યોગ્ય સમયે ઈચ્છિત પ્રકારની માછલીઓનું જરૂરી જથ્થો ઉપલબ્ધ થાય તે મહત્વનું પાસું છે. જેનાથી સફળ જળસૃષ્ટિનો ઉછેરતા કાર્ય થઈ શકે છે. આટલા વર્ષોમાં કાર્ય માછલીના બચ્ચાઓના ઉછેરમાં નોંધપાત્ર શક્યતા હાંસલ કરી હોવા છતાં તેના ઈચ્છિત કદના બિયારણના ઉપલબ્ધતા મુખ્ય સમસ્યા બની છે. માછલીના સાવ નાના બચ્ચાંઓને માવજત ભર્યા ઉછેર ૭૨-૯૬ કલાક તેને પોષીને કરવામાં આવે છે. જેણે તાજેતરમાં જ ખોરાક ખાવાની શરૂઆત કરી હોય અને આ સમયગાળો ૧૫-૨૦ દિવસનો ચાલે છે. આ દરમિયાન તે ૨૫-૩૦ એન.એમ.ના ફાય બની જાય છે. આ ફ્રાયને ફરીથી બીજા તળાવમાં ઉછેરવામાં ૨-૩ મહિના સુધી ઉછેરવામાં આવે છે. જે ૧૦૦ એમ.એમ. સાઈજના ફીંગર સિંગ્સના પરિણમે છે.
માછલીના તાજા જન્મેલા બચ્ચાઓને ઉછેરવા માટે ૦.૦૨-૦.૧૦ હા, તેમજ ૧.૦-૧.૫ મીટરની ઊંડાવાળું તળાવ પસંદ કરવામાં આવે છે. પરંતુ ધંધાકીય ઉત્પાદન માટે ૦.૫ હા ના વિસ્તારનું તળાવ વાપરવામાં આવે છે.
ફ્રાયને ઉછેરવા માટે તળાવમાંથી પાણીનો નિકાલ કરી શકાય તેવી અથવા ન કરી શકાય તેવી તથા સિમેન્ટની ટાંકીઓ વાપરવામાં આવે છે. નાની ફોય માછલીઓના ઉછેર માટેના જુદા-જુદા પગથિયા નીચે આપેલા છે.
પાણીમાંની વનસ્પતિને દૂર કરવી :માછલીના તળાવમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ ઉગ્યું હોય તો તે અનિચ્છિનીય છે કારણ કે તે તળાવમાં ના પોષક તત્વો શોષી લેતું હોઈ તેની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે અને તે શિકારી પ્રાણીઓ/જંગલી માછલીઓ/ જંતુઓને આશ્રયસ્થળ પૂરું પાડે છે અને આનાથી માછલીઓને હરવા-ફરવામાં જાળ નાંખવામાં પણ અવરોધ ઉભો થાય છે. આથી જમીનમાંનું નકામું કચરું કાઢી નાંખવું એ તળાવને તૈયાર કરવા માટેનું પ્રથમ કાર્યરૂપ છે. આ તળાવો છીછરા અને કદમાં નાના હોવાથી સામાન્ય રીતે હાથથી ૪ માછલીઓના બચ્ચાંઓની નર્સરી અને ઉછેર કરવાની રીતે વપરાય છે. મોટા તળાવમાંથી નકામું કચરું/ ઘાસ કાઢવા માટે યાંત્રિક,રાસાયણિક અને જૈવિક પદ્રધતિઓ વાપરવામાં આવે છે
શિકારી પ્રાણીઓ/જંતુઓ તથા નકામી માછલીઓને દૂર કરવી : તળાવમાંના શિકારી માછલીઓ/નકામી માછલીઓ ઉપરાંત ત્યાં રહેતા સાપ, કાચબા, દેડકાં, પક્ષીઓ નાની માછલીઓને ટકી રહેવા માટે સમસ્યારૂપ બને છે. ખાસ કરીને જગ્યા અને ઓક્સિજનની બાબતમાં તળાવને ખાલી કરી સૂકવી નાખવું અથવા તેમાં અનુકુળ માછલીઓને જ ઉછેરવી તે શિકારી પ્રાણીઓ નકામી માછલીઓને દૂર કરવાની સારી પદ્ધતિ છે. આ માટે તળાવમાં માછલીનું બિયારણ નાખવાના ત્રણ અઠવાડિયા પહેલા તળાવમાં મહુડાના તેલથી કેક ૨,૫૦૦ કિગ્રા. પ્રતિ હેક્ટર0મીટર નાંખવાનું સૂચન છે, આવી કેકથી મત્સ્યને પોષણ મળે છે. અને જૈવિક ખાતર પણ મળે છે. જેનાથી કુદરતી ઉત્પાદકતામાં વધારો થાય છે., તળાવના પાણીમાં કમર્શિયલ બ્લીંચીગં પાવડર (૩૦% ક્લોરીન) અને ૩૫0 કિગ્રા/ હા-મીટર પાણીમાં નાંખવાથી તે માછલીઓને મારી નાંખવામાં અસરકારક રહે છે. તળાવના પાણીમાં બ્લીચીંગ પાવડર નાંખ્યાના ૧૮-૨૪ કલાક પહેલાં તેમાં ૧૦૦ કિગ્રા/હા-એમ ના દરે યુરિયા નાંખવાથી બ્લીચીંગ પાવડરનો અડધો જથ્થો બચાવી શકાય છે.
તળાવને ફળદ્રુપ બનાવવું :તળાવના પાણીમાં તરતા સુક્ષ્મ જંતુઓએ માછલીઓનો કુદરતી ખોરાક હોઈ કલ્ચર તળાવને ફળદ્રુપ બનાવી તેને પેદા કરવા જોઈએ.જે તળાવો માછલીના બિયારણના ઉત્પાદન માટે વાપવાના હોઈએ તેમાંથી
અનિચ્છનીય શિકારી જંતુઓ અને નકામી/કચરો માછલીઓને કાઢીને તળાવની જમીનના પી.એચ.ના આધારે તેમાં લાઈમ નાંખવો જોઈએ. તળાવનું લાઈનીંગ કર્યા બાદ તેમાં છાણ, પોલટ્રીની ચરકો અથવા રાસાયણિક ખાતરો અથવા બંને નાંખીને તળાવની ફળદ્રુપતા વધારવી જોઈએ,. ૭૫૦ કિગ્રા. મગફળીના તેલની કેક, ૨૦૦ કિગ્રા. છાણ અને ૫૦ કિગ્રા./ હા સારું ફોસ્ફેટ વિગેરેનું મિશ્રણ તળાવમાં નાંખવાથી ઈચ્છિત માત્રામાં કુદરતી જંતુઓ પેદા કરી શકાય છે. તળાવમાં સ્ટોકીંગ કરતાં ઉપર્યુક્ત મિશ્રણમો અડધા ભાગમાં પાણી મેળવી તેથી બનાવેલી જાડો રગડો નર્સરીના ૨-૩ દિવસ દરમિયાન ફેલાવી દેવો જોઈએ. તળાવમાંના સૂક્ષ્મજીવોનું સ્તર જોઈને બાકીના અડધા ભાગનું મિશ્રણ ૨-૩ વાર તેમાં નાંખવું.
માછલીના નાના બચ્ચાંઓનું સ્ટોકીંગ્સ :તળાવમાં કેટલા માછલીઓના બચ્ચાંઓને સંઘરવા તેનો નિર્ણય તળાવની ઉત્પાદન ક્ષમતા અને ક્યા પ્રકારના વ્યવસ્થાપનના માપદંડોને આપણે અનુસરીએ છીએ. તેને આધિરાય હોય છે. સામાન્ય રીતે મત્સ્યઉછેરના તળાવની સ્ટોકીંગ્સની ઘનતા ૦.૧-૦.૩ મિલિયન/હેક્ટર સૂચવવામાં આવે છે. જ્યારે એક જ પ્રકારની માછલીઓની સંભાળનો તબક્કો મર્યાદિત હોય તો ગ્રોઉટ ઉત્પાદનની જેમ તેના ઉછેરના તબક્કામાં જુદા-જુદા પ્રકારની માછલીઓના ઉછેર કરી શકાય.
સ્ટોકીંગ્સ બાદ તળાવનું વ્યવસ્થાપન
ફીગલિગ્સના ઉછેર માટે પૂરક આહાર આપવાનો દર ૫-૧૦% અનુસરવો મોટા ભાગના કેસોમાં પૂરક આહાર મગફળીના તેલની કેક અને ડાંગરની કુશકીનું મિશ્રણ ૧:૧ રેશિયોના વજનના પ્રમાણમાં આપવામાં આવે છે. આમાં અન્ય ખાદ્યપદાર્થોનું મિશ્રણ કરી શકાય જ્યારે ગ્રાસ કાર્યનો સંઘરવામાં ાવી હોય તો વોલ્ફીઆ, લેનના અને સ્પાઈ રોડેસા જેવો પૂરક આહાર પણ પૂરો પાડવો. તળાવમાં પાણીનું લેવલ ૧.૫ ઊંડાઈ સુધીનું જાળવવું અને અન્ય ફર્ટિલાઈઝરો તેમાં સમયાંતરે નાંખવા તે વ્યવસ્થાપનની અન્ય રીતો છે. ફીગરલિગ્સના ઉછેરથી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવતા તેના ઉછેર માટેના તળાવની સ્થિતિ લઈને ફિંગરલિંગ્સ ૮0-૧૦૦ એમ.એમ./૮-૧૦ કિગ્રા ના થાય છે અને તેમની જીવનની શક્યતા ૭૦-૯૦% રહે છે.
એક ચોમાસુની ઋતુમાં (જૂન-ઓગષ્ટ) દરમિયાન ઓછામાં ઓછા બે પાક લઈ શકાય છે, આ રીતે એક હેક્ટર પાણીના વિસ્તારની બે પાકોની ચોખ્ખી આવક રૂ।.૯૨,૦૦૦/- થશે. |
|
ભારતમાં કાર્પ માછલીનો ઉછેર કરવાની પ્રેક્ટિસ મુખ્ય આધારરૂપ છે અને ત્રણ મુખ્ય પ્રકારની ભારતીય કાર્ય માછલીઓ હોય છે- કાટલા, રોહુ અને મ્રીગલ આની સાથે સાથે ૩ વિલાયતી કાર્ય સિલ્વર કાર્પ, ગ્રાસ કાર્પ અને કોમન કાર્પ મળીને દેશના જળસૃષ્ટિના ઉત્પાદનમાં ૮૫% ફાળો આપે છે.
છેલ્લા ત્રણ દસકા દરમિયાન મત્સ્ય ઉછેરમાં કરાયેલા તકનીકી હસ્તક્ષેપોના કારણે દેશમાં માછલીઓનું તળાવો અને ટાંકીઓમાં થતું મીન રાષ્ટ્રીય ઉત્પાદન ૬૦૦ કિગ્રી/ હા થી વધીને ૨૦૦૦ કિગ્રા./ હા થઈ ગયુ છે. વળી, આંધ્રપ્રદેશ, પ્રશ્ચિમ બંગાળ, પંજાબ અને હરિયાણાના કેટલાંક ખેડુતો અને ઉદ્યોગ સાહસિકોએ ૬-૮ તન/હા/વર્ષ જેવું મહત્તમ ઉત્પાદન મેળવ્યું છે. માછલીના પ્રકારો, પાણીના સંસાધનો, ખાતરની ઉપલબ્ધતા, ખોરાકના સંસાધનો વિગેરે અને ખેડૂતોની મૂડી રોકાણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને દેશમાં આવી ઉછેરના અભ્યાસોનાં કેટલાંક મિશ્રણ/ જોડાણો ઉભાં કરવામાં આવ્યા છે. કાર્ય ઉછેરને અન્ય ઉછેર/ખેતીના અભ્યાસો સાથે સુસંગત હોવાનું શોધાયું છે અને તેથી તેના જૈવિક કચરાને શુદ્ધ કરી ફરીથી વાપરી શકાય તેવી બનાવવાની ક્ષમતા પણ વધુ છે.
