অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અમારા વિષે

પરિચય

ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશનની સ્થાપના વેરહાઉસીંગ કોર્પોરેશન્સ એકટ, ૧૯૬ર હેઠળ તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજ કરવામાં આવેલ છે. અમો ગુજરાત ભરમાં વૈજ્ઞાનકિ ઢબે સંગ્રહની સુવિધા પુરી પાડીએ છીએ.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઘ્વારા વર્ષ ૧૯પ૦ માં રચવામાં આવેલ ઓલ ઈન્ડીયા રૂરલ ક્રેડીટ સરવે કમીટિએ તેમનાં વર્ષ ૧૯પ૪ નાં રીપોર્ટમાં ભલામણ કરેલ કે સંગ્રહ અંગે કોઈ માળખું ગોઠવવામાં આવે અથવા સરકારશ્રીનાં નેજા હેઠળનાં જાહેર સાહસ ઘ્વારા સંગ્રહની વ્યવસ્થા ઉભી કરવામાં આવે, ઉપરાંત સંગ્રહની રિસીપ્ટ ઉપર ઔઘોગકિ ધિરાણ સહેલાઈથી પ્રાપ્ત થાય તે માટેનાં તમામ પગલાં લેવાની ગોઠવણ કરવા ભલામણ કરેલ. કમીટિની ભલામણનાં અનુસંધાને પાર્લામેન્ટ ઘ્વારા એગ્રીકલ્ચરલ પ્રોડયુસ ( ડેવલપમેન્ટ એન્ડ વેરહાઉસીંગ ) એકટ, ૧૯પ૬ મંજુર કરવામાં આવ્યો, જે પાછળથી બદલાઈને ધી વેરહાઉસીંગ કોર્પોરેશન એકટ, ૧૯૬ર થયેલ છે.

બોમ્બે રાજયનાં ભાગલા બે રાજય જેવા કે મહારાષ્ટ્ર રાજય તથા ગુજરાત રાજય થતાં ગુજરાત રાજય વેરહાઉસીંગ કોર્પોરેશન તા. પ-૧ર-૧૯૬૦ નાં રોજથી અસ્તિંત્વમા આવેલ છે.

વેરહાઉસીંગ કોરપોરેશનની રચના સમયે નાના ખેડૂતોને તેમના માલની સંગ્રહની જરૂરિયાત પુરી પાડવી તથા તેનું વૈજ્ઞાનકિ ઢબે સુરક્ષિત સંગ્રહની સગવડ પુરી પાડીને રાષ્ટ્રની સંપતિંનુ નુકશાન ધટાડીને ખેડૂતોને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એવી વેરહાઉસ રસીદ ઘ્વારા ધિરાણ પ્રાપ્ત કરવાનું અને આ ઘ્વારા તેમની તથા રાષ્ટ્રની આવક વધારવામાં મદદરૂપ થવાનો ઘ્યેય રાખવામાં આવેલ.

મુખ્ય કામગીરીઃ

રાજય ભરમાં ગોડાઉનો બાંધવા અને સંપાદિત કરવા.

રાજયભરમાં ખેતપેદાશો, બિયાં, સેન્દ્રીય તથા રાસાયણિક ખાતર, ખેતી વષિયક સાધનો તથા જાહેર કરેલી વસ્તુઓનાં સંગ્રહ માટે વખારોનો વ્યવસાય ચલાવવો.

ખેત ઉત્પન્ન બિયાંરણ, ખાતરો, રાસાયણિક ખાતરો, ખેતીનાં સાધનો અને જાહેર કરાયેલી વસ્તુઓનાં ખરીદી, વેચાણ, સંગ્રહ અને વહેંચણી માટે કેન્દ્રીય વખાર નીગમના અથવા રાજય સરકારનાં એજન્ટ તરીકે કામ કરવું.

અન્ય નિર્ધારીત પ્રવૃત્તિ જેનો આ વિષયમાં સમાવેશ થયેલ હોય તેવી વખાર નીગમની તમામ કામગીરીમાં પ્રાથમિક સારમાં સારી કામગીરી તરીકે સંગ્રહકારને તેમના માલને લાવવા તથા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટ સુવધા પુરી પાડવી અને વેરહાઉસીંગ એકટ તથા રાજય સરકારની સ્વયંમ સંસ્થા તરીકે ખરીદી, વેચાણ, વહેંચણી અને સંગ્રહ અનાજ, ખેતી વિષયક સાધનો, ખાતરો અને જાહેર કરેલ વસ્તુઓ માટે આપવી. ડીસઈનફેસ્ટીનેશન સુવીધા, નિગમની વખારો ઉપરાંત જરૂરિયાતમંદને બહારનાં ક્ષેત્રે પુરી પાડવા માટે અન્ય પ્રવૃત્તી પણ નિગમની વિચારણા હેઠળ છે.

વહિવટી માળખું


સંગ્રહ કામગીરી

શરૂઆતનાં તબકકે નિગમ ઘ્‍વારા ૯૩૦ મે.ટનનાં સંગ્રહક્ષમતાનાં ગોડાઉનો જે ડેરોલ, ઉંઝા તથા બોડેલી જેવા ત્રણ કેન્‍દ્રો જે વારસામાં મળેલ હતા તેનાં ઘ્‍વારા સંગ્રહની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. નિગમની પ્રવૃતિનો દેખાવ આજની તા.૧-ર-ર૦૧પ ની પરિસ્‍થિતિએ સમગ્ર ગુજરાતમાં ૪૮ કેન્‍દ્રો ખાતે ગોડાઉનની કુલ સંગ્રહક્ષમતા ૧,૭૦,૩૧૧ મે.ટન છે. જેમાં નિગમની માલિકીની સંગ્રહક્ષમતા ધરાવતા ગોડાઉનો ૧,૪પ,૦પ૬ મે.ટનનાં છે.

સેવાઓ

  • અમે વૈજ્ઞાનિક ઢબે ખેતપેદાશો જેવી કે અનાજ, કઠોળ, બિયાં, મસાલા, રૂની ગાંસડી અને ઔદ્યોગિક વસ્‍તુઓ જેવી કે સીમેન્‍ટ, ખાતરો, રાસાયણ, પ્‍લાસ્‍ટીક દાણા અને સરકાર ઘ્‍વારા જાહેર કરેલ વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ.
  • અમે ખેતપેદાશનાં ધંધામાં ખેડૂતોનાં મદદગાર તરીકે કામગીરી બજાવીએ છીએ.
  • અમારા ઘ્‍વારા આપવામાં આવતી વખાર રસીદ ગીરવે મુકીને સંગ્રહકર્તા બેંકમાંથી ધિરાણ મેળવી શકે છે.
  • અમારા તમામ ગોડાઉનોમાં વીમાની સુરક્ષા આગ, ચોરી, રમખાણ, હડતાળ અને ભાંગફોડીયા પ્રવૃતિ સામે લેવામાં આવે છે.
  • સંગ્રહકર્તા તરફથી વિનંતી કરાતા અમે અમારા ઘ્‍વારા માન્‍ય કરેલ કોન્‍ટ્રાકટર ઘ્‍વારા હેરફેર તથા ટ્રાન્‍સપોર્ટ સુવિધા પુરી પાડીએ છીએ.
  • અમે કસ્‍ટમ બોન્‍ડેડ વેરહાઉસની સુવિધા આપીએ છીએ જેના ઘ્‍વારા આયાતકારને કસ્‍ટમ ડયુટી ભરવામાં રાહત મળે છે.
  • અમે કોઈપણને વૈજ્ઞાનિક સંગ્રહ પુરો પાડીએ છીએ. ભલે ને પછી કોઈપણ જાતની એક ગુણી કેમ ન હોય.
  • અમે ડીસઈન્‍ફેસ્‍ટીનેશન સર્વિસ પુરી પાડીએ છીએ.
  • અમો ઈનલેન્‍ડ કન્‍ટેઈનર ડેપો / કન્‍ટેઈનર ફ્રેઈટ સ્‍ટેશનની સુવિધા પુરી પાડીએ છીએ.
  • નીગમની સ્થિતિ દર્શાવતુ ડિપોઝીટરવાઇઝ સંગ્રહની માહિતી દર્શાવતુ પત્રક જોવા અહીં ક્લિક કરો

મિશન અને વિઝન

વેરહાઉસીંગ કોરપોરેશનની રચના સમયે નાના ખેડૂતોને તેમના માલની સંગ્રહની જરૂરિયાત પુરી પાડવી તથા તેનું વૈજ્ઞાનકિ ઢબે સુરક્ષિત સંગ્રહની સગવડ પુરી પાડીને રાષ્ટ્રની સંપતિંનુ નુકશાન ધટાડીને ખેડૂતોને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એવી વેરહાઉસ રસીદ ઘ્વારા ધિરાણ પ્રાપ્ત કરવાનું અને આ ઘ્વારા તેમની તથા રાષ્ટ્રની આવક વધારવામાં મદદરૂપ થવાનો ઘ્યેય રાખવામાં આવેલ.

વાર્ષીક વહિવટી અહેવાલ અને એક્શનપ્લાન


સ્ત્રોત: ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate