હોમ પેજ / ખેતીવાડી / પૂર્વભૂમિકા / ભારતીય કૃષિના કેટલાક મહત્વના તથ્યો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારતીય કૃષિના કેટલાક મહત્વના તથ્યો

ભારતીય કૃષિના કેટલાક મહત્વના તથ્યો વિશેની માહિતી આપવામાં આવેલ છે

ભારત કૃષિપ્રધાન દેશ છે. ભારતીય કૃષિ ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા કે તેથી પણ વધુ પ્રાચીન વારસો ધરાવે છે. ભારતના પૌરાણિક સાહિત્યમાં પણ કૃષિક્ષેત્રનો સારો એવો ઉલ્લેખ થયેલ છે. જેમકે ઋગ્વેદમાં ખેતર ખેડવું, સીંચાઇ, ફળ અને શાકભાજીની ખેતી વગેરેનો ઉલ્લેખ મળે છે. જો કે કેટલાક વૈજ્ઞાનિકોનું એવું પણ માનવું છે કે ભારતીય દ્વિપકલ્પમાં ખેતીનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે ૧૦૦૦૦ થી ૩૦૦૦ પહેલાનો છે.

ભારતમા લગભગ અડધા ખેતરો અઢી એકર (એક હૈક્ટેર)થી ઓછાના ક છે. જ્યારે કે ફક્ત ચાર ટકા ખેતરો 10 હેક્ટરથી વધુના છે અને બે તૃતીયાંશ ખેડૂતો પોતાની જમીનના માલિક છે.

 • ચીન પછી ભારત બીજા નંબર પર દુનિયામાં સૌથી વધુ ખેતી પર આધારિત વસ્તી ધરાવતો દેશ છે.
 • કપાસના ઉત્પાદનમાં ભારત અમેરિકા અને ચીન પછી ત્રીજા ક્રમે છે. ભારતમાં સૌથી વધુ કપાસ ગુજરાત અને આંધ્રપ્રદેશમાં થાય છે.
 • ભારતમાં મુખ્યત્વે ઉત્પાદન ખરીફ પાક અને રવિ પાક આ બે ઋતુમાં લેવાય છે.
 • દિલ્લીના આઝાદપુર વિસ્તારમાં આવેલ ‘નવી સબ્જીમંડી’ એશિયાનું મોટામાં મોટું શાક માર્કેટ છે.
 • કઠોળનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે.
 • કૃષિ સંશોધન પરિષદ ICAR(Indian Council of Agriculture research)ની સ્થાપનાના ફળ સ્વરૂપ ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ, જેના પરિણામ થકી ભારત કૃષિક્ષેત્રે સ્વનિર્ભર રાષ્ટ્ર બન્યું.
 • ભારતનો મુખ્ય પાક ચોખામાં ભારત વિશ્વમાં દ્રીતીય સ્થાન ધરાવે છે. પશ્ચિમ બંગાળ ચોખા ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
 • ભારત ઘઉં ઉત્પાદનમાં વૈશ્વિક ક્ક્ષાએ ચોથુ સ્થાન ધરાવે છે. ઉતરપ્રદેશ મોખરાનું સ્થાન ધરાવે છે.
 • ભારત શાકભાજી ઉત્પાદનમાં પ્રથમ અને ફળ ઉત્પાદનમાં ચીન પસી બીજા ક્રમે છે.
 • ભારતમાં જુવાર અને ડુંગળીની સૌથી વધુ ખેતી મહારાષ્ટ્રમાં થાય છે.
 • ચાના ઉત્પાદનમાં ભારત દ્રીતીય છે. સૌથી વધુ ચા ઉત્પાદન આસામમાં અને કોફી કર્ણાટક્મા થાય છે.
 • દુનિયામાં થતી કેરીમાં ૧૦૦૦ જાત માત્ર ભારતમાં જ થાય છે.
 • ભારતમાં શેરડીનું ઉત્પાદન પણ મોટા પાયા પર થાય છે. ઉતરપ્રદેશ શેરડીનું ઉત્પાદન કરતું મહત્વનુ રાજ્ય છે. કેન્દ્રિય શેરડી સાંસોધાન કેન્દ્ર લખૌનોમાં આવેલ છે.
 • કાજુના ઉત્પાદન અને વપરાશ બન્નેમાં ભારત દુનિયામાં પ્રથમ નંબરે છે. ભારતમાં સૌથી વધુ કાજુ મહારાષ્ટ્રમાં થાય છે.
 • મધ્યપ્રદેશ સોયાબીનનું મહતમ ઉત્પાદન કરતું રાજ્ય છે.
 • દુનિયાનું મોટા ભાગનું શણ ભારતમાં થાય છે. દેશના ઉત્પાદનનું ૬૮.૯ ટકા શણ એકલું પશ્ચિમ બંગાળ ઉત્પન્ન કરે છે.
 • પશુધનમાં ભારત દુનિયામાં પ્રથમ ક્રમે છે.
 • ડોં. વર્ગીસ કુરિયનના પ્રયત્નો થકી થયેલ શ્વેતક્રાંતિના પરિણામ સ્વરૂપે આજે ભારત વિશ્વભરમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે.
 • ભારતની અમુલ ડેરી અને ડેરી પેદાશો વિશ્વ ભરમાં પ્રસિધ્ધ છે.
 • મસાલાનાં ઉત્પાદનમાં પણ ભારતનું સ્થાન આગળ પડતું છે. દુનિયાની માત્ર ૭૬ ટકા હળદર માત્ર ભારત ઉત્પન્ન કરે છે.
 • આંધ્રપ્રદેશ ભારતમાં સૌથી વધુ મકાઇ અને ફળો ઉપરાંત તમામ પ્રકારના મસાલા ઉત્પાદન કરતું રાજ્ય છે.
 • તેલીબિયા ઉત્પાદનમાં ગુજરાત અગ્રસ્થાન ધરાવે છે.
 • દેશમાં સૌથી વધારે માછલીનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે, પણ દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે અને કેરલ બીજા ક્રમે છે.
 • દુનિયામાં દાળની સૌથી વધુ ખેતી ભારતમાં થાય છે
 • કોટનના હાઈબ્રિડનો સૌથી પહેલો પ્રયોગ ભારતે કર્યો.
 • દુનિયાભરમાં ફક્ત ભારતમાં જ ખેતી લાયક જમીન સૌથી વધુ છે.
 • દેશનો અડધુ ભૂગોળ ખેતીમાં રોકાયેલુ છે.
 • 80 ટકા ખેતરોમાં મુખ્ય પાક રૂપે અનાજ અને દાળો ઉગાડવામાં આવે છે.
 • ભારતમાં દૂધાળા ઢોરની સંખ્યા સૌથી વધુ છે. આમનો ઉપયોગ ડેરી ઉદ્યોગમાં કરવામાં આવે છે.
 • દુનિયાની 50 ટકા કેરીઓ ભારતમાં થાય છે.
 • કાજૂ, બાજરી, મગફળી અને ચા ના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે.
 • ફ્લાવર, શણ, ડુંગળી, ચોખા, જવાર અને શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે.
 • અમેરિકા, રૂસ અને ચીન પછી ભારતમાં સૌથી વધુ ખાતરનો ઉપયોગ થાય છે.
 • N.D* ભારતમાં છ લાખથી વધુ ગામ ખેતી અને તેની સાથે સંકળાયેલા કાર્યો પર નિર્ભર છે.
 • ભારતમાં 65 ટકા લોકોને ખેતી રોજગાર પૂરો પાડે છે.
 • ભારતની કુલ જીડીપીમાં ખેતીનુ અંશદાન 33 ટકા છે.
 • કુલ નિકાસમાં 10 ટકા ભાગ ખેતીનો છે.
2.94871794872
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top