ભારતમાંનું કાર્પ પોલિકલ્ચર બહુ મોટા પ્રમાણમાં છાણ અથવા મરઘા કેન્દ્રની અઘાર જેવા જૈવિક કચરાનો ઉપયોગ કરે છે અને જૈવિક અને રાસાયણિક ખાતર માત્રના ઉપયોગથી વર્ષે ૧-૩ ટન/હા/જેટલું ઉત્પાદન મેળવી શકાય છે માછલીઓને અન્ય આહાર આપવાથી તેનું ઉત્પાદન ખૂબ વધારી શકાય છે અને ખોરાક અને ખાતરના મિશ્રણથી તો વર્ષે ૪-૮ ટન/હા/માછલીનું ઉત્પાદન મેળવી શકાય છે.
રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા વિકસાવેલા પ્રેક્ટીસના પેકેજીસ દેશના જુદા-જુદા પ્રદેશોના ૦.૦૪-૧૦.૦ હા ના એરિયામાં અને ૧-૪ મીટર ઊંડા તળાવોમાં અપનાવવામાં આવ્યો છે. જે અલગ-અલગ ઉત્પાદન સ્તરમાં પરિણમે છે. નાના અને છીછરા, બંધિયાર પાણી વાળા તળાવોના તેના પોતાના પ્રશ્નો હોય છે. જે માછલીના ઉછેર પર વિપરીત અસર કરે છે. જ્યારે મોટા અને ઉંડા તળાવોના તેના પોતાના વ્યવસ્થાનના પ્રશ્નો હોય છે. ૦.૪-૧.૦ ની સાઈઝના અને ૨-૩ મીટરની ઉંડાઈવાળા તળાવો ઉત્તમ વ્યવસ્થાપન માટે ઉમદા માનવામાં આવે છે. કાર્ય પોલિકલ્ચરની વ્યવસથાપન પ્રેક્ટીસનો પર્યાવરણીય અને જૈવિક મેન્યુપલેશન્સનો સમાવેશ થાય છે. જેને વિસ્તૃતપણે પ્રીસ્ટોકીંગ,સ્ટોકીંગ અને પોસ્ટ ઓપરેશન્સમાં વર્ગીકૃત કરવામાં આવે છે
તળાવની તૈયારીમાં તળાવમાનું નકામું વાસ/કચરો કાઢી નાંખવાનું તેમજ તેને શિકારી જળચરોથી મુક્ત કરવું અને તેમાં પર્યાપ્ત માત્રામાં કુદરતી ખોરાક ઉગાડવો જેથી માછલીઓના સારા વિકાસ થાય તેઓનું લાંબ જીવન થાય અને તેથી તેનું ઉત્પાદન પણ વધે પાણીમાંના નકામું કચરું/ઘાસ, પરંતુ નિયંત્રણ, અનિશ્ચિત જીવોને તેમાંથી કાઢી નાંખવા તથા પાણી અને જમીનની ગુણવત્તા સુધારવી તે આ વ્યવસ્થાપનના તબક્કાના મહત્વનો પાયો છે. શિકારી પાણીઓ અને નકામી માછલી પરંતુ નિયંત્રણની વિગતવાર ચર્ચા નર્સરી મેનેજમેન્ટમાં આપેલી છે.
જ્યારે માછલીઓ નવા પ્રદેશના હવા-પાણીને પરિસ્થિતિને અનૂકુળ થઈ જાય ત્યારપછી જ તળાવોના યોગ્ય કદની માછલીઓ મુકવી. જ્યારે તે બચ્ચાં મૂકીને તળાવમાં રહેવા તૈયાર થઈ જાય. વધુમાં વધુ માછલીનું ઉત્પાદન મેળવવા માટે માછલીનું કદ અને તેની ઘનતા મહત્વની છે. માછલીને વિકસાવતા તળાવોમાંની ફીંગરલીંગ્સ ૧૦૦ એન.એન. થી વધારે હોવી જરૂરી છે. જો તળાવમાં નાના કદની માછલીઓને સંઘરવામાં આવે તો શરૂઆતના મહિનાઓમાં તેની વૃદ્ધિ ધીમે ધીમે થાય અને તેનો મૃત્યુદર ઊંચો રહે.વ્યાપક પોલીકલ્ચર તળાવમાં ૫૦-૧૦૦ ગ્રામની માછલીઓને સંઘરવાથી તેમનો જીવવાનો દર ૯૦% રહે છે અને તેની વૃદ્ધિ સારી થાય છે. સામાન્ય રીતે ૩-૫ ટન/હા/ વર્ષનો ઉત્પાદન લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ૫૦૦૦ ફીંગરલિંગ્સની તળાવની ઘનતા રાખવામાં આવે છે. ૫-૮ ટન/હા/ વર્ષ ઉત્પાદન મેળવવા માટે સ્ટોકીગ્સ ડેન્સીટી ૮૦૦૦-૧૦૦૦ ફીંગર લીંગ્સ/હા રાખવામાં આવે છે. ૧૫૦૦૦-૨૫૦૦૦/હા ની ઘનતાએ સ્ટોકીંગ્સ કરવાથી ૧૦-૧૫ ટન/હા/વર્ષ જેવું ઉચ્ચ લક્ષિત ઉત્પાદન મેળવી શકાય છે. કાર્ય પોલિકલ્ચરમાં ઈન્ટર સ્પેસીફીક અને ઈન્ટ્રા સ્પેસીફીક તળાવમાનાં જુદા-જુદા ટ્રોફીક સ્તરે અને પ્રાંતમાં મળતો ખોરાક મેળવવા માટે વચ્ચે સ્પર્ધા થાય છે. તળાવમાંના વિવિધ પ્રદેશોમાં ઉપલબ્ધ સંઘરવા માટે ૨-૩ જાતની માછલીઓ વાપરવામાં આવે છે કે જે તળાવના જુદા-જુદા સ્થાને જઈ વસે છે. ભારતમાંના કાપૅકલ્ચરમાં ૬ જાતની માછલીઓ કાટલા, સિલ્વર કાર્ય, રોહુ, ગ્રાસ કાર્ય, મ્રીગલ અને તોમન કાર્યના સંયોજનને આદર્શ માનવામાં આવે છે. આવું મિશ્રણનો નિર્ણય મોટે ભાગે તેના બિયારણની ઉપલબ્ધતા અને બજાર માંગ પર નિર્ભર છે. આમાં કાટલા અને સિલ્વર કાર્ય તે પાણીની સપાટી પરનો ખોરાક ખાનારી, રોહુ એ કોલમનો ખોરાક ખાનારી, ગ્રાસ કાર્ય વેજીટેશન ખાનારી અને મ્રિગલ અને કોમન હાર્પ તળિયા પરનો ખોરાક ખાનારી છે. તળાવની ઉત્પાદન ક્ષમતાના આધારે ૩૦-૪૦% સપાટી પરનો ખોરાક ખાનારી ૩૦-૩૫% માછલી પાણીની મધ્યમાંનો ખોરાક ખાનારી અને ૩૦-૪૦% નળિયા પરનો ખોરાક ખાનારી માછલીઓનાં પ્રમાણને સ્વીકારવામાં આવે છે.
ફળદ્રુપ બનાવવું : જમીનના થરના પોષક સ્તરના આધારે તળાવોને ત્રણ જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કાર્ય માછલીનું ઉત્પાદન કરતા તળાવોની ફળદ્રુપતા પણ વધારવા માટે નીચેની બાબતો કરવી સલાહભરી છે. તલાવોમાં માછલીનું બિયારણ નાંખ્યાના ૧૫ દિવસ પહેલા કુલ જૈવિક ખાતરના ૨૦-૨૫% તેમાં પાયાના ડોઝ તરીકે નાંખવું બાકી વધેલા ખાતરમાં મરધાં ઉછેરકેન્દ્રની મરકો,ભૂંડનું છાણ,બતકોની લીંડીઓ, ઘરેલુ ગટરનો કાંપ તેની ઉપલબ્ધતાના આધારે વાપરવામાં આવે છે. અઝોલા, નાઈટ્રોજન ફિક્સીંગ ફર્ન કે જે જળચર સૃષ્ટિ માટેનું પ્રમાણિત કરેલું જૈવિક ખાતર છે. તેને ૪૦ ટન/હા/વર્ષ પ્રમાણે વાપરવામાં આવે છે. જે વ્યાપક કાર્યના ઉછેર માટેનાં સંપૂર્ણ પોષકતત્વોયુક્ત છે. (૧૦૦ કીગ્રા. નાઈટ્રોજન,સ ૨૫ કીગ્રા. ફોસ્ફરસ, ૯0 ક્રિગ્રા. પોટાશિયમ અને ૧૫૦૦ ક્રિગ્રા. જૈવિક કચરો) તળાવોમાં નાંખવામાં આવેલા મટિરિયલ્સના કહોવડાવવાથી તે તેમાંથી છુટા પડતાં ઘટક તત્વોના નાના-નાના કણો/ ટુકડાઓ કાર્પસ અને પ્રોન્સ માટે ટ્રોપીક કોમ્પોનન્ટ તરીકેની સેવા આપે છે. જૈવિક પ્રક્રિયાઓથી તૈયાર કરેલું જૈવિક ખાતર, બાયોગેસનો રગડો કાર્યના ઉછેર માટેનું પ્રમાણિત ખાતર છે. તેને ૩૦-૪૫ ટન/હા/વર્ષ ના દરે વાપવામાં આવે છે. એનાથી ઓક્સિજનની વપરાશ ઘટે છે અને પોષકતત્વો છુટા પાડવાનો દર વધવા જેવા ફાયદાઓ થાય છે.
પોષક તત્વો |
ઓછું ઉત્પાદન ક્ષમતા વાળું |
મધ્યમસરની ઉત્પાદન ક્ષમતા વાળું |
ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળું |
જૈવિક કાર્બન % |
૦.૫-૧.૫ |
૧.૫ |
>૨.૫ |
ઉપલબ્ધ નાઈટ્રોજન (મિ.ગ્રા./૧૦૦ ગ્રામ જમીન) |
૨૫-૫૦ |
૫૦-૭૫ |
>૭૫ |
ઉપલબ્ધ ફોસ્ફરસ (મિ.ગ્રા./૧૦૦ ગ્રામ જમીન) |
< ૩ |
૩-૬ |
>૬ |
ખાતર નાંખવાનું સૂચિત સમયપત્રક/પ્રમાણ |
|
|
|
લીલું છાણ (ટન્સ/હા/વર્ષ |
૨૦ |
૧૫ |
૧૦ |
નાઈટ્રોજન(કિગ્રા/હા/વર્ષ) |
૧૫0 એન. (૩૨૨ પુરીઓ) |
૧૦૦ એન.(૨૧૮ યુરીયા |
૫૦ એન (૧૦૪ યુરીયાં |
ફોસ્ફરસ(કિગ્રા./હા/વર્ષ) |
૭૫ પી (૪૭૦ એસ.એસ.પી.) |
૫૦ પી (૩૧૦ એસ.એસ.પી.) |
૨૫ પી (૨૩૫ એસ.એસ.પી.ય) |
પૂરક આહાર : સામાન્ય રીતે કાર્ય પોસિકલ્ચરમાં પૂરક આહાર તરીકે માત્ર મગફળી (રાઈના તેલના રોટલા અને ડાંગરની કુશકી આપવામાં આવે છે. માછલીઓના વ્યાપક ઉછેર માટે છોડવા અને પ્રાણીજ પ્રોટીનના સ્ત્રોતો તેની સાથે ભેળવી શકાય. માછલીના ખોરાકમાં આ ઘટકો ભેળવવા માટે તેના નાના લાડવા કે ગોળીઓ બનાવવી પડે જે પાણીને સ્થિર રાખવામાં અને બગાડ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. ગ્રાસા કાર્યને પાણીમાં થતી વનસ્પતિઓ કે જેને તળાવના અમુક પસંદ કરેલા ખૂણાઓમાં રાખે છે. તેવી વનસ્પતિઓનો (હિડ્રીલા, નાજસ સેરા ટીફીલમ) ડકવીડ્સ) વિગેરે ખોરાક આપવામાં આવે છે. પૂરક આહાર તરીકે જમીન પરંનું ઘાસ, અને અન્ય ચારો, કેળાના છોતરાં, શાકભાજીના છોતરાં આપી શકાય.
આ પૂરક આહારની વહેંચણી, પૂરક આહારના મિશ્રણની કણક બનાવી ટ્રે માં મુકવી અથવા તેને કોથળાઓમાં ભરીને તળાવમાં અલગ-અલગ જગ્યાએ લટકાવવી આવો આહાર દિવ્સમાં બે વાર આપવો તેમને પ્રમાણસર ખોરાક આપવો કારણ કે ઓછો ખોરાક આપવાથી તેમની વૃદ્ધિ દબાય છે અને વધુ આપવાથી ખોરાકનો બગાડ થાય છે. પહેલા મહિને સ્ટોકીંગ મટિરિયલ્સના શરૂઆતનાં બાયોમાસના ૫% લેખે ખોરાક આપવો પછીથી દર બીજે મહિને માછલીના બાયોમાસ આધારિત ૩.૧% સ્લાઈડીંગ સ્કેલ મુજબ ખોરાક આપવો.
એરેનેશન અને પાણી બદલવું : તળાવમાં ઓગળેલા ઓક્સિજનના ફેલાવાને વધારવા માટે યાંત્રિક રીતે એરેશન કરવામાં આવે છે. આવું જે તળાવોની ઉચ્ચ સ્ટોકીંગ ઘનતા હોય અને માછલીઓનો તેના વ્યાપક પ્રમાણમાં ઉછેર કરવામાં આવતો હોય ત્યારે આમ કરવું જરૂરી છે. પેડલ વ્હીલ એરેટર્સ, એસ્પીરેટર એરટર્સ અને સબમર્સીબલ એરેટર્સ સામાન્ય રીતે વાપરવામાં આવે છે વ્યાપક જળસૃષ્ટિની ઓગળેલા ઓક્સિજનની માંગણી પૂર્તિ કરવા માટે ૪-૬ એરેટર્સ /હા/પાણીના વિસ્તાર માટે હોવાં જરૂરી છે.
વ્યાપક જીવસૃષ્ટિના ઉછેર માટે તળાવોમાંનું પાણી બદલવું એ બીજી મહત્વની અને જરૂરી પ્રવૃતિ છે. સતત એકઠી થતી/વધતી મેટાબોલીટ્સ અને વણવપરાયેલા ખોરાકનો બગાડથી પાણીની ગુણવત્તા બગડે છે. જેનાથી માછલીની જાતોની વૃદ્ધિ ધીમી પડે છે અને કેટલીકવાર આનાથી બિમારીઓ પણ ફેલાય છે આથી નિયત સમયાંતરે તળાવમાંના પાણીનો કેટલોક જથ્થો બદલાતાં રહેવું જોઈએ. ખાસ કરીને મત્સ્ય ઉછેરના પાછલના સમયે.
આરોગ્યની જાળવણી/ વ્યવસ્થાપન : તળાવમાં માછલીના બિયારણ મૂકતાં પહેલા, તેના બિયારણને ૩.૫% પોટાશિયમ પરમેગેનેટના દ્રાવણથી ૧૫ સેકન્ડ ધોવાં જોઈએ, વધારે બિયારણની ધનતા વધારે હોય તો બિમારી થવાના બનાવો બનવા સામાન્ય છે. સારી રીતે જળવાયેલા તળાવોમાં માછલીઓનો મૃત્યુદર ખૂબ ઓછો હોય છે. તેમ છતાં પરોપજીવીઓથી લાગતા ચેપથી તેમની વૃદ્ધિ પર ગંભીર અસરો પડે છે. જેનું ધ્યાન રાખવું જરૂરી છે.
૧0 મહિનાથી ૧ વર્ષ સુધી માછલીઓનો ઉછેર કર્યા બાદ તેનો પાક લઈ શાકય તેમ છતાં માછલીની સાઈઝ વેચાણ કરવા જેટલી થઈ જાય તો તેને કાઢી લેવી જોઈએ. જેથી તળાવ પર માછલીની ધનતાનું દબાણ ઘટે છે અને અન્ય માછલીઓના વૃદ્ધિ માટે પૂરતી જગ્યા મળી રહે છે.
અનું નં. |
ચીજવસ્તુઓ |
રકમ (રૂપિયામાં) |
I |
ખર્ચ |
|
અ |
બદલાતો ખર્ચ Variable Cost. |
|
૧. |
તળાવનું ભાડું. |
૧0,૦૦૦ |
૨. |
બ્લીચીંગ પાવડર (૧૦ પી.પી.એન. ક્લોરીન) / અન્ય ટોક્સીકન્સ. |
૨,૫૦૦ |
૩. |
ફીંગર લિગ્સ ૮૦૦૦ નંગ |
૪,૦૦૦ |
૪. |
ખાતર અને મેન્યુ્ર્સ |
૬,૦૦૦ |
૫. |
પૂરક આહાર (ડાંગરની કુશકી અને મગફળીના તેલની કેકનું મિશ્રણ, ૬ ટન @ રૂ।.૭,૦૦૦/ ટન |
૪૨,૦૦૦ |
૬. |
વેતન (૧૫૦ માનવ દિન @ રૂ।.૫૦/માણસ/દિવસ વહીવટ અને લણણી માટે. |
૭,૫૦૦ |
૭. |
પરચૂરણ ખર્ચ |
૨,૦૦૦/- |
|
સબ ટોટલ |
૭૪,૦૦૦ |
બ |
કુલ ખર્ચ |
|
૧. |
વેરીએબલ ખર્ચ |
૭૪,૦૦૦ |
૨ |
રીકરીંગ ખર્ચના દર ૬ મહિને ૧૫ % વ્યાજદર. |
૫,૫૦૦ |
|
કુલ ખર્ચ |
૭૯,૫૦૦ |
II |
ગ્રોસ આવક |
|
|
૩૦ રૂ।. / કિગ્રા દરે ૪ ટન માછલીનું વેચાણ. |
૧,૨૦,૦૦૦ |
III |
ચોખ્ખી આવક (કુલ વળતર- કુલ ખર્ચ) |
૪૦,૪૫૦ |
સ્ત્રોત : સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર, ભુવનેશ્વર, ઓરિસ્સા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2020