ટપક તથા ફુવારા સિંચાઈ પદ્ધતિ માં તેને સમયસર ચાલુ કરવી તથા બંધ કરવી છે તે અગત્યનું પરિબળ છે. જો સિંચાઈ સમયસર ચાલુ ના થાય તો છોડને પાણી ની અછત તરત જ અનુભવાય છે અને જો પ્રણાલી નો સમયસર બંધ કરવામાં ના આવે તો વધારાના પાણી નો વ્યય થાય છે. ટપક કે ફુવારા પદ્ધતિ અપનાવવો હેતુ પર આવતો નથી. આ સંજોગો માં સુક્ષ્મ પિયત પદ્ધતિ માં જો ઓટોમેશન અપનાવવા માં આવે તો બંને પદ્ધતિની કાર્યક્ષમતા માં અનેક ઘણો વધારો થાય છે.
ઓટોમેશન શા માટે?
- એકજ જગ્યા એથી સરળતાથી ઓપરેટ કરી શકાતુ હોવાથી ટાઢ – તડકા કે વરસાદ માં વાલ્વ ચાલુ – બંધ કરવા માટે ખેતરની અંદર જવાથી મુકિત .
- મોંધી ડ્રિપ અને સ્પ્રિંકલર સિસ્ટમ ચલાવવા માટે પ્રોપર ટ્રેઈનિંગ વગરના માણસો પર રાખવા પડતા આધારનું સચોટ અને સરળ નિરાકરણ.
- ચોક્કસ સમય અને પાણીના ચોકક્સ જથ્થા નું પ્રોગ્રામિંગ થઈ શકતું હોવાથી પાણી અને સમ્ય બન્ને ની બચત.
- ઘરે કે પ્રસંગ માં બેઠા – બેઠા પોતાની ઈરિગેશન સિસ્ટમનું સુઘડ સંચાલન
- ઓટોમેશન ને ૬ મહિના સુધી એડવાન્સ માં પ્રોગામ કરી શકાય.
- ઓટોમેશનને કમપ્યુટર તેમજ ઈનટરનેટ સાથે સરળતાથી કનેકટ કરી શકાય છે.
- જો પ્રોગ્રામ કરેલ પાણી નો જથ્થો કે સમય કોઇપણ કારણથી પુરો ન થઈ શકે તો પહેલાથી રજિસ્ટર કરેલા ખેડુતના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. કરી શકે છે.
- ઓટોમેશનના દરેક ઉપભોકતા કંપનીની આઈફોન / એડ્રોઈટ એપ્લીકેશન ફ્રી માં ડાઉનલોડ કરીને તેના દ્ધારા પણ સિસ્ટમનું સ્ટેટસ જાણી તેમજ મેનેજ કરી શકે છે.
- ઓટોમેશન એ એક ઈન્ટેલીજન્ટ સિસ્ટમ હોવાથી તમારા પંપ, મોટર અને પાઈપીંગ લાઈનને રક્ષણ પુરૂ પાડે છે.
ઓટોમેશનની કાર્યપદ્ધતિ :
- ઓટોમેશન એ ડ્રિપ / સ્પ્રિંકલર ઈરિગેશન સિસ્ટમ કે લેંકસ્કેપ ગાર્ડનીંગના ફિલ્ડ વાલ્વને ઓટોમેટિકલી ચાલુ / બંધ કરવા માટેની એગ્રિકલ્ચર ઓટોમેશન સિસ્ટમ છે.
- ઓટોમેશન ખેડુતની જરૂરીયાત અને એગ્રોનોમિસ્ટ ની સલાહ મુજબના બધા જ વાલ્વને નિશ્વિત સમય તેમજ પાણીના ચોક્કસ જથ્થા ( ફ્લો ) મુજબ ઓટોમેટિકલી ઓપરેટ કરી શકે છે.
- ઓટોમેશન એ મહતમ ૫૧૨ વાલ્વસ એટેલે કે લગભગ ૧૮૦૦ હેકટર્સ સિસ્ટમ ને સમય તેમજ જથ્થા મુજબ સરળતાથી ઓપરેટ કરી શકે છે.
- ઓટોમેશન એ એકદમ સરળતાથી વાપરી શકાય તેવી આકર્ષક ફિચર્સ સાથેની ઓટોમેશન સિસ્ટમ છે.
- ઓટોમેશન માં કવોલિફાઈડ એગ્રોનોમિસ્ટની સલાહ મુજબ ગુજરાતમાં ડ્રિપમાં લેવાતા મહત્વના બધા જ પાકોના ઈરિગેશન શિડયુલ્સના પ્રોગ્રામ્સ પહેલેથી જ કંપની તરફથી ફીડ કરીને આપવામાં આવે છે.
- ઓટોમેશન એ IP66 / 67 ગ્રેડના મજબુત એબીએસના બોક્ષ માં આવતુ હોવાથી ફિલ્ડ કંડિશન માં ઉપયોગમાં લેવા માટે ઉપયુકત છે.
- એ કોઈપણ ખેડુતને ખરિદવી પોસાય તેવી એડવાંસ એગ્રિક્લચર ઓટોમેશન સિસ્ટમ છે.
સ્ત્રોત : ડૉ. કે.ડી. મેવાડા , ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ , બં, અ. કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ
સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ 