অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાગાયતી પાકોમાં સેન્દ્રિય ,ખેતી નફાકારતા અને તેની એજન્સીઓ

બાગાયતી પાકોમાં સેન્દ્રિય ,ખેતી નફાકારતા અને તેની એજન્સીઓ

ભારતમાં અંદાજે પ.૩ લાખ હેકટરમાં સેન્દ્રિય ખેતી કરવામાં આવે છે જેમાં ૪૪,૯ર૬ ફાર્મ સર્ટીફાઈડ થયેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં સેન્દ્રિય ખેતીના વિસ્તારમાં અંદાજે ર૦ ગણો વધારો થયેલ છે. ગુજરાતની વાત કરીએ તો, કુલ ૭૦ હજાર હેકટરમાં સેન્દ્રિય ખેતી કરવામાં આવે છે. સેન્દ્રિય ખેતીના વિસ્તાર વધારા માટે મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. (૧) સતત રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની તંદુરસ્તી પર થતી વિપરિત અસર અને (ર) લોકોમાં તંદુરસ્તી વિષે વધતી જાગૃતતા. જયારે ખેડૂત રાસાયણિક ખેતીમાંથી સેન્દ્રિય તરફ જવાનું વિચારે તેના મનમાં ઘણા પ્રશ્નો ઉદૃભવે છે જેના વિષે ચર્ચા કરશું.

સેન્દ્રિય ખેતીની પાક અને જમીન પર અસર :

  1. પાકને જરુરી બધા પોષક તત્વો પુરા પાડે છે. તદઉપરાંત વિટામીન્સ અને એન્ટીબાયોટીકસ પણ  પુરા પાડે છે.
  2. પોષક તત્વો, સેન્દ્રિય પ્રદાર્થોના કોહવાણની લાંબી પ્રકિયા દરમ્યાન છુટા પડતા હોવાથી ધીરે ધીરે લભ્ય થાય છે, તેથી પાકના જીવનકાળ દરમ્યાન સતત મળી રહે છે, અને વ્યય  ઓછો થાય છે.
  3. પોષક તત્વોનું સ્થિરિકરણ ધટાડે છે, પરિણામે રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધે છે.
  4. કોહવાણ દરમ્યાન ઉત્પન્ન થતા સેન્દ્રિય અમ્લો અદ્રાવ્ય ખનિજ સ્વરુપે રહેલા  ફોસ્ફોરસ, પોટાશ કે ગૈાણ  તત્વોને દ્રાવ્ય સ્વરુપમાં લાવી લભ્યતા વધારે  છે.
  5. કોહવાણ દરમ્યાન ઉત્પન્ન થતાં ચિકણા  પદાર્થો જમીનનો બાંધો દાણાદાર બનાવે છે. આથી જમીન પોચી અને  ભરભરી બને છે. પરિણામે હવાની અવર–જવર, ભેજ સંગ્રહશકિત  અને નિતાર શકિતમાં  વધારો થાય  છે.
  6. જમીનમાં રહેલ સુક્ષ્મ જીવાણુંઓને ખોરાક પુરો પાડે છે. જે મુખ્યત્વે રાસાયણિક ખાતરોના વિઘટન, નાઈટ્ર્રોજન  સ્થિરિકરણ અને પોષક તત્વોની લભ્યતામાં વધારો કરવા માટે જવાબદાર છે.
  7. વિષેશમાં તે જમીનના ધોવાણમાં અને રોગ–જીવાતના ઉપદ્રવમાં ઘટાડો કરે છે. પાકના વિકાસ અને દેહધાર્મીક  ક્રિયાઓમાં વધારો કરે છે.

સેન્દ્રીય ખેતીના ફાયદા :

  1. પાક ઉત્પાદનની ઉચ્ચ ગુણવત્તા
  2. તંદુરસ્ત જમીન
  3. સ્વાવલંબન
  4. પર્યાવરણની જાળવણી
  5. બજારનો ફાયદો (ર૦૦૩–૦૪માં ૪ર૦૦૦ હે અને ર૦૦૮–૦૯માં ૧ર,૦૭,૦૦૦ હેકટર ર૯ ગણો વધારો.

સેન્દ્રિય ખેતીમાં કયા કયા પદાર્થો વાપરી શકાય :

સેન્દ્રિય ખેતીમાં, સેન્દ્રિય અને કુદરતી એવા બધા પદાર્થો  વાપરી શકાય. જેવા કે છાંણિયુ ખાતર, અળસીયાનુ ખાતર, ખોળ વગેરે. અમુક મિશ્રણો જેવા કે જીવામૃત, બીજામૃત, પંચગવ્ય વગેરે. રોગ જીવાતના નિયંત્રણ માટે ઝાડ, પાનનો રસ, ગૌમુત્ર, જૈવિક દવાઓ વેગેરે વાપરી શકાય. કુદરતી ખનિજોમા ચૂનો અને ચીરોડીનો ઉપયોગ કરી શકાય જયારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ખનીજો અને રોક ફોસ્ફેટનો નિયંત્રિત ઉપયોગ કરી શકાય.

સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કઈ રીતે કરવો :

સેન્દ્રિય ખાતર ના પ્રતિભાવનો આધારે, ખાતરમા રહેલ કાર્બન : નાઈટ્રોજન ના ગુણોતર પર રહેલ છે. જેમ નાનો ગુણોતર તેમ જલ્દી પ્રતિભાવ મળે છે. રાડા તથા પરાળ મા આ ગુણોતર મોટો હોય છે. અને કોહવાયેલ ખાતરમા અને ખોળ મા નાનો હોય છે. આથી જયારે કાચુ ( કોહવાયા વગરનુ) સેન્દ્રિય ખાતર વાપરવાનુ થાય ત્યારે તેમા ગણતરી કરીને ખોળ અથવા કઠોળ નુ પરાળ મીક્ષ કરવુ. આ ઉપરાંત, સેન્દ્રિય ખાતર ના કોહવાણ અને તેના પાક પર પ્રતિભાવ, અન્ય બાબતો જેવી કે જમીન મા ભેજ નુ પ્રમાણ, હવાની અવર જવર, ક્ષાર ના પ્રમાણ પર પણ રહેલ છે. સેન્દ્રિય ખાતરો મોટે ભાગે પાયાના ખાતર તરીકે આપવા અને તેનો જથ્થો જેતે પાક ની નાઈટ્રોજનની જરૂરીયાત ની આધારે નકકી કરવો.

કોઈ પણ પાક ની નાઈટ્રોજન ની જરુરીયાત, બીજા તત્વો કરતા વધારે છે. જૈવીક ખાતરો જેવાકે એઝોટોબકેટર, એઝોસ્પારીલમ અને કઠોળ વર્ગ ના પાકો માટે રાયઝોબીયમ  વગેરે ની બીજ માવજત અથવા જમીનમાં આપવાથી હવામાનના નાઈટ્રોજનનુ સ્થિરીકરણ થાય છે . ઈકકડ, શણ અથવા બીજા કઠોળ વર્ગના પાકોનો પાકની વાવની પહેલા લીલો પડવાશ કરવામા આવે તો ઘણો બધો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે. પાકની બે હાર વચ્ચે પણ લીલા પડવાશનો પાક ઉગાડી  શકાય છે.

સેન્દ્રિય ખેતી નફાકારક છે કે કેમ :

ખેતરની આડપેદાશ જેવી કે રાડા, પરાળ વગેરે વેચવામાં આવે છે અથવા તો ઢોરને ખવડાવવામાં આવે છે. જેથી પાકની જરૂરિયાત મુજબનુ સેન્દ્રિય ખાતર ઉત્પન્ન કરી શકાતુ નથી. આથી જો સેન્દ્રિય ખાતર વેચાતુ લેવામાં આવે તો, રાસાયણિક ખાતરની સરખામણીમાં મોઘું પડે છે, વળી રાસાયણિક ખાતરની સરખામણીમાં ખુબ મોટા જથ્થામાં જરૂર પડે છે. દેશભરમાં ધાન્ય, કઠોળ, કોમર્શીયલ, શાકભાજી, ફળઝાડ પર થયેલ સેન્દ્રિય ખેતીના અખતરાના પરિણામ (કોઠા નં–૧) દર્શાવે છે કે, ફળઝાડને બાદ કરતા બીજા પાકોમાં સેન્દ્રિય ખેતીથી ૧ થી ૩૩ ટકા, સરેરાશ ૮ ટકા જેટલુ ઉત્પાદન ઓછું મળે છે. જો પેદાશના પ્રિમિયમ ભાવ મળે તો સેન્દ્રિય ખેતી રાસાયણિક ખેતી કરતા નફાકારક છે, નહિતર નુકશાનકારક છે. સેન્દ્રિય પેદાશનો પ્રિમિયમ ભાવ મેળવવા આ  પેદાશોનું વિતરણ કરતા પહેલા પાક તૈયાર થયા પછી જ ઉતારવું અને ઉતાર્યા પછી તેના કદ પ્રમાણે જુદા જુદા ભાગમા ં ગ્રેડિંગ કરવુ અને ર કિ.ગ્રા, પ કિ.ગ્રા, ૧૦ કિ.ગ્રા, પેકેજીંગ બોક્ષ માં નીચે ટીસ્યુ પેપર મુકી પેકેજીંગ કરવુ  અને વિતરણ માટે જુદા જુદા વિતરણ કેન્દ્રો ઉભા કરી સીધા ખરીદવાવાળા ને  લાભ મળે તેવી રીતે વિતરણ વ્યવસ્થા ગોઠવવી. સજીવ ખેતી થી પેદાસ કરેલ ઉત્પાદનના ગુણો વિશે ગ્રાહક માં જાગૃકતા લાવી અને  તેના ફાયદાઓ જણાવી જુદા જુદા શહેરોમાં છુટક બજાર વ્યવસ્થા ની ગોઠવણ કરી ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે સેતુ ઉભો કરી સફળ વિતરણ વ્યવસ્થા ગોઠવવી.

કોઠા નં–૧ : રાસાયણિક અને સેન્દ્રિય ખેતીની નફાકારતા

ભાવ

વળતર (રૂપિયા/હે)

ઉત્પાદનમાં વધારો/ધટાડો

(ટકામાં)

સેન્દ્રિય

રાસાયણિક

સામાન્ય

૩૩,૭૭પ

૪૦,૮૦૦

– ૭.૪

પ્રિમિયમ

૮ર,૩૧૪

પ૯,૬૧૧

+ ૩૮.૧

અહિના સેન્દ્રિય ફાર્મ પર લેવાયેલ અખતરાના પરિણામ દર્શાવે છે સેન્દ્રિય ખેતીથી, રાસાયણિક ખેતી જેટલુ અથવા થોડું ઓછું ઉત્પાદન આવે છ. (કોઠા નં–ર)

કોઠા નં–ર સેન્દ્રિય ખેતીમાં પાક ઉત્પાદન

અ.નં.

પાક

સેન્દ્રિય માવજત

ઉત્પાદન (ટન/હે)

૧.

કેળ

વર્મીકંમ્પોસ્ટ s50 @  Nf + દિવેલીખોળ s50 @  Nf

૭૦ .૦

ર.

પપૈયા

બાયોકંમ્પોસ્ટ s33 @  Nf + વર્મીકંમ્પોસ્ટ s33 @  Nf

દિવેલીખોળ s33 @  Nf + કેળ ના થડનો રસ ૭ લિ/છોડ

 

૮પ.૩

૩.

શેરડી

વર્મીકંમ્પોસ્ટ s50 @  Nf + દિવેલીખોળ s50 @  Nf

૧ર૮

૪.

રતાળુ

વર્મીકંમ્પોસ્ટ (૭પ %  N) + દિવેલીખોળ (રપ %  N)

૧૭.૧

પ.

સૂરણ

વર્મીકંમ્પોસ્ટ પ ટન /હે+ એઝેટોબેકતર પ કીગ્રા /હે + ફોસ્ફરસ સોલ્યુબીલાઈઝીગ બેકટેરીયા  પ કીગ્રા /હે + રાખ પ ટન /હે

રર.૧

૬.

હળદર

બાયોકમ્પોસ્ટ s50 @  Nf +લિબોળી ખોળ s50 @  Nf

ર૦.પ

૭.

કાંદા

કેળ ના રસ નો છંટકાવ ર% +બાયોકંમ્પોસ્ટ s33 @  Nf + વર્મીકંમ્પોસ્ટ s33 @  Nf + દિવેલીખોળ s33 @  Nf

૪૩.૭

૮.

લસણ

બાયોકંમ્પોસ્ટ (s33 @  N) + વર્મીકંમ્પોસ્ટ (s33 @  N) + દિવેલીખોળ (s33 @  N) + ર૦૦૦ લી. કેળ નો રસ /હે

પ.૪

રોગ જીવાતનું નિયતંત્ર કઈ રીતે કરવું :

  • પાક ની પસંદગી અને ફેરબદલી : રોગ/જીવાત પ્રતિરોધક  પાક અને જાતોની પસંદગી કરવી અને એકજ જાતનો પાક ન વાવતા પાક ની ફેરબદલી કરવી પિંજર પાક જેવા કે દિવેલા , મકાઇ , ગલગોટા  જેવા પાકો મુખ્ય પાકો ની વચ્ચે અને ફરતે વાવવાથી જીવાત નુ પ્રમાણ ઘટે છે .
  • ભૈાતિક પધ્ધતી : છોડ પરના ઈંડા અને ઈયળો નો વીણીને નાશ કરવો . ખેતરમાં પક્ષીઓને બેસવાના સ્ટેન્ડ મુકવા . લાઈટ ટુેપ અને સ્ટીકી ટુેપ નો ઉપયો કરવો.
  • વનસ્પતિ જન્ય/ જૈવીક દવાઓ : વનસ્પતિ જેવીકે લીમડાના પાન/લીંબોળી, નફફટીયો, આંકડો, વાવડીંગ, વછનાગ, ધતુરો, લેન્ટેના, ફુદીનો, દિવેલા, કરંજ, જાસુદ, તમાકુ, મરચા, આદુ, લસણ, વગેરે ના રસ,  ગૈામુત્ર અને ખાટી છાસ નો છંટકાવ કરવો. ટ્રાયકો કાર્ડ અને ક્રાયસોપર્લા નો ઉપયોગ થકી પણ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. જૈવિક દવા ઓ ટ્રાયકોડર્મા વીરીડી, સ્યુડોમોના ફલુરેસન્સ, વગેરે ની બીજ માવજત અથવા જમીનમાં ડ્રેન્ચીંગ કરવાથી રોગ પર કાબુ મેળવી શકાય છે.

સેન્દ્રિય પ્રમાણપત્ર શું છે અને કેવી રીતે મેળવી શકાય :

 

  • સેન્દ્રિય પ્રમાણ  પત્ર નો મુખ્ય ઉદ્રેશ ખરીદદારોને પાક પેદાશ સેન્દ્રિય ખેતી થી ઉત્પાદીત કરેલ છે તેવો વિશ્વાસ આપવાનો છે . આ પ્રમાણપત્ર મેળવવાથી ઉત્પાદનને  સેન્દ્રિય પેદાશ તરીકે વેચી શકાય છે અને તેનો પ્રીમીયમ ભાવ મળવી શકાય છે. જો પાક પેદાશોનું એક્ષ્પોર્ટ કરવુ હોય તોપણ સેન્દ્રિય  પ્રમાણપત્ર જરુરી છે.
  • સેન્દ્રિય પ્રમાણપત્ર આપવા માટે એપેડા એ ૧૮ કંપનીઓને દેશ ભરમાં જુદા જુદા વિસ્તાર પ્રમાણે  માન્ય કરેલ છે આ કંપની માથી કોઈ પણ કંપની પાસે થી આ પ્રમાણપત્ર  મેળવી શકાય છે (કોઠા નં. ૩). આ કંપની ના નામ / સરનામા એપડો ની વેબસાઈટ પર ઉપબ્ધ છે. પ્રમાણપત્ર પાક અથવા પાક પેદાશ નુ મેળવી શકાય છે. પ્રમાણપત્ર માટે અમુક રકમ નીયત કરેલી છે. આ રકમ ભરવા થી કંપની ના માણસ ખેતર પર આવી ને ખેતર ની માહીતી, પાણીનો સ્ત્રોત, નિતાર વગેરે ની માહીતી મેળવે છે. જો આ માહીતી સંતોષ કારક લાગે તો પ્રમાણપત્ર ની પ્રકિયા શરુ  કરે છે અને તે પુર્ણ થયે પ્રમાણપત્ર આપવા મા આવે છે.
  • જમીન એ ખેતી નુ કુદરતી પરીબળ કે સ્ત્રોત છે.  કોઈ પણ સંજોગો મા તેની તંદુરસ્તી ને હાની ન પહોચવી જોઈએ જમીન ને માતા ગણી તેની સતત કાળજી રાખવામાં આવે અને કુદરતી રીતે તેની  માવજત કરવામા આવેતો તે લાબા ગાળા સુધી ઉચ્ચ ઉત્પાદન આપવા સક્ષમ છે.

કોઠો ૩ એપેડા અધિકૃત સેન્દ્રિય ખેતી અંગેનું પ્રમાણપત્ર આપનાર એજન્સીઓ

આઈ. એમ.ઓ. કંટ્રોલ પ્રાઈવેટ લીમીટેડ

શ્રી. ઉમેશ ચંદ્રશેખર, ડીરેકટર, નં.૧૩૧૪ ડબલ રોડ, ઈંદીરાનગર બીજુ સ્ટેજ, બેગ્લોર– પ૬૦૯૩૮ (કર્ણાટક)

ફોન નં– ૦૮૦–રપર૮પ૮૮૩,

ફેકસ – ૦૮૦–રપર૭ર૧૮પ, ઈ મેઈલઃ imoind@vsnl.com

વન–સર્ટ એશિયા એગ્રી સર્ટીફીકેશન પ્રા.લી.

શ્રી સંદીપ ભાર્ગવ, ચીફ એકિઝકયુટીવ ઓફીસર,

અગ્રસેન ફાર્મ, વાટીકા રોડ, પો.ઓ. વાટીકા, ટોંક જયપુર–૩૦૩ ૯૦પ (રાજસ્થાન)

ફોન નં–  ૦૧૪૧–ર૭૭ ૦૩૪ર, ફેકસ નં–  ૦૧૪૧– ર૭૭ ૧૧૦૧

ઈ મેઈલઃ info@onecertasia.in

કંટ્રોલ યુનીયન સર્ટીફીકેશન

શ્રી ડીર્ક ટેચર્ટ, મેનેજીંગ ડાઈરેકટર,

''સમર વિલે'' ૮મો માળ, ૩૩–૧૪ રોડ જંકશન, લીકીંગ રોડ, ખાર (પશ્ચિમ) મુંબઈ–૪૦૦ ૦પર (મહારાષ્ટ્ર)

ફોન નં–  ૦રર–૬૭પરર૩૯૬–૯૯, ફેકસ– ૦રર–૬૭રપરપ૩૯૪/૯પ

ઈ મેઈલઃ cuc@controlunion.in & cucindia@controlanion.com

બ્યુરો વેરીટસ સર્ટીફીકેશન ઈન્ડીયા પ્રા. લી.

શ્રી. આર.કે. શર્મા, ડીરેકટર, મારવાહ કેન્દ્ર, છઠ્ઠો માળ, અૌદ્યોગીક વસાહત સામે,  ક્રીશનલાલ મારવાહ માર્ગ, સાકી– વિહાર રોડ, અંધેરી(પૂર્વ)

મુંબઈ– ૪૦૦ ૦૭ર (મહારાષ્ટ્ર)

ફોન નં– ૦રર–પ૬૯પ૬૩૦૦, ફેકસ– ૦રર–પ૬૯પ૦૩૬ર/૧૦

ઈ મેઈલઃ scsinfo@in.bureauveritas.com

રાજસ્થાન ઓર્ગેનિક સર્ટીફીકેસન એજન્સી

ત્રીજો માળ , પંત કૃષિ ભવન, જનપથ,

જયપુર – ૩૦ર ૦૦પ (રાજસ્થાન)

ફોન નં– ૦૧૪૧–રરર૭૧૦૪,ટેલી ફેકસ– ૦૧૪૧–રરર૭૪પ૬, ઈમેઈલઃ dir_rssopca@rediffmail.com

ઉત્તરાંચલ સ્ટેટ ઓર્ગેનિક સર્ટીફીકેશન એજન્સી

ડીરેકટર, ૧ર/ર વસંત વિહાર, દેહરાદુન– ર૪૮૦૦૬ (ઉત્તરાંચલ)

ફોન નં– ૦૧૩પ–ર૭૬૦૮૬૧

ફેકસ નં– ૦૧૩પ–ર૭૬૦૭૩૪

ઈ મેઈલઃ uss_opca@rediffmail.com

વેદીક ઓર્ગેનિક સર્ટીફીકેસન એજન્સી

પ્લોટ નં પપ, ઉશોદયા એન્કલવ, મીથ્રીનગર , મીંયાનગર, હૈદ્રાબાદ– પ૦૦ ૦પ૦, મો– ૦૯ર૯૦૪પ૦૬૬૬, ફોન નં– ૦૪૦– ૬પર૭૬૭૮૪

ફેકસ– ૦૪૦– ર૩૦૪પ૩૩૮, ઈ મેઈલઃ voca_org@yahoo.com

એસ.જી.એસ. ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ

ડો.મનિષ પાંડે, ડીવીઝનલ મેનેજર, ફુડ રીટેલ અને સી એસ આર એસ રપ૦, ઉધોગ વિહાર ફેસ–૪, ગોરગાંવ–૧રર૦૧પ(હરીયાણા)

ફોન નં–  ૦૧ર૪ – ર૩૯૯૯૯૦–૯૮

ફેકસ–  ૦૧ર૪ – ર૩૯૯૭૬૪, ઈ મેઈલઃ namit_matreja@sgs.com

અદિતી ઓર્ગેનિક સર્ટીફીકેશન  પ્રા. લી.

નં પ૩૧/એ, પ્રીયા ચેમ્બર્સ, ડો.રાજ કુમાર રોડ, રાજાજીનગર, બ્લોક ૧, બેંગ્લોર –પ૬૦ ૦૧૦, ફોન નં– ૯૧–૮૦–૩રપ૩૭૮૭૯

ફેકસ નં– ૯૧–૮૦–ર૩૩૭૩૦૮૩, મો.– ૯૧–૯૮૪પ૦૬૪ર૮૬

ઈ મેઈલઃ aditiorganic@gmail.com

ઈન્ડીયન ઓર્ગેનીક સર્ટીફીકેશન એજન્સી (ઇન્ડોસર્ટ)

શ્રી મેથ્યુ સેબાસ્ટીન, એકઝીકયુટીવ ડીરેકટર, થોટ્ટુમુઘમ, પો.ઓ. અલુવા– ૬૮૩ ૧૦પ, કોચીન (કેરાલા)

ટેલી ફેક્ષ નં– ૦૪૮૪–ર૬૩૦૯૦૮– ૦૯

ઈ મેઈલઃ mathew.Sebastian@indocert.org

એ.પી.ઓ.એફ. ઓર્ગેનિક સર્ટીફીકેશન એજન્સી,

શ્રી. કે. ડોરાઈરાજ, ચીફ ઓપરેટીંગ ઓફીસર,

૩૩ પહેલો માળ, ૯ ક્રોસ, પ મુખ્ય, જય મહેલ, બેંગ્લોર– પ૬૦૦૪૬

ફોન નં– ૦૮૦–પપ૩૬૯૮૮૮, ફેકસ નં– ૦૮૦–ર૩૪૩૦૧પપ

ઈ મેઈલઃ aocabangalore@yahoo.co.in

ફુડ સર્ટ ઈન્ડિયા પ્રા.લી.,

કવોલીટી હાઉસ, એચ નં– ૮–ર–૬૦૧/પી/૬,

રોડ નં ૧૦, બંજારા હિલ્સ, પંચવટી કોલોની ,

હૈદ્રાબાદ – પ૦૦ ૦૩૪, ફોન નં–  ૯૧–૪૦–ર૩૩૦૧૬૧૮

ફેકસ નં– ૯૧–૪૦–ર૩૩૦૧પ૮૩, ઈ મેઈલઃ foodcert @foodcert.in

નેચરલ ઓર્ગેનિક સર્ટીફીકેશન એજન્સી

શ્રી. સંજય દેશમુખ, ચીફ એકિઝકયુટીવ ઓફીસર, છત્રપતી હાઉસ, ગ્રાઉન્ડ ફલોર, એન. પી. ગાડગીલ શો રૂમ પાછળ,

પૂના– ૪૧૧ ૦૩૮ (મહારાષ્ટ્ર)

ફોન નં– ર૦–રપ૪પ૭૮૬૯,ર૬ર૧૮૦૬૩,ફેકસનં– ૦ર૦–રપ૩૯૦૦૯૬

ઈ મેઈલઃ contact@nocaindia.com

ઈકોસર્ટ  ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડ

ડો. સેલ્વામ ડેનીયલ (સી.આર), સેકટર–૩, એસ–૬/૩ અને ૪, ગેટ નં–૧૦ર, હિન્દુસ્તાન આવાસ લીમીટેડ, વાલ્મી– વાલુજ રોડ, નક્ષત્ર વાડી, અૌરગાબાદ– ૪૩૧ ૦૦ર (મહારાષ્ટ્ર)

ફોન નં– ૦ર૪૦–ર૩૭૭૧ર૦, ર૩૭૬૯૪૯, ફેકસ–  ૦ર૪૦–ર૩૭૬૮૬૬

ઈ મેઈલઃ ecocert@sacharnet.in

ઈન્ડીયન સોસાયટી ફોર સર્ટીફીકેશન ઓફ ઓર્ગેનિક પ્રોડકટ (આઈ.એસ.સી.ઓ.પી.), રાસી બિલ્ડિંગ૧૬ર/૧૬૩, પોનૈયારાજાપુરમ, કોઈમ્બતુર– ૬૪૧ ૦૦૧ (તમિલનાડુ)

મો. નં– ૦૯૪૪૩ર૪૩૧૧૯, ફોન નં– ૦૪રર–રપ૪૪૧૯૯, ૬પ૮૬૦૬૦

ઈ મેઈલઃ iscopcbe@yahoo.co.in

તમિલનાડુ  ઓર્ગેનિક સર્ટીફીકેશન ડિપાર્ટમેન્ટ કોઈમ્બતુર

થડાગામ રોડ, કોઈમ્બટુર– ૬૪૧ ૦૧૩ (તમિલનાડુ)

ફોન નં– ૯૧–૪રર– ર૪૦પ૦૮૦

ફેકસ નં– ૯૧–૪રર– ર૪પ૭પપ૪

ઈ મેઈલઃ tnocd@yahoo.co.in

છત્તિસગઢ સર્ટીફીકેશન સોસાઈટી ઈન્ડિયા, રાયપુર

એ–રપ, વીઆઈપી એસ્ટેટ,ખામ્હારદીહ, શંકર નગર, રાયપુર–૪૯ર ૦૦૭  (છત્તિસગઢ), ટેલી ફેક્ષ નં– ૯૧–૭૭૧–રર૮૩ર૪૯

ઈ મેઈલઃ cgcert@gmail.com

લેકોન કવોલીટી સર્ટીફીકેશન પ્રાઈવેટ લીમીટેડ

શ્રી. બોબી આઈઝેક, ડીરેકટર, ચેનાથ્રા, થીપાની, થીરૂવાલા– ૬૮૧૦૧    (કેરાલા)  ટેલી ફેક્ષ નં– ૦૪૬૭  ર૬૦૪૪૭

ઈ મેઈલઃ laconindia@sancharnet.in

શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ(સ્ત્રોત: ''ફળ વિશેષાંક'' અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate