હોમ પેજ / ખેતીવાડી / બાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો / દાડમમાં મૂલ્ય વર્ધન અપનાવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દાડમમાં મૂલ્ય વર્ધન અપનાવો

આપણાં દેશમાં દાડમનું વાવેતર લગભગ ૧.૦૭ લાખ હેકટર વિસ્તારમાં થાય છે. આ વિસ્તારમાંથી દાડમનું કુલ ઉત્પાદન લગભગ ૭.૪૩ લાખ ટન જેટલું થાય છે. પોષણની દૃષ્ટિએ જોઈએ તો દાડમના પ્યોર જયુસમાં ૮ થી ૧૦ મિ.ગ્રા./૧૦૦ મિ.લિ. વિટામિન સી, ૧૨ થી ૧૪ સુગર અને ફોસ્ફરસ, કેલ્શિયમ મેગ્નેશીયમ જેવા ખનીજ તતવો સારા પ્રમાણમાં રહેલા છે. દાડમના જયુસનો ઉપયોગ ખાસ કરીને લોહીની વૃદ્ધિ માટે કરવામાં આવે છે. દાડમમાં રહેલી સુગર ખૂબ જ સુપાચ્ચ હોઈ, ત્વરીત શક્તિ આપે છે. દાડમની. છાલનો ઉપયોગ તેમાંથી પાઉડર, ટૂથપેસ્ટ, ટૂથપાઉડર વગેરે બનાવવામાં થાય છે. આ ઉપરાંત કપડાને કુદરતી રીતે કલર કરવા પણ તેનો ઉપયોગ થાય છે.

દાડમનું અનેક પ્રકારે મૂલ્યવર્ધન થઈ શકે છે. દાડમમાંથી જ્યુસ, આરટીએસ બેવરેજીસ, સીરપ, જામ, જેલી, સુકાદાણા પાઉડર વગેરે બનાવી શકાય છે. દાડમમાંથી બનાવવામાં આવતી મુખ્ય મૂલ્યવર્ધક બનાવટોની માહિતી અન્ને દર્શાવેલ છે.

દાડમમાં સોર્ટીગ, ગ્રેડિંગ અને પેકેજીંગ દ્વારા મૂલ્ય વર્ધન :

દાડમમાં ગ્રેડિંગ :

આખા દાડમને સોટિંગ કરી તેને યોગ્ય ગ્રેડમાં અને આકર્ષક માન્ય પેકેજ દ્વારા પેકેજીગ કરી બજામાં મૂકવામાં આવે તો તેમાંથી સારી એવી આવક રળી શકાય છે. આ માટે દાડમને સામાન્ય રીતે વજન મુજબ વર્ગીકરણ કરી તેની વકલ (ગ્રેડ) મુજબ પેક કરી માર્કેટમાં મુકવામાં આવે છે. જુદા જુદા ગ્રેડની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

અ.નં

ગ્રેડ

વજન

સુપર સાઇઝ

૭૫૦ ગ્રામ થી વધુ

કિંગ સાઈઝ

૫૦૦ થી ૭૦૦ ગ્રામ

ક્વીન સાઈઝ

૪૦૦ થી ૫૦૦ ગ્રામ

પ્રિન્સ સાઈઝ

૩૦૦ થી ૪૦૦ ગ્રામ

૧૨ એ

૨૫૦ થી ૩૦૦

૧૨ બી

૨૫૦ ગ્રામ થી ઓછા

દાડમમાં પેકેજીંગ :

ઉપર મુજબ ગ્રેડનાં દાડમને પેકેજીંગ કરી વેચવા માટે સામાન્ય રીતે તેને પેપર રેપીંગ અથવા કોરૂગેટેડ બોક્ષમાં પેક કરવામાં આવે છે. દેશના લોકલ માર્કેટ સપ્લાય ખાસ કરીને બદામી કલરનાં ત્રણ ફોલ ધરાવતા કોરૂગેટેડ ફાઈબર બોકસ વાપરવામાં આવે છે. જયારે તેનું એક્ષપોર્ટ બહારના દેશમાં કરવાનું થતું હોય ત્યારે તેને સફેદ કલરના પાંચ ફોલ્ડ ધરાવતા સીએફબી બોક્ષામાં પેક કરવામાં આવે છે.

દાડમમાંથી જયુસ દ્વારા મૂલ્ય વર્ધન :

સામાન્ય રીતે દાડમમાં દાણાનું પ્રમાણ લગભગ ૪૬ જેટલું હોય છે. આ દાડમના દાણામાંથી લગભગ ૭ર જયુસ મળે છે. દાડમમાંથી જ્યુસ બનાવવા માટે દાડમને ઓટોમેટિક કન્વેયર મશીન દ્વારા પાણીથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ સોટિંગ મશીન દ્વારા બગડેલા તથા સડેલા દાડમને અલગ તારવી નિકાલ કરવામાં આવે છે. સોર્ટેડ થયેલા સારી કવોલિટીના દાડમને ત્યારબાદ ડી-સેલિંગ માટે ડીસેલર મશીનમાં મોકલવામાં આવે છે. આ મશીન દ્વારા દાડમ ફળનું બ્રેકિંગ થઈ છાલ અને દાણા જુદા પડે છે. દાણામાંથી ટેનિન અને બીજ મુક્ત જ્યુસ કાઢવા દાણાને સ્પેશિયલ ટાઈપના જયુસ એકસ્ટ્રેકટર મશીનમાંથી પસાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ જયુસને યોગ્ય ફિસ્ટ્રેશન અને કલેરીફીકેશન દ્વારા કલીયર ક્યુસ તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલ જ્યુસને પ્લેટ સ્ટરીલાઈઝર દ્વારા યોગ્ય તાપમાને ચોક્કસ ટાઈમ માટે પ્રોસેસ કરવામાં આવે છે. પ્રોસેસ થયેલ જ્યુસનું ત્યારબાદ એસેપ્ટીક ફીલીંગ કમ પેકેજીંગ મશીન દ્વારા યોગ્ય પેકેજીંગ કરી સંગ્રહ અથવા માર્કેટિંગ કરવામાં આવે છે.

દાડમમાથી દાણા કાઢી મૂલ્ય વર્ધન :

દાડમના ફળમાં સામાન્ય રીતે ૨૦૦ થી ૧૪% જેટલા દાણા હોય છે. આ દાણાને હાથથી કાઢવા માટે ખૂબ જ ટાઈમ અને મજૂરનો ઉપયોગ કરવો પડે છે. આ ઉપરાંત તેની ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. વેપારીકરણ હેતુ દાણા કાઢી તેને યોગ્ય પેક કરી માર્કેટમાં મુકવામાં આવે છે અથવા તેમાંથી અન્ય પ્રોસેસ પ્રોડકટ બનાવવામાં આવે તો અનેકગણુ મૂલ્યવર્ધન કરી શકાય છે. આ માટે સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જનિયરીંગ અને ટેકનોલોજી સંસ્થા, લુધિયાણા (પંજાબ) દ્વારા દાડમમાંથી દાણા કાઢવાનું મશીન વિકસાવેલ છે જેથી વિગત નીચે મુજબ આપવામાં આવેલી છે.

દાડમમાંથી દાણા કાઢવાનું મશીન મશીનની તાંત્રિક વિગત

  1. દાડમમાંથી દાણા કાઢવાની ક્ષમતા : અંદાજે પ00 કિ.ગ્રા./કલાક
  2. યાંત્રિક મશીનથી થતું નુકશાન : ૩ થી ૪%
  3. મશીન ચલાવવા માણસની જરૂરિયાત : ર થી ૩
  4. મશીન માટે ઈલેકટ્રીક પાવરની જરૂરિયાત : ૦.૭પ કિલોવોટ (૧ હોર્સ પાવર)
  5. મશીનનું માપ :
  • ૧.૪૮ મીટર લંબાઈ
  • ૦.૬૬ મીટર પહોળાઈ
  • ૧.૭૧ મીટર ઊંચાઈ
  1. મશીનનું વજન : અંદાજે રપ૦ કિ.ગ્રા.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં દાડમ ઉદ્યોગ નાના પાયા. પરથી લઈને મોટા પાયા પર સ્થાપી શકાય. હાલ દાડમની પ્રોડકટસને જોતા અન્ય નવા પ્રકારની ઘણી બધી અવનવી પ્રોડક્ટ વિવિધ રીતે બનાવી માર્કેટમાં મુકી વધુ આવક મેળવી શકાય તેમ છે. (સૌજન્ય : સેન્ટ્રલ ઈન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ હાર્વેસ્ટ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સંસ્થા, લુધિયાણા, પંજાબ)

બાગાયતી પાકોમાં ' ઘડમનું આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. આજના સમયમાં ખેડૂતોનું ઔષધિય પાકો તરફ ધ્યાન વધ્યું છે. વેપારી ધોરણે દાડમનું વાવેતર ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશ વગેરે રાજયોમાં થાય છે. હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યો પણ તાજેતરમાં દાડમની ખેતી તરફ વળ્યા છે. દાડમ ફળનો સામાન્ય રીતે ખાવા માટે સીધો ઉપયોગ થાય છે. આ ઉપરાંત દાડમના ફૂલ, પાન અને ડાળીઓનો ઔષધિય ઉપયોગ આપણા દેશમાં હજારો વર્ષથી થતો આવ્યો છે. ભારત દેશ ચીન અને ઈરાન પછી દાડમના ઉત્પાદનમાં ત્રીજો ક્રમાંક ધરાવે છે.

સ્ત્રોત : ડૉ. ગજેરા, કોલેજ ઓફ ફુડ પ્રોસેસિંગ તેક્નોલોજી અને બાયો એનર્જી, આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટિ આણંદ

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

3.09090909091
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top