ગ્રીનહાઉસ શાકભાજીના પાકો જેવા કે ટામેટા, રીંગણ, કોબીજ, મરચા, ફલાવર, કેપ્સિકમ ભીંડા, ધાણા, પાલક વગેરે માટે તથા ફૂલ જેવા કે ગુલાબ, જબ્બેરા, કાર્નેશન વગેરે અને વિવિધ પાકોના ધરૂઉછેર માટે ખાસ અનુકૂળ અને ઉપયોગી છે કારણ કે આ વિવિધ પાકોનો જીવનકાળ એકદમ ટૂંકો છે. કૃષિનો વિવિધ ઊંચા આર્થિક મૂલ્ય માટેના ગ્રીનહાઉસમાં વિશાળ મૂડી રોકાણની જરૂર પડે છે. આમાં ઘર જેવું એક વિશાળ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવે છે અને જે ફકત સૂર્યપ્રકાશને જ અંદર જવા દે છે.
વાંસની ફ્રેમ પર 00 ગેજની પોલીથીન શીટ દ્વારા આ પ્રકારના ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવે છે. જમીનની ઉપલબ્ધતા તથા વપરાશ આધારિત ગ્રીનહાઉસનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં એક-બે બારી દરવાજા હોય છે તે સવારે ૧-૨ ક્લાક ખોલવાથી સવારના સમયનો વધારાનો ભેજ ઓછો કરી શકાય છે. પોલીહાઉસ આવરણમાં ૬-૧૦° સે. જેટલું તાપમાન વધારી શકાય છે. અસ્ટ્રા વાયોલેટ પ્લાસ્ટિક ફિલ્મથી આવરિત કરેલ ગ્રીનહાઉસમાં દિવસે બહાર કરતાં વધુ અને રાત્રે ઓછું તાપમાન હોય છે. બહારની જમીનને મળતા સૂર્યપ્રકાશ કરતા ૩૦-૪૦ % જેટલો ઓછો સૂર્યપ્રકાશ ગ્રીનહાઉસમાં જોવા મળે છે.
લગભગ ૧૫ મિ.મી.ની ગેલ્વેનાઈઝડ પાઈપથી વર્તુળાકાર ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં અસ્ટ્રા વાયોલેટ પ્લાસ્ટિક ફિલ્મ ૮00 ગેજની લગાવવામાં આવે છે. હવાની અવરજવર માટે થર્મોસ્ટેટીકલી નિયંત્રિત એકઝોસ્ટ પંખા મૂકેલા હોય છે તથા હવાને ભેજવાળી કરવા કૂલિંગ પેડ મૂકેલા હોય છે. પોલીહાઉસ ફ્રેમ અને પ્લાસ્ટિક ફિલ્મના આવરણનું આયુષ્ય અનુક્રમે ૨૦ અને ૨ વર્ષનું હોય છે.
આ પ્રકારના ગ્રીનહાઉસમાં સૂર્યપ્રકાશ ગરમી તથા ભેજ સ્વયં સંચાલિતપણે નિયંત્રિત થાય છે. જુદા જુદા સેન્સર વિવિધ પરિબળોની નોંધણી કરી તેમાં ફેરફાર માટે સૂચના આપે છે. દા.ત. તાપમાનને નિયંત્રિત કરવા માટે તાપમાન સેન્સર હીટિંગ | કૂલિંગ વ્યવસ્થા તથા થર્મોસ્ટેટ મૂકેલા હોય છે. બોઈલર ઓપરેશન, પિયત તથા મિસ્ટીંગ પ્રક્રિયા પ્રેસર સેન્સરથી આપોઆપ કાર્યરત થાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસ માટે તાલીમ પામેલ કર્મચારીઓની જરૂર રહે છે.
આ પ્રકારના ગ્રીનહાઉસ મુખ્યત્વે કોઈ મકાનને અડકીને બનાવવામાં આવે છે. ઉત્તર ધ્રુવ ગ્રીનહાઉસની દક્ષિણ બાજુએ મકાન બનાવવાથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ મેળવી શકાય છે.
આમાં કોનસેટ, ગોથિક ગેબલ તથા ડોમ પ્રકારના ર00 થી પ૦૦ ચો.મી. વિસ્તારના નાના ખેડૂતો માટેના ગ્રીનહાઉસ જોવા મળે છે.
આ પ્રકારના ગ્રીનહાઉસ વધુ મોટા તથા વિવિધ કૃષિપાકો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રીનહાઉસનું કદ મોટું હોઈ પાકને એક જ પ્રકારનું અનુકૂળ વાતાવરણા મળી રહે છે.
જયાં જમીનની અછત તથા જમીન ઊંચી કિંમતે વેચાતી હોય ત્યાં આ પ્રકારના ગ્રીનહાઉસ જોવા મળે છે.
ગ્રીનહાઉસ મુખ્યત્વે સૂર્યપ્રકાશને નિયંત્રિત કરી ઊર્જા પૂરી પાડે છે તથા પવનરહિત વાતાવરણ પુરુ પાડે છે. કાચથી આવરિત કરેલા ગ્રીનહાઉસમાં સૂર્યના નાની તરંગ લંબાઈવાળા કિરણો સરળતાથી પસાર થાય છે અને જમીન તથા વનસ્પતિમાં શોષાય છે, પરંતુ જમીન તથા વનસ્પતિ દ્વારા શોષાયેલ ગરમીને ગ્લાસ બહાર જતાં રોકે છે જેને ગ્રીનહાસ ઈફેકટ કહે છે. આ જ પ્રકારની અસર ગાઢ જંગલ વિસ્તારોમાં જોવા મળે છે.
ઉનાળાની ઋતુમાં ગ્રીનહાઉસની અંદરનું તાપમાન ખૂબ જ વધુ હોય છે જેથી બહાર-અંદરનો ગરમીનો તફાવત ઓછો કરવા માટે પંખા મૂકવામાં આવે છે. ગ્લાસને સફેદ કલર કરવાથી તથા ધાસનું આવરણ કરવાથી પણ ગરમીમાં ઘટાડો કરી શકાય છે. જો ગ્રીનહાઉસમાં સાપેક્ષ ભેજ ઓછો હોય તો જમીન તથા છોડને પાણીનો સ્પે કરવાથી ભેજ વધારી શકાય છે જ્યારે શિયાળામાં ગ્રીનહાઉસ એકદમ ઠંડા થઈ જાય છે તે વખતે કાર ઇવાનો કરવામાં આવે છેઆ જ રીતે જે પ્રકાશ ઓછો માલૂમ પડે તો કૃત્રિમ રીતે પ્રકાશની તીવ્રતા વધારી શકાય છે. જો અંગારવાયુનું પ્રમાણ ઘટતું જોવા મળે તો કૃત્રિમ ગેસથી જરૂરિયાત મુજબનું પ્રમાણ પ્રસ્થાપિત કરવામાં આવે છે.
ગ્રીનહાઉસ પર આવરિત ગ્લાસ કે પ્લાસ્ટિક પુરેપુરી સૂર્યશક્તિ ગ્રીનહાઉસમાં જવા દેતા નથી, આમાંથી અમૂક શક્તિ પરાવર્તિત અને અમૂક શોષણ પામે છે. આ પરાવર્તન અને શોષણનો આધાર ગ્રીનહાઉસના આવરણના રાસાયણિક બંધારણ તથા તેની જડાઈ પર આધાર રાખે છે. આ ગ્લાસ અથવા પ્લાસ્ટિક અમૂકે તરંગલંબાઈવાળા સૂર્યવિકિરણોને જ પસાર થવા દે છે. ખાસ કરીને કાચ ૩૨૦ નેનોમીટર અને ૨૮00નેનોમીટર સુધીના વિકિરણોને પસાર થવા દે છે. જુદા જુદા પ્રકારના ગ્લાસ જુદી જુદી માત્રામાં લાંબી તરંગલંબાઈવાળા વિકિરણોને પસાર થવા દે છે. પોલીએસ્ટર ૧૩૪, પોલીસ્ટીરીન ૩૭ % અને પોલીથીલીન પ્રકારના ગ્લાસ ૪ % લાંબી તરંગ લંબાઈવાળા વિકિરણોને પસાર થવા દે છે જેથી ગ્લાસની પસંદગી વખતે આ ખાસ ખ્યાલમાં રાખવું જરૂરી છે. આ ઉપરાંત કાચ દ્વારા બહાર જતા લાંબી તરંગલંબાઈવાળા વિકિરણો કાચની સપાટી, સૂર્યવિકિરણોનો ખૂણો તથા છતના ઢાળ, ઊભી દિવાલો ગ્રીનહાઉસનું ભૌગોલિક સ્થાન પર પણ આધાર રાખે છે. શિયાળામાં ઢાળવાળા છત તથા ઉનાળામાં પાર્ટ પ્રકારના
છતવાળા ગ્રીનહાઉસ વધુ અનુકુળ આવે છે. પૂર્વ-પશ્ચિમ | દિશાવાળા ગ્રીનહાઉસ શિયાળામાં વધુ તીવ્રતાવાળો પ્રકાશ રાખે છે.
શિયાળાની ઋતુમાં ગ્રીનહાઉસમાં પ્રકાશની અછત જોવા મળે છે. આ સંજોગોમાં જ્યારે કૃત્રિમ પ્રકાશ આપવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રકાશની તીવ્રતા તથા તેની તરંગલંબાઈનો ખ્યાલ રાખવો અત્યંત આવશ્યક છે. સાદો વિજળીનો બલ્બ આનો સચોટ ઉપાય છે કારણ કે આમાં સૂર્યમાંથી મળતા બધા જ પ્રકારના વિકિરણો પ્રાપ્ત થાય છે. ફક્ત તીવ્રતામાં થોડો ફેરફાર જોવા મળે છે. ખાસ કરીને છોડની ફેરરોપણી વખતે કૃત્રિમ પ્રકાશ આપવાથી બાગાયતદારોને વધુ ફાયદો થાય છે.
ગ્રીનહાઉસ સૂર્યશક્તિમાંથી ઊર્જા મેળવે છે. ગ્લાસ દ્વારા શોષાયેલ સૂર્યશક્તિ જમીન અને છોડને ગરમ કરે છે અને લાંબી તરંગલંબાઈવાળી ઊર્જા છોડે છે જે ગ્લાસને લઈને ફરી ગ્રીનહાઉસમાં જ રહે છે. આમાં થોડી ઊર્જા ઉષ્ણતામાન દ્વારા ગ્રીનહાઉસની દિવાલો દ્વારા ગ્રીનહાઉસની હવામાં મળે છે. શિયાળાની ઋતુમાં ઓછી ગરમી હોઈ કૃત્રિમ ગરમી આપવામાં આવે છે.
બંધ પ્રકારના ગ્રીનહાઉસ દિવસ અને રાત્રે બહારની હવા કરતા ગરમ રહે છે. દિવસે બહાર જેમ ઊંચાઈ પર જઈએ તેમ તાપમાન ઓછું જોવા મળે છે. જ્યારે ગ્રીનહાઉસમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. છતમાં સારા વેન્ટિલેશનવાળા ગ્રીનહાઉસમાં તાપમાનનો આ બદલાવ બહારનો હોય તેવો કરી શકાય છે.
ગરમીની ઋતુમાં ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ નીચે મુજબની પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે.
બહારના વાતાવરણ કરતા ગ્રીનહાઉસમાં ભેજની વિવિધતા નીચેના કારણોને આધિન જોવા મળે છે.
લેખ : શ્રી એમ. જે. વાસાણી, ડૉ. એન. ડી. પટેલ, ડૉ. વી. બી. ભાલોડીયા, કૃષિ હવામાન વિભાગ, બં. આ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧ ૧૦
સ્ત્રોતઃ કૃષિગોવિધા, ડિસેમ્બર ૨૦૧૮, વર્ષ : ૭૧, અંક : ૮, સળંગ અંક : ૮૪૮
કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/13/2020