অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મે માસના ભલામણ કરેલા કૃષિ કાર્ય

મે માસના ભલામણ કરેલા કૃષિ કાર્ય

ખેડુતમિત્રો, મે મહિના માટે ભલામણ કરેલા કૃષિ કાર્ય નીચે આપ્યા મુજબ છે.
  • ઉનાળુ બાજરીના પાકમાં થુલી અવસ્થાએ પિયત અવશ્ય આપવું.
  • ઉનાળુ મગના પાકમાં ફુલ આવતા પહેલા એક હાથ નિંદામણ કરવું.
  • મગફળીના પાકમાં જમીનની પ્રત અને પાણી સગવડતાના આધારે 8-10 દિવસના અંતરે આપવું.
  • મગફળીના પાકના અવધી કાળને ધ્યાનમાં લઇ જયારે જુના પાન સુકાઇને છોડમાંથી ખરવા લાગે અને છોડના ટોચના પાન પીળા પડવા લાગે ત્યારે પરિપકવ પાક સમજવો.
  • ઊધઈના નિયંત્રણ માટે ડાંગરના પરાળમાં કલોરપાયરીફોસ દવા મિશ્ર કરી જમીનમાં આપવી.
  • વરિયાળીંના છોડમાં ચકકરમાં દાણા પુરા ભરાઇ જાય અને તે લીલા રંગના હોય તથા પરિપકવતા 70 ટકા જણાય ત્યારે આ મહિનાના મધ્ય ભાગમાં વરિયાળીંના ચક્રોને કાપી લઈ કાપણીની શરૂઆત કરવી.
  • શેરડીમાં ટ્રેકટર સંચાલિત હળ વડે ઊંડી ખેડ કરી, કરબ ચલાવી ઢફા ભાંગી જમીનને નિંદામણ મુકત બનાવવી.
  • શેરડીના પાકમાં મહિના દરમીયાન 2 થી 3 પિયત આપવા.
  • 15 મે પછી રીંગણ, મરચી, સુર્યમુખી, ટમેટાના ઘરૂવાડીયા બનાવવા. જેથી ૧૫મી જુન આજુબાજુ રોપવાલાયક ઘરૂ તૈયાર થાય.

ફળપાક

  • ફળપાક વાવેતર કરવા માટે તૈયાર કરેલ ખાડામાં પ થી ૧૦ કિલો સારૂ કહોવાયેલું છાણિયું ખાતર નાખવું.
  • આંબાવાડિયામાં પરિપકવ અને ઉતારવા લાયક ફળોને ઉતારી લઇ ખેડ કરી બગીચાને ચોખ્ખો રાખવો.
  • નવા આંબાવાડિયામાં ફળમાખીનું નિયંત્રણ કરવું. 45 X 45 X 45 . સે.મી. ના ખાડા તૈયાર કરી સુર્ય તાપમાં તપાવવા. ત્યારબાદ દરેક ખાડા દીઠ 10 કિલો છાણિયું ખાતર, 1 કિલો લીંબોડીનો ખોળ, અને ઉપરની માટી સાથે 50 ગ્રામ લીન્ડેન મિશ્ર કરી ખાડા પુરવા.
  • નાળિયેરની રોપણી માટે 3 X 3X ક્3 કુટના ખાડા તૈયાર કરી તેમાં સફેદ કીડીના નિયંત્રણ માટે લીન્ડેન ૧૦ ટકા પાવડ઼રનો છંટકાવ કરવો. ખાડામાં 1 ફુટની કુટની ઊંચાઇ સુધી છાણીયા ખાતર, માટી અને રેતીનું સપ્રમાણ મિશ્રણ ભરવું.
  • ચીકુના ફળ ઉતાર્યા પછી થોડીવાર છાંયડામાં રાખવા. તેનાથી ફળમાં રહેલા દૂધ સુકાઇ જાય છે.
  • કલમી બોરના ઝાડની જરૂરિયાત મુજબ છાંટણી કરવી.
  • કેળામાં જમીનનો નિયત માત્રામાં ભેજ જાળવી રાખવો. જેથી લુમ ખરી પડવાની શકયતાઓ ઓછી રહે છે.

ફુલપાક

  • ગુલાબના કુલ સવારે ઉતારી લેવા અને બજારમાં વેચાણ માટે મોકલવા.
  • ગલગોટા અને ગેલાર્ડિયાના ફુલ 3 થી 4 દિવસના અંતરે ઉતારવા. જેથી સારી આવક પણ મળી શકે.
  • વાતાવરણના ઊંચા તાપમાને લીધે ગુલાબમાં ચુસીયા જીવાતોનો ઉપદ્રવ વધે છે. તેના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ +સાયપરમેથીન (4 મિલી/10લિ) નો છંટકાવ કરવો અને 7 દિવસ પછી હોસ્ટાથીઓન 10-12 મિલી / 10 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
  • ગુલાબના નીકળતા નવા પિલા ઉપર 50-100 પી.પી.એમ. જીબ્રેલિીક એસિડનો છંટકાવ કરવો. આ મહિનામાં યુસિયા પ્રકારની જીવાતોનો ગુલાબના પાકમાં વધુ ઉપદ્રવ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે મેટાસિસ્ટોક (10 મિલી/10 લિટર) + ડીંડીવીપી (10 મિલી/10 લીટર) પ્રમાણે છંટકાવ કરવો.

જો તમે સફલ કિસાન પર નવી માહિતી વિશે વાટસએપ પર જાણવા માંગતા હોય તો તમારૂં નામ, ગામ, તાલુકો અને જીલ્લો વાટસએપ દ્વારા 9742946225 પર મોકલો તથા 9742946225 નંબર તમારા ફોન પર સેવ કરો. નંબર સેવ કર્યા વગર વોટ્સએપ પર મેસેજ નહીં મળે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate