ભલામણ કરેલ જાતો : જીએયુસીએચ-૧, જીસીએમ-ર, ૪, પ, અને ૬ વાવેતર માટે વાવણી લાયક વરસાદ થયે કરવું. બીયારણનો દર ૫ થી ૬ (કિ.ગ્રા./ હે.) અને વાવણીનું અંતર પિયત માટે ૧ર૦-૧૫૦ x ૪૫-૬૦ સે.મી. તેમ જ બીજુ પિયત ૯૦૪૪૫ સે.મી. રાખવું. રાસાયણિક ખાતર પિયત માટે ૭૫+૫૦+૦ અને બીન પિયત માટે ૪૦+૪૦+૦ આપવું.
કયારીમાં વાવેતર માટે તૈયાર કરવા
ભલામણ કરેલ જાતો : જીએમ-૧, ૨, ૪, ૬ – નર્મદામોતી, શંકર, જાતો, ગંગા સફેદ-૧ અને શક્તિમાન જેનું વાવેતર વાવણી લાયક વરસાદ થયે કરવું. ર૦ થી રપ (કિ.ગ્રા./ હે.) બીયારણનો દર રાખવો.
શંકર જાત : ૭૫૪ર૦ અને અન્ય જાતો માટે ૬૦૪ર૦ સે.મી. અંતરે ૧૫ ગાડા છાણિયું ખાતર ઉપરાંત ૧૦૦+૫૦+૦ શંકર જાત ૬૦+૪૦+૦ અન્ય જાતો માટે આપવું.
ભલામણ કરેલ જાતો : કોરાટ, આણંદ-૧૧૯, જીટી-પ, ૯, અને જીટીએચ-૧, વાવેતર ઓગષ્ટના ત્રીજા અઠવાડીયાથી સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડીયા સુધી કરવું. જેનો બીયારણનો દર ૫.૦ (હેક્ટર વિસ્તારમાં ઘરૂવાડીયું કરવા માટે) વાવણી અંતર જીટીએચ-૧-૧૦૫૪ ૯૦ સે.મી. તથા અન્ય જાતો માટે ૯૦૪૭૫ સે.મી. રાખવું.
જયારે ધરૂવાડીયામાં ધરૂ યોગ્ય રીતે પ્રસ્થાપિત થઇ ગયા બાદ ભેજ સંગ્રહ કરવા નિંદામણ કાર્ય કરી નિંદણોને દૂર કરવા.
જાત : પૂર્વા-૧ (અર્ધ શિયાળુ) વાવણીનો સમય ૧૫ ઓગષ્ટ થી ૧૫ સપ્ટેમ્બર, બીયારણનો દર ૨.૫ થી ૩ (કિ.ગ્રા./ હે.) રાખવો. વાવણીનું અંતર ૬૦૪૧૦-૧૫ સે.મી. રાખવું. જેમાં ૧૦ ગાડા છાણિયું ખાતર ઉપરાંત ૧ર.પ+૧ર.પ+૦ રાસાયણિક ખાતર આપવું.
ડુંડાની કળવાની અવસ્થાએ રોગ જોવા મળે તો કુલ અવસ્થા દરમ્યાન ઝાયરમ અથવા મેન્ડોઝેમ ૧ કિ.ગ્રામ/હેિકટર પ્રમાણે પાકની પ૦% કુલ અવસ્થા બે છંટકાવ કરવા તથા જરૂર જણાયે અઠવાડિયા બાદ બીજો છંટકાવ આપવો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024