હોમ પેજ / ખેતીવાડી / બાગાયત ક્ષેત્રે નવી ક્ષિતિજો / ગ્રીનહાઉસ માં ફર્ટીગેશન દ્રારા પોષણ વ્યવસ્થા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રીનહાઉસ માં ફર્ટીગેશન દ્રારા પોષણ વ્યવસ્થા

ગ્રીનહાઉસ માં ફર્ટીગેશન દ્રારા પોષણ વ્યવસ્થા વિશેની માહિતી આપવા આવી છે

 gh


આ વિડીઓમાં ગ્રીન હાઉસનો અનુભવ વિશેની માહિતી આપવામાં આવી છે

ગ્રીનહાઉસની બદલાયેલ પરિસ્થિતિમાં વધતા છોડને નિયમિત પોષણ પુરૂ પાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. ગ્રીનહાઉસમાં પાકોને મર્યાદિત અને વિસ્તારમાં માટી કે અન્ય મીડિયાની બનેલી બેડ અથવા કન્ટેનરમાં ઉગાડવામાં આવે છે જેથી ખેતર વિસ્તાર સાથે સરખામણી શકય નથી. ગ્રીનહાઉસમાં વાવવામાં આવતા જુદા જુદા પાકોને તેની તંદુરસ્ત વૃદ્ધિ અને સારા વિકાસ માટે કુલ ૧૭ જેટલા પોષક તત્વોની જરૂરિયાત રહે છે. આમાંના ત્રણ પોષક તત્વો કાર્બન, હાઈડ્રોજન અને ઓકિસજન પાકને મુખ્યત્વે હવા અને પાણીમાંથી મળે છે જયારે બાકી રહેલા ૧૪ જેટલા પોષક તત્વો પાક તેના મૂળ દ્વારા માટી કે મીડિયામાંથી મેળવે છે. મીડિયા દ્વારા પાકને આ ૧૪ પોષક તત્વોને પાકની જરૂરિયાતને ધ્યાને લઈને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે.
 • મુખ્ય પોષક તત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ
 • ગૌણ પોષક તત્વો : કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધક
 • સૂક્ષ્મ પોષક તત્વો : લોહ, તાબુ, મેંગેનીઝ,જસત, બોરોન, મોલિન્ડેનમ, નિકલ અને કલોરીન

પોષક તત્વો પાકને આપવાની ભલામણ રાસાયણિક ખાતરો દ્વારા કરવામાં આવે છે. રાસાયણિક ખાતરોના ભાવો પ્રતિવર્ષે વધતા જાય છે.આ સંજોગોમાં પાકને આપેલ ખાતરનો સંપૂર્ણપણે | ઉપયોગ થાય તે ધ્યાન રાખવું જરૂરી છે.અત્યાર સુધી પ્રણાલિગત ખેતી પદ્ધતિમાં આપણે યુરિયા, ડીએપી, મ્યુરેટ ઓફ પોટાશ, છાણિયું ખાતર, ખોળ વગેરેનો મહદ્અંશે ઉપયોગ કરતા આવ્યા છીએ. ગ્રીનહાઉસની બદલાયેલ પરિસ્થિતિમાં આપણે ખાતર આપવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થયેલ છે. આમ, નવી પદ્ધતિઓમાં ફર્ટિગેશનની એ સારામાં સારી પદ્ધતિ ફર્ટિગેશન એટલે ફુવારા ટપક સિંચન પદ્ધતિ દ્વારા પિયત પાણીની સાથે ખાતર પાકની જરૂરિયાત મુજબ મૂળ વિસ્તારમાં આપવું. આ પદ્ધતિ પ્રથમવાર ઈઝરાઈલ દેશમાં શોધાઈ અને હાલમાં ઘણા દેશો આ પદ્ધતિને અપનાવી રહ્યા છે. આ પદ્ધતિમાં પોષક તત્વ અને પાણીનો ઉપયોગ પાકની જરૂરિયાત મુજબ થાય છે. પ્રણાલિકાગત સામાન્ય ખાતર આપવાની પદ્ધતિના થઈ જવું, ખાતરનો નિતાર થવો વગેરે.

ગ્રીનહાઉસમાં ફર્ટિગેશનના ફાયદા

 • આ પદ્ધતિથી ગ્રીનહાઉસમાં આવેલ દરેક છોડના મૂળ વિસ્તારમાં સપ્રમાણમાં ખાતર મળે છે.
 • ખાતર સમયસર અને જરૂરિયાત મુજબઆપવામાં સુગમતા રહે છે.
 • પાણીની સાથે ખાતર ટપક પદ્ધતિમાં આપવાથી પાકની જરૂરિયાત પ્રમાણે પોષકત્ત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે.
 • પોષકતત્ત્વોની લભ્યતામાં વધારાના કારણે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
 • આ પદ્ધતિ દ્વારા પોષકતત્વો સંતુલિત રીતે આપી શકાય છે.
 • ખાતરોના વધુ વપરાશથી થતું જમીન અને ભૂજળનું પ્રદૂષણ અટકે છે.
 • આ પદ્ધતિથી ખાતર ઉપરાંત રોગનાશક,કીટનાશક અને નીંદણનાશક દવાઓ પણ આપી શકાય છે.
 • પાણી મિશ્રિત ખાતર જમીનનો પીએચ આંક જાળવી રાખે છે અને જમીનમાંથી પોષક તત્ત્વો પુરા પાડવામાં મદદરૂપ બને છે.
 • ખાતર, સમય, શક્તિ અને મજૂરની બચત થાય છે જેના લીધે ફર્ટિગેશન પદ્ધતિનો ઉપયોગ પ્રતિદિન વધતો જાય છે.

ગ્રીનહાઉસમાં ફર્ટિગેશનના ગેરફાયદા :

 • દ્રાવ્ય/પ્રવાહી ખાતરોની ઊંચી કિંમતો
 • શરૂઆતમાં વધુ પડતું મૂડીરોકાણ
 • આ પદ્ધતિમાં ટપક ફુવારા પદ્ધતિને નુકસાન કરે તેવા ખાતર તથા દવાઓ આપી શકાય નહીં.
 • ખેડૂતોમાં ફર્ટિગેશનને લગતાં યાંત્રિક જ્ઞાનનો અભાવ.
 • દ્રાવ્ય પ્રવાહી ખાતરોની બજારમાં અપુરતી ઉપલબ્ધતા.

સફળ ફર્ટિગેશનની પૂર્વ તૈયારીઓ :

 1. ટપકે સયંત્રની પસંદગી અને ગોઠવણી વૈજ્ઞાનિક રીત કરવી.
 2. ટપક યંત્રમાં અવશેષ કે ક્ષાર, જમાવ મુકત હોવા જોઈએ અને ખાતરથી પિયત સયંત્રમાં કોઈપણ ક્ષય થતું ન હોવું જોઈએ.
 3. ટપકે સયંત્રમાં સંચાલન દબાણ વિવિધતામાં ના હોવું જોઈએ.
 4. ખાતરની પસંદગી જમીન, પાકની જરૂરિયાત અને ખર્ચ મુજબ હોવી જોઈએ.

ફર્ટિગેશન માટે અનુકૂળ ખાતરોના સ્વરૂપ :

 1. પ્રવાહી, દ્રાવણ ખાતરો-પોષક તત્વોનો પૂર્ણ વિલીન પ્રવાહી દ્રાવણ છે. આ ખાતરોમાં એક  અથવા એકથી વધારે પોષક તત્વો હોય છે.
 2. સસ્પેન્સશન ખાતરો-ધન પોષક તત્ત્વોનું વિસ્તરત ધાટું દ્રાવણ છે.
 3. પાણીમાં વિલંબ યોગ્ય ધન ખાતર-આ ખાતરો ધન સ્વરૂપમાં હોય છે અને પાણીમાં પૂર્ણ રીતે મિશ્રિત થાય છે.

પાણીમાં દ્રાવ્ય ખાતરોનાં મુખ્ય લક્ષણો :

 1. ૧૦૦ ટકા પાણીમાં દ્રાવ્ય
 2. અગ્લિય (એસિડિક) પ્રકૃતિના હોવાથી માટી કે અન્ય મીડિયાનો પી.એચ. આંક જાળવી રાખે છે.
 3. પોષકતત્ત્વો સરળતાથી ઉપલબ્ધ સ્વરૂપે હોય છે.
 4. સોડિયમ અને કલોરીનના ક્ષાર મુકત હોય છે.
 5. ઓછા પ્રમાણમાં આપવાનું હોય છે.
 6. પોષકતત્ત્વો છોડના મૂળ સુધીના વિસ્તારમાં ચોકકસ અને સમપ્રમાણમાં પહોંચાડે છે.
 7. ફોસ્ફરસ અને પોટાશને માટી કે મીડિયામાં જમા થવા દેતું નથી.
 8. જમીનનો બગાડ ન થવો જોઈએ.
 9. પાકની વૃદ્ધિના તબક્કા મુજબ ખાતર આપવાનું હોય છે.
 10. ખાતર ઉપલબ્ધ થવાની ક્ષમતા ૯૦ ટકા કરતા વધુ હોવી જોઈએ.

ગ્રીનહાઉસમાં ફર્ટિગેશન યોગ્ય ખાતર :

ગ્રીનહાઉસમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો, બજારમાં ખાતર ઉપલબ્ધ છે તે જાણીને અને ખાતરનો કેવી રીતે ને કયારે વપરાશ કરવો તે મહત્વપૂર્ણ બની ગયું છે. પોષક તત્વો પ્રણાલિકાગત અને દ્રાવ્ય ખાતરો દ્વારા આપવાથી તેની કાર્યક્ષમતામાં ખૂબ જ તફાવત જોવા મળે છે.

પ્રણાલિકાગત અને દ્રાવ્ય/પ્રવાહી ખાતરોની કાર્યક્ષમતા

ક્રમ

તત્વો

ખાતરો ની કાર્ય ક્ષમતા

પ્રણાલીકાગત

દ્રાવ્ય /પ્રવાહી

નાઈટ્રોજન

૫૦-૬૦

૯૦

ફોસ્ફરસ

૧૦-૩૦

૮૦ થી વધુ

પોટેશીયમ

૫૦-૬૦

૮૦-૯૦

ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ટપક પિયત પદ્ધતિ દ્વારા દ્રાવ્ય પ્રવાહી ખાતરોની | ઉપયોગ કરવો હિતાવહ છે દ્રાવ્ય ખાતરથી પાકની ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો મળે છે. બજારમાં પ્રણાલિકાગત ખાતરો કરતા કાવ્ય પ્રવાહી ખાતરો મોંવા પડે છે. વિશ્વ વ્યાપાર સંસ્થા અને અમેરિકાના દબાણ હેઠળ આપણી સરકાર ખાતરો ઉપરની સબસિડી ધટાડી રહી છે જેથી ખાતરનો જરૂરિયાત મુજબ ઉપયોગ ફરજીયાત છે. દરેક ખાતરમાં પોષક તત્વોનું પ્રમાણ જુદું જુદું હોય છે અને તે ખાતરની થેલી અથવા દ્રાવ્ય ખાતરના ડબલા ઉપર ડટકા પીપીએમ તરીકે દર્શાવેલ હોય છે. ગ્રીનહાઉસ ફર્ટિગેશનમાં વપરાશમાં માટે હાલ બજારમાં ઉપલબ્ધ જુદા જુદા પ્રમાણવાળા કાવ્ય પ્રવાહી ખાતરોની વિગત કોઠામાં દર્શાવેલ  છે.

ગ્રીનહાઉસમાં ફર્ટિગેશન યોગ્ય પ્રવાહી ખાતરો

અ .ન

ખાતર ના ગ્રેડ

તત્વો

નાઈટ્રોજન

ફોસ્ફરસ

પોટેશીયમ

૮:૮:૮

૧૨:૬:૬

૧૨

૬:૧૨:૬

૧૨

૬:૬:૧૨

૧૨

૧૨:૦૦:૧૨

૧૨

૦૦

૧૨

ગ્રીનહાઉસમાં ફર્ટિગેશન માટે વપરાતા સાધનો :

ગ્રીનહાઉસની સંરક્ષિત ખેતીમાં ફર્ટિગેશનનું મહત્વ ઘણું છે જેની ક્ષમતા તેમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધન પર આધાર રાખે છે. આવા સાધનો કયા સિદ્ધાંત પર તેમજ કેવી રીતે ચલાવવાથી વધુ ફાયદો થાય તેવા હેતુસર તેમની વિગતવાર માહિતી જાણવી જરૂરી છે.

વેંચુરી

પાઈપમાં વહન થતા પ્રવાહીનું દબાણ વધારવા માટે પ્રવાહીના વેગનો અવરોધ કરવામાં આવે છે.આમ અવરોધ કરવાની સાથે જ અવકાશ ઉત્પન્ન થાય છે. એ જગ્યાએ શોષણની પ્રક્રિયા થઈ શકે છે. વૈચુરીને કાર્યરત કરવા માટે મુખ્ય પાઈપનો વાલ્વ નંબર ૧ ને ધીમે ધીમે બંધ કરવાથી ઈનલેટ બાજુએ ઊંચુ દબાણ થાય અને વેંચુરી ખુલ્લા પાત્રમાં રાખવામાં આવેલ પાઈપ દ્વારા ખાતરના દ્રાવણનું ધીરે – ધીરે શોષણા થઈ પિયતના પાણી સાથે સમરસ થઈ પદ્ધતિમાં દાખલ થઈ ડ્રિપ દ્વારા પાકના મૂળ વિસ્તારમાં પહોંચે છે. આ પદ્ધતિ ખૂબજ સરળ અને ઓછી ખર્ચાળ છે પરંતુ આ સાધનથી પધ્ધતિના દબાણમાં વધુ ઘટાડો થાય છે તેથી આ સાધન ફકત નાના વિસ્તારમાં ફર્ટિગેશન કરવા માટે વધુ અનુકુળ છે.

ફર્ટિગેશન ટૅક

ફર્ટિગેસન ટૅકમાં પાણીમાં દ્રાવ્ય ખાતરોને ઓગાળી અને ગાળીને ભરવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય પાઈપ લાઈનના વાલ્વને ધીમે ધીમે બંધ કરવામાં આવે છે. જેથી ઈનલેટ બાજુએ ઊંચુ દબાણ ઉત્પન્ન થાય અને પાણીનો પ્રવાહ ફર્ટિલાઈઝર ટેંક તરફ વળે છે અને ટાંકીમાંથી દ્રાવ્ય ખાતરો પાણી સાથે સમરસ થઈને ટપક પદ્ધતિ દ્વારા છોડના મૂળ વિસ્તાર સુધી પહોંચે છે. આ સાધન વાપરવાથી પદ્ધતિના દબાણમાં જૂજ ઘટાડો થાય છે જેથી મધ્યમથી મોટા વિસ્તાર માટે વાપરી શકાય.

ફર્ટિગેશન પંપ

ફર્ટિગેશન પંપ બે પ્રકારના હોય છે.

 1. વોટર પાવર
 2. ઈલેકટ્રિકલ પાવર.

વોટર પાવર પંપ મુખ્ય લાઈનમાંથી પસાર થતા પ્રવાહની શક્તિથી ચાલે છે જયારે ઈલેકટ્રિકલ પાવર પંપ ઈલેકટ્રિક મોટર દ્વારા ચાલે છે. આ સાધન વાપરવાથી મુખ્ય લાઈનમાં દાખલ કરવામાં આવે છે. અત્યાધુનિક ટૅપક પદ્ધતિમાં સ્વયં સંચાલિત નિયંત્રણો ગોઠવીને ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખાતરના દ્રાવણની સાંદ્રતા, પીએચ તેમજ વિદ્યુતવાહકતા જેવા પરિમાણોને નિયંત્રિત કરી શકાય છે. આ સાધન ગ્રીનહાઉસમાં ફર્ટિગેશન કરવા માટે વધુ અનુકૂળ છે.

ફર્ટિગેશન સમયે ધ્યાને લેવાની બાબતો

 • પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય ખાતરોનું મિશ્રણ કરતી વખતે ભળી શકે તેવા જ ખાતરો મિકસ કરવા
 • ખાતરનો સોલ્ટ ઈન્ડેક્ષ
 • પાણીની ગુણવત્તા અને ટપક યંત્રથી પિયત કરવાનો ગાળો
 • પોટાશ ખાતરને એક દિવસ અગાઉથી પાણી ઓગાળી ઝીણી ગરણીથી ગાળીને વાપરવું.
 • ફોસ્ફરસની મોટાભાગની જરૂરિયાત છોડની શરૂઆતની વૃદ્ધિ અવસ્થાએ હોઈ તેને પાયાના ખાતર તરીકે આપવા.
 • ફર્ટિગેશન કરવાનું હોય ત્યારે ટપક યંત્રમાં નોન રિટર્ન તેમજ એર રીલીજ વાલ્વ લગાવવો.
 • ટપક /ફુવારા પદ્ધતિ ચાર્જ થઈ છે તે જાણવા માટે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ :

  • પ્રેશર ગેજ નિયત દબાણ (૧.૨ કિલો સે.મી.) દર્શાવે છે.
  • સંપૂર્ણ વિસ્તારના અથવા પિરમાંથી હવા નીકળતી બંધ થઈને પાણી નીકળતું થાય.
  • ફર્ટિગેશનની પ્રક્રિયા પુરી થયા બાદ સિસ્ટમને ઓછામાં ઓછી ૧૫ મિનિટ ચલાવવી જેથી સંપૂર્ણ સિસ્ટમ સાફ થઈ ડ્રિપર રૂંધાવાની શક્યતા

  ફટિંગેશન કરવાનો સમય :

  સામાન્ય રીતે બે ફર્ટિગેશનનો ગાળો ટૂંકા સમયના પાકો માટે દરરોજથી અઠવાડિક, મધ્યમ સમયના પાક માટે ૩ થી ૧૦ દિવસ તથા લાંબા ગાળાના પાકો માટે ૮ થી ૧પ દિવસ રાખવો હિતાવહ છે.

  ગ્રીનહાઉસના મીડિયાનો પીએચ આંક

  ગ્રીનહાઉસ ફર્ટિગેશનમાં માટી કે મીડિયા હોય તેનો પીએચ આંક મહત્ત્વપૂર્ણ છે અને ભલામણા. પ્રમાણે પીએચ આંકની જાળવણી ફરજીયાત છે. પ.પ થી ૬.૫ પીએચ આંકમાં મોટા ભાગે પોષક તત્વો ઉપલબ્ધ થાય છે. ગ્રીનહાઉસ ખેતીમાં વાવવામાં આવતા જુદા જુદા પાકો માટે દ્રાવ્ય પ્રવાહી ખાતરો ફર્ટિગેશન મારફત આપવામાં આવતા પોષકતત્વોની ભલામણા જુદી જુદી હોય છે. ટૂંકમાં ગ્રીનહાઉસ ખેતીમાં પાકને સંકલિત પોષક વ્યસ્થા માટે પાકની જરૂરિયાત, મીડિયાનો પ્રકાર, હવામાન, પાણીની ગુણવત્તા, બજારમાં મળતા કાવ્ય પ્રવાહી ખાતરો, તેની કિંમત, પાક માટે ઉપયોગિતા, પાકની કાર્યક્ષમ મૂળ પદ્ધતિ, આપવાનો સમય અને ગણતરી વગેરે તમામ પાસાઓને ધ્યાને લઈ ફર્ટિગેશનથી પોષણ વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તેમ થશે તો સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળતા ગ્રીનહાઉસની ખેતી આર્થિક રીતે વધારે પોષણક્ષમ બની રહેશે તે અંગે કોઈ શંકાને સ્થાન નથી.

  સ્ત્રોત : માર્ચ-૨૦૧૫, વર્ષ :૬૭, સળંગ અંક :૮૦૩, કૃષિ ગોવિદ્યા

  કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,

  2.90625
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top