અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. તેના પાંદડાં, ફૂલ, મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડાં સવિશેષ વપરાય છે.
ખાસ કરીને પિત્તની અને કફની ઉધરસમાં વપરાય છે. કફની ઉધરસમાં અરડૂસી સાથે આદુનો રસ આપવો તેમજ પિત્તની ઉધરસમાં સાકર કે કાળી દ્રાક્ષ સાથે અરડૂસીનો રસ આપવો. અરડૂસીનાં ફૂલને છાયાશુષ્ક કરી, ચૂર્ણ કરી, મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
અરડૂસીનો રસ આદુ અને મધ સાથે આપતાં રહેવાથી પણ કફનો સ્ત્રાવ થવાથી શ્વાસમાં રાહત થાય છે. સુંઠના ઉકાળામાં અરડૂસીના પાન ઉકાળીને ઠરે ત્યારે મધ મેળવીને લઈ શકાય.
બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું. અરડૂસીના તાજા પાનને ખૂબ લસાટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટ્ટો પડે છે.
દુનિયામાં દવા બનાવવાના ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતા તમામ ઉત્તમ ઔષધિયમાં માનવ સ્વાથ્ય માટે અતિ ઉપયોગી મહાઔષધિ ગણાય છે.
કુંવારપાઠું એટલે ઓઈ ઈઝ વેલ ઔષધિ. તે નિર્દોષ અસરકારક અને સંપૂર્ણ આડઅસર રહિત વનસ્પતિ છે. કુંવારપાઠાનું ઔષધીય મૂલ્ય ઘણું વધારે છે. આ વનસ્યતિ કેન્સર, ડાયાબિટિસ એઈડ્રેસ, કમળો, ડાયજેશન, બ્લડ યુરીફિકેશન અને લીવર સ્કીન માટે આશીર્વાદરૂપ ગણાય
કુંવારપાઠામાંથી બનેલા સાબુના ઉપયોગથી શરીર પરની ધૂળ-રજકણો અને બેકટેરિયાનો નાશ થાય છે, ત્વચાના છિદ્રો ખોલે છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ દૂર કરે છે.
કુંવારપાઠાથી તૈયાર કરાયેલ જેલ દાઝેલા ઘા, દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો, પીઠકમરદર્દ વગેરેમાં ખૂબ અસરકારક કામ કરે છે.
આ હેર ક્લિનર ખરતા વાળ અટકાવે છે, ખોડો દૂર કરે છે, વાળને ચમકદાર અને સુંદર ભરાવદાર બનાવે છે.
અબ ક્રીમમાં કુંવારપાઠું અને જરદાળુ છે. તે ખીલ ખાડા, કાળા ડાઘ, એલર્જી, ઈન્સ્ટ્રકશન ખંજવાળ વગેરે દૂર કરે છે. ત્વચાને પોષકતત્વો પૂરા પાડતી હોવાથી ચહેરો ખીલી ઉઠે છે.
કુંવારપાઠાનો હર્બલ જયૂસ પીવાથી લીવર ખૂબ સારી રીતે કામ કરે છે જેથી તેને લગતા તમામ રોગ દૂર થાય છે. જ્યુસ પીવાથી સ્ત્રીઓમાં માસિકની તકલીફ, પેઢુ વધવું, શરીરમાં ચરબીનું પ્રમાણ અટકાવે છે.
પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે સાથે તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.
તુલસીને ધાર્મિક હિન્દુ સમાજમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ઔષધિ ગણવામાં આવે છે. આ છોડમાંથી પ્રાપ્ત થતા ગુણના લીધે આયુર્વેદમાં તુલસીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ તથા પુરુષો બધા જ તુલસીના સેવનનો લાભ લઈ શકે છે.
પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે પેટમાં ગેસ બનવો વગેરે માટે એક ગ્લાસ પાણીમાં ૧૦-૧૫ તુલસીની પાંદડીઓ નાંખીને ઉકાળો અને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. એમાં ચપટીભર સિંધવ મીઠું નાખીને પીઓ.
તાવ આવે તો બે કપ પાણીમાં એક ચમચી તુલસીની પાંદડીઓનો પાઉડર અને એક ચમચી ઈલાઈચી પાઉડર નાંખીને ઉકાળીને ઘટ્ટ બનાવી લો. દિવસમાં બેથી ત્રણ વાર પીઓ. સ્વાદ માટે ઈચ્છો તો દૂધ અને પાણી પણ મેળવી શકો છો.
લગભગ બધા કફ સીરપને બનાવવામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીની પાંદડીઓ કફ સાફ કરવામાં મદદ કરે છે. તુલસીની તાજી પાંદડીઓને થોડી થોડી વખતે આદુની સાથે ચાવવાથી ખાંસી–ઉધરસથી રાહત મળે છે. તુલસીની પાંદડીઓને ઉકાળીને પીવાથી ગળાની ખારાશ દૂર થાય છે. વરસાદ કે શિયાળાની ઋતુમાં શરદીથી બચવા માટે તુલસીની લગભગ ૧૦-૧૨ પાંદડીઓને એક કપ દૂધમાં ઉકાળીને પીઓ. તુલસીનો અર્ક ઊંચા તાવને ઓછો કરવામાં ફાયદાકારક નીવડે છે.
શ્વાસ સંબંધી સમસ્યાઓના ઉપચાર માટે તુલસી ઘણી ઉપયોગી સાબિત થાય છે. મધ, આદુ અને તલુસીને ભેળવીને બનાવવામાં આવેલ મિશ્રણને પીવાથી શ્વાસ, કફ એ શરદીમાં આરામ મળે છે.
મીઠું, લવિંગ અને તુલસીના પાનથી બનાવવામાં આવેલી પેસ્ટ પીવાથી ઈન્ફલુએંઝા (એક પ્રકારનો તાવ) માં તાત્કાલિક આરામ આપે છે.
સ્ત્રોત: જુલાઈ -ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૦૩ સળંગ અંક : ૮૪૩ કૃષિગોવિધા
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020