હોમ પેજ / ખેતીવાડી / બાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો / ગ્રીનહાઉસની ઉપયોગીતા અને તેના ફાયદા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રીનહાઉસની ઉપયોગીતા અને તેના ફાયદા

ગ્રીનહાઉસની ઉપયોગીતા અને તેના ફાયદા વિષે ની માહિતી

ગ્રીનહાઉસ એટલે શું?

છોડને પોતાના વિકાસ અર્થે સામાન્ય રીતે કાર્બન ડાયોકસાઈડ, પાણી અને સુર્યપ્રકાશની જરૂરીયાત રહે છે. આ માટે છોડ જમીનમાંથી પાણી ગ્રહણ કરે છે. હવામાંથી કાર્બન ડાયોકસાઈડ લે છે અને સુર્યમાંથી પ્રકાશનું શોષણ કરે છે. આ ત્રણેય ઘટકોમાંથી છોડ પોતાનો ખોરાક બનાવે છે. જેને કાર્બોહાઇડ્રેડ કહેવામાં આવે છે અને ઓક્સિજન વાતાવરણમાં બહાર છોડે છે. જેને નીચે પ્રમાણે દર્શાવી શકાય.

CO2 + પાણી (H2O) +સુર્યશક્તિ=કાર્બોહાઈટ્રેડ+ઓક્સિજન

આનો અર્થ એ થાય કે કોઈપણ છોડના સંપૂર્ણ વિકાસ માટે આ ત્રણ ઘટકો બહુ અગત્યના છે. સામાન્ય રીતે ખુલ્લા ખેતરોમાં ખેડૂતો કોઈપણ પાકનું વાવેતર કરે છે ત્યારે આ ત્રણ ઘટકો છોડને જોઈતા પ્રમાણમાં મળતા રહે તો, પાક સારો ઉપજમાં મળે છે. પરંતુ આવું વાતાવરણ છોડને દરેક સમયે મળવુ શક્ય બનતુ નથી. જેમકે, ચોમાસામાં ક્યારેક અતિવૃષ્ટિ થવાથી પાણીનું પ્રમાણ વધી જાય છે. જેથી છોડનો વિકાસ યોગ્ય માત્રામાં થઈ શકતો નથી તેમજ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધવાથી છોડ બળી પણ જાય છે અને પાક ઉત્પાદન આપવામાં નિષ્ફળ જાય છે. વાતાવરણ અતિ પ્રદુષિત થવાથી કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધતાઓછા પ્રમાણમાં રહે છે, જેથી જોઈતા પ્રમાણનો કાર્બન ડાયોક્સાઈડ છોડને મળી શક્તો નથી. પરિણામે ખોરાક છોડ બનાવી શકતો નથી. આમ, જેમ મનુષ્યને પાણી, હવા, અને ખોરાક સપ્રમાણ માં જ હોય તો જ સપ્રમાણ વિકાસ થાય છે અને નિરોગી જીવન જીવી શકે છે. તેમજ છોડનું પણ છે. તેના સંપૂર્ણ વિકાસ માટે આ ત્રણ ઘટકો બહુ અગત્યનો ભાગ ભજેવે છે. આ ત્રણ ઘટકો ઉપરાંત અન્ય ઘટકો જેવાંકે, જમીનના વિવિધ ન્યુટ્રીયન્ટ ની જરૂરીયાત રહે છે. ખુલ્લા ખેતરોમાં આ ત્રણ ઘટકો નિયંત્રિત કરવા શક્ય બનતું નથી કારણ કે ક્યારેક ગરમી વધે, ક્યારેક વધુ પાણીનું પ્રમાણ રહે અને ક્યારેક હવા પ્રદુષિત રહે છે. જો આ ત્રણ ઘટકોને નિયંત્રિત કરવા હોય તો એવું માળખુ બનાવવું પડે જેથી કરીને આ ત્રણ ઘટકો યોગ્ય માત્રામાં આ માળખામાં નિયંત્રિત કરી શકાય. આ ઘટકોને નિયંત્રિત કરવા જે માળખુ બનાવવામાં આવે છે તેને અંગ્રેજી ભાષામાં ગ્રીનહાઉસ કહે છે અને ગુજરાતીમાં રક્ષિત ખેતી કહેવામાં આવે છે.

ગ્રીનહાઉસના વિવિધ પ્રકાર:

ગ્રીનહાઉસ મુખ્યત્વે તેના ખર્ચના આધારે, તેના આકારના આધારે, તેમાં વપરાતા મટીરીયલ્સના આધારે તેમજ તેના બાંધકામના આધારે પ્રકાર પડે છે. જે નીચે મુજબ છે.

 

ખર્ચના આધારે:

(અ) ઓછી કિંમતના ગ્રીનહાઉસ જે સામાન્ય રીતે લાકડા અને સાદા પ્લાસ્ટીકથી બનેલા હોય છે

(બ) મધ્યમ કિંમતના ગ્રીનહાઉસ જેમા ફેન અને પેડ તેમજ ફોગટની સુવિધા હોય છે.

(ક) ઉચ્ચ કિંમતના ગ્રીન હાઉસ જેમા ઓટોમેટીક સાધનો નો ઉપયોગ કરવામાં આવેલ હોય છે.

આકારના આધારે

(અ) લીન-ટુ ટાઈપ ગ્રીનહાઉસ – દિવાલ સાથે જોડાયેલને બનાવવામાં આવે છે .લાઈટ અને પાણી આજુબાજું થી સરળતાથી મળી શકે. જેથી ખર્ચ ઓછો થાય.

(બ) ઈવન ટાઈપ ગ્રીનહાઉસ : આ ટાઈપના ગ્રીનહાઉસ સમતળ જમીનમાં બનાવવામાં આવે છે. જેમાં ઉપરના ઢાળ બન્ને બાજુ સરખા હોય છે.

(ક) અન ઈવન ટાઈપ : આ ટાઈપના ગ્રીનહાઉસ હિલી એરીયામાં બનાવવામાં આવે છે જેમાં ઉપરના ઢાળ સરખા હોતા નથી.

(ડ) રીઝ અને ફરો ટાઈપ : ઈવન ટાઈપના ગ્રીનહાઉસ એક કરતા વધારે, એક સાથે જોડવામાં આવે ત્યારે જે રચના બને તેને રીઝ અને ફરો ટાઈપના ગ્રીનહાઉસ કહેવામાં આવે છે. આ પ્રકારના ગ્રીન    હાઉસ વરસાદવાળા વિસ્તારમાં બનાવવા આવે છે.

(ઈ) ચો ટુથ ટાઈપ ગ્રીનહાઉસ: આ પ્રકારના ગ્રીનહાઉસ કરવતના દાંતા આકારના હોય છે. જેમાં   ઉપરના ભાગમાં હવા માટે ખુલ્લો રાખવામાં આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસ ગરમીવાળા પ્રદેશમાં બનાવવામાં આવે છે.

મટીરીયલ્સના આધારે :

(અ). પ્લાસ્ટીક આવરણવાળા: ઓછા ખર્ચે આ ગ્રીનહાઉસ તૈયાર થાય છે. જેનું આયુષ્ય ઓછુ હોય છે.

(બ).કાચના આવરણવાળા: કાચનાઆવરણવાળા ગ્રીનહાઉસમાં જાળવણી ખર્ચ વધારે થાય છે. તેનું આયુષ્ય વધારે હોય છે.

બાંધકામના આધારે:

(અ). લાકડાના માળખાવાળા : આ પ્રકારના ગ્રીનહાઉસ ઓછી કિંમતમાં તૈયાર થાય છે પરંતુ ઉધઈ અને બીજી જીવાતોનો પ્રશ્ન રહે છે.

(બ). લોખંડના માપવાળા:- જે મધ્યમ કિંમતના અને મજબુત હોય છે. જેનો નિભાવણી ખર્ચ પણ ઓછો હોય છે.

(ક) લોખંડના ટ્રસ્ટ પાઈપના ગ્રીનહાઉસ: જે વધુ કિંમતવાળા અને ભારે વજનનું અને અવરોધનું વહન કરી શકે તેવા મજબુત હોય છે.

ગ્રીનહાઉસના ફાયદા :

 

 1. કોઈપણ પ્રકારના છોડ કોઈ પણ સ્થળે ઉગાડી શકાય છે.
 2. વર્ષ દરમ્યાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે. (ઓફ સીઝન)
 3. તંદુરસ્ત સારી ગુણવત્તાવાળા, નિકાસ કરવા લાયક છોડ પેદા કરી શકાય છે.
 4. રોગ-જીવાત સામે રક્ષણ આપવુ સહેલુ બને છે.
 5. છોડ ઉછેર સરળ બને છે. નર્સરી સરળતાથી થઈ શકે છે. (ઈન્ડોર પ્લાન્ટસ)
 6. ગ્રીનહાઉસ શરૂઆતમાં ખર્ચાળ છે. પરંતુ લાંબાગાળે સારો ફાયદો આપે છે.
 7. ઓછી જમીનમાં વિશેષ આવક મેળવી શકાય છે.
 8. બિન પરંપરાગત (ઈગ્લિશ) શાકભાજી ઉગાડી શકાય છે.
 9. મકાનના ટેરેસ ઉપર ગ્રીન હાઉસ તૈયાર કરી કિચન ગાર્ડનિંગ કરી દૈનિક શાકભાજીની જરૂરિયાત મેળવી.
 10. ગ્રીનહાઉસના પાકોની ઉત્પાદન શક્તિ સારી હોય છે.
 11. રોજગારીની તકો વધારી શકાય છે.
 12. ટીશ્યુ કલ્ચરથી નવા છોડ ઉછેરી શકાય છે તથા તૈયાર થયેલ છોડને હાર્ડનિંગ કરી શકાય છે.

 

શાકભાજીની ખેતીમાં આપણો દેશ અને ગુજરાત રજ્ય આગવુ સ્થાન ધરાવે છે અન્ય પાકોની સરખામણીમાં શાકભાજી પાકોની ખેતીમાં પાંચથી દસ ગણુ વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

 • ગ્રીનહાઉસમાં ઓપન ફીલ્ડ કરતા ૨ થી ૫ ગણુ વધુ ઉત્પાદન મળે છે.
 • પોષક તત્વોની સાથે સાથે શાકભાજીમાં વિપૂલ પ્રમાણમાં ક્ષાર તેમજ પ્રજીવકો હોય છે.

કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ

2.81578947368
જીવાંભાઈ Sep 12, 2019 08:29 AM

ગ્રીન હાઉસ બનાવવું છે કોઇ સરકારી સહાઈ છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top