વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રક્ષીતખેતી - ગ્રીન હાઉસ ટેક્નોલોજી

રક્ષીતખેતી - ગ્રીન હાઉસ ટેક્નોલોજી

ગ્રીન હાઉસ એટલે શું?

છોડને પોતાના વિકાસ અર્થે સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઈડ,પાણી અને સૂર્યપ્રકાશની જરૂરિયાત રહે છે.આ અંતે છોડ જમીનમાંથી પાણી ગ્રહણ કરે છે.હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ લે છે અને સૂર્ય માંથી પ્રકાશનું શોષણ કરે છે.આ ત્રણેય ઘટકો માંથી છોડ પોતાનો ખોરાક બનાવે છે જેને કાર્બોહાઈડ્રેટ કહેવાયમાં આવે છે.અને ઓક્સીજન વાતાવરણમાં બહાર ચોડે છે જેને નીચે પ્રમાણે દર્શાવી સકાય. co2 +પાણી(H2O)+સૂર્યશક્તિ=કાર્બોહાઈડ્રેટ+ઓક્સીજન આનો અર્થ એ થાય કે કોઈપણ છોડના સંપૂર્ણ વિકાસ માટે આ ત્રણ ઘટકો અગત્યનાછે. સામાન્ય રીતે ખુલ્લા ખેતરો માં કોઈપણ પાકનું વાવેતર કરે છે ત્યારેઆ ત્રણ ઘટકો છોડ ને જોઈતા પ્રમાણ માં મળતા રહે તો,પાક સારો ઉપજ માંમળે છે.પરંતુ આવું વાતાવરણ છોડ ને દરેક સમયે મળવું શક્ય બનતું નથી.જેમકે,ચોમાસા માં ક્યારેક અતિવૃષ્ટિ થવાથી પાણી નું પ્રમાણ વધી જાય છે.જેથી છોડ વિકાસ યોગ્ય માત્રા માં થઇ શકતો નથી.તેમજ ઉનાળામાં ગરમી નું પ્રાણ વધવાથી છોડ બળી પાન જાય છે અને પાક ઉત્પાદન આપવામાં નિષ્ફળ જાય છે.વાતાવરણ અતિ પ્રદુષિત થવાથી કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધતા ઓછા પ્રમાણ માં રહે છે ,જેથી જોઈતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ છોડ ને મળી શકતો નથી,પરિણામેછોડ ખોરાક બનાવી શકતા નથી.આમ,છોડના સંપૂર્ણ વિકાસ માટે આ ત્રણ ઘટકો બહુ અગત્યનો ભાગ ભજવે છે.આ ત્રણ ઘટક ઓ ઉપરાંત અન્ય ઘટકો જેવાંકે, જમીનના વિવિધ ન્યુટીયન્ટની જરૂરિયાત રહે છે.ખુલ્લાખેતરોમાં આ ત્રણ ઘટકો નિયંત્રિત કરવા શક્ય બનતુંનથી કારણ કે ક્યારેક ગરમી વધે, ક્યારેક વધુ પાણીનુંપ્રમાણ રહે અને ક્યારેક હવા પ્રદુષિત રહે છે.જો આ ત્રણ ઘટકો ને નિયંત્રિત કરવા હોય તો એવું માળખું બનાવવું પડે જેથી કરીને આ ઘટકો યોગ્ય માત્રા માં આ માળખામાં નિયંત્રિત કરી શકાય .આ ઘટકો ને નિયંત્રિત કરવા જે માળખું બનાવવામાં આવે છે તેને અંગ્રેજી ભાષામાં‘ગ્રીનહાઉસ’ અને ગુજરાતીમાં’ રક્ષિત ખેતી’ કહે છે.
ગ્રીનહાઉસ શાકભાજી પાકો જેવા કે ટામેટા, રીંગણ, કોબીજ, મરચા, ફ્લાવર, કેપ્સીકમ, ભીંડા, ધાણા, પાલક વગેરે માટે તથા ફૂલ જેવા કે ગુલાબ, જરબેરા, કાનેશન વગેરે અને વિવિધ પાકોના ધરું ઉછેર માટે ખાસ અનુકુળ અને ઉપયોગી છે.

ગ્રીનહાઉસના વિવિધ પ્રકાર:

ખર્ચના આધારે:

 • ઓછીકિમતના ગ્રીનહાઉસ જે સામાન્ય રીતે લાકડા અને સદા પ્લાસ્ટિકથી બનેલા હોય છે.
 • મધ્યમ કિંમતના ગ્રીન હાઉસ જેમાંફેન અને પેડ તેમજ ફોગર ની સુવિધા હોય છે. -ઉચ્ચ કિંમતના ગ્રીન હાઉસ જેમાં આટોમેટીક સાધનો નો ઉપયોગ કરવામાં આવે છે.

આકાર ના આધારે:

 • લીન-ટુ ટાઈપ ગ્રીનહાઉસ-દીવાલ સાથે જોડીને બનાવવામાં આવે છે.લાઈટ અને પાણી આજુબાજુ થી સરળતાથી મળીશકે જેથી ખર્ચ ઓછો થાય.
 • ઇવન ટાઈપ ગ્રીન હાઉસ:આ ટાઈપ ના ગ્રીન હાઉસસમતળ જમીનમાં બનાવવામાં આવે છે જેમાં ઉપરના ઢાળ બન્ને બાજુ સરખા હોય છે.
 • અન ઈવન ટાઈપ: આ ટાઈપ ના ગ્રીન હાઉસ હિલી એરીયામાં બનાવવામાં આવે છે જેમાં ઉપરના ઢાળ સરખા હોતા નથી. -રીઝ અને ફરો ટાઈપ:ઈવન ટીપના ગ્રીન હાઉસ એક કર્તા વધારે,એક સાથે જોડવામાં આવે ત્યારે જે રચના બને તેને રીઝ અને ફરો ટાઈપ ના ગ્રીન્ હાઉસ કહેવામાં આવે છે. આ પ્રકારના ગ્રીન હાઉસ વરસાદવાળા વિસ્તારમાંબનાવવામાં આવે છે. -સો ટુથ ટાઈપ ગ્રીન હાઉસ:આપ્રકારના ગ્રીન હાઉસ કરવતના દાંતા આકારના હોય છે જેમાં ઉપરના ભાગમાં હવા માટે ખુલ્લો રાખવામાં આવે છે.આ પ્રકારના ગ્રીન હાઉસ ગરમીવાળા પ્રદેશ માં બનાવવામાં આવે છે.

મટીરીયલ્સ ના આધારે:

 • પ્લાસ્ટિક આવરણવાળા:ઓછા ખર્ચે આગ્રીન હાઉસ તૈયાર થાય છે જેનું આયુષ્ય ઓછુ હોય છે.
 • કાચના આવરણવાળા:કાચનાઆવરણવાળા ગ્રીન હાઉસ માં જાળવણી ખર્ચે વધારે થાય છે જેનું આયુષ્ય વધારે હોય છે.

બાંધકામના આધારે:

 • લાકડાના માળખાવાળા: આ પ્રકારના ગ્રીન હાઉસ ઓછી કિંમતમાં તૈયાર થાય છે,પરંતુ ઊધઈઅને બીજી જીવાતોનો પ્રશ્ન રહે છે.
 • લોખંડના ટસ્ટ પાઇપના ગ્રીન હાઉસ: જે વધુ કિંમતવાળા અને ભારે વજનનું અને અવરોધનું વાહન કરી શકે તેવા મજબુત હોય છે.

ગ્રીનહાઉસ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દા :

 • ખેત પેદાશ નું સહેલાઈથી માર્કેટીગ થઇ શકે તે ખાસ ધ્યાનમાં રાખવું. -જે તે વિસ્તારની આબોહવાની જાણકારી અત્યંત જરૂરી છે.
 • ગ્રીન હાઉસ માટે જરૂરી વીજળી,પાણી,જમીન,તથા નાણાની પ્રાપ્તિ માટે પહેલાથી જાણકારી મેળવી લેવી. -જમીનની ભૌગોલીક પરીસ્થિતિ તથા નિતારશક્તિ વગેરેની જાણકારી,અગાઉથી મેળવી લેવી.
 • વિવિધ પાકો માટેનું ક્ષરરહિત પ્રાપ્ય પાણીની પૂર્તિ વ્યવસ્થા હોવી જરૂરી છે.
 • સંકર બીજ ઉત્પાદન માટે ગ્રીન હાઉસ વધુ અનુકુળ સાબિત થાય છે.
 • પાકની નિકાસ કરવાથી વિદેશી હુંડીયામણ મેળવી શકાય છે.
 • પડતર તથા વાપરી શકાય તેવી જમીનમાં પાન ખેતી શક્ય બને છે.
 • ડ્રીપ/સ્પ્રીક્લર  વાપરવાથી પાણીની બચત થઇ શકે છે.
 • વર્ષ દરમિયાન પાક નો સતત પુરવઠો મળતો હોઈ આર્થિક નફો મેળવી શકાય છે.
 • રોગ-જીવત મુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
 • ઓફ સિઝનમાં શાકભાજી ની ખેતી શક્ય બને છે.
 • કપની સમયનું ચોક્કસ આયોજન થઇ શકે છે.
 • ખુલ્લા ખેતર માં મળતા ઉત્પાદન કરતા નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાથી લગભગ૪-૫ ગણું વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
 • છોડ ને વિપરીત વાતાવરણથી બચાવી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

ગ્રીન હાઉસ ના ફાયદા:

 • કોઈપણ પ્રકાર ના છોડ કોઈપણ સ્થળે ઉગાડીશકાય છે.
 • વર્ષ દમ્યાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે.
 • તદુરસ્ત સારી ગુણવતાવાળા,નિકાસ કરવા લાયકછોડ પેદા કરી શકાય છે.
 • રોગ જીવાત સામે રક્ષણ આપવું સહેલુંબને છે.
 • છોડ ઉછેર સરળ બને છે.નસરી સળરતાથી થઇ શકે છે.
 • ગ્રીન હાઉસ શરૂઆતમાં ખર્ચાળછે પરંતુ લાંબાગાળે સારો ફાયદો આપે છે. -ઓછી જમીન માં વિશેષ આવક મેળવી સકાય છે.
 • બિનપરંપરાગત શાકભાજી ઉગાડી સકાય છે
 • ગ્રીન હાઉસ ના પાકોની ઉત્પાદન શક્તિસારી હોય છે.

ગ્રીનહાઉસ ખેતીના મુખ્ય ફાયદાઓ:

 • સૌરશક્તિ પ્રાપ્યતા તથા હવામાન પ્રદુષણ વગેરેની પ્રાથમિક જાણકારી જરૂરી છે. ઉનાળાની ઋતુ માં ગ્રીન હાઉસ ખુબ જ ગરમ થાય છે જેથી બહાર-અંદરનો ગરમીનો તફાવત ઓછો કરવા માટે પંખો મુકવામાં આવે છે.જો ગ્રીન હાઉસ માં સપેક્ષ ભેજ ઓછો હોય તો વધારી શકાય છે જયારે શિયાળામાં ગ્રીન હાઉસ એકદમ ઠંડા થઇ જાય છે. આ વખતે ગરમ હવાનો સ્પ્રે કરવા માં આવે છે. આજ રીતે જો પ્રકાશ ઓછો માલુમ પડે તો કૃત્રિમ રીતે પ્રકાશ નિ તીવ્રતા વધારી શકાય છે. જો અંગારવાયુનું પ્રમાણ ઘટતું જોવા મળે તો કૃત્રિમ ગેસથી જરૂરિયાત મુજબનું પ્રમાણ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

ગ્રીનહાઉસ માં જુદા જુદા હવામાન ના પરિબળો નું વ્યવસ્થાપન:

સૌરશક્તિ અને ગ્રીન હાઉસ વ્યવસ્થાપન:

ગ્રીન હાઉસ પર આવરિત ગ્લાસ કે પ્લાસ્ટિક પૂરે પૂરી સૂર્યશક્તિ ગ્રીન્હૌસ માં જવાદેતા નથી.આમાંથી અમુક શક્તિ પરાવર્તિત અને અમુક શોષણ પામે છે,આ પરાવર્તન અને શોષણ નો આધાર ગ્રીન હાઉસ ના આવરણના રાસાયણિક બંધારણ તથા તેની જાડાઈ પર આધાર રાખે છે.આ ગ્લાસ અથવા પ્લાસ્ટિક અમુક તરંગ લંબાઈવાળા સૂર્યકિરણોને જ પસાર થવા દે છે.ખાસ કરીને કાચ ૩૨૦ એન .એમ.અને ૨૮૦૦ એન.એમ.સુધીના વિકિરણોને પસાર થવા દે છે.જુદા જુદા પ્રકારના ગલ્સ જુદી જુદી માત્રામાં લાંબી તરંગ લંબાઈવાળા વિકિરણોને પસાર થવા દે છે.

કૃત્રિમ પ્રકાશ:

શિયાળાની ઋતુમાં ગ્રીન હાઉસ માં પ્રકાશની અછત જોવા મળે છે . આ સંજોગો માં જયારે કૃત્રિમ પ્રકાશ આપવાની જરૂરિયાત ઊભીથાય ત્યારે પ્રકાશની તીવ્રતા તથા તેની તરંગ લંબાઈ નો ખ્યાલ રાખવો અત્યંત આવશ્યક છે. સાદો વીજળીનો બલ્બ આનો સચોટ ઉપાય છેકારણ કે આમમાં સૂર્ય માંથી મળતા બધા જ પ્રકારના વિકિરણો પ્રાપ્ત થાય છે. ફક્ર્ત તીવ્રતામાં થોડો ફેરફાર જોવા મળે છે ખાસ કરીને છોડની ફેરરોપણી વખતે કૃત્રિમ પ્રકાશ આપવાથી બાગાયતદરોને વધુ ફાયદો થાય છે.

ગ્રીન હાઉસ નું હીટ બલેન્સ:

ગ્રીન હાઉસ સૂર્ય શક્તિમાંથી ઉર્જા મેળવે છે. ગ્લાસ ધ્વરાશોષયેલા સૂર્યશક્તિ જમીન અને છોડનેગરમ કરે છે છોડે છે.અને લાંબી તરંગ લંબાઈવાળી ઉર્જાછોડે છે.જે ગ્લાસને લઈનેફરી ગ્રીન હાઉસ માં જ રહે છે.આમાંથોડી ઉર્જા ઉષ્ણતમાન ધ્વરા ગ્રીન હાઉસ ની દીવાલો ધ્વરા ગ્રીન હાઉસ ની હવામાંમળે છે.શિયાળાની ઋતુમાંઓછી ગરમી હોઈ કૃત્રિમ ગરમી આપવામાં આવે છે.

તાપમાન:

બંધ પ્રકારની ગ્રીન હાઉસ દિવસ અને રાત્રે બહારની હવા કર્તા ગરમ રહે છે.દિવસે બહર જેમ ઉંચાઈ પર જઈ એ તેમ તાપમાન ઓછુ જોવા મળે છે જયારે ગ્રીન હાઉસ માં વિપરીત પરીસ્થિતિ જોવા મળે છે.છતમાં સારા વેન્ટીલેશનવાળા ગ્રીન હાઉસ માં તાપમાનનો આ બદલાવ બહારનો હોય તેવો કરી શકાય છે.

ગ્રીન હાઉસ તાપમાન નિયંત્રિત:

ગરમીની ઋતુમાં ગ્રીન હાઉસમાં તાપમાનનુંનિયંત્રિત નીચે મુજબની પદ્ધતિઓ ધ્વરા કરી શકાય છે.

 • ગ્રીન હાઉસને આવરિત કરવું.
 • હવા ની અવરજવરવધારવી.
 • બાષ્પીભવન વધારવાથી તથા દીવાલો ભીની કરવાથી તાપમાન નિયંત્રિત કરી શકાય છે.

ભેજ:

બહારના વાતાવરણ કરતા ગ્રીન હાઉસ માં ભેજની વિવિધતા નીચેના કારણોને આધીન જોવા મળે છે.ગ્રીન હાઉસ નીજમીનમાં ઉપલા થરમાં પાણીનું વધુ પ્રમાણ હોઈ ભેજની માત્રા વધુ જોવા મળે છે હવાનું તાપમાન વધારવાથી તથા વેન્ટીલેશન વધારવાથીસૂકી હવા ગ્રીન હાઉસ માં કરી શકાય છે. જયારે ભીની હવા મેળવવા માટે તાપમાન ઘટાડી બાષ્પીભવન વધારવાથી મળીશકે છે. બાષ્પીભવન અને વપરાશ: ગ્રીન હાઉસ ની જમીનમાં પાણી વધુ હોવાથી મહત્તમ બષ્પોત્સર્જન વધુ જોવા મળે છે.

સ્ત્રોત : મે-૨૦૧૧ અને મે-૨૦૧૭ ,વર્ષ : ૬૩ અને ૭૦, સળંગ અંક : ૭૫૬ અને ૮૨૯, કૃષિ ગોવિદ્યા

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ  

2.88235294118
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top