অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફળ પાકોમાં ગુડ એગ્રીકલ્ચર પ્રેકટીસીસ

આપ સૌ જાણો છો તેમ પૌષ્ટિક આહારમાં ફળ અને શાકભાજી સર્વોત્તમ ગણાય છે. ભારતમાં માથાદિઠ ફળ અને શાકભાજીનો વપરાશ ર૧૬ ગ્રામ છે. જ્યારે વિકસિત દેશોમાં દૈનિક માથાદીઠ ફળ/શાકભાજી વપરાશ ઈગ્લેન્ડ (૬૧૮ ગ્રામ), યુ.કે (૪૪૬ ગ્રામ), અમેરિકા (૩૯૩ ગ્રામ), ઓસ્ટ્રેલિયા (ર૭ર ગ્રામ), ફિલિપાઈન્સ (ર૧૦ ગ્રામ), થાઈલેન્ડ (૧૭૬ ગ્રામ) છે. જે ભારતની સરખામણીમાં વધારે છે. આમ ફળ અને શાકભાજીની માંગ દિવસે દિવસે વધતી જાય છે. એટલે ફળ અને શાકભાજીની નિકાસ ઉપર વધુ ધ્યાન આપવુ જોઈએ જેથી ખેડુતોને તેનાં માલનો વધુ ભાવ મળી રહે અને રાષ્ટ્રને કિંમતી હુંડિયામણ મળી રહે. ફળ ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ છે.

બાગાયતી પાકોમાં ફળ, શાકભાજી, ફુલ, સુગંધિત પાકો, મરી મસાલા, પ્લાન્ટેશન પાકોનો સમાવેશ થાય છે. ભારતમાં વર્ષ ર૦૧૦–૧૧ માં ફળપાકોનો વિસ્તાર ૬૩.૮૩ લાખ હે. અને ઉત્પાદન ૭૪૮.૭ લાખ મે. ટન સાથે ઉત્પાદકતા ૧૧.૭૩ મે. ટન છે જયારે ગુજરાતમાં ફળપાકોનો વિસ્તાર ૩.૪૯ લાખ હે. અને ઉત્પાદન ૭ર.૪પ લાખ મે. ટન સાથે ઉત્પાદકતા ર૦.૭ મે. ટન નોંધાયેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાંથી ફળ અને શાકભાજીની નિકાસની વિગત નીચે પ્રમાણે છે.

અ.નં.

વિગત

ર૦૦૯–૧૦

ર૦૧૦–૧૧

ર૦૧૧–૧ર

જથ્થો (ટન)

કિમત

(રૂા.કરોડમાં)

જથ્થો

(ટન)

કિમત

(રૂા.કરોડમાં)

જથ્થો

(ટન)

કિમત

(રૂા.કરોડમાં)

ફળ, ફૂલ, શાકભાજીના બિયારણો

૮૮૮૩.૮૭

૧૪પ.૦૭

૧૧૬રર.૩ર

૧૮૪.૯ર

૧પર૦પ.૭૯

ર૮૭.૭૬

તાજા ફળ અને શાકભાજી

રપપ૯પર૬.૭૭

૪પ૧૭.૯૦

ર૦૯૪૬૦૮.૯૧

૩૯૪૪.૪૬

ર૪૮૮૯પ૦.૬૭

૪૮૦૧.પ૦

ફળ અને શાકભાજી

ની બનાવટો

૮૦૮૯ર૦.૪૬

૩૧ર૦.પ૧

૮૩૭ર૧પ.૩૧

૩પ૬૩.પ૪

૯ર૩૧૦ર.૯પ

૪પ૦૬.૮૧

કુલ

પ૧ર૭૯૩૭.૪૧

૭૭૮૩.૪૮

ર૯૪૩૪૪૬.પ૪

૭૬૯ર.૯ર

૩૪ર૭રપ૯.૪૧

૯પ૯૬.૦૭

ભારતમાંથી બાગાયતી પાકોની નિકાસ યુ.એસ.એ., નેધરલેન્ડ, ચીન, યુ.એ.ઈ., ફ્રાન્સ, યુ.કે., જર્મની, જાપાન, ઈટાલી, કુવૈત, મલેશિયા, સીંગાપોર, બાંગ્લાદેશ, શ્રીલંકા વિગેરે દેશોમાં થાય છે. બાગાયતી પાકોનાં વધુ સારા બજારભાવ મળી રહે તે માટે નિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.

વૈશ્વિકરણના યુગમાં નિકાસલક્ષી આયોજન માટે આંતરરાષ્ટ્રિય માન્ય ધોરણોની ગુણવતાસભર પેદાશો સ્પર્ધાત્મક કીંમતે અને મોટા જથ્થામાં નિયમિતપણે પુરી પાડવી એ પહેલી જરૂરિયાત છે. આ માટે પેદાશો ખેડૂતોના ખેતરથી વિદેશ સુધી પહોંચે ત્યાં સુધીના તમામ પાસાઓની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જે માટે ખેતીનાં તમામ કાર્યોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે.

  1. પાક ઉત્પાદન તાંત્રિકતા
  2. પાક સંરક્ષણ
  3. પાક ઉતાર્યા પછીની માવજત.

પાક ઉત્પાદન તાંત્રિકતા :

નિકાસલક્ષી આયોજન માટે પાક ઉત્પાદન તાંત્રિકતા માટે નીચે મુજબના મુદૃાઓ ધ્યાનમાં લેવા જોઈએ કે જેથી નિકાસને અનુરૂપ ગુણવતાસભર ઉત્પાદન મેળવી શકાય.

  • તમામ ખેત આધાર (Traceability) : નિકાસ માટેની પેદાશ કયાંથી, કયા ખેતરમાંથી અને કોણે મોકલાવી છે તે તપાસ મારફત શોધી શકાય તેવા તમામ મુદૃાઓનો સમાવેશ થાય છે. ખેડૂતોનાં ખેતરનો સર્વેનંબર, ખાતાનંબર, ગામ, તાલુકો, જીલ્લો અને રાજયની માહિતી, કુલ વિસ્તાર (હે.), વાવેતર હેઠળનો વિસ્તાર (હે.) વિગેરે માહિતી આવરી લેવામાં આવે છે.
  • વાવેતર માટે પ્રમાણિત કલમો/બિયારણો સરકારી સંસ્થા/યુનિવર્સિટીમાંથી ખરીદ કરવુ જોઈએ. કલમો/બિયારણ રોગ–જીવાત તથા વિષાણુ મુકત હોવા જોઈએ અને જેતે જાતના ગુણધર્મો ધરાવતા હોવા જોઈએ. બિયારણને બીજ માવજત આપવામાં આવે તો તેની નોંધ કરવી જોઈએ.
  • સ્થળના ઈતિહાસ અને સ્થળ વ્યવસ્થા અંગે  કૃષિવિદ્યા/પશુધન/મત્સ્ય ઉછેર પ્રવૃતિઓના કાયમી રેકર્ડ હોવા જોઈએ અને તેની વ્યવસ્થિત જાળવણી હોવી જોઈએ તેમજ પાકની ફેરબદલી કરવી જોઈએ.
  • જમીનનો નકશો, જમીન સુધારણાની કાર્યવાહી, જમીનનું ધોવાણ અટકાવવા માટેના પગલા, રીસાયકલીંગ સીસ્ટમ વગેરેની નોંધ કરવી જોઈએ. જમીનનું પૃથ્થકરણ અવશ્ય કરાવવું અને તેનો અહેવાલ (રીપોર્ટ) સાથે રાખવો. જમીન સુધારણા માટે તેમજ ધોવાણ અટકાવવા માટે પગલા લીધા હોય તો તેની નોંધ કરવી.
  • દરેક ખેતી કાર્યોની નોંધ અવશ્ય કરવી અને દરેક ચીજવસ્તુના બીલોની જાળવણી કરવી.
  • ખાતર વ્યવસ્થાપન (પોષક તત્વોનો વપરાશ) માં સરકાર માન્ય સંસ્થા કે કૃષિ યુનિવર્સિટી દ્રારા ભલામણ થયેલ ખાતરનું પ્રમાણ, આપવાનો સમય તેમજ પધ્ધતિ અપનાવવી. સેન્દ્રિય ખાતર (પર્યાવરણને નુકશાન કર્તા ન હોય તેવા) કે બાયો ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરવામાં આવે તો તેનું પ્રમાણ અને પૃથ્થકરણનો અહેવાલ રજુ કરવો. જેમ બને તેમ વધારે પ્રમાણમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ખાતર વ્યવસ્થાના દરેક કાર્યો અને બીલોની નોંધ અવશ્ય કરવી.
  • પ્રવાહી ખાતર, વૃધ્ધિ નિયંત્રકો કે રસાયણોનો છંટકાવ કરવામાં આવે તો તેનું પ્રમાણ અને સમયની નોંધ રાખવી.
  • ખાતરનાં જથ્થાની નોંધ અવશ્ય રાખવી અને તેનો સંગ્રહ ચોખ્ખી અને ભેજમુકત જગ્યામાં કરવો. જંતુનાશક દવા સાથે સંગ્રહ કરવો નહિ. ખાધ્ય ચીજવસ્તુથી અલગ રાખવું.
  • હેવીમેટલ્સ (સીસુ, નિકલ વગેરે) નો ઉપયોગ કરવો નહી અને કોઈપણ સંજોગોમાં માનવ મળમુત્રનો ઉપયોગ કરવો નહી.
  • ખાતર વ્યવસ્થાપનમાં વપરાતા સાધનો સારી સ્થિતિમાં અને કાર્યક્ષમ હોવા જોઈએ.
  • પિયત વ્યવસ્થામાં જે તે પાકને ધ્યાનમાં રાખી પિયત પધ્ધતિ અપનાવવી તેમજ ભલામણ કરવામાં આવેલ જુદા જુદા સ્ટેજે પિયત આપવું અને તેની નોંધ કરવી. વર્ષમાં એક વાર પાણીનું પૃથ્થકરણ કરાવવુ. પાણીમાં હેવીમેટલ્સ જેવા કે સીશુ, નીકલ વિગેરે હોવા જોઈએ નહી. પૃથ્થકરણનો અહેવાલ પ્રમાણિત એજન્સીને બતાવવાનો રહેશે. દુષિત પાણી કે સીવેજ વોટરનો ઉપયોગ કરવો નહી.
  • ખેડૂતના ખેતરે ખેત મજુરો માટે પીવાના શુધ્ધ પાણી તથા જાંજરૂ–બાથરૂમની  સગવડ હોવી જોઈએ.
  • ફળ અને શકાભાજી લણણી નકકી કરેલ પરિપકવતાના પરિમાણો પ્રમાણે કરવી અને લણણીના કાર્યોમાં ચોકસાઈ રાખવી જરૂરી છે.

પાક સંરક્ષણ :

  • રોગ અને જીવાતના નિયંત્રણ માટે ઓછામાં ઓછી જરૂરિયાતને ધ્યાને લઈ પાક સંરક્ષણ દવાનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી પર્યાવરણની તથા ઉપયોગી જીવાતની વસ્તીની જાળવણી કરી શકાય.
  • કૃષિ યુનિવર્સિટી અને સરકાર માન્ય સંસ્થા દ્રારા ભલામણ કરેલ સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાનો મહતમ ઉપયોગ કરવો જોઈએ. આ અંગેની તાલીમ અથવા સલાહ સંશોધન કર્તા, વિસ્તરણ અધિકારી તથા અધિકૃત વિક્રેતા પાસેથી મેળવવી જરૂરી છે.
  • પાક સંરક્ષણ દવાના બીલ સાચવવા તેના ઉપયોગની તથા દવાના વપરાશ અંગેની નોંધ રજીસ્ટરમાં અવશ્ય કરવી.
  • મુદત વિતિ ગયેલ (એક્ષપાયર્ડ દવા) જંતુનાશક કે ફુગનાશક દવાનો ઉપયોગ કરવો નહી.
  • આંતર રાષ્ટ્રીય કક્ષાએ બંધન કર્તા (બાન રસાયણ) દવાનો ઉપયોગ કરવો નહી અને તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ દવાની યાદી સાથે રાખવી જોઈએ.
  • પાક સંરક્ષણ દવા છાંટવાનો સમય અને પ્રમાણ ચોકકસ પણે જાળવવું જોઈએ. દવાના પેકીંગ પર લગાવેલ સૂચનાનો અમલ કરવો. જંતુનાશક અને ફુગનાશક દવાના મિશ્રણ અંગે પણ જાણકારી રાખવી જોઈએ.
  • દવાના છંટકાવ સાથે સંકળાયેલ વ્યકિતને સંરક્ષણાત્મક વસ્ત્રો (એપ્રોન અને માસ્ક) અવશ્ય પહેરાવવાનાં રહેશે અને છંટકાવ પૂર્ણ થયેથી સાફ સફાઈ કરીને રાખવાના રહેશે.
  • છંટકાવ દરમ્યાન બચત રહેલ દવાના દ્રાવણનો કઈ રીતે ઉપયોગ કર્યો તેની નોંધ કરવાની રહેશે.
  • પાક સંરક્ષણ દવાના ખાલી ડબ્બા અને બોટલોનો ઉંડા ખાડામાં દાટી અથવા અન્ય રીતે નાશ કરી તેની નોંધ કરવી. ખાલી ડબ્બા કે બોટલોનો અન્ય ઉપયોગ કરવો નહી.
  • દવાના છંટકાવ માટે ઉપયોગમાં લેવામાં આવતાં સાધનો ચોખ્ખા અને કાર્યક્ષમ હોવા જોઈએ. દવાના છંટકાવ બાદ તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને સાચવવા જોઈએ. સાધનોનું વર્ષમાં એકવાર ચેકીંગ કરવું.
  • દવા છાંટનાર વ્યકિતને દવાના છંટકાવ અંગેની તાલીમ આપવી જોઈએ અને દવાની અસરકારકતા અંગેની માહિતી પણ આપવી જોઈએ. તેની ઓળખની નોંધ પણ રાખવી જોઈએ.
  • પ્રવાહી અને પાવડર દવાને અલગ અલગ સંગ્રહવા. પ્રવાહી દવા નીચેના ભાગે રાખવી અને બહાર બોર્ડ લગાવવું
  • દવાનાં અવશેષો અંગેનું પૃથ્થકરણ (રેસીડયુ એનાલીસીસ) અવશ્ય કરાવવું અને તે પ્રમાણિત એજન્સીને બતાવવાનું રહેશે. આંતર રાષ્ટ્રિય ધારા ધોરણ પ્રમાણે જંતુનાશક દવાનાં અવશેષોની માન્ય માત્રા અંગેની જાણકારી હોવી જરૂરી છે.

પાક ઉતાર્યા પછીની માવજત :

  • ફળ પાકોની લણણી પ્રક્રિયામાં ચોખ્ખાઈ અવશ્ય રાખવી.
  • પેદાશ માટે વપરાતા સાધનોની સગવડ ફાર્મ પર રાખવી અને તેની સફાઈ કરવી.
  • ફળ પાકોનો સારો પાક તૈયાર કર્યા પછી જે તે પાક અને તેની જાત પ્રમાણે પરિપકવતાના પરિમાણો ધ્યાનમાં લેવા જોઈએ. પરિપકવતાનાં પરિમાણોમાં ફુલ અવસ્થાથી ફળ પાકવાના દિવસો અથવા રોપણીથી ફળ પાકવાના દિવસો, ફળનો આકાર અને રંગમાં ફેરફાર, ફળના રસના પ્રમાણમાં ફેરફાર, શર્કરા અને ખટાશના ગુણોતરમાં ફેરફાર વિગેરે બાબતો તથા નિકાસના સ્થળને ધ્યાનમાં રાખીને ફળ ઉતારવા જોઈએ.
  • ફળની લણણી જે તે ફળ પ્રમાણે કરવામાં આવે છે જેમ કે કેરી, કેળા, ચીકુ, જમરૂખ, સીતાફળ અને સફરજન વિગેરે ૮૦ % પરિપકવતાએ જયારે દ્રાક્ષ, દાડમ, લીંબુ, સંતરા, અનાનસ વિગેરે રંગમાં ફેરફાર શરૂ થાય ત્યારે પરિપકવ અવસ્થા ગણીને ઉતારવામાં આવે છે.
  • ફળની વીણી વખતે સુર્યની સીધી ગરમી કે પ્રકાશ નહી લાગે તેની કાળજી રાખવી જોઈએ. આથી વીણી સવારના ઠંડા સમયે અથવા નમતા પહોરે કરવી જોઈએ. ઉતાર્યા બાદ ફળોનો સંગ્રહ તડકામાં કરવો જોઈએ નહી.
  • ફળોને ઉતારતી વખતે અને ઉતાર્યા બાદ પડવાથી, ઘસાવવાથી કે અફળાવવાથી નુકશાન થાય નહી તેની કાળજી લેવી જોઈએ. હેરફેર માટે નિર્ધારિત માપના પ્લાસ્ટીક કેરેટસનો ઉપયોગ કરવો જોઈએ.
  • ખેતરથી પેકીંગ સેન્ટર સુધીના વહન દરમ્યાન ફળોને ઘસરકા પડે નહી તેની કાળજી લેવી જોઈએ.
  • પેકીંગ સેન્ટરમાં સોટીર્ંગ અને ગ્રેડીંગ કરવુ જોઈએ. અપરિપકવ, ફાટેલા, ડાઘા કે નુકશાનવાળા ફળો અલગ કરવા અને જાત પ્રમાણે કદ, વજન અને રંગના આધારે વર્ગીકરણ કરવું.
  • ફળની વીણી બાદ ફળ પડી રહે તો તેનું તાપમાન સુર્યપ્રકાશને લીધે વધી જાય છે અને ફળની સંગ્રહશકિત ઓછી થાય છે. આથી વીણી બાદ શકય તેટલું વહેલુ નીચા તાપમાને રાખી વધારાની ગરમી શોષી લેવામાં આવે છે. આ પ્રકિયાને પ્રીકુલીંગ કહે છે. ઉષ્ણ કટીબંધીય ફળને વધારે નીચા તાપમાને રાખવા નહી.
  • ફળ પર લાગેલ કચરો, ધૂળ, ડાઘ કે ફુગ વિગેરે દૂર કરવા તેને ડીટરજન્ટ અને બાવીસ્ટીન/બેનોમીલના ૧૦૦૦ મી.ગ્રા./લીટરના દ્રાવણમાં ધોઈ, ફરીથી સાદા પાણીથી સાફ કરવા. ફળોને ધોવા માટે વપરાતા પાણીનું પૃથ્થકરણ કરાવવું અને તેની નોંધ કરવી.
  • ફળની ટકાઉશકિત વધારવા માટે તેમજ ફળને પાકતા અટકાવવા માટે જે તે જાત પ્રમાણે મીણ (વેકસ ૩ થી ૬ %), જીબ્રીલીક એસીડ (૧૦૦ થી ર૦૦ મી.ગ્રા./લીટર) અને બાવીસ્ટીન/બેનોમીલ (પ૦૦ મી.ગ્રા.) ની માવજત આપવી. આ ઉપરાંત જુદા જુદા દેશોમાં નિકાસ માટે નકકી થયેલ ધારાધોરણ પ્રમાણે ગરમ પાણી (પર + ૧ સે.ગ્રે. ૧૦ મીનીટ), ગરમ વરાળ (પ૦ સે.ગ્રે. ર૦ મીનીટ,જાપાન માટે) અને ઈરાડીએશન ૪૦૦ ગ્રે. ની માવજત (અમેરીકા માટે) આપવી જોઈએ. આ અંગેની વ્યવસ્થા નિકાસકારોના પેકીંગ હાઉસમાં મળી રહે છે.
  • વધુમાં પાક ઉતાર્યા બાદ રસાયણનો નહિવત ઉપયોગ થાય તે જોવુ જોઈએ. પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જે તે રસાયણના ઉપયોગ અને માવજતની પધ્ધતિનું જ્ઞાન હોવુ જોઈએ અને માવજત કયા હેતુ માટે કરેલ છે તેની નોંધ કરવી જોઈએ.
  • ફળોનું પેકીંગ આકર્ષક હોવુ જોઈએ. તેમજ તેમાં પેક કરવામાં આવતા ફળોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય તેની કાળજી લેવી જોઈએ. આંતર રાષ્ટ્રીય ધારાધોરણ મુજબ પુઠાના ખોખા (કોરૂગેટેડ ફાયબર બોક્ષ) નો ઉપયોગ થાય છે. જે તે દેશની જરૂરિયાતને ધ્યાને રાખી યોગ્ય ફળોની સંખ્યાવાળા બોક્ષનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ફળોને પેક કર્યા બાદ સત્વરે યાંત્રિક હેરફેર કરવા માટે પેલેટ બનાવવામાં આવે છે. આ પેલેટનું જર્મની માટે ૧ર૦ સે.મી. × ૮૦ સે.મી. × ૧પ સે.મી. અને યુરોપીય દેશો માટે ૧ર૦ સે.મી. × ૧૦૦ સે.મી. × ૧પ સે.મી.નું માપ નિયત કરવામાં આવેલ છે. જેના પર ફળ ભરેલા બોક્ષ વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. જેથી વહન દરમ્યાનનું નુકશાન અટકાવી શકાય છે. વાહતુકનાં સાધનો સ્વચ્છ હોવા જોઈએ.
  • બોક્ષને પેલેટ (ઘોડી) પર બરાબર ગોઠવ્યા બાદ તુરંત પેકીંગ હાઉસના શીતગૃહમાં યોગ્ય તાપમાને સંગ્રહ કરવો જોઈએ અને બોક્ષ પેલેટ સાથે કન્ટેઈનરમાં ગોઠવવા જોઈએ. શીતગૃહની સફાઈ રાખવી જરૂરી છે.
  • ફળનું નિર્યાત દૂરના દેશોમાં કે જયાં જહાજથી પહોંચતા રપ દિવસો થાય એમ હોય ત્યારે ફળો વિમાન મારફતે મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. વિમાનનું ભાડુ મોઘું હોય ફળોને યોગ્ય માવજત આપી જહાજ મારફતે સસ્તા દરે મોકલી શકાય છે. કન્ટેઈનરને જહાજમાં ગોઠવી શીતાગારનું તાપમાન અને ભેજ ફળની જાત પ્રમાણે જાળવી રાખવા જરૂરી છે.

અન્ય ધ્યાનમાં રાખવાનાં અગત્યના મુદૃાઓ :

  • ગેપમાં દરેક રેકડની જાળવણી કરી વર્ષમાં એકવાર આંતરિક ઈન્સ્પેકશન કરી નોંધ કરવી. આ રેકર્ડ બે વર્ષ સુધી રાખવાનો રહેશે. રેકર્ડમાં અપૂર્તતા હોય તો પૂર્તતા કરવી.
  • વેસ્ટ પ્રોડકટનો નાશ કરવો જેમા વાતાવરણ પ્રદુષિત ન થાય તેની કાળજી રાખવી.
  • વેસ્ટ પ્રોડકટનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કરવું. જેથી તેનું ફરી ઉપયોગ કરી શકાય.
  • કામ કરતા માણસોની સલામતી અને કલ્યાણની વ્યવસ્થા કરવી જરૂરી છે.
  • ફાર્મ ખાતે ફર્સ્ટ એઈડ બોકસની સગવડ હોવી જરૂરી છે.
  • કામ કરતા માણસોની રેહઠાણની સુવિધા હોવી જોઈએ. તેઓને પ્રોટેકટીવ વેર્સ આપવા જોઈએ.
  • કામ કરતા માણસોની નોંધ રજીસ્ટરમાં હોવી જરૂરી છે. તેઓનું મેડીકલ ચેકઅપ પણ કરાવવું જરૂરી છે.
  • કામ કરતા માણસોને ઈજા થયેલી હોવી જોઈએ નહી.
  • ઈલેકટ્રીક લાઈન હોઈ ત્યાં DANGERનું બોર્ડ લગાવવું.
  • ખેતી કાર્યો દ્વારા વાતાવરણને નુકસાન ન થાય તેની કાળજી રાખવી.
  • મનુષ્ય તેમજ વનસ્પતિને કોઈપણ પ્રકારનુ નુકસાન થવુ જોઈએ નહી.
  • ગ્લોબલ ગેપ સર્ટીફીકેટ આધારિત કોઈપણ ફરિયાદ હોઈ તો તેની નોંધ કરવી અને તેના નિરાકરણની નોંધ કરવી.

આમ ફળો ઉતાર્યા પછી વિદેશ સુધી મોકલવામાં ઘણી જ સુવિધાઓની જરૂર રહે છે. જે માટે લણણી પછી આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રાજય સરકાર/હોર્ટી કલ્ચર મિશનની યોજનાઓ ઉપરાંત કેન્દ્ર સરકારશ્રીની યોજનાઓ, એપેડા, મીનીસ્ટ્રી ઓફ ફુડ પ્રોસેસીંગ, રાષ્ટ્રીય બાગાયત બોર્ડ જેવી સંસ્થાઓ દ્રારા ટેકનીકલ માર્ગદર્શન/આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. નાબાર્ડ તેમજ અન્ય રાષ્ટ્રીયકૃત બેન્કો તરફથી ધિરાણની સગવડ પણ પુરી પાડવામાં આવે છે. રાજયમાં આંતર માળખાકીય સુવિધા પુરી પાડવા ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નોડલ એજન્સી તરીકે કામગીરી બજાવે છે.

રાજયમાં પ્રોસેસ્ડ હોર્ટીકલ્ચર પેદાશ જેવી કે ડીહાઈટ્રેડ ડુંગળી/લસણ, અથાણા, મેંગો પલ્પ, ડબ્બા બંધ શાકભાજી તેમજ મસાલાની પણ નિકાસ કરવામાં આવી રહી છે. જેના કારણે આગામી વર્ષોમાં નિકાસલક્ષી બાગાયતી પાક આધારિત પ્રોસેસીંગ ઉદ્યોગોનાં વિકાસ માટે રાજયમાં સારી તકો રહેલી છે.

ઉપરોકત ઉત્પાદનલક્ષી બાબતોની સાથે સાથે દરેક ક્ષેત્રના જુદા જુદા કાર્યો સાથે સંકળાયેલ વ્યકિતની તંદુરસ્તી, કલ્યાણ વિગેરે બાબતોને પણ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. વ્યકિત વિકાસની સાથે સાથે વન્યજીવો અને તેની સાચવણી, પર્યાવરણ સંબંધિ બાબતોને સાંકળી લેવામાં આવે છે. કોઈ પણ પ્રકારના કાર્યોથી વન્યજીવો તથા પર્યાવરણને નુકશાન ન થાય તેની કાળજી લેવી જોઈએ.

ઉપર દર્શાવેલ તમામ ખેતી કાર્યોનું નિર્ધારિત પ્રમાણિત એજન્સી (Certification Body) દ્રારા ચેકીંગ કરવામાં આવે છે. ચેકીંગ માટેના કોમ્પોનન્ટને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ છે.

  • મુખ્ય (Major Must) મુદૃા : મુખ્ય વિભાગમાં આવતાં દરેક મુદૃાઓને ૧૦૦% પૂર્ણ કરવા જ પડે. જેમાં કોઈપણ જાતની છુટછાટ નથી.
  • ગૌણ (Minor Must) મુદૃા : ગૌણ વિભાગમાં આવતા મુદૃાઓમાંથી ૯પ% મુદૃા પૂર્ણ કરવા જ પડે. પ્રમાણિત એજન્સીના નોડલ ઈન્સ્પેકટર વાંધાજનક મુદૃામાં વાંધા દુર કરવા ચાર અઠવાડિયાનો સમય આપે છે.
  • ભલામણ કરેલ (Recommended Must) મુદૃા : આ વિભાગમાં આવતા મુદૃાઓ પ્રમાણિત એજન્સી જરૂરી સૂચનો સાથે મંજુર કરે છે.

 

ખેડૂતના ખેતરથી વિદેશ સુધી મોકલવા માટે નીચે મુજબના ખેતી કાર્યોની જરૂરી પુર્તતા માટેના મુદૃા નીચે પ્રમાણે છે.

અ.નં.

વિગત

નિયંત્રણ બિન્દુઓ

મુખ્ય

ગૌણ

ભલામણ

પાક ઉત્પાદન તાંત્રિકતા

૧૧

ર૬

૩૦

પાક સંરક્ષણ

૧પ

૪૪

પાક ઉતાર્યા પછી માવજત

ર૪

૩૧

૩૧

 

કુલ :

પ૦

૧૦૧

૬૭

ઉપર જણાવેલ મુદૃાઓને નીચે પ્રમાણે વિગતે વર્ગીકૃત કરવામાં આવેલ છે.

ગ્લોબલ ગેપ સર્ટીફીકેશન

ફળ નિર્યાત માટેના નિયંત્રણ બિંદુઓ અને અમલનાં માપદંડ

વિગત

નિયંત્રણ બિન્દુઓ

મુખ્ય

ગૌણ

ભલામણ

તમામ ખેત આધાર (Traceability) (તપાસ મારફત શોધી શકાય એવા લક્ષણો)

રેકોર્ડની જાળવણી અને આંતરિક સ્વઆકરણી/આંતરિક ઈન્સ્પેકશન (Record keeping and internal self inspection)

જાતો અને મૂલકાંડની માહિતી  (Varieties and Rootstocks)

સ્થળનો ઈતિહાસ અને સ્થળનું વ્યવસ્થાપન (Site history and site management)

જમીન વ્યવસ્થાપન અને તત્વોનું વ્યવસ્થાપન (Soil and substrate management)

પોષકતત્વોનો વપરાશ  (Fertilizer use)

૧૪

સિંચાઈ જરૂરિયાતો  (Irrigation/Ferligation)

૧પ

પાક સંરક્ષણ  (Crop Protection)

૧પ

૪૪

પાકની લણણી  (Crop harvest)

પેકિંગ તથા સંગ્રહ ક્ષેત્ર  (Produce handling)

૧૩

૧૪

ફાજલ પદાર્થો અને પ્રદુષણ નિવારણ અંગેનું વ્યવસ્થાપન રીસાયકલીંગ અને પુનઃઉપયોગ (Waste and pollution management recycling and reuse)

જોખમની આકરણી (Risk assessment)

૧૩

પર્યાવરણ અને જતન (Impact of farming on the environment)

ફરિયાદો (Complaint form)

આ અંગેની વધુ વિગતો વેબસાઈટ www.globalgap.org  ઉપરથી મળી રહેશે.

સ્ત્રોત શ્ની.એસ.ડી.પ્રજાપતિ  અને  ર્ડા.ડી.બી.પ્રજાપતિ,  ''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી અને  બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય,સરદારકૃષિનગર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate