অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘાસચારાના ઝેરી તત્વો અને તેની અસર

જુવાર:

લીલા ચારામા જુવાર પોષણયુક્ત આહાર તરીકે આગવુ સ્થાન ધરાવે છે. પરંતુ નિંઘલ્યા પહેલાની જુવાર , કુમળી અવસ્થામા કાપીને નિરવામા આવેલ જુવાર, કાપણી બાદ ફરી ઊગી નીકળેલ જુવાર જેને બણગા અથવા જુવારના લોથા કહેવામા આવે છે તેમા તેમજ પાણીથી ખેચાઈ ગયેલા જુવાર જેમા વૃધ્ધિ અટકી ગઈ હોય તેમા મીણો ચડે તેવા તત્વો ઝેરી તત્વો હોય છે જેવા કે સાયનોઝનીક ગ્લુકોસાઇડ અને સાઈનાઈટ. સામાન્ય રીતે આ ઝેરની અસર તીવ્ર હોય તો પશુ ૧૫ થી ૨૦ મિનીટમા જ મૃત્યુ પામે છે. જ્યારે ઓછી અસર હોય તો પશુઓમા શ્વાસોશ્વાસ વધી જાય છે શરીરે તાણ પણ આવે છે પશુ આડુ પડી ભાંભરે છે અને ખુબજ આફરો ચડે છે. ડોળા પહોળા થઈ જાય છે પશુ થોડા સમયમા જ મૃત્યુ પામે છે . આવા પશુને પશુચિકિત્સક દ્વારા ઝડ્પી સારવાર મળે તે ખબ જ જરૂરી છે.

મકાઈ :

વધુ પડતા રાસાયણીક ખાતરન ઊપયોગ અને પાણીની ખેચ તથા સમય પહેલા કાપણી કરેલી મકાઈ પશુધનને ખવડાવી નાઈટ્રેટ પોઈઝન થવાની શક્યતા રહે છે .વધુ ઉત્પાદન માટે નાઈટ્રોઝન યુક્ત ખાતરનો વધુ ઉપયોગ , કુવા બોર કે સુએઝના પાણીનો પીયત તરીકે વપરાશ કરવાથી ઝેરની અસર થવાની શક્યતા વધારે રહે છે. ઓછી પી.એચ. વાળી જમીન , સલ્ફર તથા ફોસ્ફરસની ઊણપ વાળી જમીનમાથિ છોડ દ્વારા

રજકો:

પ્રથમ વાઢનો રજકો કે અન્ય કુમળો ચરો પશુને આપવાથી તેમા રહેલા સેપોનીન નામના તત્વથી પશુના પેટ્મા ઉત્પન્ન થયેલા ગેસ છુટી શકતો નથી અને પશુને આફરો ચડે છે પધુનુ ડાબી બાજુનુ પેટ ફુલી જાય છે પશુ બેચેની અનુભવે છે અને પશુને શ્વાસ લેવામા તકલીફ પડે છે. મો ખુલ્લુ રાખે છે અને ખુબ લાળ પડે છે.

બાજરી:

બાજરી , બ્યુપેનીક ધાસ જેવા ધાન્ય વર્ગના ડુંડા ઉપર ક્વેલીસેપ્સ પરક્યુરા નામની ફુગથી સમગ્ર ડુંડા કાળા ભુખરા પડી જાય છે. આવા દાણા કે ચારો પશુને આપવાથી અરગટ નામના ઝેરની અસરથી પશુના કાન, પુંછડી, પગની ખરીની આસપાસની જગ્યા સડવા લાગે છે . સુકો બની ખરી જાય છે . ઝેરની અસર થાય પછી  સારવાર ઉપયોગી ના હોવાથી આવો ફુગજન્ય  ચારો નાશ કરવો જોઈયે.

ડાંગરનુ પરાળ

ડાંગરના પરાળ ઉપરાંત હાઇબ્રીડૅ નેપિયર, એન.બિ. ૨૧ ,ગિની ઘાસ, પેરા ઘાસ, સુગરબોટ, શેરડીની ચમરી વગેરેમા એકઝેલેટનુ પ્રમાણ વધારે હોય છે. આવો ચારો ખાતા એક્ઝેલેટ લોહીમા રહેલા કેલ્શિયમ સાથે ભણે છે જેથી કેલ્શીયમની ઊણપ ઉભી થાય છે. જેથી શરીર ખેંચાય છે. ધ્રુજે છે અને ચાલવામા અસ્થિરતા આવે છે . ઓકઝેલેટના લિધે વાછરડા અને બળદમા પથરી થાય છે.

ખેતી માટેની વધુ માહિતી માટે મુલાકાત લેતા રહો

આ વેબસાઈટની. www.krushijivan.blogspot.com

વારીશ ખોખર... ૯૭૧૪૯૮૯૨૧૯

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate