તળાવમાં ઉછેરવા લાયક માછલીઓની જાતીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ?
ભારતમાં મીઠા પાણીમાં મુખ્યત્વે ઉછેરી શકાય તેવી જાતોમાં મેજરકાર્પ (કટલા, રોહુ અને મ્રીગલ) અને એકઝોટીક કાર્પ (સિલ્વરકાર્પ, ગ્રાસકાર્પ અને કોમનકાર્પ) છે. તળાવમાં રહેલ જળ સપાટીથી તળીયા સુધીના વિસ્તારનો કાર્યક્ષામ ઉપયોગ કરી શકાય અને માછલીની ખોરાક તથા રહેઠાણ પધ્ધતિ પ્રમાણે ચોકકસ માપદંડ મુજબ મત્સ્યબીજ ઉછેર કરવો જરૂરી છે.
વૈજ્ઞાનિક ઢબે મત્સ્ય ઉછેર કરવામાં આવે તો ખેત ઉત્પાદન કરતાં કેટલી વધુ આવક મેળવી શકાય?
વૈજ્ઞાનિક ઢબે આધુનિક પધ્ધતિથી મત્સ્ય ઉછેર કરવામાં આવે તો કોઈ પણ ખેત ઉત્પાદન કરતાં વધુ ઉત્પાદન તથા આવક મત્સ્ય ખેતી ધ્વારા મળી શકે તેમ છે. સામાન્ય રીતે એક હેકટર ફળદ્રુપ જમીનમાંથી વધુમાં વધુ પાંચ ટન ડાંગર પકવી શકાય જેની કિંમત અંદાજે રૂા. ૪૦,૦૦૦ થી પ૦,૦૦૦ થાય. જયારે તેટલા જ વિસ્તારમાં ઝીંગા કે માછલીનું ઓછામાં ઓછું ઉત્પાદન ર (બે) ટન થાય તે એક ટન માછલીની કિંમત રૂા. ૩પ,૦૦૦ ગણતા રૂા. ૭૦,૦૦૦ની આવક મેળવી શકાય અને તેથી જળ ખેતીનો વિકાસ ગ્રામ્ય અર્થતંત્ર માટે આશર્ીવાદ રૂપ ગણી શકાય.
ગ્રામ્ય તળાવમાં નકામી માછલીઓને નાશ કરવાની પધ્ધતિઓ જણાવો?
ગ્રામ્ય તળાવમાં નકામી માછીઓને (૧) નેટીંગ ધ્વારા (ર) તળાવ સુકવીને (૩) ઝેરી ઔષધિઓ (મહૂડાના ખોળ)ના ઉપયોગથી એમ જુદી જુદી રીતે હાનિકારક માછલીઓનો નાશ કરી શકાય છે.
મીઠા પાણીમાં ઝીંગાનો ઉછેર કઈ કઈ પધ્ધતિથી થાય છે? કઈ પધ્ધતિથી ઉછેર કરવાથી સૌથી વધારે ફાયદો થાય?
સામાન્ય રીતે મીઠા પાણીના ઝીંગાનો ઉછેર (૧) એકસ્ટેન્સીવ (ર) સેમી ઈન્ટેન્સીવ અને (૩) ઈન્ટેન્સીવ એમ ત્રણ પધ્ધતિથી થાય છે. પરંતુ જમીનમાં તળાવ બનાવી તેમાં મેક્રોબ્રેરીયમ રોઝનબર્ગી જાતનાં ઝીંગા બીજ સંગ્રહ કરીને ઉછેર કરવાથી સૌથી વધારે ફાયદો થાય છે.
મીઠા પાણીમાં ઝીંગા ઉછેર માટે કેવા સ્થળની પસંદગી કરવી જોઈએ?
મીઠા પાણીના ઝીંગા માટે સામાન્ય રીતે સ્થળની પસંદગી માટે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. (૧) પોલ્યુશન મુકત સારી ગુણવતા ધરાવતું મીઠું પાણી (ર) જમીનમાં પાણી સંગ્રહ ક્ષામતા (માટીનો પ્રકાર) અને (૩) સારો એપ્રોચ રોડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020