অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મત્સ્યઉદ્યોગ મશીનરી

મોતી સંસ્કૃતિ શું છે?

મોતીએ એક કુદરતી રત્ન છે અને તેને કવચ ધરાવતી (છીપલાંવાળી) નાજુક માછલી દ્વારા પેદા કરવામાં આવે છે. ભારતમાં અને અન્યત્ર મોતીની માંગ વધતી જાય છે. પરંતુ તેનો કુદરતી પુરવઠો પાણીનું વધુ પડતું શોષણ /વપરાશ અને પ્રદૂષણના કારણે ઘટતો જાય છે. ભારત પોતાના દેશની મોતીની માંગને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં કલ્ચર્ડ મોતીનો જથ્થો આંતરરાષ્ટીય બજારોમાંથી આયાત કરે છે. સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર, ભુવનેશ્વર મીઠા પાણીના પાણીમાં છીપલાંઓનાં મોતી ઉછેરની તકનીક વિકસાવી છે. જે દેશભરની મીઠાં પાણીના સ્ત્રોતોમાં વહેંચાયેલી છે.

કુદરતી રીતે મોતી ત્યારે બને છે જ્યારે કોઈ બહારના કણ- રેતીનો કણ, જીવજંતુ, વિગેરે સંજોગ વશાત છીપલાના શરીરમાં ઘુસી જાય અને તે તેને બહાર કાઢી શકે નહીં ત્યારે છીપ આવાં કણ ચળકળતા પડના થર પર થર કરી દે છે.

છીપના અંદરના ચળકતા પડ કે જેને “મધર ઓફ પર્લ લેવર” અથવા નાકે કહેવામાં આવે છે. તેવા જેવાં જ રંગનું મોતી બને છે. આ પડ કેલિશ્યમ કાર્બોનેટ, ઓર્ગોનીક મેટ્રીક્સ અને પાણીનું બનેલું હોય છે. બજારમાં મળતા મોતી બનાવટી, કુદરતી અથવા કલ્ચર્ડ હોય છે. બનાવટી કે ઈમીટેશન મોતી નથી હોતા. પરંતુ તે મોતી જેવા મટિરિયલ્સ હોય છે કે જે જડ,ગોળ અને બાહ્ય મોતી જેવા પડવાળું મટિરિયલ હોય છે. કુદરતી મોતીઓનું ન્યૂક્લીયર મધ્યબિંદુ બહું જ નાનું અને જાડા મોતીનાં નેકે વાળું હોય છે. સામાન્ય રીતે કુદરતી મોતીની સાઈઝ આ બેમાં અંતર એટલું છે કે ઈચ્છિત કદ, આકાર, રંગ અને ચમકનું મોતી જલ્દી મેળવવા માટે મોતીના જીવંત પેશીજળ અને ન્યુક્લીયરને માનવીય હસ્તક્ષેપ દ્વારા ઓપરેશન કરી ખસેડવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે મીઠાપણીના છીપવાળા માછલીની ત્રણ જાતો જોવા મળે છે. લેગલ્લીડેન્સ, માર્જીનલીસ, એલ. કોરિન્યૂસ અને પરીશીયા કોરુગય.

ઉછેરના અભ્યાસો

મીઠી પાણીના મોતી ઉછેરના કોર્પોની ખેતીમાં અનુક્રમે ૬ મુખ્ય પગથિયાં છે. – છીપવાળી માછલીઓને એકઠી કરવી ઓપરેશન માટે તેને તૈયાર કરવી, સર્જરી, ઓપરેશન બાદની તેની કાળજી તેને તળાવમાં ઉછેરવી અને તેમાંથી મોતી કાઢવાં.

i) છીપવાળી માછલીઓનું એકત્રિકરણ

તળાવ, નદી જેવા મીઠા એકમોમાંથી તંદુરસ્ત છીપવાળી માછલીઓને પકડવામાં આવે છે. તેને હાથથી પકડીને પાણી ભરેલી ડોલ અથવા ડબ્બાઓમાં મૂકવામાં આવે છે. મોતી ઉછેર માટે વાપરવામાં આદર્શ છીપવાળી માછલીની સાઈજ એન્ટીસર- પોસ્ટીરીઅર લંબાઈમાં ૮ સે.મી. થી વધારેલી હોય છે.

ii) ઓપરેશન કર્યા વગરની પરિસ્થિતિ

એકત્રિત કરેલી છીપવાળી માછલીઓને ૨-૩ સુધી ઓપરેશન કર્યા પહેલા પરિસ્થિતિમાં રાખવા માટે તેને સતત નળના પાણી નીચે ગીચ ભીડભાડવાળી જગ્યાએ કે પૂરી રાખવામાં આવે છે કે જેથી જગ્યાની માછલી પરની નાની ક્ષમતા ૧ છીપ ઢીલી પડી જાય છે. જેથી તેનું ઓપરેશન સહેલાઈથી કરી શકાય છે.

iii) છીપવાળી માછલીની સર્જરી

સર્જરીની જગ્યાને આધારિત ત્રણ પ્રકારના મેન્ટલ ક્રેવિટી, મેન્ટલ ટિસ્યૂ અને ગોનાડલ પ્રત્યારોપણ કરવામાં આવે છે. આવા સર્જીકલ પ્રભારોપણ માટે જરૂરી મટિરિટલ્સ છે. મોતીઓ અથવા ન્યૂકલઈ. જે સામાન્ય રીતે છીપવાળી માછલીની છીપમાંથી અથવા અન્ય કેલ્કરીયસ મટિરિયલ્સમાંથી બનાવવામાં આવે છે.

મેન્ટલ ટીસ્યૂ ઈમ્પ્લાન્ટેશન : આમાં છીપવાળી માછલીઓને દાતા અને મેળવનારના પ્રકારમાં વહેચવામાં આવે છે. આનું પ્રથમ તબક્કે મેન્ટલ ટીસ્યુઓના નાના-નાના ટુકડાઓ તૈયાર કરવામાં આવે છે. આમાં દાતા છીપવાળી માછલીમાંથી મેન્ટલ રીબીન તૈયાર કરવામાં આવે છે કે જેનો ભાગ કરવામાં આવે છે. તેને ૨*૨ એમ.એમના નાના-નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે મેળવનાર માછલીઓમાં આનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જે પ્રકારનું હોય છે ન્યૂક્લીએટેડ અને નોન ન્યૂક્લીએટેડ પહેલા પ્રકારનાં છીપવાળા માછલીના પેટના પ્રદેશની અંદરના પોસ્ટીઅર પલ્લીઅલ મેન્ટલના ભાગોમાં પોકેટ બનાવીને ગ્રાફ્ટના ટુકડાઓને તેમાં દાખલ કરવામાં આવે છે. જ્યારે ન્યૂક્લીએટેડ પદ્ધતિમાં નાના ન્યુક્લીએટેડને ૨ એમ.એમ.પરિઘ વાળી) પ્રોકેટ્સમાં દાખલ કરવામાં આવે છે. આ બંને પ્રક્રિયાઓમાં જેથી ગ્રાફ્ટ અથવા ન્યૂક્લીયસ પોકેટમાંથી બહાર આવી ન જાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. મેન્ટલ રીબન્સના બંને વાલ્વોમાં આવું પ્રત્યારોપણ કરવામાં આવે છે.

જનનગ્રંથિ પ્રત્યારોપણ : આ પ્રક્રિયામાં પણ ઉપર જણાવ્યા મુજબ ગ્રાફ્ટ્સ તૈયાર કરવા પડે છે. સૌ પહેલાં છીપવાળી માછલીની જનનગ્રંથિના કિનારે કાપો મૂકવામાં આવે છે. પછી જનનગ્રંથિમાં ગ્રાફ્ટ ન્યૂક્લીયસ (૨-૪ એમ.એમ. પરિધના) દાખલ કરી ગ્રાફ્ટ્સ દાખલ કરવામાં આવે છે. જેથી ન્યુકીલયસ અને ગ્રાફ્ટ ગાઢ સંપર્કમાં હોવા જોઇએ. એવી કાળજી લેવામાં આવે છે કે ન્યુક્લીયસ ગ્રાફ્ટનાં બહારના એપીયએલીઅલ સ્તરને સ્પર્શે અને તેના આંતરડા સર્જરી દરમિયાન કાપવામાં આવતા નથી.

iv) ઓપરેશન પછીની કાળજી

પ્રત્યારોપણ કરેલી છીપવાળી માછલીઓને એન્ટીબોયોટીક સારવાર અને કુદરતી આહારના પુરવઠા સાથે ૧૦ દિવસ માટે નાયલોન બેગમાં ઓપરેશનના બાદના કેર યુનિટમાં રાખવામાં આવે છે.

v) તળાવ કલ્ચર

ઓપરેશન બાદની કાળજી લીધા બાધ પ્રત્યારોપિત છીપવાળી માછલીઓનો તળાવમાં સંધરવામાં આવે છે. ૧ નાયલોન બેગમાં આવી બે માછલીઓ મૂકીને તેને વાંસ અથવા પી.વી.સી. પાઈપ પર લટકાવીને તેને તળાવમાં ૧ મીટરની ઊંજાઈએ મૂકવામાં આવે છે. આવી માછળીઓનો ૨૦૦૦-૩૦૦૦/હા માછલી સંઘરવાની ઘનતા પર ઊછેરવામાં આવે છે. મીઠાપાણીમાં તરતા /તણાતાં સૂક્ષ્મ જંતુઓની ઉત્પાદકતા ટકાવી રાખવા માટે તળાવોમાં સમયાંતરે જૈવિક અને બિનજૈવિક ખાતર નાખવામાં આવે છે. મરી ગયેલી માછલીઓને બહાર કાઢવા અને તેની થેલીઓની સ્વચ્છતા જાળવવા માટે તેના ઉછેરના ૧૨-૧૮ મહિનાના સમયગાળા દરમિયાન સમયાંતરે તેને તપાસતાં રહેવું જરૂરી છે.

vi) મોતીઓ લેવા

ઉછેરનો સમયગાળો પૂરો થતાં છીપવાળી માછલીઓનો પાક લેવામાં આવે છે. મેન્ટલ કેવિટિ પદ્ધતિ જ્યારે એક એખ મોતી જીવતી માછલીના મેન્ટલ ટીસ્યુ અથવા જનન ગ્રંથિમાંથી કાઢી લેવામાં આવે છે. ત્યારે તે મરી જાય છે. જુદી-જુદી સર્જીકલ પ્રત્યારોપણની પદ્ધતિઓ દ્વારા મોતી મેળવવામાં આવે છે. તે છીપ સાથે જોડાયેલી હાફ રાઉન્ડ અને છીપ સાથે જોડાયેલી મેન્ટલ કેવીટી પદ્ધતિ, જોડાયા વગરની નાની અનિયમિત કદની અથવા ગોળ મોતી-મેન્ટલ ટીસ્યુ પદ્ધતિમાં અને જોડાયા વગરની મોટા અનિયમિત કદના અધા ગોળ મોતીઓ જમીનગ્રંથિના પ્રત્યારોપણ દ્વારા મેળવાય છે.

મીઠાપાણીમાં મોતી આપતી માછલીઓનો ઉછેર કરવાનો ખર્ચ

ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ :

  • નીચે આપેલું ચિત્ર સી.આઈ.એફ.એ પ્રયોગો દ્વારા મેળવેલા પરિણામોના આધારે મૂકેલું છે.
  • ડિઝાઈન અથવા ઈમેજ પર્લ એ જૂનો વિચાર છે. તેમ છતાં સી.આઈ.એપ. એ દ્વારા ઉત્પાદિત ડિઝાઈન પર્લનો દેખાવનો સ્થાનિક બજારમાં આયાતે કરેલા ચાઈનીઝ સેની કલ્ચર્ડ અને રાઈસ પર્લ્સના સંદર્ભમાં ખાસી એવી ફેન્સી મૂલ્ય છે. કન્સલ્ટન્સી તથા માર્કેટીંગ જેવા ચાર્જીસ આ ગણતરીમાં સમાવવામાં આવ્યાં નથી.
  • ઓપરેશન કાર્યને લગતી વિગતો.

i. વિસ્તાર - ૦.૪ હા

ii. ચીજ - બેવડા પ્રત્યારોપણ દ્વારા કરાયેલા ડિઝાઈનપર્લ

iii. સંધરવાની/સ્ટોક કરાની ઘનતા - ૨૫,૦૦૦ દીપવાળી માછલી/૦.૪ હા.

iv. ઉછેરનો સમયગાળો - ૧.૧/૨ વર્ષ.

અનું નં.

ચીજવસ્તુ

રકમ
લાખ રૂપિયા

I

ખર્ચ

 

A

ફિક્સ્ડ કેવિટલ

 

૧.

ઓપરેશન શેડ (૧૨ મી* ૫મી.

 

૨.

છીપવાળી માછલીઓને રાખવાની ટાંકીઓ ૧૦૦૧ કેપેસીટી વાળી ૨૦ ફેરો-સીમેન્ટ/એફ.આ.પી.ટાંકીઓ.

૧.૦૦

ઉછેરના એકમો (પી.વી.સી. પાઈપ અને ફ્લોટ્સ)

૦.૩૦

સર્જીકલ સેટ (૪ સેટ્સ @ ૫૦૦૦/સેટ)

૧.૫૦

૫.

સર્જીકલ સુવિધા માટેનું ફર્નિચર (૪ સેટ

૦.૨૦

 

સબ ટોટલ

૦.૧૦

B

વેરીએબલ કોસ્ટ બદલાતા ખર્ચા.

૩.૧૦

૧.

તળાવના ભાડાનું મૂલ્ય (૧.૧/૨ વર્ષના પાક માટે)

૦.૧૫

૨.

છીપવાળી મછલીઓ (૨૫૦૦૦ નંગ @ રૂ।.૫/માછલી)

૦.૧૨૫

ડિઝાઈન પર્લ ન્યૂક્લીઈ (બમણા પ્રત્યારોપણ માટે ૫૦,૦૦૦ નંગ @ રૂ।.૪/ન્યૂક્લીયસ)

૨.૦૦

૪.

પ્રત્યારોપણ માટે કુશળ વર્કરો (૩ મહિના માટે ૩ વ્યક્તિઓ@ રૂ।.૬૦૦૦/વ્યક્તિ/માસિક)

૦.૫૪

વેતન (૧.૧/૨ વર્ષ માટે ૨ વ્યક્તિ @ રૂ।.૩૦૦૦/વ્યક્તિ/માસિક- ફાર્મની જાળવણી અને નીરીક્ષણ અને વોર્ડ માટે.

૧.૦૮

૬.

ખાતર, લાઈન અને અન્ય પરચૂરણ ખર્ચ

૦.૩૦

૭.

મોતી લઈ લીધા પછીની પ્રક્રિયાઓ (૯૦૦૦ ડિઝાઈન પર્લ્સ @ રૂ।.૫/મોતી

૦.૪૫

 

સબ ટોટલ

૪.૬૪૫

કુલ ખર્ચ

 

૧.

કુલ વેરિએબલ ખર્ચ

૪.૬૪૫

અડધા વર્ષ માટે ૧૫% લેખે વેરીએબલ ખર્ચ પરનું વ્યાજ

૦.૩૪૮

૩.

ફીક્સ્ડ કેપિટલ પરનો ઘરાસા ખર્ચ (૧.૧/૨ વર્ષ માટે @ ૧0% વાર્ષિક)

૦.૪૬૫

૪.

ફીક્સ્ડ કેપિટલ પરનું વ્યાજ (૧.૧/૨ વર્ષ માટે @ ૧૫% વાર્ષિક)

૦.૪૬૫

 

કુલ ખર્ચ.

૫.૯૨૩

II

ગ્રોસ આવક

 

૧.

મોતી વેચ્યાનું વળતર (૬૦% જીવંત માછલીઓનું વિચારીને ૧૫,૦૦૦ છીપવાળી માછલીઓમાંથી ૩0,૦૦૦ પર્લ મોતી.

 

૨.

ડિઝાઈન પર્લ્સ (ગ્રેડ-અ કુલના ૧૦%) ૩,૦૦૦@ રૂ।.૧૫૦/ મોતી.

૪.૫૦

૩.

ડિઝાઈન પર્લ્સ (ગ્રેડ-બી) (કુલના ૨0%) ૬૦૦૦@ રૂ।.૬૦/-/મોતી.

૩.૬૦

 

કુલ વળતર

 

III

ચોખ્ખી આવક (ગ્રોસ આવક- કુલ ખર્ચ)

૨.૧૭૭

મીઠાપાણીના પ્રોનનો ઉછેર વિષે

ભારતની નદીઓમાં સામાન્ય રીતે થતા બીજા ક્રમાંકના સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામતાં પ્રોન બંગાળનાં અખાતમાં ખેંચાઈ આવે છે. હાલમાં ૭૫૦-૧૫૦ કીગ્રા. પ્રોન/હા/૮ મહિનામાં ઉત્પાદન મોનોકલ્ચર સીસીટમ અંતર્ગત મેળવવામાં આવ્યું. ભારતની મુખ્ય કાર્ય અને ચાઈનીઝ કાર્ય માછલીઓ સાથે સહઅસ્તિત્વ ક્ષમ માછલીઓ પોલિકલ્ચર માટે રાખવામાં આવે છે. જેના કારણે ૪૦૦ કિગ્રા. પ્રોન્સ અને ૩૦૦૦ કિગ્રા કાર્ય/હા/વર્ષે ઉત્પાદન મેળવાય છે. જ્યારે આ પ્રકારની જાતોજાતની માછલીને વ્યવસાયિક ખેતી માટેનું બિયારણ કુદરતી સંસાધનોમાંથી પૂરતું ન હોતું. ત્યારે એક વર્ષનાં સમયગાળા સુધી મોટાપાયા પર આવા બિયારણનું ઉત્પાદન નિયંત્રિત કરવુ જરૂરી હતું. મોટાપાયા પરના બિયારણનું ઉત્પાદન કરતી તકનીકો અને ગ્રો.આઈ કલ્ચર ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોનું ધ્યાન તેમની ઉછેરતી પ્રેક્ટીસમાં ફેરફાર લાવવા તરફ દોરી ગયું.

બ્રોડ સ્ટોક મેનેજમેંટ

પ્રોનના એક વેતરના બચ્ચાં અને બેરીડ માદાઓ બિયારણમાં ઉત્પાદનના નિરંતર કાર્યના મહત્વપૂર્ણ ઘટક છે. ખેતી હવામાનની પરિસ્થિતિ આધારિત માછલીના જનન ગ્રંથિઓની પરિપક્વતાની પ્રકૃતિ બદલાતી રહે છે.ગંગા, હુગલી અને મહાનંદી નદીના પ્રવાહમાં માછલીઓની પરિપક્વતા અને ઈંડા/બચ્ચા મૂકવાનો સમય મે મહિનામાં શરૂ થઈ ઓક્ટોબરના અંત સુધી ચાલે છે. જ્યારે ગોદાવરી, ક્રિષ્ના અને કાવેરી નદીમાં તે એપ્રિલમાં શરૂ થઈ નવેમ્બર મહિના સુધી ચાલે છે. તળાવની સ્થિતિમાં લૈગિંક પરિપક્વતા સામાન્ય રીતે તે ૬0-૭૦ એમ.એમ.ની કદના થાય ત્યારે મેળવે છે. બેરીડ માદાઓનો આખા વર્ષ દરમિયાન નો રેકોર્ડ કેટલાંક તળાવોમાં રાખવામાં આવે છે. સગર્ભા માદાઓનો કુલ માછલીઓની સંખ્યામાનો રશિયો ઓગષ્ટથી સપ્ટેમ્બર મહિના દરમિયાન મહત્તમ રહે છે અને આ દરમિયાન તેઓ સારી એવી સંખ્યામાં ઈંડા (૮૦૦૦-૮0,૦૦૦) મૂકે છે પ્રોન્સ સીઝનમાં ૩-૪ વાર સગર્ભા બને છે. એર.લીફ્ટ બાયો-ફિલ્ટર રી-સકલેટરી સીસ્ટમ અપનાવીને સફળ સામુદાયિક સંવર્ધન અને વર્ષમાં અનેકવાર બિયારણનું ઉત્પાદન લઈ શકાય છે.

ઈંડા મુકવાં અને લાર્વાઓનો ઉછેર

ભારતીય નદીઓના પ્રોન્સની ઈંડામાંથી બચ્ચાં આવવાની પ્રક્રિયા જુઓ પૂર્વના સંવનન બાદ જન્મેલી માદા પરિપક્વ બને કે તરત જ ફરીથી તે સંવનન કરે છે અને તેના થોડા કલાકો બાદ તે ગર્ભધારણ કરે છે. ઈડાંમાંથી બચ્ચાં જન્મવાનો સમય મહત્તમ પાણીના તાપમાન ૨૮.-૩૦ સેન્ટિગ્રેડના આધારે ૧૦-૧૫ દિવસ ચાલે છે. જો કે નીચે તાપમાને આવો સમયગાળો ૨૧ દિવસ કરતાં પણ વધુ સમય માટે લંબાય છે. પહેલાં પૂર્ણ વિકસિત ઝુઆનો ઈંડામાંથી બચ્ચાં જ્યારે ઝુઆ તેનું શરીર ખેંચે છે. ત્યારે ઈંડાનાં કોચલું તૂટી જાય છે અને બચ્ચું બહાર આવી પાણીમાંના અન્ય સૂક્ષ્મ જંતુની માફક તે પાણી પર તરવાનું શરૂ કરી દે છે.

સ્ટેટીક, ફ્લો-થ્રુ, સાફ અથવા લીલું પાણી, બંધિ કે અંશત : બંધિયાર, પ્રોન્સની જાતોના લાર્વા ઉછેરની ઈંડાંમાંથી બચ્ચા મૂકવાની સ્થિતિને અલગ-અલગ ડીગ્રીએ સફળતા મળી છે. અન્ય તકનીકો કરતાં લીલા પાણીની તકનીકો લાર્વા બાદનું ઉત્પાદન ૧0-૨૦% વધારવાનો દાવો કરે છે. પરંતુ પી.એસ.માં અને અનિયંત્રિત એલગલના ઊંછાળાને કારણે મછલીઓ વધુ પ્રમાણમાં મરે છે. પછી લીલા પાણીમાં ખોરાકનો વિપુલ જથ્થો મળતાં પુખ્ત ઓર્ટેમિયાની સંખ્યામાં વધારો થાય છે ને જે કલ્ચર માધ્યમમાં એમોનિયાનો સંગ્રહ કરે છે. એર લીફ્ટ બામો ફિલ્ટર-રી –સરક્યુલરી સીસ્ટમથી મોટી સંખ્યામાં પોસ્ટ –લાર્વાનું ઉત્પાદન વધે છે. ૩૯-૬૦ દિવસમાં ૧૮-૨૦% અને ૨૮-૩૧ સેન્ટિગ્રેડ ખારાશ અને તાપમાન માર્વા ૧૧ ઝોનલ તબક્કામાંથી પસાર થાય છે અને ૧0-૨૦ કાપીએલ/ ઉત્પાદન આવે છે.

એર-લીફ્ટ-રી સર્ક્યુલેશન સાથે જોડેલું બાયો ફિલ્ટર વધતા જતા પોસ્ટ લાર્વાલ ઉત્પાદનની સાથે સાથે વિવિધ ઉછેરના માધ્યમોનાં જરૂરી પાણીનો જથ્થો જાળવી રાખે છે. સંબંધિત પેરામીટર્સ ૨૮-૩૦, ૦.૮-૮.૨, ૩૦૦૦-૪૫૦૦૦ પી.પી.એમ, ૧૮.૨૦% અને ૦.૨-૦.૧૨ પી.પી.એમ. વિવિધ જાતોની માછલીઓના લાર્વાના ઉછેર માટે ઉત્તમ માનવામાં આવે છે.

લાર્વાને પોષવા

 

લાર્વા ઉછેર દરમિયાન વિવિધ ખોરાકની ચીજો જેવી કે આર્ટેમીયા, માઈન્યૂટ ઝુપ્લેન્કટોન, ખાસ કરીને કોપેરપોડ્સ, રોટીફાયર્સ, પ્રોનનું માંસ અને માછલી, જમીન પરના કીડા ટ્યૂલીફી સાઈડ કીડા બકરીની માંસના ટુકડાં મરધાના શરીરનાં ઉત્તમ ખોરાક સાબિત થયો છે. શરૂઆતમાં તાજી જન્મેલી આર્ટેમીઆ નૌપલ્લી પ્રથમ તબક્કાના ઝોઈઆને ૧ ગ્રામ/૩૦,૦૦૦ લાર્વાને દિવસમાં બે વાર પંદર દિવસ સુધી અથવા તેઓ ચોથા તબક્કામાં આવે ત્યાં સુધી આપવામાં આવે છે. ત્યારપછી આવો ખોરાક તેમને દરરોજ ઈંડાની જર્ટી અને છીપવાળી માછલીનાં માંસ ૪ વાર આપવામાં આવે છે.

પોસ્ટ લાર્વાનો પાક લેવો

પોસ્ટ લાર્વાના પ્રોન્સ ચાલતાં હોવાથી તેને પકડવા મુશ્કેલ બને છે. તેથી તેમને પકડવા માટે તેમને ઊંધા કરવા અને નળી દ્વારા પાણી કાઢી નાંખી નાંખવાની બે સામાન્ય રીતો અપનાવવામાં આવે છે. પરંતુ લાંબા સમય માટે પોસ્ટ લાર્વા પકડવા માટે આ રીતો ઉપયોગી કે સલામત નથી. વધુમાં ખોરાક અને સ્વજાતિ ભક્ષકપણાની હરિફાઈના કારણે લાર્વાની ટાંકીઓમાં પોસ્ટ લાર્વાઓની હાજરીથી નવા લાર્વાઓનો વૃદ્ધિ અને ટકાઉપણા પર અસર પડે છે. આથી નિયમિતપણે પોસ્ટ લાર્વાને ઉછેરતા યુનિટમાંથી કોઈ યોગ્ય સાધન દ્વારા લઈ લેવા ખૂબ જરૂરી છે. આથી સ્ટીંગ છીપના સાધનથી તબક્કાવાર પોસ્ટ લાર્વાને લાર્વાના ઉછેર યુનિટમાંથી લાર્વાને પકડવામાં સફળ સાધન પુરવાર થયું છે. એર –લેફ્ટ-બાયો-ફિલ્ટર રીસર્ક્યુલેટરી સીસ્ટમને અનુસરીને પોસ્ટ લાર્વાનો જીવવાનો અને ઉત્પાદન દર ૧0-૨૦ પી.એલ./૧ નો રહે છે.

પોસ્ટ લાર્વલ રીએરીંગ

ગ્રોન આઉટ તળાવોના નાના જ્યુનનાઈસ પ્રોનના બિયારણનો ઉછેર કરીને પ્રોનની વધુમાં વધુ વૃધ્ધિ ઉત્પાદન અને ટકાઉપણું મેળવી શકાય છે. પોસ્ટ લાર્વા ઘીરે-ઘીરે પોતાને મીઠાપાણીને અનુકુળ બનાવે છે. પોસ્ટ લાર્વલ ઉછેર દરમિયાન સ્વસ્થ જ્યુન નાઈલ્સ પ્રોનની વૃદ્ધિ અને ટકાઉપણું મેળવવા માટે તેમને ૧૦% ખારાશવાળા પાણીમાં રાખવાં.

પોસ્ટ લાર્વલ ઉછેર બે રીતે થઈ શકે. તે સારી રીતે જમીન પર બનાવેલા પર્યાપ્ત હવાની અવર-જવરની સુવિધાવાળા તળાવમાં અને બાયો ફિલ્ટર રી-સર્ક્યુલેટરી સીસ્ટમને અનુસરીને ઈંડામાંથી બચ્ચું નીકળતું હોય ત્યારે ઉછેર દરમિયાન સ્વસ્થ પ્રોનના બચ્ચાઓની સંખ્યા વધારવા માટે તેમને સંઘરવાની ક્ષમતા, ખોરાક અને પાણીની ગુણવત્તાનું વ્યવસ્થાપન મહત્વની ભૂમિકા ભજવે છે. ૧0-૧૫ પોસ્ટ લાર્વલ/ ૧ એ આદર્શ સંઘરવાની ઘનતા છે. વિવિધ ખોરાકોમાં ઈંડા કસ્ટર્ડ મીઠાપાણીની છીપવાળી માછલીના માંસ આપવું તે તેમની સારી વૃદ્ધિને જાળવી રાખવા માટે અસરકારક હોવાનું જણાયું છે. પાણીની ગુણવત્તાના માપદંડ જેવા કે પાણીનું તાપમાન,પી.એચ., ઓગળેલો ઓક્સીજન અને ઓગળેલો એમોનિયા ૨૭.૫-૩૦ સે, ૭.૮-૮.૩, ૪.૪-૫.૨ પી.પી.પી.એમ તથા ૦.૦૨-૦.૦૩ પી.પી.એમ. વિગેરેને ઉત્તમ માનવામાં આવે છે.

ગ્રો-આઉટ કલ્ચર

પ્રોનને ઉછેરવાની પદ્ધતિ મીઠાપાણીની માછલીઓને ઉછેરવાની પદ્ધતિ જેવી જ છે. પ્રોન ધીમે-ધીમે ચાલીને એક તળાવથી બીજા તળાવમાં સ્થળાંતરિત થઈ શકતાં હોવાથી તળાવના પાણીની સપાટીથી ૦.૫ મીટર ઉંચો તેનો કિનારો બાંધવો જરૂરી છે. જો તળાવનું તળિયું રેતાળ કે કાટવાળું હોય તો તેને પ્રોનના સારા વિકાસ માટે માનવામાં આવે છે. જે તળાવમાંનું પાણી કાઢી શકાય કે છોડી શકાય તેમ ન હોય તો તેમાંથી માછલીનો કચરો અને તેમાંથી શિકારી માછલીઓને દૂર કરવા માટે પીસીસાઈડ્સ નાંખવું જોઈએ. એની ઈન્ટેન્સીવ ફાર્મિગ માટે ૩0,૦૦૦ થી ૫૦,૦૦૦/ હા ની બિયારણ સંવરનાની ઘનતા ઉત્તમ ગણાય છે. પ્રોનના વ્યાપક ઉછેર માટે પાણી બદલી શકાય તેવા તળાવો અને હવાની અવર-જવરની વ્યવસ્થા વાળા તળાવો વાપરવા જોઈએ.

આનાથી સ્ટોકીંગ ઘનતા ૧ લાખ/હા સુધી વધી શકે છે. પ્રશ્ન તાપમાન એ ખૂબ મહત્વનું પરિબળ છે. જે સીધેસીધું પ્રોનની વૃદ્ધિ અને ટકાઉપણાનું નિયમન કરે છે. ૩૫ સેં. થી ઉપર અથવા ૧૪ સેં. થી નીચેનું તાપમાન સામાન્ય રીતે જીવલેણ અને ૨9-૩૧ સેં. તાપમાનને ઉત્તમ માનવામાં આવે છે.

નર પ્રોન માદા પ્રોન કરતાં ઝડપથી મોટા થાય છે. તેમના પૂરક આહાર માટે ૧.૧ ના પ્રમાણમાં મગપળી તેલની કેક અને માછલીના માંસનું મિશ્રણ આપવામાં આવે છે. મહિનાના ઉછેરમાં મોનો કલ્ચર અંતર્ગત ૫૦૦-૧૦૦૦ કિગ્રા./હા પ્રોનનું ઉત્પાદન ૩0,૦૦૦-૫0,૦૦૦ તેના સ્ટોકીંગ ધનતા સાથે મેળવી શકાય. પોલિકલ્ચર એન. માલ્કોલ્મસોવી ૧૦૦૦૦-૨૦૦૦૦/ હા કાર્ય અને કાર્ય સાથેની સંઘરવાની ક્ષમતા ૨૫૦૦-૩૫૦૦ નંગ/હા થી ૩૦૦-૪૦૦ કિગ્રા.પ્રોનનું અને ૨૦૦૦-૩૦૦૦ કિગ્રા. કાર્ય માછલીનું ઉત્પાદન વધારી શકાય છે.

અર્થશાસ્ત્ર

હેચરીનો ખર્ચ (૨ મિલિયમ કેપેસીટી)

અનું નં.

ચીજવસ્તુ

રકમ
લાખ રૂપિયા

I

ખર્ચ

 

અ.

ફિક્સ્ડ કેપિટલ.

 

૧.

બ્રુડ સ્ટોક તળાવનું બાંધકામ (૦.૨ હા, ૨ નંગ)

૫0,૦૦૦

૨.

હેચરી શેડ (૧૦મી * ૬ મી)

૨,૨0,૦૦૦

૩.

લાર્વા ઉછેરની ટાંકી (૧૨ યુનિટ સિમેન્ટેડ, ૧૦૦૦ લિટર)

૧,૦૦,૦૦૦

૪.

પી.વી.સી. પાઈપ સાથેની ડ્રેનેજ સીસ્ટમ

૨0,૦૦૦

બોરવેલ

૪0,૦૦૦

૬.

પાણી સંઘરવાના ટાંકી (૨૦,૦૦૦ લિટરની ક્ષમતાવાળી)

૪૦,૦૦૦

૭.

ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન.

૩0,૦૦૦

૮.

એર-બ્લોઅર્સ (૫ એચ.પી., ૨ નંગ)

૧,૫૦,૦૦૦

૯.

એરેશન પાઈપ નેટવર્કીંગ સીસ્ટમ

૪0,૦૦૦

૧૦

જનરેટર (૫ કેવીએ)

૬૦,૦૦૦

૧૧.

વોટર પંપ્સ (૨ એચ.પી.)

૩0,૦૦૦

૧૨

રેફ્રિજરેટર

૧૦,૦૦૦

૧૩

પરચૂરણ ખર્ચ

૩0,૦૦૦

 

સબ ટોટલ

૮,૨૦,૦૦૦

બ.

વેરીએબલ કોસ્ટ- બદલાતો ખર્ચ

 

૧.

બ્રુડસ્ટોકના વિકાસનો ખર્ચ. ખોરાક સહિતનો

૫૦,૦૦૦

૨.

દરિયાના પાણીમાં પરિવહન

૨૦,૦૦૦

૩.

ખોરાક (આર્ટેમીયા અને બનાવેલો ખોરાક)

૨,૩૦,૦૦૦

૪.

રસાયણો અને દવાઓ

૧0,૦૦૦

૫.

વીજળી અને બળતણ

૪0,૦૦૦

૬.

વેતન (૧ હેચરી મેનેજર તથા ૪ કુશળ મજૂરો)

૧,૮૦,૦૦૦

૭.

પરચૂરણ ખર્ચ

૫0,૦૦૦

 

સબ ટોટલ

૫,૮0,૦૦૦

ક.

કુલ ખર્ચ

 

૧.

વેરીએબલ કોસ્ટ

૫,૮૦,૦૦૦

૨.

ફીક્સ્ડ કેપિટલનો ઘસારા ખર્ચ @ ૧૦ % વાર્ષિક

૮૨,૦૦૦

૩.

ફિક્સ્ડ કેપિટલ પરનું વ્યાજ @ ૧૫% વાર્ષિક

૧,૨૩,૦૦૦

 

ગ્રાન્ડ ટોટલ

૭,૮૫,૦૦૦

II

ગ્રોસ આવક

 

 

૨ મીલીયન બિયારણનું વેચાણ @ રૂ।.૫૦૦/૧૦૦૦ પી.એલ.

૧0,૦૦,૦૦૦

III

ચોખ્ખી આવક (ગ્રોસ આવક કુલ ખર્ચ)

૨,૧૫,૦૦૦

ઈકોનોમીક્સ ઓફ સેમી ઈન્ટેન્સીવ ગ્રો-આઉટ કલ્ચર ઓફ ફ્રેશ વોટર પ્રોન ૯૧.૦ હા પોન્ડ)

અનું નં.

ચીજવસ્તુ

રકમ રૂપિયામાં.

I

ખર્ચ

 

૧.

ભાડાના તળાવનું મૂલ્ય

૧0,૦૦૦

૨.

ખાતર અને લાઈન

૬,૦૦૦

૩.

પ્રોનનું બિયારણ (૫૦,૦૦૦/હા, રૂ।।૫૦૦/૧૦૦૦)

૨૫,૦૦૦

૪.

પૂરક આહાર @ ૨૦ રૂ।. / કિગ્રા.

૪0,૦૦૦

૫.

વેતન (૧ મજૂર @ રૂ।.૫૦/માનવ-દિવસ)

૧૪,૦૦૦

૬.

પાક લેવાનો ને તેના વેચાણનો ખર્ચ

૫,૦૦૦

૭.

પરચૂરણ ખર્ચ

૫,૦૦૦

 

સબ ટોટલ

૧,૦૫,૦૦૦

કુલ ખર્ચ

૧,૦૫,૦૦૦

૧.

વેરીએબલ ખર્ચ

 

૨.

વેરીએબલ ખર્ચ પર વ્યાજ @ ૧૫ % વાર્ષિક ૬ મહિના માટે

૭,૮૭૫

 

કુલ ખર્ચ

૧,૧૨,૮૭૫

II

ગ્રોસ આવક

 

 

૧૦૦૦ કિગ્રા પ્રોનનું વેચાણ @ રૂ।.૧૫0/ કિગ્રા.

૧,૫૦,૦૦૦

III

ચોખ્ખી આક (ગ્રોસ આવક- કુલ ખર્ચ)

૩૭,૨૨૫

અંશતઃ વ્યાપક મીઠા પાણીના પ્રોનના પોલિ કલ્ચરનો ખર્ચ (૧.૦/ હા તળાવ)

ઈકોનોમીક્સ ઓફ સેમી ઈન્ટેન્સીવ poly આઉટ કલ્ચર ઓફ ફ્રેશ વોટર પ્રોન (૧.૦ હા પોન્ડ)

અનું નં.

ચીજવસ્તુ

રકમ રૂપિયામાં.

I

ખર્ચ

 

અ.

વેરીએબલ ખર્ચ

 

૧.

તળાવના ભાડાની કિંમત

૧0,૦૦૦

૨.

ખાતર અને લાઈન

૬,૦૦૦

પ્રોનનું બિયારણ (૧૦,૦૦૦/ હા રૂ।.૫૦૦/૧૦૦૦)

૫,૦૦૦

૪.

માછલીનું બિયારણ (૩૫૦૦/હા)

૧૫૦૦

૫.

પૂરક આહાર

૫૦,૦૦૦

૬.

વેતન (૧ મજુર @ ૫0/માનવ દિવસ)

૧૫,૦૦૦

૭.

હાર્વેસ્ટીંગ ચાર્જીસ

૫,૦૦૦

૮.

પરચૂરણ ખર્ચ

૧0,૦૦૦

 

સબ ટોટલ

૧,૦૨,૫૦૦

કુલ ખર્ચ

 

૧.

વેરિએબલ ખર્ચ

 

૨.

વેરિએબલ ખર્ચ પરનું વ્યાજ @ ૧૫% વારષિક ૬ મહિના માટે.

૭૬૮૮

 

ગ્રાન્ડ ટોટલ

 

II

ગ્રોસ આવક

 

૧.

પ્રોનનું વેચાણ (૪૦૦ કિગ્રા.@ રૂ।.૧૫૦/કિગ્રા.)

૬૦,૦૦૦

૨.

માછલીનું વેચાણ (૩૦૦૦ કિગ્રા @ રૂ।।૩૦/કિગ્રા)

૯૦,૦૦૦

 

ખર્ચ

૧,૫૦,૦૦૦

III

ચોખ્ખી આવક (ગ્રોસ આવક- કુલ ખર્ચ)

૩૯,૮૧૨

સ્ત્રોત :સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર, ભુવનેશ્વર, ઓરિસ્સા.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate