હોમ પેજ / ખેતીવાડી / પાણી સંસાધનો / લો – કોસ્ટ ડ્રિપ (ઝીરો એનર્જી) પદ્ધતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લો – કોસ્ટ ડ્રિપ (ઝીરો એનર્જી) પદ્ધતિ

લો – કોસ્ટ ડ્રિપ (ઝીરો એનર્જી) પદ્ધતિ વિશેની માહિતી આપવામાં આવેલ છે

ગુજરાતમાં ખુબ જ ઓછા વરસાદથી અતિ વરસાદવાળા વિસ્તારો, સમતળ જમીનથી માંડી ખુબ જ ઢોળાવવાળી જમીનો તેમજ ગરીબ ખેડુતોથી માંડી ધનિક ખેડુતો સમાવેશ થાય છે, પિયત આપવાની દબાણ આધારિત ટપક પિયત પદ્ધતિમાં વિજળીની જરૂરીયાત અને વધુ રોકણ થતું હોવાથી ઉપરોકત પરિસ્થિતિ મુજબ દરેક ખેડુતને આવી પિયત પધ્ધતિ પરવડે નહીં. એટલે કે ખુબ જ નાના ખેડુતો અથવા ઘરના આંગણામાં એકથી બે ગુંઠા જમીન ધરાવતા ખેડુતો (વ્યકતિઓ) માટે વિજળીની જરૂરીયાત વિના, ઓછા દબાણ આધારિત તેમજ થોડા રોકાણ થી વસાવી શકાય તેવી ટપક પધ્ધતિ હોવી જોઈએ. આ પધ્ધતિ એટલે લો કોસ્ટ ડ્રિપ (ઝીરો એનર્જી) વાળી ટપક પધ્ધતિ. આ પધ્ધતિના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે.

 

ફાયદાઓ :

  1. શરૂઆતનું મૂડી રોકાણ ખુબ જ ઓછું
  2. પધ્ધતિ સંચાલનમાં ખુબજ સરળ
  3. તાંત્રિકતાની નહીવત જરૂરીયાત
  4. વિજળીની બિલકુલ જરૂરીયાત નહી
  5. દબાણની ઓછી જરૂરીયાત નાના વિસ્તારમાં જાત જાતના શાકભાજી પાકો ઓછા દબાણ વડે કરવા માટે આ પધ્ધતિ અનુકૂળ છે. ખેડુતો પોતાની આગવી સુઝ પ્રમાણે નીચે મુજબની લો કોસ્ટ ડ્રિપ પધ્ધતિ અપનાવી શકે છે.
  • ડોલવાળી લો કોસ્ટ ડ્રિપ પધ્ધતિ : આ પ્રકારની પધ્ધતિથી ખુબ જ ઓછા (૧૦ – ૨૦ મી ) વિસ્તારમાં પિયત કરી શકાય.
  • કેરબા / ડ્રમવાળી લો કોસ્ટ ડ્રિપ પધ્ધતિ : આ પ્રકારની પધ્ધતિ થોડા (૨૫ – ૫૦ મી ) વિસ્તારમાં પિયત કરી શકાય.
  • બેરલ / નાની ટાંકીવાળી લો કોસ્ટ ડ્રિપ પધ્ધતિ આ પ્રકારની પધ્ધતિથી નાના (૫૦ – ૨૦૦ મી ) વિસ્તારમાં પિયત કરી શકાય.

આ પધ્ધતિમાં વપરાતા ભાગો અને તેના કાર્યો નીચે મુજબ છે.

ક્રમ

ભાગોના નામ

કાર્યો

પાણીનું પાત્ર (ટાંકી / બેરલ / ડોલ)

પાણીનો જરૂરી પુરવઠો સંગ્રહ કરવા.

પીવીસી પાઈપ તથા જરૂરીયાત મુજબના જોઈનરો

ટાંકીથી લેટરલ સુધી પાણીનું વહન કરવા

લેટરલ પાઈપ

પીવીસી પાઈપથી છોડ સુધી પાણીનું વહન કરવા

માઈક્રો ટ્યુબ/વધુ દરવાળા ટપકણીયા

લેટરલ પાઈપમાંથી છોડના મૂળ વિસ્તાર સુધી પાણી છોડવા

સ્ટાર્ટ કનેકટર (રબર ગોમેટ + ટેઈક ઓફ)

સાથે લેટરલ પાઈપનું ચુસ્ત જોડાણ કરવા

એન્ડ પ્લગ

લેટરલના છેડા બંધ કરવા

 

આવી પદ્ધતિમાં ટપકણીયાને બદલે માઈક્રો ટ્યુબ વાપરવાથી આ પદ્ધતિમાં સામાન્ય કચરો આવે તો મુશ્કેલી પડતી નથી. જેટલી ટાંકી / બેરલની ઊંચાઈ વધારે તે પ્રમાણે માઈક્રો ટ્યુબ / ટપકણીયામાંથી મળ તો પાણીનો દર વધુ તે ધ્યાને રાખી ટાંકી / બેરલની ઊંચાઈ ગોઠવવી જોઈએ.

બે ગુંઠા (૧૫.૬ X ૧૨ = ૧૮૭ મી) માં પિયત કરવા ટાંકી / બેરલ આધારિત લો કોસ્ટ

ડ્રિપ પદ્ધતિમાં જોઈતા ભાગો તથા તેમાં થતું અંદાજીત રોકાણ અત્રે દર્શાવેલ છે.

ક્રમ

વિગત

દર

જથ્થો

(નંગ)

અંદાજીત કિંમત

ટાંકી (૫૦૦ લિટર)

૨૫૦૦

૨૫૦

ચેકનટ (૩૨ મિ.મી.)

૭૦

૭૦

પીવીસી કોક (૩૨ મિ.મી.)

૧૫૦

૧૫૦

પીવીસી એલ્બો (૩૨ મિ.મી.)

૫૦

૫૦

પીવીસી ટી (૩૨ મિ.મી.)

૬૬

૬૬

પીવીસી પાઈપ (૩૨ મિ.મી.)

૨૫

૧૮ મી.

૪૫૦

એફટીએ (૩૨ મિ.મી.)

૨૦

૪૦

અંદર આટાવાળી કેપ (૩૨ મિ.મી.)

૨૨

૪૪

રબર ગોમેટ (૧૨ મિ.મી.)

૧.૫૦

૧૬

૨૪

૧૦

ટેઈક ઓફ

૧.૪૮

૧૬

૩૬

૧૧

પીવીસી કપ્લીન (૩૨ મિ.મી.)

૫૧

૧૦૨

૧૨

લેટરલ (૧૨ મિ.મી., ૬૦ સે.મી. અંતરે માઈક્રો ટ્યુબ અથવા ૮ એલપીએચ વાળા ટપકણીયાં)

૨.૯૮

૧૨૫ મી

૩૭૩

૧૩

એન્ડ પ્લગ (૧૨ મિ.મી)

૧.૩૬

૧૬

૨૨

કુલ રોકાણ

૩૯૨૭

 

નોંધ : (૧) આ પ્રકારની ટપક પદ્ધતિમાં (૨ ગુંઠા) દરરોજ ૧૦૦૦ લિટર આસપાસ પાણીની જરૂરીયાત હોય, ૫૦૦ લિટરની ટાંકી બે વખત ભરવાની જરૂરીયાત રહેશે. (૨) આ પ્રકારની પધ્ધતિમાં સુચિત પાક વાવણી અંતર બે હાર વચ્ચે ૫૦ સે.મી., ૨ છોડ વચ્ચે ૬૦ સે.મી.,  તથા જોડીયા હાર વચ્ચે ૧૦૦ સે.મી., ગણતરીમાં લીધેલ છે.

લો કોસ્ટ ટપક પદ્ધતિનું અર્થકરણ :ઉપરોક્ત દર્શાવેલ ટાંકી આધારિત ટપક પિયત પદ્ધતિમાં ટાંકી વચ્ચે રાખી બધી બાજુએ લેટરલની ગોઠવણી ૧.૫ મી. અંતરે રાખવાથી થતું અંદાજીત રોકાણ છે. આ પદ્ધતિનું આયુષ્ય ૭ વર્ષ તથા ૧૦% વ્યાજના દરને ધ્યાને લઈએ તો તેમાં થતા વાર્ષિક ખર્ચ્ની (એન્યુલાઈઝડ કોસ્ટ) ગણતરી નીચે મુજબ થશે.

કોસ્ટ રીકવરી ફેકટર :

= I (1 + I)N / ((1 + I)N – 1)

અહીં I = વ્યાજનો દર , N = આયુષ્ય (વર્ષ)

= ૦.૧૦ (૧ + ૦.૧૦) / (( ૧ + ૦૧૦ ) – ૧ )

= ૦.૨૧

ઘસારો + વ્યાજ = કોસ્ટ રીકવરી ફેકટર X પદ્ધતિનું રોકાણ

= ૦.૨૧ X ૩૯૨૭

= $ ૮૨૫ / વર્ષ / ૨ ગુંઠા ... (ક)

મરામત તથા નિભાવ ખર્ચ @ ૨%

= રીપેર એન્ડ મેન્ટેનન્સ

= ૩૯૨૭ X ૦.૦૨

= $ ૭૯ વર્ષ / ૨ ગુંઠા ... (ખ)

હવે પદ્ધતિનો કુલ વાર્ષિક ખર્ચ $ / ૨ ગુંઠા

= (ક) + (ખ) = ૮૨૫ + ૭૯ = ૯૦૪

એટલે કે પદ્ધતિનો અંદાજીત માસિક ખર્ચ $ ૭૫ / ૨ ગુંઠા થશે. આ ટપક પદ્ધતિના ફાયદાઓ જોતા આટલો ખર્ચ પિયત માટે કરવા નાના ખેડુતો અથવા ઘરના આંગણામાં ૧ થી ૨ ગુંઠા જમીન ધરાવતા ખેડુતો (વ્યક્તિઓ) મતે પોષણક્ષમ ગણાય.

(* આંકડા રાઉન્ડ અપ કરેલ છે)

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા, ડૉ. એમ. વી. પટેલ, ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ, બં, અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top