ભારત દુનિયામાં ફળો અને શાકભાજી ઉત્પાદનમાં ચાઈના પછી બીજા ક્રમે આવે છે. સાથોસાથ ઉતાર્યા પછીનો બગાડ પણ ઘણો મોટો ૩૦ ટકા જેટલો છે. જેની કીમત રૂપિયા એક લાખ કરોડ જેટલી થવા જાય છે. યુ.કે. અને ઓસ્ટ્રેલિયા માં જે કઈ ફળ અને શાકભાજી પાકે તેટલું આ દેશમાં બગડી જાય છે. એક બાજુ ૩૦ ટકા પ્રજા અપૂરતા અને અસમતોલન આહારથી પીડાય છે. બીજી બાજુ આ બગાડ થાય છે. દેશનું હિત ઈચ્છનારા અને આયોજકો ની ખામી છે .હવે વૈજ્ઞાનિક વ્યવસ્થા એટલે આંતરરાષ્ટ્રીય પ્રમાણો પ્રમાણે વીણીથી માંડી વપરાશ સુધીના દરેક તબક્કે નવા અભિગમો અને આયામો અપનાવવા જોઈએ. આપણે ત્યાં થોડા છુટા છવાયા પ્રયત્નો થયા છે,પરંતુ જ્યાં સુધી સમગ્ર સંકલિત વ્યવસ્થા ગોઠવવામાં ન આવે ત્યાં સુધી ધાર્યા લક્ષો પામવા અઘરા છે. પ્રથમ આવા મોડલ વિકસાવવા ને સફળતા બાદ તેનો વ્યાપ વધારવો જોઈએ.
ફળ ઉત્પાદન (લાખ ટન)
દુનિયાના ટકાવારી
શાકભાજી ઉત્પાદન(લાખ ટન)
કુલ ઉત્પાદન
ગુજરાત
ભારત
ભારત
દુનિયા ટકા
ફળો
૮૫.૩૦
૮૧૨.૦
૧૨.૦૬
૧૬૨૧.૮
૧૪.૦૦
કેળા
૪૫.૨૩
૨૬૦.૦
૩૨.૦૦
શાકભાજી ઉત્પાદન(લાખ ટન)
કેરી
૧૦.૦૩
૧૮૦.૦
૪૦.૪૮
શાકભાજી
ગુજરાત
ભારત
લીંબુ
૦૪.૩૩
૧૦૦.૯
૧૨.૦૦
બટાકા
૨૪.૯૯
૪૫૩.૪૦
પપૈયા
૧૧.૮૯
૫૩.૮
૦૭.૦૦
ટામેટા
૧૧.૫૬
૧૮૨.૨૦
જામફળ
૦૧.૫૮
૩૨.૦
૦૪.૦૦
ડુંગળી
૭૦.૪૩
૧૬૮.૦૯
દ્રાક્ષ
-
૨૪.૮
૦૩.૦૦
મસાલા લાખ ટન
સફરજન
-
૧૯.૧
૦૨.૦૦
મસાલા
૧૨.૧૪
૫૭.૪૪
પાઈનેપલ
-
૧૫.૧
૦૨.૦૦
ફૂલ લાખ ટન
ચીકુ
૩.૦૯
૧૫.૦
૦૨.૦૦
છુટા ફૂલો
૧.૪૯
૧૭.૩૦
દાડમ
૦.૮૦
૦૭.૫૦
૦૧.૦૦
કટફ્લાવર
૭૬૭.૩૦
પ્રથમ ધ્દ્રષ્ટિએ ઉત્પાદન જોતાં અ...ધ...ધ...ધ.. થઇ જાય છે.પરંતુ આ ઉત્પાદન ના ૩૦ ટકા તો ઉપયોગ થાય તે પહેલા બગડી જાય છે. જેના કારણ માં ખેડૂતોની કક્ષાએ જ્ઞાનના અભાવ અને આર્થિક નબળી પરિસ્થિતિ સરકારી કક્ષાએ માળખાકીય સગવડતા અને કૃષિ વિસ્તરણ ની નબળી અને અપૂરતી કડીઓ,મૂલ્ય વર્ધન બે ટકાથી નીચે અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો ફાળો ફક્ત ૧.૫ ટકાછે.
ઉપરોક્ત અડચણો હોવા છતાં દેશમાં બાગાયતી ખેતી માં ઉત્પાદન વધારી અને ગુણવત્તા સુધારી અતિ અનિવાર્ય છે. હાલની પરીસ્થિતિ સાથે ઘણી ઉજડી તકો રહેલી છે.
બાગાયતી પાકોની અગત્યત્તા:
ફળો અને શાકભાજી એક્મ દીઠ વધારે ઉત્પાદન ,વધારે આવક અને વધારે કેલેરી શક્તિ આપવા જાણીતા છે.
ખેતી ક્ષેત્રના કુલ નિકાસમાં બાગાયતનો ફાળો ૫૨ ટકા છે.
કૃષિ ક્ષેત્ર ની કુલ રોજગારી માં બગયાતનો ફાળો ૧૮-૨૦ ટકા છે.
જી ડીપીમાં બાગાયત ક્ષેત્ર નો ફાળો ૩૦ ટકા છે જયારે સામાન્ય કૃષિ નો ૧૭ ટકા છે.
કૃષિ વિકાસ દર ૨.૫ ટકાની સામે બાગાયતનો દર પાંચ ટકા છે.
આ ઉપરાંત બાગાયતમાં મૂલ્ય વર્ધન અને નિકાસ માટે વિશાળ તકો છે. દેશને ખાધવાળા અર્થતંત્રમાંથી બહાર લાવવો હોય ટો બાગાયતવિકાસ એક માત્ર અતિ ઉપયોગી સાધન છે.
આમાં સૌથી વિશેષ બાબત એ છે કે સામાન્ય જાતના આરોગ્ય માટે ક્ષારો અને વિટામીનનો એક માત્ર મુખ્ય સ્ત્રોત ફળ અને શાકભાજી છે.
બાગાયતી પાકોની આવી અગત્યતા જાણ્યા પછી અનિવાર્યતા પણ જાણીએ:
નીતિ પંચનો એક અંદાજ છે કે હાલ દેશની વસ્તી જે ૧૨૫ કરોડ છે જે ૨૦૨૫ માં ૧૫૦ કરોડ અને ૨૦૫૦ માં ૨૦૦ કરોડ થશે,જે દુનિયામાંવસ્તી બાબતે નંબર એકનું (૧૮-૨૦ ટકા)સ્થાન ગ્રહણ કરી લેશે.
હાલ પ્રજાની ખાણી/પીણીમાં જબ્બર ફેરફાર આવી રહ્યા છે.ગુણવત્તા સભર ,સમતોલન આહારની માંગ વધી રહેલી છે.
સજીવ ખેતીપેદાશની સ્થાનિક તેમજ નિકાસ માટે મોટી જરૂરિયાત ઉભી થયેલ છે.
દુનિયાના ૧૭૦ દેશો જયારે વિશ્વ વ્યાપારીકરણથી જોડાયા છે ત્યારે નિકાસ માટેની અતિ વિશાળ તકો ઉભી થઇ છે.
પરદેશ માં આપણા ફાળો,શાકભાજી ,મરીમસાલા, ,ઔષધીય અને સુગંધિત ફૂલછોડ વગેરે બનાવટોની ઘણી મોટી માંગ છે.
દુનિયા ની ખેતીની વાત કરીએ તો યુરોપ,કેનેડા અને દુનિયાના અન્ય શીત કટીબંધના દેશો માં ઉષ્ણતામાન ૦ સે. સુધી પહોચતું હોવાથી ખાસ કોઈ ખેત ઉત્પાદન થતું નથી અથવા મોંઘુપડે છે . ખાડીના દેશોને તો પાણીમાંથી પૈસા પેદા થાય છે. વળી જમીન રેતાળ અથવા નહીવત હોવાથી ત્યાં કઇ પાકતું નથી. જયારે આફ્રિકા ના દેશોમાં માળખાકીય સગવડતા નથી અને પ્રજા આળસુ હોવાથી કુદરતી રીતે પાકે તે ખરું તે ખાઈને કુંભકર્ણ ની માફક સુઈ રેહવાનું .આ તમામ પરીસ્થિતિ ભારત માટે નિકાસની ઉમદા તક પૂરી પડે છે. ભારતમાં જમીન,પાણી,હવામાન-સૂર્યપ્રકાશ ,મેનપાવર,મનીપાવર,ટેકનોલોજી અને માળખાકીય સગવડતા નો વિકાસ ,બેંકો ની સરકારની ઉદારીકરણની નીતિ વગેરે અનેક બાબતો વિશેષ સાનુકુળ છે. તેનું સંકલન કરી ખેતીને ચોક્કસતા તરફ લઇ જવા સંકલિત પાક વ્યવસ્થા ધ્વારા ગ્રાહકલક્ષી અને નિકાસલક્ષી ઉત્પાદન કરવું રહ્યું.અત્રે તેની થોડી માર્ગદર્શક કેડીઓ આપેલ છે.
૧૦૦ થી ૧૦૦૦ એકર જમીન સાથે ખેડૂતોના જૂથ ઊભા કરવા ઇઝરાયલ દેશની માફક .
આ ખેડૂતોને જે તે વિસ્તારને સાનુકુળ પાકો ઓળખાવી તેની આધુનિક ખેતીનું સંપૂર્ણ જ્ઞાન આપી ખેતી કરવા પ્રેરિત કરવા.
આ યુનિટ ની તમામ સાધન સામગ્રી ની ખરીદી એકી સાથે થાય.
મોટી મશીનરી ખરીદી ક્રમ પ્રમાણે ખેતી કાર્યો થાય.
ખેડૂતો પોતાની જમીન સાથે આ યોજના માં જોડાય .ઓછામાં ઓછી બે એકર જમીન ધરાવતા ખેડૂતો તેનો સભ્ય બની શકે .
વેચાણ વ્યવસ્થા ,મુલ્ય વર્ધન ,નિકાસ ,સ્થાનિક બજાર માટે બહોળી જાહેરાત ,આકર્ષક પેકિંગ ગુણવત્તા સાથે બજારમાં એક આકર્ષણ ઊભુ કરવું.