વાડ કરવી, પરચૂરણ ખર્ચ.

૧૦,૦૦૦

બ.

ઓપરેશનલ ખર્ચ (એક પાકનો)

 

૧.

પાણીના કરચલાઓનો ખર્ચ (૪૦૦ કરચલા @ રૂ।.૧૨0/કિગ્રા.)

૩૬,૦૦૦

૨.

ખોરાકનો ખર્ચ.

૧૦,૦૦૦

૩.

મજૂરી ખર્ચ.

૩,૦૦૦

 

૧ પાકનુનં સબટોટલ

૪૯,૦૦૦

 

૬ પાકનું ટોટલ

૪૯,૦૦૦

વાર્ષિક કુલ ખર્ચ.

૩,૧૯,૦૦૦

ઉત્પાદકતા અને મિલકત

 

 

પ્રતિ સાઈકલ કરચલાઓનું ઉત્પાદન.

૨૪૦ કિગ્રા.

 

૬ સાઈકનું કુલ વળતર

૪,૬૦,૮0૦

ઈ.

ચોખ્ખો નફો.

૧,૪૧,૮૦૦

  • નાના/સીમાંત માછીમારો સહેલાઈથી વ્યવસ્થાપન કરી શકે તેવી સાઈઝના તળાવનો ખર્ચ આપવામાં આવ્યો છે. તેઓ આનાથી નાની સાઈઝના તળાવનો પણ ઉપયોગ કરી શકે.
  • સંઘરવાની ક્ષમતા (૦.૪ નંગ /એમ૨) છે. જ્યારે સૂચિત/ કરચલાંઓને સંઘરવાની સાઈઝ લગભગ ૭૫૦ ગ્રામની છે.
  • પહેલા અઠવાડિયે કરચલાંના વજનના ૧૦% જેટલો ખોરાક આપવો અને પછીના સમલગાળા દરમિયાન તેના વજનના ૫% જેટલો ખોરાક આપવો. કરચલાંઓને અપાતો ખોરાકનો બગાડ થતો અટકાવવા તેમને ખોરાક ટ્રેમાં મૂકીને આપવો. તેનાથી પાણીની ગુણવત્તા પણ જળવાય છે.
  • સારી રીતે જળવાયેલા તળાવમાં કરચલાંને જાડા કરવાની ૮ સાઈકલ કરી શકાય તથા તેમના જીવતા રહેવાની ટકાવારી ૮0-૮૫% ની રહેશે.
    (અહીં માત્ર ૬ સાઈકલ અને જીવવાની શક્યતા ૭૫% બતાવવામાં આવી છે.)
સ્ત્રોત : સેન્ટ્રલ મરીન ફીશરીઝ, રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, કોચીન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate