অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામ્ય તળાવોમાં કુદરતી મત્સ્ય ખોરાકનું વ્યવસ્થાપન

ગ્રામ્ય તળાવોમાં કુદરતી મત્સ્ય ખોરાકનું વ્યવસ્થાપન

  1. કુદરતી મત્સ્ય ખોરાકના સજીવોના સમુદાય :
  2. તળાવમાં પ્લવકનું પ્રમાણ કઈ રીતે માપવું?
  3. સચ્યી ડિસ્કના માપ પ્રમાણે ખાતરનો ઉપયોગ:
  4. નસરી તળાવોમાં ખાતર આપવાનો સમયગાળો :
  5. ખાતરના ઉપયોગનો ગાળો :
    1. બચ્ચા સંગ્રહ કર્યાના ૩ દિવસ પહેલા :
  6. બચ્ચા સંગ્રહ કર્યાના પ દિવસ પહેલા :
  7. બચ્ચા સંગ્રહ કર્યાના ૧૦ દિવસ પહેલાં :
  8. રીયરીંગ તળાવોમાં ખાતર આપવાનો સમયગાળો:
    1. ખાતરના ઉપયોગનો ગાળો:
  9. બચ્ચા નાખ્યા બાદ દર પખવાડિયે :
  10. સ્ટોકિંગ તળાવોમાં ખાતર આપવાનો સમયગાળો :
  11. મત્સ્ય તળાવમાં ચૂનાનો છંટકાવ :
  12. મત્સ્ય તળાવમાં ચૂનાનો ઉપયોગનો દર :
  13. ગ્રો-આઉટ કાર્પ તળાવો માટે ખાતર આપવાનો માપદંડ:
  14. મત્સ્ય ખોરાકના સજીવોના ટકાઉ ઉત્પાદન માટેના માપદંડો :
  15. ઉપસંહાર:

કુદરતી મત્સ્ય ખોરાકના સજીવોના સમુદાય :

ગ્રામ્ય તળાવોમાં માછલીના કુદરતી ખોરાકના મુખ્ય જીવોમાં મુખ્યત્વે પ્લવક (પ્લેંકટન) અને પરિફાયટોનનો સમાવેશ થાય છે.

પ્લવક (પ્લેકટન) : તેઓ સ્વતંત્ર રીતે તરતા સુક્ષ્મ પ્રાણીઓ (પ્રાણી જ પ્લવક) અને વાનસ્પતિક જીવો (વાનસ્પતિક પ્લવક) હોય છે જે નબળી ગતિશક્તિ ધરાવે છે અને વહેણ તથા તરંગને લીધે ટકી રહે છે.

પેરિફાયટોન : આ કુદરતી મત્સ્ય ખોરાકના સજીવો દાંડી વગરના જીવોના બનેલા અને તળાવમાં આધાર સાથે જોડાયેલા હોય છે. આથી તેઓ પ્રાણી જપ્લવક, વાનસ્પતિક પ્લવક અને જોડાયેલા ડેટ્રીટસનું મિશ્રણ છે.

તળાવમાં પ્લવકનું પ્રમાણ કઈ રીતે માપવું?

જ્યારે વાનસ્પતિક પ્લવક વધારે હોય ત્યારે પાણી ડહોળું લીલું અથવા તખીરિયા રંગનું બને છે. જો તળાવનું પાણી કાદવવાળુ ન હોય તો વધારે પ્રમાણ માટેનું માપ છે. સચ્ચી ડિસ્ક એ પાણીની પારદર્શકતા માપવાનું પ્રમાણભૂત સાધન છે. ડિસ્કનો વ્યાસ ૨૦ સે.મી. હોય છે. અને સામસામાં  ભાગમાં નીચે આપેલા ચિત્ર પ્રમાણે કાળા અને સફેદ રંગમાં રંગેલી હોય છે. આ ડિસ્ક લાકડાની પટ્ટી કે દોરડા સાથે જોડેલી હોય છે. જેમાં સેટીમીટરમાં  માપ દોરેલું હોયછે. પ્લવકનો જથ્થો માપવા ડિસ્કને સૂર્યની પાછળ પીઠ રાખી પાણીમાં ઉતારવી અને તેને ઉપરથી જોવી જયારે ડિસ્ક દેખાતી બંધ થાય ત્યારે તરત જ સચ્ચી ડિસ્કની ઊંડાઈ નોંધી લેવી.

સચ્યી ડિસ્કના માપ પ્રમાણે ખાતરનો ઉપયોગ:

સચ્ચી ડિસ્કનું માપ

વ્યવસ્થાપન/નિયંત્રણ

રપ સે.મી. કરતા ઓછું

ખાતરની જરૂર નથી, માછલી પર ઓકસિજનની અછતના સંકેતનું બારીકાઈથી નિરક્ષણ કરવું.

પાણીનું વહેણ વધારવું જરૂર જણાય તો

ર૫-૪૦ સે.મી.

ખાતરની જરૂર નથી

નિયમિત માછલીના વર્તનનું નિરીક્ષણ કરવું.

૪૦-૬૦ સે.મી.

નિયમિત જરૂર મુજબ ખાતર આપવું

૬૦ સે.મી. કરતા વધુ

નિયમિત જરૂર કરતા વધારે માત્રામાં ખાતર આપવું.

સામાન્ય રીતે કાર્પ ઉછેર તળાવોમાં ઈચ્છિત મત્સ્ય ખોરાક પ્લવક જાળીમાં ૫૦ લિટર પાણી ગાળવાથી પ્રાણી જ પ્લવકનું પ્રમાણ ર સીસી કરતા વધારે  હોય છે.

નસરી તળાવોમાં ખાતર આપવાનો સમયગાળો :

નર્સરી તળાવોની ફળદ્રુતા સુધારવા મુખ્યત્વે કાર્બોદિત છાત અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે.

  1. માટીની પીએચ પ્રમાણે તળાવોમાં ચૂનો છાંટવો.
  2. બચ્ચા નાખતા પહેલા તળાવોની કુદરતી ફળડ્ઠુપતા સુધારવા ગાયનું છાણ પ-૬ ટન/હેકટર અથવા મરઘાનું ચરક ૨-૩ ટન/હેકટરનો ઉપયોગ કરવો.
  3. તબક્કાવાર છાણ નાખવાના સમયગાળામાં ૭૫૦ કિ.ગ્રા. સીંગખોળ/રાયનો ખોળ, ૨૦૦ કિ.ગ્રા. ગાયનું છાણ અને ૫૦ કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ પ્રતિ હેક્ટરે નીચે દર્શાવેલ વિભાજીત માત્રામાં આપવાની પદ્ધતિથી મહત્તમ કુદરતી મત્સ્ય ખોરાકનું ઉત્પાદન મળે છે.

ખાતરના ઉપયોગનો ગાળો :

બચ્ચા સંગ્રહ કર્યાના ૩ દિવસ પહેલા :

  • સીંગ ખોળ/રાયનો ખોળ : ૩૫૦ કિ.ગ્રા/હેકટર
  • ગાયનું છાણ : ૧૦૦ કિ.ગ્રા/હેકટર
  • એસએસપી : રપ કિ.ગ્રા./હેકટર

બચ્ચા સંગ્રહ કર્યાના પ દિવસ પહેલા :

  1. સીંગ ખોળ/રાયનો ખોળ : ૧૭૫ કિ.ગ્રા/હેકટર
  2. ગાયનું છાણ : ૫૦ કિ.ગ્રા/હેકટર
  3. એસએસપી : ૧૨.૫ કિ.ગ્રા./હેકટર

બચ્ચા સંગ્રહ કર્યાના ૧૦ દિવસ પહેલાં :

  • સીંગ ખોળ/રાયનો ખોળ : ૧૭૫ કિ.ગ્રા/હેકટર
  • ગાયનં છાણ : ૫૦ કિ.ગ્રા/હેકટર
  • એસએસપી : ૧૨.૫ કિ.ગ્રા./હેક્ટર

રીયરીંગ તળાવોમાં ખાતર આપવાનો સમયગાળો:

ખાતરના ઉપયોગનો ગાળો:

બચ્ચા સંગ્રહ કર્યાના ૧૦ દિવસ પહેલા :

  • ગાયનું છાણ : ૩-૪ ટન/હેકટર
  • એસ.એસ.પી. : ૩૦-૪૦

બચ્ચા નાખ્યા બાદ દર પખવાડિયે :

મરઘાના ચરકના ઉપયોગ વખતે તેની માત્રા ગાયના છાણ કરતાં અડધી રાખવી.

સ્ટોકિંગ તળાવોમાં ખાતર આપવાનો સમયગાળો :

તળાવની માટીમાં પોષક તત્વોની સ્થિતિ પ્રમાણે તેને ઓછું, મધ્યમ અને વધારે ફળદ્રુપ તળાવમાં વર્ગીકૃત કરી શકાય છે.

 

પરિણામ

તળાવની ફળદ્રુપતાનો પ્રકાર

ઓછું

મધ્યમ

વધારે

હાજર નાઈટ્રોજન(મિ.ગ્રા./૧૦૦ ગ્રા.)

<૨૫

૨૫-૫૦

>૨૫

હાજર ફોસ્ફરસ (મિ.ગ્રા./૧૦૦ ગ્રા.)

<૩

૩-૬

>૧.૫

સેન્દ્રિય (ઓર્ગેનિક) કાર્બન(%)

<૦.૫

૦.૫ – ૧.૫

>૧.૫

પી.એચ.

<૫.૫

૫.૫ – ૬.૫

૬.૫-૭.૫

મત્સ્ય તળાવમાં ચૂનાનો છંટકાવ :

  • ચૂનાની માત્રા જમીનની પી.એચ. અને જમીનની બનાવટ ઉપર આધાર રાખે છે.

મત્સ્ય તળાવમાં ચૂનાનો ઉપયોગનો દર :

જમીનનો પી.એચ

જમીનની પરિસ્થતિ

ચૂનાની માત્રા (કિ.ગ્રા./હેકટર)

રેતાળ જમીન

ચીકણી જમીન

કલેઈ જમીન

૫.૦-૬.૦

માધ્યમ તેજાબી

૬૦૦

૧૨૦૦

૧૮૦૦

૬.૦-૬.૫

જરાક તેજાબી

૫૦૦

૧૦૦૦

૧૫૦૦

૬.૫-૭.૫

તટસ્થની  નજીક

૨૦૦

૪૦૦

૬૦૦

  • કુલ ચૂનાની માત્રામાંથી ૪૦% માત્રા બચ્ચા નાખતા પહેલા અને બાકીનો ત્યારબાદ વિભાજીત દરમાં આપી શકાય.
  • જ્યારે પાણીની કુલ આલ્કલીનિટી ૪૦ મિ.ગ્રા./હે. કરતા ઓછી હોય ત્યારે ચૂનાનો ઉપયોગ ફાયદાકારક છે.

 

ગ્રો-આઉટ કાર્પ તળાવો માટે ખાતર આપવાનો માપદંડ:

પોષક તત્વોની જરૂરિયાત

(કિ.ગ્રા./હે./વર્ષ)

તળાવના પ્રકાર

ઓછુ

માધ્યમ

વધારે

ગાયનું છાણ

૧૦,૦૦૦-૧૨,૦૦૦

૮,૦૦૦-૧૦,૦૦૦

૫,૦૦૦-૮,૦૦૦

ફોસ્ફરસ

૧૦૦-૧૨૫

૭૫-૧૦૦

૫૦-૭૫

એસ.એસ.પી.

૬૨૫-૭૮૦

૪૭૦-૬૨૫

૩૧૩-૪૭૦

નાઈટ્રોજન

૨૦૦-૨૫૦

૧૫૦-૨૦૦

૧૦૦-૧૫૦

યુરિયા

૪૩૫-૫૪૫

૩૨૨-૪૩૫

૨૧૮-૩૨૨

 

  • બચ્ચા નાખાવના આયોજનના પખવાડીયા પહેલા પાયાની માત્રામં કુલ કાર્બોદિત છાણ ૨૦-૩૦% આપવું. બાકીનું સમાન ધોરણે બે-બે મહિને આપવું.
  • વાર્ષિક માત્રાના રાસાયણિક ખાતરોને ર૪ ભાગમાં વિભાજીત કરી દર પખવાડીએ આપવું.
  • જો તળાવમાં બ્લૂમ દેખાય તો રાસાયણિક ખાતરોનો ઉપયોગ તે સમય દરમિયાન ટાળવો.

મત્સ્ય ખોરાકના સજીવોના ટકાઉ ઉત્પાદન માટેના માપદંડો :

  1. વાનસ્પતિક પ્લવકનો નિકાલ : અનિચ્છનીય લીલને રસાયણો જેવા કે કોપર સલ્ફેટ ૦.૨-૦.૫ પી. પી.એમ. અથવા સીમેઝાઈન અથવા ડાયુરોન ૦.૩ પી.પી.એમ. અથવા ૫૦૦ નંગ સિલ્વર કાર્પ (૫૦૦  ગ્રામ)/હેકટર નાખવાથી નિયંત્રણથી લઈ શકાય છે.
  2. કલોરીનનો ઉપયોગ : તળાવમાં કલોરીનનો ઉપયોગ માછલી માટે નુકશાનકારક છે. તળાવના તળિયાને, નવા ભરેલા અને બચ્ચા સંગ્રહ કર્યા વગરના તળાવને જંતુરહિત કરવું શક્ય છે. શેષ ક્લોરીન થોડા દિવસોમાં કુદરતી રીતે બિનઝેરી બને છે  અને તળાવમાં જોખમ વગર સંગ્રહ કરી શકાય છે.
  3. પાણીનો બદલાવ : જ્યારે પાણીમાં વધારે તત્ત્વો અને પ્લવક હોય જેના કારણે પાણીની ગુણવત્તા બગડે છે ત્યારે પાણીનો બદલાવ કરવો જોઈએ.  વારંવાર પાણીનો બદલાવ જરૂરી નથી કારણ કે તળાવ આપ મેળે કાર્બન, નાઈટ્રોજન અને ફોસ્ફરસ ઉત્પન્ન કરવા સમર્થ છે.

ઉપસંહાર:

તળાવમાં ખાતરનો ઉપયોગ સીધેસીધો તળાવની ફળટ્ટુપતા વધારે છે. તળાવની જમીન અને પાણીના આધારે ખાતરનો જથ્થો અને પ્રકાર આપી શકાય  છે. કાર્બાદિત છાણ અને રાસાયણિક ખાતરોનો એકસાથે કાળજીપૂર્વક ઉપયોગ સફળ મત્સ્ય ઉછેર કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે.

તળાવમાં કુદરતી મત્સ્ય ખોરાકનો જથ્થો વધતાં ઉત્પાદનમાં પણ વધારો થાય છે. મત્સ્ય તળાવોમાં યોગ્ય કુશળતાવાળી યોજનાનું વ્યવસ્થાપન, કુદરતી મત્સ્ય ખોરાકના ઉત્પાદનમાં વધારો કરી ગ્રામ્ય ખેડૂતોને બહુ મોંઘા વધારાના ખોરાક પર ઓછો આધાર રાખવામાં મદદ કરે છે. આ કુદરતી મત્સ્ય  ખોરાકમાં સમતોલ પ્રમાણમાં ઈચ્છિત સમુદાયના કુદરતી મત્સ્ય ખોરાકનું ઉત્પાદન તળાવની ફળદ્રુપતા પર આધાર રાખે છે. ખાતર અને છાણના  વપરાશ દ્વારા પોષક્તત્ત્વોનો ઉમેરો કરી તળાવની ફળદ્રુપતા વધારી શકાય છે.

 

સ્ત્રોત:

ડો. ચંદ્રકાન્ત મિશ્રા, ડો. સુભાષ સરકાર, ડો. જૈમિન ભટ્ટ,

ક્ષેત્રિય સંશોધન કેન્દ્ર, કેન્દ્રિય મીઠાપાણી જીવપાલન અનુસંધાન સંસ્થાન (સીફા)

(આઈ.સી.એ.આર.), એટીક, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૦૦૧

ફોનઃ (૦૨૬૯ર) ૨૬૯૩૬૯૯૯

કૃષિ ગોવિદ્યા ,અગોસ્ટ-૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી,  આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate