આબોહવાકીય વિષમ પરિસ્થિતિમાં, પિયત પાણીની અતિ અછત કે ક્ષારીય પાણીની ઉપલબ્ધિમાં રોગ રહિત ધરૂઉછેરમાં કે વિશેષ કાળજી માંગતા વધુ વેચાણ કિંમત આપતા પાકો ઉગાડતા હાલના તબકકે પચાસથી વધુ દેશોમાં ગ્રીનહાઉસમાં ખેતી કરવામાં આવે છે. વિવિધ દેશોમાં ગ્રીનહાઉસમાં થતી ખેતીનો વિસ્તાર કોઠામાં આપેલ છે. ચીનમાં પ્લાસ્ટિક ગ્રીનહાઉસ ટેકનોલોજીનો ખૂબજ વિકાસ થયેલ છે. જાપાનમાં પ્લાસ્ટિક અને ગ્લાસ ગ્રીનહાઉસમાં ખેતી થાય છે કે જે વિશ્વમાં સૈાથી વધુ છે. પાણીની બચત કરવી એ ઈઝરાયલ અને બીજા મધ્યપૂર્વ એશિયાના દેશોની તાતી જરૂરિયાત હોવાથી ગ્રીન હાઉસનું ચલન ત્યાં વધુ છે ભારતમાં છેલ્લા ચાર દશકાથી સંશોધન, ઉત્પાદન કે ધરૂઉછેર માટે ગ્રીન હાઉસનો ઉપયોગ થતો આવ્યો છે અને તેના વ્યાપારિક ધોરણે ઉપયોગ કરવાની સભાનતા આવી છે.ભારતમાં પાંચ દાયકાથી ગ્રીનહાઉસનો ઉપયોગ થતો આવ્યો છે જે ફકત સંશોધનના હેતુ માટે અથવા કમોસમમાં અગત્યના છોડને બચાવવા માટે થતો હતો. સાચા અર્થમાં સને ૧૯૮૦ થી ગ્રીનહાઉસ ટેકનોલોજીની શરૂઆત થઈ. વ્યાપારિક દ્રષ્ટ્રિએ સને ૧૯૮૮ થી ઉપયોગ થયો.
સંરક્ષિત વાતાવરણમાં નીચે મુજબના શાકભાજી, શોભાના ફૂલછોડ, ફળપાકો તથા આયુર્વેદિક પાકો ઉગાડી શકાય છે ખુબ જ કિંમતી તથા કમોસમી ખેતી માટેના પાકો લેવા તથા ચોકકસ પ્રકારની જાતોનું જ વાવેતર કરવું.
ગ્રીનહાઉસ એટલે કે પ્લાસ્ટિક, પોલીથીલીન કે કાચના પારદર્શક કે અર્ધપારદર્શક આવરણથી ઢાકેલું ફ્રેમ સાથેનું ચોકકસ પ્રકારનું માળખું કે જેમાં જે તે પાકની જરૂરિયાત મુજબ અંદરના વાતાવરણમાં ફેરફાર કરી શકાય છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે ઓછા વિસ્તારમાંથી બારેમાસ વધુ પ્રમાણમાં ફૂલો કે સુશોભિત છોડોનું તેમજ શાકભાજીનું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત સારી ગુણવતા ધરાવતા ફૂલછોડ ઉછેરી શકાય છે. હાલના તબકકે ગુજરાતમાં ફૂલોની ખેતી માટે ગ્રીનહાઉસને ખૂબ જ મહત્વનું અંગ ગણવામાં આવે છે. આપણા રાજયમાં ઉંચું તાપમાન, અનિયમિત વરસાદ, વધુ પડતો તીવ્ર સૂર્યપ્રકાશ તેમજ હવામાંના ભેજના ટકામાં વધઘટ વગેરે વાતાવરણીય પરિબળોથી ફૂલોના પાક ઉત્પાદન પર માઠી અસરો જોવા મળે છે. આવી વિષમ પરિસ્થિતિમાં ગ્રીનહાઉસ ધ્વારા અંદરના વાતાવરણના પરિબળોને નિયંત્રણમાં રાખી સારી ગુણવતાવાળા રોગજીવાત મુકત ફૂલો મેળવી શકાય છે. શિયાળાની ૠતુમાં થતા ફૂલોનો ભાવ, ઉનાળાની ૠતુ કરતા ખૂબ જ ઓછો મળે છે. જેથી ઉનાળાની ૠતુમાં ગ્રીનહાઉસ ધ્વારા કટફલાવર્સના ફૂલોની ખેતી કરીને ભાવ મેળવી પરદેશ નિકાસ કરીને વધુ હૂંડિયામણ મેળવી શકાય છે.
ભારતમાં ગ્રીનહાઉસની વિવિધ ડીઝાઈનો જોવા મળે છે. જેમાં ચાર પ્રકારના ગ્રીનહાઉસ વધુ ખ્યાતિ ધરાવે છે. સાદું ગ્રીનહાઉસ, ઓછી કિંમતનું ગ્રીનહાઉસ, મધ્યમ કિંમતનું ગ્રીનહાઉસ અને ઉચ્ચ કિંમતનું ગ્રીનહાઉસ. ગ્રીનહાઉસ બનાવવામાં મુખ્ય ખર્ચ માળખું તૈયાર કરવાનું, વીજળીનો ખર્ચ અને પાણી નિયંત્રણની વ્યવસ્થા ઉપર આધારિત છે. માળખામાં ખાસ કરીને પોલીથીન શીટ, એક્રેલિકની ચાદર, ગેલ્વેનાઈઝ પાઈપ વગેરે ચીજવસ્તુઓ વપરાય છે. ઈલેકટ્રીક ખર્ચમાં ખાસ કરીને હવા બહાર ફેકવાના પંખાઓ, પાણી માટે ઈલેકટ્રીક પંપ, વીજળી તથા તેમાં તેના નિયંત્રણ યુનિટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાણીની વ્યવસ્થામાં ટપક પધ્ધતિ, માઈક્રો સ્પ્રિંકલર, ફોગર, એકઝોસ્ટ ફેન અને ફૂલિંગ પેડનો ઉપયોગ થાય છે.
આ પ્રકારના ગ્રીનહાઉસ ઓછી કિંમતના છે. જે સ્થાનિક બજારમાંથી મળતી ચીજવસ્તુઓ ધ્વારા બનાવી શકાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસના માળખામાં વાંસનું ઢાંચું બનાવી તેના પર પોલીથીન શીટસ લગાડવામાં આવે છે. ગ્રીનહાઉસમાં હવાની અવરજવર માટે બારીઓ, છાપરા ઉપર લીલી કે કાળી પ્લાસ્ટિક નેટ અથવા કંતાનના ટૂકડાઓનું આવરણ ઢાંકવામાં આવે છે. સાદા ગ્રીનહાઉસ ખાસ કરીને જયાં ઓછી ગરમી હોય ત્યાં અનુકૂળ આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસમાં, સીઝનલ ફૂલછોડનું ધરૂ, રોપાઓ વગેરે ઉછેરી શકાય છે. ઉપરાંત કટફલાવર્સના ફૂલો જેવા કે ગુલાબની વિવિધ રંગની લાંબી દાંડીવાળી, મોટા ફૂલોની જાતો, કાર્નેશન, જર્બેરા વગેરે ઉછેરી શકાય છે.
આ પ્રકારના ગ્રીનહાઉસ ઓછી કિંમતના ગ્રીનહાઉસ જેવા જ હોય છે. ફકત એમાં વધારાની ફુલીંગ પેડ અને એકઝોસ્ટ ફેનની વ્યવસ્થા હોય છે જે વધુ તાપમાનને નિયંત્રણ કરવામાં ઉપયોગી થાય છે. આ પ્રકારના ગ્રીનહાઉસ, સરકયુલર અથવા ગોથીક આર્ક આકારના થાય છે. આ પ્રકારના પ૦૦ ચો.મી. વિસ્તાગરના ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ રૂા. ૬ થી ૭ લાખ જેટલો થાય છે.
આવા ગ્રીનહાઉસ ખાસ કરીને મોટા પાયા પર ઐાદ્યોગિક ધોરણે ચલાવવામાં આવે છે. આવા ગ્રીનહાઉસમાં સંપૂર્ણ નિયંત્રણ કોમ્પ્યુટર અને સેન્સર્સ ધ્વારા કરવામાં આવતુ હોવાથી, ઉંચી ગુણવતાગવાળા કટફલાવર્સ મેળવી શકાય છે જેનો ઉપયોગ પરદેશમાં નિકાસ અર્થે કરવામાં આવે છે અને સારૂં એવું વિદેશી હૂંડિયામણ મેળવી શકાય છે. જેમાં ફૂલછોડમાં ખાસ કરીને ઈંગ્લીશ ગુલાબની વિવિધ જાતો, ક્રિસેન્થીમમની જુદી જુદી જાતો, જર્બેરા, કાર્નેશન, ગ્લેડીયોલસ વગેરે છોડ ઉછેરી શકાય છે. ઉચ્ચ કક્ષાનું પ૦૦ ચો.મી. વિસ્તારના ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ આશરે રૂા. ૮ થી ૯ લાખ જેટલો થાય છે.
માલસામનનું નામ |
વિગત |
પાયાના પાઈપ |
૩'' (વ્યાસ) |
કોલમ પાઈપ |
૩.પ '' (વ્યાસ) |
બીમ પાઈપ |
ર'' (વ્યાસ) |
કમાન (આર્ચેસ) |
૧.પ'' (વ્યાસ) |
પર્લીન |
૧.પ'' (વ્યાસ) અને ૧'' (વ્યાસ) |
ગટર |
વગર જોડાણવાળી ટ્રેપેઝોઈડલ આકારની બી ગ્રેડના આઈએસઆઈ માર્કાવાળી જીઆઈ પતરાની બનેલી હોવી જોઈએ. |
ફલેપર |
૦.૭પ '' (વ્યાસ) |
કોરીડોર અને હોકીસ્ટીક |
૧.પ'' (વ્યાસ) અને ર'' (વ્યાસ) |
શેડનેટ |
સાઈડ વેન્ટિલેશન – ૭૦% શેડનેટ રૂફ શેડ– પ૦% શેડનેટ ગરમીમાં રૂફ શેડ સવારે ૯:૦૦ થી સાંજે પ.૩૦ વાગ્યા સુધી ઢાંકવી અને ઠંડીમાં સવારે ૧૧.૦૦ થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી ઢાંકવી. જમીનથી શેડનેટની ઉંચાઈ ૪.૬ મી. હોવી જોઈએ. |
ડ્રિપ પિયત પધ્ધતિ ડ્રિપર ડિસ્ચાર્જ– ર લિ./ કલાક ડ્રિપર સ્પેસીંગ – રપ થી ૩૦ સે.મી. મેઈન લાઈન સાઈઝ – ૪૦ મિ.મી. (વ્યાસ) લેટરલ સાઈઝ– ૧૩ મી.મી. (વ્યાસ) ચલાવવા માટે પ્રેસર –૧.પ કિ.ગ્રા. / સે.મી. |
|
ફોગર |
સાઈઝ–૭.પ લિ./કલાક સ્પેસીંગ – ૪ મી × ૪ મી પ્રેસર –૪ કિગ્રા/ સેમી ચલાવવાનો સમય ઉનાળામાં ૧પ મિનિટના અંતરે ર મિનિટ માટે ચલાવવું, ઠંડીમાં ૩૦ મિનિટના અંતરે ર મિનિટ માટે ચલાવવું. |
ભેજનું પ્રમાણ |
૭૦ % થી ૭પ % |
તાપમાન |
ર૬૦ સે. થી ૩ર૦ સે. (બહારના તાપમાન કરતાં પ૦ ઓછું) |
ગ્રીનહાઉસમાં છાયા માટે ર૦૦ માઈક્રોન એટલે કે ૮૦૦ ગેજની યુ.વી. પોલીથીન ફિલ્મ વપરાય છે. જે આઈપીસીએલ, વડોદરા ધ્વારા બનાવવામાં આવે છે. તેની કિંમત આશરે ૪પ થી પ૦ રૂપિયા પ્રતિ ચો.મી. હોય છે.
મોટા ભાગના ફૂલોને છાંયો આપવો જરૂરી છે. આ માટે રંગીન નેટ વપરાય છે કે જેમાંથી હવાની અવરજવરમાં ઘટાડો થવો જોઈએ નહીં અને તેના કાણાં વધુ નાનાં હોવા જોઈએ નહીં.
ગ્રીનહાઉસમાં કીટકો દાખલ ન થઈ શકે તે માટે નેટને વેન્ટિલેશન આગળ ખેંચીને નેટ પવનથી હાલી ન શકે તે રીતે લગાવવી જોઈએ. નેટમાંના કાણાં (જાળી) કુેટલાં રાખવાં તેનો આધાર જે તે વિસ્તારમાં ઉપદ્રવિત જીવાતો ઉપર રહે છે જેની વિગત કોઠામાં દર્શાવેલ છે.
જીવાત |
માઈક્રોન |
ઈંચ |
મેશ |
પાનકોરીયું |
૬૪૦ |
૦.૦રપ |
૪૦ |
સફેદ માખી |
૪૬ર |
૦.૦૧૬ |
પર |
મોલો |
૩૪૦ |
૦.૦૧૩ |
૭૮ |
ફૂલોની થ્રિપ્સ |
૧૯ર |
૦.૦૦૭પ |
૧૩ર |
નેટ વાપરનાર દરેકે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નેટનો વપરાશ વેન્ટિલેશનની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. જેમ નેટના કાણાનું માપ નાનું તેમ વેન્ટિલેશનની કાર્યક્ષમતા ઘટે છે.
સારી ગુણવતાવાળા ફૂલો પેદા કરવા માટે વર્ષે દરમ્યાન વેન્ટિલેશનની કાર્યક્ષમતા સારી રહેવી જરૂરી છે. કુદરતી રીતે હવાની અવરજવર માટે વેન્ટિલેશનમાં પંખાનો ઉપયોગ કરવા કરતાં બાજુની દિવાલ અને છાપરા પરના વેન્ટિલેશન ખુલ્લા રાખવા સસ્તા પડે છે. પરંતુ જયાં કીટકોથી રક્ષણ મેળવવા માટે નેટ જરૂરી હોય ત્યાં વેન્ટિલેશનની કાર્યક્ષમતા ઘટે છે. કેટલીકવાર અસરકારક વેન્ટિલેશન માટે પંખા અને પેડ કુલિંગ જરૂરી છે. જો ગ્રીનહાઉસની કુલ પહોળાઈ રપ મીટરથી વધુ અને બહારનું સરેરાશ ઉષ્ણતામાન ર૭૦ સે. થી વધુ હોય તો મોભે વેન્ટિલેશન હોવા જરૂરી છે. ગ્રીનહાઉસના ભોંયતળીયાના વિસ્તાર કરતાં વેન્ટિલેશનનો વિસ્તાર રપ% વધુ રાખવો જોઈએ. હવાની અવરજવરનો દર ગ્રીનહાઉસના કદ કરતાં પ થી ૬ ગણો પ્રતિ કલાક હોવો જોઈએ.
પવન સામે પ્રતિકારક કરી શકે તેમ વ્યવસ્થિત રીતે લગાવેલ રોલ–અપ વેન્ટિલેશન ઘણા દેશોમાં વધુ અસરકારક જણાયાં છે. પાઈપ પર લગાવેલ પ્લાસ્ટિક ફિલ્મ સમક્ષિતિજ રીતે રહે તેમ રાખવી અગત્યની છે. તેને ઉભા ટેકા સાથે એવી રીતે ફીટ કરવી જોઈએ કે જેથી પવનથી હાલી કે ખસી શકે નહીં. આ માટે દોરડાં કે સ્ટીલના તાર વડે ખેંચીને બાંધવી જોઈએ. સ્ટીલનાં દાંરડાં કે તાર વાપરીએ ત્યારે પ્લાસ્ટિક ફિલ્મને ધસારાથી નુકશાન ન થાય તે માટે તેને વાળી શકાય તેવી પ્લાસ્ટિક પાઈપથી રક્ષણ આપવું જોઈએ. ગ્રીનહાઉસના છેડે અંદાજે ૧ મીટર પ્લાસ્ટિક ફિલ્મ ખેંચીને તળીયા સુધી લગાવવી જોઈએ.
ભેજનું પ્રમાણ ૪૦% થી ઓછું રહેવુ ના જોઈએ (૭પ–૮૦ ટકા ભેજ રહેવો જોઈએ) તેના કારણે કેટલાક પાકો ઉપર અસર થાય છે. જેથી ગ્રીનહાઉસની અંદર ફોગ (ઝાકળ) સીસ્ટમ ધ્વારા ભેજ કે પ્રમાણ વધારવું જોઈએ. આવા સમયે ગ્રીનહાઉસમા ભેજનું પ્રમાણ વધારવા માટે ગ્રીનહાઉસના વેન્ટિલેશન બંધ કરી દેવા જોઈએ, અથવા બાષ્પીભવન ધ્વારા ઠંડક (ઈવોપેરીટીવ કુલિંગ) પધ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
ગ્રીનહાઉસમાં ઓછામાં ઓછુ સરેરાશ તાપમાન ૧ર૦ સે. વધુમાં વધુ સરેરાશ તાપમાન ર૬૦ સે. આખા વર્ષ દરમ્યાન હોવું જોઈએ. જે વિસ્તારથી તાપમાન ૧પ૦ સે. થી ઉપર રહે તેવા વિસ્તારમાં વેન્ટિલેશન કાયમી ખુલ્લા રાખવા જોઈએ અને કીટકથી રક્ષણ માટે ઉપર નેટ લગાવવી જોઈએ અને જે વિસ્તારમાં તાપમાન ૧ર૦ સે. અથવા એનાથી ઓછું રહેતુ હોય ત્યાં બાજુની દિવાલ પર વેન્ટિલેશન રોલઅપ પ્રકારના વાપરવા જોઈએ. ગ્રીનહાઉસની અંદર તાપમાન રાત્રી દરમ્યાન ઉંચું રાખવા માટે બંધ કરી શકાય તેવા મોભના વેન્ટિલેશન વાપરવાની ભલામણ છે.
લેખક: ડૉ. આર.આર. ગજેરા (સહ પ્રાધ્યાપક) , બાગાયત કોલેજ, આ.કૃ.યુ , આણંદ
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/9/2020